Last Update : 23-August-2012,Thursday

 
મોડાસાના યુવકને ફેસબુક પર લગ્ન કરવા ભારે પડયાં

-જામનગરની મહિલાએ ફરિયાદ નોંધાવી

 


-પૂર્વ કાઉન્સિલર તથા પતિ અને પુત્રની ધરપકડ

મોડાસા, તા.૨૨
આજના એકવીસમી સદીના કોમ્પ્યુટર યુગમાં મોબાઈલ ફોન કે પછી ફેસબુક જેવા આધુનિક ઉપકરણોથી અન્વોન્યના પરિચયમાં આવ્યા બાદ આંધળા બનીને પ્રણયમાં ગરકાવ થઈને લગ્ન જીવનને બંધનમાં જકડાઈને એકબીજાને જીવનભરનો સાથ નિભાવવાના કોલ-વચનો આપનાર યુવક-યુવતીનો મોહ હવામાં ઓગળી જતાં કેવી કરૃણાતા સર્જાય છે તેનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ફેસબુકના માધ્યમથી મોહવશ બન્યા બાદ અપરિચિત યુવક સાથેના લગ્ન બંધનમાં જકડાઈને છેવટે તરછોડાવેલી એક યુવતીએ આખરે જામગર પોલીસ મથકમાં તેનો ત્યાગ કરનાર પતિ તથા સાસરીયાના વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે જામનગર પોલીસે સાબરકાંઠા જીલ્લાના મોડાલા ટાઉન ખાતે આવીને યુવતીના શ્વસુર પક્ષના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મોડાસાની રામપાર્ક સોસાયટીમાં રહેતા (૧) મોડાસા પાલિકાના ભા.જ.પ.ના પૂર્વ મહિલા કાઉન્સીલર નયનાબેન નવનીતભાઈ પરીખ તથા (૨) મોડાસા જેસીક મિલ્ક કમિટીના ચેરમેન નવનીતભાઈ નટવરભાઈ પરીખ અને તેમના મોટા પુત્ર (૩) ધર્મિન પરીખનો સમાવેશ થાય છે. જ્યારે જામનગરની ફરિયાદી યુવતી હેતલના પતિ ધવલ નવનીતભાઈ પરીખની ભાપ મળી ન હતી. આથી તેની શોધખોળ જારી રાખવામાં આવી હતી.
જામનગર પોલીસ પથકમાં હેતલ નામની યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં કરવામાં આવેલ રજુઆત મુજબ બેંગ્લોર ખાતે એમ.ફાર્મ.નો અભ્યાસ કરતા ધવલ પરીખ સાથે ફેસબુકના માધ્યમ દ્વારા તેનો પરિચય સ્થપાયો હતો. આ પરિચય આગળ વધીને મિત્રતા અને છેવટે પ્રગાઢ પ્રણયમાં પરિણમ્યો હતો. આમ ફેસબુકના માધ્યમથી એકબીજાના પરિચયમાં આપેલા બન્નેએ અગિયારેક મહિના પહેલાં લગ્ન કરી લીધા હતા. આમ હેતલે તેના પતિ ધવલ સાથે મોડાસા ટાઉનમાં આવીને નવ સંસારમાં પ્રગરણ માંડયા હતા. જો કે થોડાંક જ સમયમાં નવ દંપતીનો ફેસબુદના પ્રેમનું બાષ્પીભવન થઈ જતાં યુવકના પરિવારે હેતલને તરછોડી દીધી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરીને વધુમાં જણાવ્યું છે કે, શ્વસુર ગૃહ દ્વારા તરછોડાવેલી હેતલે મોડાસા પોલીસ સમક્ષ પોતાની વ્યક્ત કથા રજુ કરીને મદદગાર થવા યાચના કરી હતી. જો કે ત્યારે મોડાસા ટાઉન પોલીસ તરફથી સાનુકુળ સરાય નહીં મળતાં હેતલ જામનગરના તેના પિયરમાં પાછી કરી હતી. આખરે તેણે જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આથી જામનગર પોલીસ મથકના પો.સ.ઈ. જે.એમ. સોલંકી પોલીસ ટીમ સાથે ત્રણ દિવસ પહેલાં મોડાસા ટાઉનમાં આવ્યા હતા. જ્યાંથી હેતલના સાસુ-સસરા તથા જેઠની ધરપકડ કરીને ત્રણેયને લઈને જામનગર જવા રવાના થયા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved