Last Update : 23-August-2012,Thursday

 

અચોક્કસતા વચ્ચે ટોપ કંપનીઓમાં રિટેલ રોકાણકારોના હોલ્ડિંગમાં થઈ રહેલો ઘટાડો

નબળા કોર્પોરેટ પરિણામોને કારણે રિટેલ રોકાણકારો સલામત અભિગમ અપનાવી રહ્યા છે

વૈશ્વિક અર્થતંત્રના ભાવિને લઈને અચોક્કસતા, નીતિવિષયક સુધારાઓમાં આગળ વધવામાં સરકારની નિષ્ફળતા, કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દાઓ તથા પ્રથમ ત્રિમાસિક ગાળાના નબળા કોર્પોરેટ પરિણામોને કારણે રિટેલ રોકાણકારો સલામત અભિગમ અપનાવી રહ્યા છે. બોમ્બે સ્ટોક એકસચેન્જની શ્રેષ્ઠ ૨૦૦ કંપનીઓના ૩૦ જુનના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રિટેલ ઈન્વેસ્ટરોના હોલ્ડિંગ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીએસઈ ૨૦૦ની ૧૦૭ અથવા ૫૩.૫૦ ટકા કંપનીઓના રિટેલ ઈન્વેસ્ટરના શેરહોલ્ડિંગમાં જુનના ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
૨૦૦માંથી નવ કંપનીના રિટેલ શેરહોલ્ડિંગમાં કોઈ ઘટાડો થયો નથી. બાકીની ૮૩ કંપનીઓના શેરહોલ્ડિંગમાં વધારો થયો છે પરંતુ સાધારણ છે. શેરબજારમાં દરેક સુધારાને નાના રોકાણકારો નફો બુક કરવાની તક તરીકે ઝડપી લે છે. હાલમાં દેશના નાણાં કરતાં વિદેશના નાણાંઓ જ બજારને ચલાવી રહ્યા હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. જે ક્ષેત્રોમાં રિટેલ રોકાણકારોનું શેરહોલ્ડિંગ ઘટયું છે તેમાં ઓટો, ઓટો એન્સિલિઅરી, ઉડ્ડયન, કન્ઝયુમર ગુડસ, જેમ્સ એન્જ જ્વેલરી, આઈટી તથા ફાર્માનો સમાવેશ થાય છે.
બજાર હજુ સાયકલિકલ તબક્કામાં છે અને આ તબક્કા દરમિયાન રોકાણકારનું માનસ બદલાય તેવી અપેક્ષા રાખી શકાય નહીં. જો કે સારા વેલ્યુએશન અને વિકાસની તકો ધરાવતી કંપનીઓમાં રિટેલ રોકાણકારોએ પોતાના હોલ્ડિંગ્સમાં વધારો કર્યો છે. ઉદાહરણ તરીકે સુઝલોન એનર્જીમાં રિટેલ રોકાણકારોના હોલ્ડિગ્સમાં ૪.૨૩ ટકા વધારો થયો છે. બજાર હાલમાં લગભગ નીચી સપાટીએ છેજ્યાં રોકાણકારો પોતાની મૂડીને દાવ પર લગાવવાનું જોખમ લઈ શકે છે. શેરબજારમાં ખાસ વળતર મળી રહેતું નહીં હોવાથી રિટેલ ઈન્વેસ્ટરો આકર્ષક વળતર મેળવવા ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ વળ્યા છે. ચાલુ વર્ષના એપ્રિલથી જુલાઈના સમયગાળા દરમિયાન રોકાણકારોએ ડેટ્ ફન્ડસમાં રૃપિયા ૪૫૦૦૦ કરોડ ઠાલવ્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ ૬૫ ટકા વધુ છે.
રિટેલ ઈન્વેસ્ટર જ્યાં વળતર સારું હોય તેવી કોઈપણ એસેટ કલાસ તરફ જ વધુ વળતા હોય છે. ૨૦૦૦ની સાલમાં પણ ડેટ્ ફન્ડોએ સારું વળતર ચૂકવ્યું હતું અને રિટેલ રોકાણકારોએ તેમાં જંગી રોકાણ કર્યું હતું. છેલ્લા એક વર્ષથી ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસમાં સરેરાશ ૯.૫૦ ટકા જેટલું વળતર છૂટી રહ્યું છે જ્યારે ઈક્વિટીમાં માત્ર પાંચ ટકા વળતર છૂટે છે. શ્રેષ્ઠ ડેટ્ ફન્ડોએ ટૂંકા ગાળાના કોર્પોરેટ બોન્ડસ, હોલસેલ ડિપોઝિટ અને કમર્સિઅલ પેપર્સમાં ઊંચા વ્યાજ દરે રોકાણ કરીને દ્વીઅંકમાં વળતર મેળવી રહી છે. માર્ચ ૨૦૧૨ના અંતે ડેટ્ ફન્ડસની કુલ એસેટસમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો ૪૪ ટકા હતો જે બે વર્ષ પૂર્વે ૨૬ ટકા હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved