Last Update : 23-August-2012,Thursday

 

૨૦૧૨ની ચૂંટણીમાં સત્તામાં આવશે તો
કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણાને ૧૦૦ વારનો પ્લોટ મફત આપશે

૧૭ વર્ષમાં ભાજપ સરકારે કશું આપ્યું નહીં, કોંગ્રેસ આપવાની વાત કરે તો પેટમાં તેલ રેડાય છે

અમદાવાદ, બુધવાર
કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરાના ૧૨ મુદ્દા પૈકી ત્રીજો મુદ્દો 'ઘરનું ઘર' હતો અને તેને ભારે પ્રતિસાદ સાંપડયો છે. આજે કોંગ્રેસે 'ગુજરાત પ્રજા વિકાસ દર્શન ૨૦૧૨' અંતર્ગત ચોથો મુદ્દો ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા પરિવારો માટે અને મહિલાઓના નામે ૧૦૦ વારનો પ્લોટ વિના મૂલ્યે આપવાની જાહેરાત કરી છે. આ પ્લોટ ઉપર રૃા. ૧ લાખ સુધીની કિંમતમાં ૩૦ ચો.મી.નું મકાન બનાવવા માટે ૧૫ વર્ષમાં પરત થાય એવી સરળ હપ્તાની લોનની વ્યવસ્થા કરવામાં આવશે. લોનનું વ્યાજ ૫૦ ટકા સરકાર ભરપાઈ કરશે.
મકાન બાંધવા રૃા. ૧ લાખની લોન માટે માર્જીન મની રૃા. ૧૦ હજાર અને વ્યાજની ૫૦ ટકા રકમ સરકાર ભરશે ઃ મોઢવાડિયા
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આજે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૫ કરોડ ચોરસમીટર જમીન મોટા ઉદ્યોગ ગૃહોને મફતના ભાવે આપી દીધી છે. જ્યારે સ્વ. વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ ૨૦ મુદ્દાના અમલીકરણ હેઠળ મુકેલા ૧૦૦ મીટરના ઘરથાળના પ્લોટની સ્કીમ ભાજપ સરકારે બંધ કરી દીધી છે. છેલ્લા ૧૭ વર્ષમાં એક પણ ગરીબને ૧૦૦ વારનો પ્લોટ અપાયો નથી. માત્ર કેન્દ્ર સરકારની ઈન્દીરા આવાસ યોજના હેઠળ જ ગામડામાં આપવામાં આવે છે. કેન્દ્રની યોજનાને પોતાની યોજનામાં ખપાવીને ગરીબ કલ્યાણ મેળામાં નકલી કાગળીયા આપીને ભાજપ સરકારે ગામડાના ગરીબ અને ભૂમિહીન મધ્યમ વર્ગની મશ્કરી કરી છે.
તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો બી.પી.એલ.ની યાદીમાં નથી એવા ગરીબ અને મધ્યમવર્ગના ઘર વિહોણા પરિવારોને ૧૦૦ વારનો પ્લોટ મફત આપવામાં આવશે. મકાન બાંધવા માટે રૃા. એક લાખની લોન માટે માર્જીન મનીના રૃા. ૧૦ હજાર સરકાર દ્વારા ભરવામાં આવશે. એટલું જ નહીં બેંકના વ્યાજની ૫૦ ટકા રકમ સરકાર આપશે. બેંકમાં લોન માટે સરકાર પોતે જ જામીન થશે.
તેમણે જણાવ્યું કે આ મકાનો માટેનો જે નવો વિસ્તાર-સોસાયટી બનશે ત્યાં ગટર, પાણી, લાઈટ અને રસ્તાની સુવિધા સરકાર દ્વારા કરી આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર મકાનો આપી નથી શકી, પરંતુ કોંગ્રેસ આપવાની વાત કરે છે તો પ્રશ્નો કરે છે કે જમીન ક્યાંથી લાવશો, રૃપિયા ક્યાંથી લાવશો. જમીન માટે તેમણે જણાવ્યું કે ભાજપ સરકારે ગામની ફાજલ જમીનો કે સરકારી જમીન ગામતળમાં નીમ નથી કરી. અમારી સરકાર આવતા આ જમીનો નીમ કરી દઈશું. એટલું જ નહીં જ્યાં જમીન નહીં હોય ત્યાં અમે વ્યાજબી બજારભાવથી જમીન ખરીદીને પણ ઘરવિહોણા પરિવારોને ઘરથાળના પ્લોટ આપીશું.
તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર ઉદ્યોગપતિને જે જમીન આપે છે તેટલી જમીનમાં અર્ધા ગુજરાતના લોકોને ૧૦૦ વારના પ્લોટ આપી શકાય. હરરાજીના પ્લોટ પણ ગામને તબદીલ કરી દેવામાં આવશે.
મોઢવાડીયાએ જણાવ્યું કે ભાજપ સરકાર જેટલી ઉદ્યોગપતિઓ માટે ગંભીર છે, એટલા જ અમે ગરીબ અને મધ્યમ વર્ગ માટે ગંભીરતાથી કામો કરીશું.
આ પ્લોટ પણ 'ઘરનું ઘર' યોજનાની માફક ગૃહિણીના નામે આપવામાં આવશે.
વિરોધપક્ષના નેતા શક્તિ ગોહિલે જણાવ્યું હતું કે ૨૦૧૦માં અમને રજૂઆત મળી હતી કે ઈન્દિરા આવાસ યોજનામાં હવે મોંઘવારી વધતા રૃા. ૪૩૫૦૦માં મકાન બનાવવું મુશ્કેલ છે. જેથી અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી કે આ રકમમાં જે કેન્દ્ર સરકારના રૃા. ૩૫ હજાર અને રાજ્ય સરકારના રૃા. ૮૫ હજાર છે, તેમાં બંને સરકારો રૃા. ૧૦ હજારનો વધારો કરે તો મકાનો બની શકે. કેન્દ્ર સરકારે રૃા. ૧૦ હજાર વધારીને રૃા. ૪૫ હજાર કર્યા, જ્યારે રાજ્ય સરકારે તો રકમ વધારવાના બદલે પોતાનો હિસ્સો પરત ખેંચી લીધો.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અમે ગરીબો માટે જે યોજનાઓ જાહેર કરીએ છીએ એ તમામ એવી યોજના છે કે ભાજપ સરકાર આ કામ કરી શકી હોત, તેમણે કર્યું નહી અને અમે તે કરવાની વાત કરીએ છીએ તો પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે.
તેમણે કહ્યું કે હવે ભાજપ સરકારે જે પણ જાહેરાત કરશે તે તમામ ચૂંટણીલક્ષી લોલીપોપમાં અપાશે. તમારે ગુજરાતની પ્રજા માટે કંઈ સારું કરવું હતું તો ૧૨ વર્ષ સુધી તમને કોણે રોક્યા હતા? ભાજપ સરકારે હવે વાયદાના વેપારમાંથી બહાર આવી જઈને વાસ્તવિકતાનો મુકાબલો કરવો જ રહ્યો. અત્યાર સુધી વિકાસની બહુ વાતો કરી, પણ હવે તેમના આ પરપોટામાં કોંગ્રેસની એક પીન વાગતા નવરાત્રી સુધીમાં પરપોટો ફુટી જવાનો છે. ગુજરાતની પ્રજાને રૃા. દોઢ લાખ કરોડના દેવામાં ધકેલનારી સરકારે જાહેરાતોના માધ્યમથી જે બણગા ફુંક્યા છે તે આ પ્રજા જાણી ચૂકી છે. હવે આ લોકો રઘવાયા થયા છે. ટાટાને લોનની જરૃર છે એવું કોઈ સ્વીકારે નહીં, છતાં તેને લોન આપવા સામેથી દોડી જનારી સરકારને પ્રજા જાણી ચૂકી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved