Last Update : 23-August-2012,Thursday

 

વડાપ્રધાનના રાજીનામાના મુદ્દે ભાજપ એકલો પડયો
સંસદમાં કોલસા કૌભાંડની ચર્ચામાં વિપક્ષમાં મતભેદ

જેડીયુને ચર્ચા જોઇએ છે ઃ ભાજપને ચર્ચામાં રસ નથી ઃ મમતા ભાજપ સાથે જોડાવવા તૈયાર નથી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૨
કોલ બ્લોકની ફાળવણી અંગેના કેગના અહેવાલના મુદ્દે વિપક્ષોએ આજે બીજા દિવસે પણ હોબાળો મચાવતા સંસદની કામગીરી ખોરવી નાખી હતી. વડાપ્રધાન મનમોહન સિંહના રાજીનામાની એનડીએની માંગણીને ડાબેરી પક્ષોએ ટેકો આપ્યો નહોતો. ઉલટુ એનડીએના મુખ્ય ઘટક પક્ષ જે.ડી. યુએ પણ સંસદમાં ચર્ચા કરવાની રજૂઆત કરતા એનડીએમાં તિરાડ પડી હોવાનું બહાર આવ્યું છે. બીજી બાજુ ભાજપ વડાપ્રધાનને સાણસામાં લેવા તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીનો સંપર્ક સાધ્યો હતો પરંતુ મમતાએ આ મુદ્દે ભાજપને સાથ આપવાનો ઇનકાર કર્યો હતો.
એનડીએના ઘટક પક્ષ જ.દ.યુ. એ લોકસભામાં પુર અને દુષ્કાળની પરિસ્થિતિ અંગે ખાસ ચર્ચાની માંગણી કરીને ભાજપને આંચકો આપ્યો હતો. જ.દ. યુના રાજીવ રંજન સિંહે આ મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરતા વિપક્ષના સભ્યો મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. ભાજપના સંસદ ખોરવવાના વલણથી અકળાયેલા સંસદીય બાબતોના મંત્રી પવનકુમાર બંસલે જણાવ્યું હતું કે સરકાર કેગના ત્રણ અહેવાલો પર તાત્કાલિક ચર્ચા કરવા તૈયાર છે. તેમણે વિપક્ષો પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે તેમનો ઇરાદો સ્પષ્ટ છે. સંસદ ચર્ચા કરવા માટે છે અમે તેમના દ્રષ્ટિકોણનું ખંડન કરી શકીએ તેમ હોવાથી તેઓ ચર્ચાથી દૂર ભાગી રહ્યા છે.'
વિપક્ષોનો વિરોધ ચાલુ રહેતા બે વાગ્યા પછી સંસદની કામગીરી મુલતવી કરવામાં આવી હતી. રાજયસભામાં પણ એ જ ચિત્ર હતું. ચેરમેન હમીદ અન્સારીએ ભાજપના નેતા વૈંકયા નાયડુને રજૂઆત કરવાનું જણાવતા નાયડુએ માત્ર એટલું જ કહ્યું હતું કે વડાપ્રધાન ગાદી છોડે. આખરે બે વાગ્યા બાદ રાજયસભાનું કામકાજ પણ મુલતવી રાખવામાં આવ્યું હતું.
દરમિયાન કેગના અહેવાલ મામલે સરકારના વિરોધ કરવાની એનડીએની નીતિમાં જ.દ.યુ સાથે ન હોવાનું બહાર આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે યોજાયેલી એનડીએની બેઠકમાં જ.દ. યુના વડા શરદ યાદવે સંસદનો બહિષ્કાર કરવા બાબતે અનિચ્છા દર્શાવી હતી. યાદવે એવું જાહેર કર્યું હતું કે આ મુદ્દે બધા વિરોધ પક્ષો હાથ ન મિલાવે ત્યાં સુધી કંઇ વળવાનું નથી. શરદ યાદવની માંગણી બાદ બિન-કોંગ્રેસી પક્ષોનો સંપર્ક સાધીને તેમનું વલણ જાણવાનું નક્કી થયું હતું. આ સંદર્ભે શરદ યાદવે સીપીઆઈ-એમ, સીપીઆઈ, ટીડીપી, સપા અને બસપાના નેતાઓ સાથે વાતચીત કરી હતી, બધા નેતાઓએ કેગ અહેવાલ અંગે સંસદમાં ચર્ચા થવી જોઈએ એવી રજૂઆત કરી હતી.
સંસદ બહાર સ.પા.ના સાંસદ સાબિર અલીએ કહ્યું હતું, કેગ અહેવાલો અંગે સંસદમાં ચર્ચા યોજાય એ સારું છે. જો કે તેમણે ખચકાતા એવું પણ કહ્યું હતું કે આ મુદ્દે અમે એનડીએના અંતિમ નિર્ણયને સાથ આપીશું.
બીજી બાજુ કેગના અહેવાલના મુદ્દે ભાજપને તૃણમૂલ કોંગ્રેસને પોતાના પક્ષે કરવામાં નિષ્ફળતા મળી હતી. ગઇ કાલે મોડી સાંજે ભાજપના નેતાઓ શાહનવાઝ હુસેન અને રાજીવ પ્રતાપ રૃડી તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને દિલ્હી એરપોર્ટ ખાતે મળ્યા હતા. આ મુલાકાતમાં ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર મુદ્દે તૃણમૂલ કોંગ્રેસનો સહકાર માંગ્યો હોવાનું મનાય છે. જોકે મમતાના નજીકના સૂત્રોએ આ મુલાકાતને આકસ્મિક ગણાવતા જાહેર કર્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ ભાજપને સાથ નહીં આપે.
આમ વડાપ્રધાનના રાજીનામાની માંગણી સાથે સંસદની કાર્યવાહી ખોરવી નાખવાના પ્રયાસમાં ભાજપ એકલું પડી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
દરમિયાન કોંગ્રેસે વડાપ્રધાન મનમોહન સંહના બચાવમાં આવતા જણાવ્યું હતું કે કેગે જાહેર કરેલા ખોટના અંદાજ બાબતે વડાપ્રધાન કોઇ રીતે દોષિત નથી. કોલસા મંત્રી શ્રી પ્રકાશ જયસ્વારે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ ચર્ચા કરવાથી દૂર ભાગે છે. મનમોહન સિંહનો બચાવ કરતાં કોલસા મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનની દૂરંદેશી અને સારી આર્થિક સૂઝના કારણે જ વૈશ્વિક મંદી હોવા છતાં દેશમાં સ્થિરતા છે. તેમણે ખાતરી ઉચ્ચારી હતી કે કોલ બ્લોકની ફાળવણીમાં થયેલા કથિત ગોટાળાની તપાસ થશે અને દોષિતોને સજા ફટકારવામાં આવશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved