Last Update : 23-August-2012,Thursday

 
આઝાદ મેદાન હિંસક બનાવોના કેસમાં
ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ

સીસીટીવીને આધારે તેમની ધરપકડ શક્ય બની ઃ ઇદ પછી પણ શરણે ન આવતા પોલીસે વિશેષ ઝુંબેશ આદરી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૨
આઝાદ મેદાનમાં હિંસક બનાવો સંદર્ભે પોલીસે વધુ ૧૯ જણની ધરપકડ કરતા ધરપકડનો આંક ૪૩ ઉપર પહોંચ્યો છે. જેમાં એક ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે શખસનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલાઓ પૈકી કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એમ પોલીસે કહ્યું હતું. જો કે શહીદોનાં સ્મારકની તોડફોડ કરનારાની ધરપકડ થઇ નથી, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસનાં જણાવ્યા મુજબ શહેરનાં વિવિધ વિસ્તારમાંથી ગઇકાલ રાતથી આજ સુધીમાં ૧૯ જણની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ૨૮ વર્ષીય નિયાઝુદ્દીન શેખ અને ૨૧ વર્ષીય મોહમ્મદ અન્સારી ઉપર ઓબીવાન સળગાવી નાંખવાનો આરોપ છે. તેમને કોર્ટે બીજી ઓગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.
પોલીસે કોર્ટને કહ્યું હતું કે તેમની પાસે ક્લોઝ્ડ સર્કિટ ટીવી કેમેરાનાં ફૂટેજ છે જેમાં આ બે જણ મિલ્કતને નુકસાન પહોંચાડતા નજરે ચડે છે.
નિયાઝુદ્દીન વડાલા તથા અન્સારી કુર્લાનો રહેવાસી છે.
તે સિવાય ક્રાઇમ બ્રાંચની ટીમે વાંદરાના ગરીબ નગરથી ૨૨ વર્ષીય આલમ મુનારજીન ખાન તથા ૩૨ વર્ષીય સૈયદ યુનુસ મુનાવર, મલાડ (પૂર્વ)નાં મકરાણી પાડાથી ૧૯ વર્ષીય મોહમ્મદ રિઝવાન મોહમ્મદ ઇસ્માઇલ, ૨૫ વર્ષીય મોહમ્મદ સૈયદ ઇદ્રીસ, ૨૪ વર્ષીય રિયાકત હુસેન, ૨૨ વર્ષીય મોહમ્મદ ઇમ્તિયાઝ, ૨૩ વર્ષીય મોહમ્મદ અનીસ ઉર્ફે કલ્લુની ધરપકડ કરી હતી. જ્યારે અંધેરીથી ૧૯ વર્ષીય અમીર યુનુસ શેખ, કુર્લા (પૂર્વ)થી ૨૪ વર્ષીય અશરફ સિરાજુલ હક, ૧૯ વર્ષીય હફીઝ અહમદ શેખ, ૩૨ વર્ષીય મોહમ્મદ આકીબ ઉર્ફે મુલ્લા, શિવડીથી ૨૨ વર્ષીય પરવેઝ અન્સારી, ૩૨ વર્ષીય મોહમ્મદ અખ્તર મુસ્તકી, ગોવંડીના શિવાજીનગરથી ૨૫ વર્ષીય જાવેદ શકીરખાન, ૩૨ વર્ષીય શેખ મોહમ્મદ યુસુફ, ૩૨ વર્ષીય નૌશાદ અહમદ ખાન તથા વાંદરા (પૂર્વ)ના ગરીબનગરથી સલીમ મેહતાબ શેખની ધરપકડ કરી હતી. જેમને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે, એમ પોલીસે કહ્યું હતું.
ક્રાઇમ બ્રાંચના કુલ ૭ યુનિટનાં અધિકારીઓએ મળીને આ કાર્યવાહી કરી હતી. ધરપકડ કરાયેલા પૈકી કેટલાક ગુનાકિય રેકોર્ડ ધરાવે છે. તે સિવાય કેટલાક રઝા એકેડેમીનાં સભ્ય હોવાની પણ શક્યતા વ્યક્ત થઇ રહી છે.
બીજીતરફથી પોલીસ છેલ્લા બે દિવસથી રઝા એકેડેમીના મૌલાનાની પૂછપરછ કરી રહ્યા છે. તે સિવાય તેમનું નિવેદન પણ નોંધવામાં આવી રહ્યું છે, એમ પોલીસે કહ્યું હતું.
તે સિવાય આ હિંસક બનાવો સંદર્ભે પોલીસે ૬૯ મોટર સાઇકલ કબજે કરી હતી જે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે પરંતુ હજી સુધી કોઇ તે છોડાવવા આવ્યું નથી. મોટરસાઇકલ છોડાવવા જઇશું તો પોલીસ ઝડપી લેશે એ ડરથી કોઇ આગળ આવ્યું નથી.
કેટલાય શંકાસ્પદોએ ઇદ પછી પોલીસને શરણે થઇ જશે, એમ કહ્યું હતું પરંતુ ઇદ પછી પણ તેઓ શરણે ન આવતા પોલીસે તેમની ધરપકડની વિશેષ ઝુંબેશ આદરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved