Last Update : 23-August-2012,Thursday

 

રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

આ અનમેન્ડ એરિયલ વેહીક્લ-યુ.એ.વી.નો પહેલી જ વાર પોલીસે ઉપયોગ કર્યો

મુંબઈ,તા.૨૨
મંગળવારની રાજ ઠાકરેની રેલીમાં શહેરમાં કોઈ પણ એક પ્રસંગે ગોઠવાયો હોય એના કરતા શક્યતઃ મોટો જાપ્તો ગોઠવાયો હતો. જમીન પર ૧૫,૦૦૦ પોલીસો રાજના ટેકેદારોની પ્રત્યેક હીલચાલ પર નજર રાખતા હતા. ત્યારે આઝાદ મેદાનમાં ઠાકરેને સાંભળવા ભેગી થયેલી મેદની પર નિગરાની રાખવા પહેલીવાર અનમેન્નડ એરિયલ વેહીક્લ (યુએવી-અર્થાત્ માનવરહિત હવાઈયાન) ગોઠવાયું હતું.
અફઘાનિસ્તાનમાં તાલિબાનને શોધી કાઢવા અમેરિકી દળો આવા જ યુએવીનો ઉપયોગ કરે છે. આ યુએવી બીએમસીમાં ઊભા કરાયેલા કન્ટ્રોલ રૃમને આઝાદ મેદાનમાંથી રિયલ-ટાઈમ ઈમેજીસ પ્રસારિત કરતું હતું. મેન્યુફેક્ચરરરના ટેકનીશ્યનો અને બે ટોચના પોલીસ ઓફિસરો કન્ટ્રોલ રૃમનું સંચાલન કરતા હતા.
શહેર પરના ૨૦૦૮ના ત્રાસવાદી હુમલાને પગલે મુંબઈ પોલીસે યુએવી ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ૨૬/૧૧ના એ હુમલામાં ૧૬૦ લોકોનાં મૃત્યુ નીપજ્યા હતા અને લગભગ ૩૦૦ જણ ઈજા પામ્યા હતા. અલબત્ત, અરુપ પટનાઈકે ૨૦૧૧માં પોલીસ કમિશ્નરનો હોદ્દો સંભાળ્યા બાદ એમણે ઉક્ત વિચાર પડતો મૂક્યો હતો.
અલબત્ત, ૧૧મી ઓગસ્ટે આઝાદ મેદાનની સભામાંથી ભડકેલી કોમી હિંસાએ પટનાઈકનો વિચાર બદલી નાખ્યો હોય એમ લાગે છે. કેટલાક મુસ્લિમ સંગઠનોએ આસામની હિંસાને વખોડી કાઢવા યોજેલી રેલીમાં જોડાવા હિંસક ટોળાં આઝાદ મેદાન તરફ જઈ રહ્યાનું પોલીસ નોંધી નહોતી શકી.
મંગળવારે મોડી રાત સુધી જાણવા નહોતું મળ્યું કે નેત્રનો ટ્રાયરન (પ્રયોગ) કેવો રહ્યો અથવા તો પટનાઈક એનાથી પ્રભાવિત થઈને એને મુંબઈ પોલીસના સર્વેંલસ યુનિટમાં સામેલ કરવા દેવા તૈયાર થયા છે કે નહિ. યુએવીને નેત્ર પર કહેવાય છે.
'નેત્ર'ના મેન્યુફેક્ચરર આઈડિયા ફોર્જના વાઈસ પ્રેસિડન્ટ અમરદીપ સિંહે જણાવ્યું હતું કે યુએવીએ મનસેની રેલી દરમિયાન બે ફ્લાઈટસ (ઉડ્ડયન) હાથ ધરીને આઝાદ મેદાનની પરિઘને આવરી લીધી હતી. 'એણે મુંબઈ પોલીસને ટોળાની અવરજવરના રિયલ-ટાઈમ વીડિયો ઈન્પુટસ પુરા પાડયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ ઈન્પુટસ પર નજર રાખતા હતા.' એમ તેમણે ઉમેર્યું હતું.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના સહકારમાં 'નેત્ર'ની ડિઝાઈન તૈયાર કરાઈ છે. બે કિ.મી.ની રેન્જ ધરાવતું 'નેત્ર' એકધારું અડધો કલાક સુધી ઉડી શકે છે. ત્યાર બાદ એની બેટરી રિચાર્જ કરવી પડે છે.
એક 'નેત્ર'ની કિંમત આસરે રૃા.૧૫ થી ૨૦ લાખ હોય છે. હાલ એનો ત્રાસવાદીઓ વિરુદ્ધના ઓપરેશન્સમાં વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved