Last Update : 23-August-2012,Thursday

 

અમેરિકામાં પ્રતિકૂળ હવામાનના પગલે
વિશ્વ બજારમાં સોયાતેલ તથા પામતેલના ભાવો ઉછળ્યા ઃ ઘરઆંગણે પણ તેજીનો ચમકારો

ઈરાન તરફ સોયાખોળની નિકાસમાં નોંધપાત્ર વૃધ્ધિ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૨
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલ તથા સોયાતેલના ભાવોમાં વિશ્વ બજાર પાછળ તીવ્ર ઉછાળો આવ્યો હતો. પામતેલના ભાવો આજે ઉછળી રૃ.૬૨૦ બોલાયા હતા. અને સાંજે હવાલા-રિસેલમાં પામતેલના ભાવો રૃ.૬૨૨ તથા જેએનપીટીના રૃ.૬૧૭ બોલાઈ રહ્યા હતા. મલેશિયામાં બે દિવસના બંધ પછી આજે પામતેલની બજાર ફરી ખુલી હતી અને ત્યાં પામતેલનો વાયદો ઉછળી આજે છેલ્લે ૧૧૬ પોઈન્ટ વધીને બંધ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે પામતેલમાં એક રીફાઈનરી-આયાત કારના હજારેક ટનના વેપારો રૃ.૬૨૧માં થયાની ચર્ચા હતી, અમેરિકાીમાં પ્રતિકૂળ હવામાન વચ્ચે સોયાતેલના ભાવો ઉછળતાં તેની પાછળ વિશ્વ બજારમાં પામતેલના ભાવો પણ ઉંચકાઈ આવ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૬૮ પોઈન્ટ ઉછળ્યો હતો. જોકે આજે શિકાગો વાયદો પ્રોજેકશનમાં સાંજે ૩૩ પોઈન્ટ માઈનસમાં ચાલી રહ્યાના સમાચારો હતા. ઈન્દોરમાં આજે સોયાતેલ વાયદો વધી રૃ.૮૦૦ને પાર કરી છેલ્લે રૃ.૮૦૨ રહ્યો હતો. મુંબઈમાં આજે સોયાતેલના ભાવો ઉછળી રિફા.ના રૃ.૭૬૦ બોલાયા હતા. ખાદ્યતેલોમાં હાલ સસ્તામાં સસ્તા ભાવો પામતેલના રહ્યા છે અને પામતેલમાં તહેવારોની માંગ વિશેષ રહેવાની શક્યતા જાણકારો બતાવતા હતા, દરમિયાન, મુંબઈમાં આજે સિંગતેલના ભાવો રૃ.૧૨૫૦ રહ્યા હતા જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૧૩૧૦ તથા ૧૫ કિલોના રૃ.૧૯૮૦ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સનફલાવરના ભાવો વધી રૃ.૭૧૦ તથા રિફા.ના રૃ.૭૭૮ રહ્યા હતા જયારે કપાસિયા તેલના ભાવો વધી રૃ.૭૬૦, કોપરેલના રૃ.૬૩૫ રહ્યા હતા. મુંબઈમાં એરંડા સપ્ટે. વાયદાના ભાવો આજે રૃ.૪૬૫૦ ખુલી ઘટીને રૃ.૪૫૨૫ બંધ રહ્યા હતા. જયારે દિવેલના હાજર ભાવો કોમર્શિયલના રૃ.૮૭૦, એફએસજીના રૃ.૮૮૦ તથા એફએસજી કંડલાના રૃ.૮૬૫ બોલાઈ રહ્યા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૨૦૦ રહ્યા હતા. દરમિયાન, ભારતથી ઈરાન તરફ સોયાખોળની નિકાસમાં નોંધપાત્ર વૃધ્ધી થયાના સમાચારો હતા. અત્યાર અગાઉ ઈરાન દ્વારા સોયાખોળની ખરીદી મુખ્યત્વે બ્રાઝીલ તથા આર્જેન્ટીનાથી કરવામાં આવતી હતી પરંતુ હવે ઈરાને ભારતથી આયાત વધારી છે. ઈરાને એપ્રિલથી જુલાઈના ૪ મહિનાના ગાળામાં ભારતથી આશરે ૪ લાખ ૪૦ હજાર ટન સોયાતેલની આયાત કરી હોવાના સમાચારો મળે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved