Last Update : 23-August-2012,Thursday

 

વિચારને હંમેશાં ઘ્યાનનો બાધક ગણશો નહિ
વિચારને પણ સાધન બનાવીને ઘ્યાન થઈ શકે

- વિમર્શ
 

માણસ પાસે બે પ્રબળ શક્તિઓ છે. એક છે જોવાની -જાણવાની. તેનો પ્રેક્ષા કરવામાં ઉપયોગ થાય છે. જ્યારે એક વિષય લઈને તેની તલસ્પર્શી પ્રેક્ષા કરવામાં આવે ત્યારે તે પ્રેક્ષા ઘ્યાન કહેવાય છે. મામસ પાસે બીજી શક્તિ છે વિચારની, ચંિતન-મનનની. આ શક્તિ સંસારનાં સર્વ પ્રાણીઓને સુલભ નથી. વિચારની શક્તિ દ્વારા એક જ વિષય ઉપર જે મનન ચંિતન કરવામાં આવે છે તેને અનુપ્રેક્ષા કહેવામાં આવે છે.
સામાન્ય રીતે માણસ જે જોયું હોય કે જાણ્યું હોય તેને કારણે જ વિચાર કરતો થઈ જાય છે - તેથી તેને અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. અનુપ્રેક્ષામાં અતીતની સ્મૃતિઓ પણ આવે, ભાવિની ધારણાઓ પણ સમાઈ જાય. માણસ મન દ્વારા ભૂત અને ભાવિ બંનેમાં રમતો હોય છે. બંનેને જોતો હોય છે. સામાન્ય રીતે માનવી ન જે વિષય આપે તેના ઉપર વિચાર કરતો થઈ જાય છે અને મન ક્ષણે ક્ષણે વિષયો બદલતું રહે છે તેથી વિચારતી શક્તિ વિખરાઈ જાય છે. જ્યારે મન એક જ વિષય ઉપર વિચાર કરે - મનન-ચંિતન કરે ત્યારે તે ઘ્યાન બની જાય છે. આ રીતે જે ઘ્યાન થાય છે તેને અનુપ્રેક્ષા ઘ્યાન કહેવામાં આવે છે. અનુપ્રેક્ષા ઘ્યાનનો હેતુ માનવીનું રૂપાંતર કરવાનો હોય છે.
આપણે જ્યારે એક જ વિષય લઈને તેના ઉપર મનન-ચંિતન કરીએ છીએ ત્યારે તેની આપણા અંતઃચિત્ત ઉપર ઊંડી છાપ પડે છે. તેને કારણે આપણાં વાણી-વર્તન-સ્વભાવ વગેરેમાં પરિવર્તન આવી જાય છે. અનુપ્રેક્ષા ઘ્યાનનો પ્રમુખ હેતુ માનવીનું રૂપાંતર કરીને તેને સારો-સ્વસ્થ-શાન્ત બનાવવાનો છે જેથી તે આલોકમાં પ્રસન્ન રહીને જીવી શકે અને તેનો પરલોક પણ સુધરી જાય. આમ અનુપ્રેક્ષા ઘ્યાન એ વિશિષ્ટ છે. તેને પ્રેક્ષા ઘ્યાનનું બીજું અંગ પણ કહી શકાય. અનુપ્રેક્ષા કર્યા વિના પ્રેક્ષાનો પૂર્ણ લાભ મળતો નથી.
ઘ્યાનના અર્થીઓએ વિચારથી ગભરાવા જેવું નથી. વિચાર સ્વભાવિક છે. આપણને જો તેનો વિવેકથી ઉપયોગ કરતાં આવડે તો તે આપણા માટે ઉપકારક બની શકે. પ્રેક્ષા ઘ્યાનમાં વિચાર બાધક છે - જ્યારે અનુપ્રેક્ષા ઘ્યાનમાં વિચાર સાધન છે. પ્રેક્ષામાં આપણે જે જોયું-જાણ્યું તેના ઉપર અનુપ્રેક્ષામાં વિચાર કરીને આપણે આગળ વધવાનું છે. પ્રેક્ષા કરતાં આપણે જોયું કે સમગ્ર સંસાર પ્રકંપનોનો છે. જડ કે ચેતન બધામાં ક્ષણે ક્ષણે તરંગો ઊઠે છે અને વિલીન થઈ જાય છે. તેના ઉપર અનુપ્રેક્ષા કરતાં આપણને એ સત્ય મળે છે કે તરંગોની પાછળ સાગર જેવું કોઈ એક ઘૂ્રવ તત્ત્વ છે જેમાંથી આ તરંગો ઉદ્‌ભવે છે અને વિરમે છે. આ ઘૂ્રવ તત્ત્વ એ જ આત્મતત્ત્વ. પ્રેક્ષા આપણને સત્યની નજીક લઈ જાય છે. અનુપ્રેક્ષા કરતાં આપણને પૂર્ણસત્ય મળી આવે છે. જૈનધર્મની આ ત્રિપદી છે. ઉપન્દ્રે ઈવા, વિધમે ઈવા, ઘુવે ઈવા. ઉત્પન્ન થાય છે. નષ્ટ થાય છે, અને શાશ્વત રહે છે.
અનુપ્રેક્ષા ઘ્યાનમાં વિશેષતયા સંસારના સ્વરૂપ વિશે ચંિતન કરવામાં આવે છે. સંસારનું સમગ્ર સ્વરૂપ અનિત્ય આદિ બાર ભાવનાઓમાં વ્યક્ત થાય છે. આ ભાવનાઓ છેઃ અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ સંસાર, લોક, અશુચિ, ધર્મ અને બોધિ તેની સાથે કર્મલક્ષી ત્રણ ભાવનાઓ આસ્રવ, સંવર અને નિર્જરા લેવામાં આવે છે. પ્રકારાન્તરે અનુપ્રેક્ષામાં ભાવ પરિવર્તન માટે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માઘ્યસ્થ ભાવનાઓ પણ લેવાય છે. આ ભાવનાઓ ભાવતો ભાવતો, તેના ઉપર મનન-ચંિતન કરતાં જીવ આત્માભિમુખ થતો જાય છે અને તેનાં વાણી-વર્તન તેને અનુરૂપ થતાં જાય છે. ભાવનાને કારણે અઘ્યાત્મ માર્ગમાં અનુપ્રેક્ષા ઘ્યાન ઘણું મહત્ત્વનું ગણાય છે.
અનુપ્રેક્ષા ઘ્યાન સ્વસ્થ અને પ્રસન્ન જીવન માટે પણ ઘણું ઉપયોગી છે. માણસ મોટેભાગે દુઃખી હોય છે પોતાના સ્વભાવને કારણે અને પોતાની નિર્બળતાઓને કારણે અનુપ્રેક્ષાથી સ્વભાવ બદલી શકાય છે અને નિર્બળતાઓને સબળતામાં ફેરવી શકાય છે. ક્રોધ, માન, માયા અને લોભના કષાયો માણસને સુખી થવા દેતા નથી. જો માણસ તેની પ્રતિપક્ષી ભાવનાઓ ક્ષમા, નમ્રતા, સરળતા અને ઉદારતાની ભાવના ભાવ્યા કરે તો તેના જે તે કષાયો મંદ પડી જાય છે. તેનાથી માણસના સ્વભાવમાં પરિવર્તન આવતું જાય છે અને તે વધારે સ્વીકાર્ય બનતો જાય છે.
અનુપ્રેક્ષા કરવા માટે પ્રેક્ષા આવશ્યક છે - એવું નથી. માણસ અનુપ્રેક્ષા માટેનો વિષય ભૂતકાળમાંથી લઈ શકે છે કે ભાવિમાંથી પણ લઈ શકે છે. વાતનું તાત્પર્ય એ છે કે માણસે જેવા થવું હોય, જે ગુણો પ્રાપ્ત કરવા હોય તેનું જો તે સતત ચંિતન કર્યા કરે છે - અનુપ્રેક્ષા કરે છે તો તેનામાં તે ગુણોનું અવતરણ થવા લાગે છે. અર્હમનું ચંિતન કરતાં અર્હમ્‌ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ક્યાં વિષય ઉપર ચંિતન કરવું, કઈ ભાવના ભાવવી તે માણસે જાતે નક્કી કરવાનું હોય છે.
આજે હવે વિજ્ઞાને એ વાત સ્થાપિત કરી દીધી છે કે શરીર અને મન જુદાં નથી. બંન્ને પરસ્પર જોડાયેલાં છે અને એકની અન્ય ઉપર અસર પડ્યા વિના રહેતી નથી.
શરીરને થયેલા કોઈ રોગ માટે માણસ જો એવું ચંિત્વન કર્યા કરે કે તે રોગ મટી રહ્યો છે - તે સાજો થઈ રહ્યો છે તો માણસના સાજા થવાની સંભાવના વધી જાય છે. જો માણસ સતત એમ જ વિચાર્યા કરે કે તે માંદો છે - તેને અમુક રોગ થયો છે તો તેની માંદા પડવાની શક્યતા વધી જાય છે. આપ રોગ નિવારણ માટે, શરીરને સ્વસ્થ રાખવા માટે અનુપ્રેક્ષા ઘ્યાન ઘણું સહાયક થઈ પડે છે.
સ્વસૂચન દ્વારા તન-મનની સારવાર કરવાની જે પદ્ધતિ આજે વિકસી છે તે એક પ્રકારની અનુપ્રેક્ષા જ છે. અરે, પ્રાર્થના પણ અનુપ્રેક્ષા ઘ્યાનમાં આવે - એમ કહી શકાય.
અનુપ્રેક્ષા ઘ્યાન માણસની વિચારશક્તિને સતેજ કરીને, એકત્રિત કરીને તેનો વિધ વિધ રીતે ઉપયોગ કરીને જીવનને સ્વસ્થ-સભર અને સ્નેહભર્યું બનાવી શકે છે. પ્રશ્ન છે કેવળ તેને યોગ્ય વિષય આપવાનો અને તે તરફ વાળવાનો. અનુપ્રેક્ષા ઘ્યાન કરવા માટે સવારનો સમય વધારે અનુકૂળ રહે છે - જ્યારે ચિત્ત રેડિયો-ટીવી-સમાચાર પત્રો વગેરેથી ક્ષુબ્ધ થયેલું ન હોય. અન્ય પ્રકારનાં ઘ્યાનોની જેમ આ ઘ્યાન માટે પણ આસન, પ્રાણાયામ (શ્વાસપ્રેક્ષા) અને શરીરનું શિથિલીકરણ આવશ્યક છે. ઘ્યાનની શરૂઆત કરતા પહેલાં તે માટે થોડોક સમય ફાળવવો જરૂરી છે. તે વિના સીધા જ આ ઘ્યાનમાં પ્રવેશ કર્યો હશે તો ઘ્યાન બરોબર લાગશે નહિ. એક વાર ઘ્યાન સિદ્ધ થઈ ગયા પછી અનુપ્રેક્ષા ઘ્યાન માટે કેવળ એકાંત પણ પર્યાપ્ત બની રહે. સામાન્ય રીતે દરેક ઘ્યાનની જેમ બે ઘડી (૪૮ મિનીટ) જેટલો સમય આ ઘ્યાનને આપ્યો હશે તો ભાવનાના વિચારના સંસ્કાર અંતઃચિત્ત ઉપર સારી રીતે અંકિત થઈ જશે જેને કારણે સ્વભાવ પરિવર્તન અને વ્યક્તિત્વનું રૂપાંતર સરળ બની રહેશે.
- ચંદ્રહાસ ત્રિવેદીઅનુપ્રેક્ષા ઘ્યાન કરવા માટે સવારનો સમય વધારે અનુકૂળ રહે છે - જ્યારે ચિત્ત રેડિયો-ટીવી-સમાચાર પત્રો વગેરેથી ક્ષુબ્ધ થયેલું ન હોય. અન્ય પ્રકારનાં ઘ્યાનોની જેમ આ ઘ્યાન માટે પણ આસન, પ્રાણાયામ (શ્વાસપ્રેક્ષા) અને શરીરનું શિથિલીકરણ આવશ્યક છે. ઘ્યાનની શરૂઆત કરતા પહેલાં તે માટે થોડોક સમય ફાળવવો જરૂરી છે. તે વિના સીધા જ આ ઘ્યાનમાં પ્રવેશ કર્યો હશે તો ઘ્યાન બરોબર લાગશે નહિ. એક વાર ઘ્યાન સિદ્ધ થઈ ગયા પછી અનુપ્રેક્ષા ઘ્યાન માટે કેવળ એકાંત પણ પર્યાપ્ત બની રહે. સામાન્ય રીતે દરેક ઘ્યાનની જેમ બે ઘડી (૪૮ મિનીટ) જેટલો સમય આ ઘ્યાનને આપ્યો હશે તો ભાવનાના વિચારના સંસ્કાર અંતઃચિત્ત ઉપર સારી રીતે અંકિત થઈ જશે જેને કારણે સ્વભાવ પરિવર્તન અને વ્યક્તિત્વનું રૂપાંતર સરળ બની રહેશે.
- ચંદ્રહાસ ત્રિવેદીછે

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved