Last Update : 23-August-2012,Thursday

 
જૈન ધર્મના તેવીસમાં તીર્થંકર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન
- આંખ છીપ, અંતર મોતી
- વામાદેવીને આવેલા એ ચૌદ સ્વપ્નો જ નહોતા, મહા સ્વપ્નો હતા

ગતાંકથી ચાલુ


ને રાજકુંવરી પ્રભાવતી સાથે તેમના લગ્ન થયા. પાર્શ્વકુમાર અને પ્રભાવતી રાણીની સરખેસરખી જોડી જોઈને વારાણસીના નર-નારીઓ ઘેલાં થઈ જતાં હતાં. સારસ અને સારસીનો એમનો સ્નેહ હતો. જળકમળવત એમનું જીવન હતું !
પાર્શ્વકુમાર અને પ્રભાવતીરાણી આનંદપૂર્વક જીવનનિર્ગમન કરતાં હતાં. ક્યારેક વનવિહારે જતાં તો ક્યારેક જળક્રીડા કરતાં. કિન્તુ ક્યારેક એ સઘળાં સુખોની વચમાં પાર્શ્વકુમારને નિર્વેદ થઈ જતો. મહાદેવી પ્રભાવતીને એ કહેતા ઃ
‘દેવી, કોને ખબર કેમ પણ મને આ સંસાર નથી ગમતો. આ ભય અને હંિસા મારા મનને જચતા નથી.’
પ્રભાવતીદેવી પોતાના અલગારી સ્વામીને નિહાળી રહેતા, એ કહેતા ઃ
‘દેવ, તમે જે વાતો કરો છો તે સમજાતી નથી. પણ આવા ભયરત સંસારને સુંદર બનાવવાનો શું કોઈ રસ્તો નથી ?’
‘રસ્તો એક જ ઃ પ્રેમનો. પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ. ન વેર, ન વિરોધ, ન દ્વેષ, ન ડંખ ઃ સમતા, શાંતિ અને પ્રેમનું શાસન. અંતે માનવીને ઉગારશે તો અહંિસા જ. પણ રે ! આ જગત એ માર્ગે જતું નથી. એ પણ કેવી કરુણ ભવિતવ્યતા છે !’
પ્રભાવતી દેવી મૌન ધરી રહેતાં. પાર્શ્વકુમારના અંતરમાં પ્રત્યેક જીવ માટે ધૂઘવતો સ્નેહસાગર નિહાળીને એમને અનિર્વચનીય આનંદ થતો ઃ ઓહ ! આ કેવો અદ્‌ભુત પ્રેમ છે ! વ્યકિત પર નહિ, સમષ્ટિ પર પ્રેમ !
પૃથ્વી પર એક નવી હવા પ્રસરી રહી ઃ યુદ્ધ નહિ, વેર નહિ, પ્રેમ !
એકદા મહાલયના ઝરુખામાં પાર્શ્વકુમાર ઊભા છે.
વારાણસી નગરીના નગરજનો નગર બહાર જઈ રહ્યાં છે. સૌના હાથમાં કંિમતી પાત્રો છે. એમાં ફળ છે, ફૂલ છે, મિષ્ટાન્ન છે.
પાર્શ્વકુમાર આ નીરખી રહે છે. એમને થાય છે - આ સૌ ક્યાં જતાં હશે ?
પાર્શ્વકુમાર પાસે જ એક અનુચર ઉભો છે. કુમાર તેને પૂછે છે ઃ
‘ભંતે, આ બધા શીદ જાય છે ?’
અનુચર કહે છે ઃ
‘દેવ, નગર બહાર એક તપસ્વી પધાર્યા છે. કમઠ એમનું નામ છે. મહાયોગી છે. કઠોર સાધક છે. આ સૌ તેમનું અભિવાદન કરવા જાય છે.’
‘એમ ?’ પાર્શ્વકુમારના મુખારવંિદ પર કુતૂહલ પ્રસરી રહ્યું ઃ ‘તો ચાલો, આપણે ય નિહાળવા જઈએ.’
(૩)
વારાણસી નગરીના પાદરમાં નદી કિનારે લોકોનાં ટોળાં ઉભરાયાં છે. કોલાહલનો પાર નથી.
એક તપસ્વી બેઠા છે. ભારે એમનો પ્રભાવ છે. પાંચ અગ્નિના કુંડ સળગે છે. સેવકો એમાં અર્ઘ્ય નાખ્યા કરે છે.
પાર્શ્વકુમાર તપસ્વીની નજીક સરકયા. એમણે પૂછયું ઃ
‘ભંતે, આપ શું કરો છો ?’
તપસ્વીએ પાર્શ્વકુમાર ભણી જોયું. એનું નામ હતું કમઠ. એમના નેત્રોમાં આનંદ પ્રસર્યો. તપસ્વીએ કહ્યું ઃ
‘રાજકુમાર, આ તો મહાન સાધના છે.’
‘એમ ?’ પાર્શ્વકુમાર ગંભીર હતા ઃ
‘તો આ સાધના એ શું આત્મસાધના છે ?’
‘જરૂર.’ તપસ્વીએ કહ્યું ઃ ‘આવી મહાન સાધના જગતમાં ઓછા લોકો કરી શકે છે.
લોકો શાંત બનીને એ દ્રશ્ય નિહાળી રહ્યા હતાં.
‘ઓહ ! આ આત્મસાધના છે તે તેમાં દયા કેમ નથી ?’
તપસ્વી કમઠ હસી પડયા ઃ ‘રાજકુમાર, આ સાધનામાં તમને વળી ક્રુરતા ક્યાં દેખાઈ ?’
રાજકુમાર પાર્શ્વ હજીય ગંભીર જ હતા. એમણે સાથે આવેલા અનુચરને કહ્યું ઃ
‘આ અગ્નિકુંડમાંથી આ સળગતું લાકડું બહાર આણ ને, ભાઈ. અને એને સાચવીને ફાડી નાખ. જોજે સંભાળીને તેમ કરજે.’
અને અનુચરે તેમ કર્યું.
અને લોકોએ ફાટી આંખે જોયું. એમાંથી તરફડિયા મારતો અને અર્ધો બળેલો સાપ બહાર પડ્યો !
પાર્શ્વકુમાર ગંભીર જ હતા, એમણે અનુચરને પુનઃ કહ્યું ઃ
‘મિત્ર, એને જલ્દીથી શ્રી નવકારમંત્ર સંભળાવ.’
મહાન પાર્શ્વકુમારના સાંનિઘ્યમાં સર્પનો આત્મા તરી ગયો.
કુમાર પાર્શ્વ તત્ક્ષણ પાછા વળી ગયા. લોકો એમનો જયનાદ પોકારતા હતા કિન્તુ એની એમને તમા નહોતી ઃ એ તો વિચારતા હતા ઃ રે, આ સકળ વિશ્વના આત્માઓ કરુણાથી સભર અને આત્મકલ્યાણના હેતુથી સભર જીવન ક્યારે જીવશે ?
રાજકમાર પાર્શ્વના વૈરાગી આત્માએ એકદા ચારિત્ર્ય સ્વીકાર્યું. જૈન ધર્મના એ ત્રેવીસમાં તીર્થંકર. આજેય એમના બેસણા ‘શંખેશ્વર’ તીર્થમાં છે. જગત એમને શંખેશ્વર પાર્શ્વનાથના નામે પૂજે છે.
પ્રભાવના
સરકાર, સત્તા અને સમાજ વચ્ચે કોઇ સેતુ જોવા મળતો નથી. ભય, ભ્રષ્ટાચાર અને ભાગલાવાદી તત્વો બફામ વધી રહ્યા છે. આ સમગ્ર પરિસ્થિતિ દેશમાં અસંતુલન પેદા કરે છે. દીર્ધદ્રષ્ટિ વિનાનો નેતા, પૈસા માટે ભટકતો સમાજ અને હંિસા સાથે ભભૂકતો પડોશી દેશ એ આપણા દેશ માટે ગંભીર પરિસ્થિતિ ખડી કરે છે તે તાત્કાલિક ન સમજાયું તો તેના જેવી બીજી કોઈ ભયાનક હાલત હોઈ જ ન શકે.

ક્રમશ ઃ
-આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરિજી

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved