Last Update : 23-August-2012,Thursday

 

અમેરિકાના ટેકસાસમાં વેસ્ટ નાઇલ વાઇરસનો ઉપદ્રવ ઃ ૧૮નાં મોત

૬૦૦ કેસ નોંધાયા ઃ મચ્છર કરડવાથી થતા રોગને ડામવા વિમાનથી જંતુનાશક દવા છંટાઈ

ડલાસ, તા. ૨૨
અમેરિકાના ટેકસાસ રાજ્યમાં મચ્છર કરડવાથી ફેલાતા 'વેસ્ટ નાઇલ વાઇરસ' નામના રોગથી લોકમાં ભય ફેલાયો છે. અત્યાર સુધીમાં આ વાઇરસ ૧૮ લોકોને ભરખી ગયો છે. વિમાન દ્વારા મચ્છર નાશક દવાનો છંટકાવ કર્યાના એક દિવસ બાદ જ ટેક્સના ડલાસ કાઉન્ટીમાં વેસ્ટ નાઇલ વાઇરસના કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતું. અગાઉ કોલિન કાઉન્ટીમાં પણ આ વાઇરસના કારણે એક મૃત્યુ નોંધાયું હતું.
ડલાસ કાઉન્ટીના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ભોગ બનનાર મહિલા યુનિવર્સિટી પાર્કની ઉત્તરે વસવાટ કરતી હતી. આ સાથે આ વર્ષે ડલાસ કાઉન્ટીમાં વેસ્ટ નાઇલ વાઇરસથી મૃત્યુ પામનારની સંખ્યા ૧૧ થઇ ગઈ છે. ટેરેન્ટ કાઉન્ટીમાં આ વાઇરસથી ૪ લોકો મૃત્યુ પામ્યા હતા. કોલિન, ડેન્ટન અને એલિસ કાઉન્ટીમાં આ વાઇરસથી એક-એક વ્યકિત મૃત્યુ પામી ચૂકી છે. ટેકસાસમાં આશરે ૬૦૦ લોકો આ વાઇરસથી બિમાર પડયા હતા.
જો કે સ્વાસ્થ્ય અધિકારીઓએ હવે વિમાનથી દવાઓના છંટકાવ કરવાના બદલે ટ્રક દ્વારા દવાઓના છંટકાવ કરવા પર અને મચ્છરોના લાવૉના નાશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. અમેરિકાના દક્ષિણ ભાગમાં વિમાન વડે દવાના છંટકાવ કરવાની વિચારણા ચાલી રહી છે.
રોગ નિયામક કેન્દ્રના અધિકારીઓ ડલાસ કાઉન્ટીમાં પરિસ્થિતિનો તાગ મેળવશે. ઉત્ર ટેકસાસ ખાતેથી મચ્છરોના નમૂનાઓ મેળવીને આગામી ઉનાળામાં રોગચાળાને ફેલાતો અટકાવવા તૈયારીઓ કરવામાં આવશે. મચ્છરોના ઉપદ્રવથી બચવા અમુક ઉપાયો સૂચવાયા છે, જેમાં જંતુ વિરોધી દવાઓનો ઉપયોગ કરવો, પાણીનો જમાવ ન થવા દેવો, લાંબી બાંય વાળા અને ખૂલતા કપડાં પહેરવા તેમજ વહેલી સવારે અને સાંજે બહાર નીકળવાનું ટાળવું જેવા સૂચનોનો સમાવેશ થાય છે.

વેસ્ટ નાઈલ વાઇરસ શું છે ?
વેસ્ટ નાઇલ વાઇરસ એ મચ્છરો દ્વારા ફેલાતો રોગ છે. આ રોગ સૌ પ્રથમવાર પૂર્વ આફ્રિકાના યુગાન્ડામાં ૧૯૩૭માં દેખાયો હતો. અમેરિકામાં ૧૯૯૯માં ન્યૂયોર્કમાં આ રોગનો કિસ્સો ધ્યાનમાં આવ્યો હતો. ત્યારથી આ વાઇરસ સમગ્ર અમેરિકામાં ફેલાયો છે. વેસ્ટ નાઇલ વાઇરસ એ ફલેવી વાઇરસનો એક પ્રકાર છે. સંશોધકોનાં મત મુજબ જો કોઇ મચ્છર આ રોગગ્રસ્ત પક્ષીને કરડયા પછી કોઈ માણસને કરડે તો એ માણસને પણ આ રોગ થાય છે. ઉનાળામાં મચ્છરોનો ઉપદ્રવ વધતા આ વાઇરસના ફેલાવાની શકયતા વધી જાય છે. ઠંડી ચાલુ થતા મચ્છરો મૃત્યુ પામે છે અને રોગનો ફેલાવો ઘટવા લાગે છે. વેસ્ટ નાઇલ વાઇરસ ધરાવતા મચ્છરો ઘણા લોકોને કરડતા હોય છે પરંતુ ઘણાં ખરાને ખાસ અસર થતી નથી. બહુ થોડા લોકો ગંભીર બિમારીનો ભોગ બને છે. વેસ્ટ નાઇલ વાઇરસથી એચઆઇવી, અંગ પ્રત્યારોપણ અને કેમોથેરાપીની જેમ જ રોગપ્રતિકાર તંત્ર નબળું પાડે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved