Last Update : 23-August-2012,Thursday

 

જાપાનની વેપાર ખાધ વધી, ગોલ્ડમેનનો યુ.એસ એક્ઝિટ રીપોર્ટ, યુરોપમાં ધોવાણ

રિલાયન્સ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલી ઃ ફાર્મા શેરોમાં ફંડો લેવાલ ઃ સેન્સેક્ષ ૧૭૯૧૨ થઇ અંતે ૩૮ ઘટયો

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
જાપાનની વેપાર ખાધમાં અપેક્ષાથી વધુ વધારો થયાના આંકડા અને ચીન દ્વારા ફુગાવા-મોંઘવારીના જોખમે આર્થિક વૃદ્ધિ માટે ધિરાણ અંકુશો હાલ તુરંત વધુ હળવા નહીં કરવાના નિર્ણય સામે ચીનમાં રીયાલ્ટી ક્ષેત્રે ધબડકો થવાના અહેવાલે એશીયાના બજારોમાં સાર્વત્રિક નરમાઇ સાથે મુંબઇ શેરબજારોમાં પણ ટ્રેડીંગની શરૃઆત અપેક્ષીત નેગેટીવ થઇ હતી. બેંકોની હડતાલે ટ્રેડીંગમાં નિરસતા સાથે ટેલીકોમ જાયન્ટ ભારતી એરટેલને ગઇકાલે મોર્ગન સ્ટેનલીએ ડાઉનગ્રેડ કર્યા બાદ હવે ક્રેડિટ સૂઇસ દ્વારા પણ ડાઉનગ્રેડ કરાતા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, ટીસીએસ, હિન્દુસ્તાન યુનીલીવરમાં પ્રોફીટ બુકીંગ સાથે પાવર-કેપિટલ ગુડઝ શેરો એનટીપીસી, લાર્સનની નરમાઇએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૮૮૫.૨૬ સામે ૧૭૮૨૭.૨૫ મથાળે ખુલીને શરૃઆતમાં ૩૦થી ૪૫ પોઇન્ટનો ઘટાડો બતાવતો રહ્યા બાદ ઇન્ફોસીસ, ડૉ. રેડ્ડીઝ લેબ., સિપ્લા, કોલ ઇન્ડિયા, બજાજ ઓટો, હીરો મોટોકોર્પમાં આકર્ષણે ફરી ૧૭૮૪૬ નજીક આવ્યો હતો. પરંતુ વધ્યામથાળે રિલાયન્સ, એચડીએફસી, ટીસીએસ સાથે ભારતી એરટેલમાં વેચવાલી વધતા સેન્સેક્ષ એક સમયે ૮૪.૯૭ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૭૮૦૦.૨૯ સુધી ગયો હતો. જે ઘટયામથાળે ફરી દોઢ વાગ્યા બાદ એચડીએફસી બેંક, વિપ્રો, લાર્સન, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલમાં રીકવરીએ સેન્સેક્ષ ઘટાડો પચાવી બપોરે ૨.૩૦ વાગ્યે ૨૬.૮૨ પોઇન્ટના સુધારે ૧૭૯૧૨.૦૮ની ૧૫, માર્ચ ૨૦૧૨ બાદની ૨૬ સપ્તાહની ઉંચાઇને સ્પર્શી ગયો હતો. પરંતુ આ સુધારો ક્ષણજીવી નીવડી અંતે ૩૮.૪૦ પોઇન્ટના ઘટાડે ૧૭૮૪૬.૮૬ બંધ રહ્યો હતો. બેંકોના કર્મચારીઓની બે દિવસની હડતાલને પરિણામે કામકાજ પર અસર પડી હતી.
બેંકોની હડતાલે ટ્રેડીંગ વોલ્યુમ ઘટયું ઃ નિફ્ટી બે-તરફી અફડાતફડીમાં ૫૩૯૪થી ૫૪૩૩ થઇ ૫૪૧૩
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૪૨૧ સામે ૫૩૯૫.૭૫ મથાળે ખુલીને શરૃઆતમાં નીચામાં ૫૪૦૭ જેટલો થઇ પાછો ફરી રેનબેક્સી લેબ., બીપીસીએલ, બેંક ઓફ બરોડા, ઇન્ફોસીસ, ડૉ. રેડ્ડીઝ લેબ., કોલ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, સિમેન્સ, કેઇર્ન ઇન્ડિયા, એસીસામાં આકર્ષણે ૫૪૨૧ સાંકડી વધઘટે અથડાતો રહી નીચામાં ૫૪૦૫ જેટલો થઇ પાછો ફરી ૨.૩૦ વાગ્યે ૫૪૩૩.૩૫ની ઉંચાઇએ પહોંચી ગયો હતો. પરંતુ ભારતી એરટેલમાં હેમરીંગ વધતા અને આઇડીએફસી, સેસાગોવા, સ્ટરલાઇટ, પીએનબી, એનટીપીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નરમાઇએ નીચામાં ૫૪૦૯ જેટલો થઇ અંતે ૮.૧૫ પોઇન્ટના ઘટાડે ૫૪૧૨.૮૫ બંધ રહ્યો હતો. બેંકોના કર્મચારીઓએ બેંકિંગ ક્ષેત્રે સરકાર દ્વારા સંસદમાં રજૂ થયેલા સુધારાના ખરડામાં બેંકોમાં વોટીંગ હકો વધારવાની અને એના થકી બેંકોમાં મર્જરને વધુ સરળ બનાવવાની પહેલના વિરોધમાં બે દિવસની શરૃ થયેલી હડતાલની ટ્રેડીંગ વોલ્યુમમાં અસર જોવાઇ હતી.
ટેક્નીકલી નિફ્ટી ૫૩૫૦ સપોર્ટે નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ ઃ ઓરોબિન્દો ફાર્મામાં રૃા. ૧૦૦ના સ્ટોપલોસે તેજીનું ધ્યાન
ટેક્નીકલી નિફ્ટી બેઝડ નજીકનો ટ્રેન્ડ હજુ ૫૩૫૦ના સપોર્ટે પોઝિટીવ બતાવાઇ રહ્યો છે. નિફ્ટી સ્પોટ ૫૩૫૦ નીચે બંધ થવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાશે. ટેક્નીકલી ઓરોબિન્દો ફાર્મામાં રૃા. ૧૦૦ના સ્ટોપલોસે તેજીનું ધ્યાન બતાવાઇ રહ્યું છે.
નિફ્ટી ૫૪૦૦ના પુટ ૨૬થી ૨૭ની એવરેજમાં ૧૩ લાખ વેચાયા ઃ ઓગસ્ટ ફ્યુચર ૫૪૦૫ થઇ ૫૪૫૪
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી બેઝડ આરંભિક સાંકડી વધઘટ બાદ ચંચળતા વધી હતી. નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૧,૬૮,૬૨૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૪૫૮૧.૩૨ કરોડના ટર્નઓવરે ૫૪૪૧.૯૦ સામે ૫૪૦૫.૬૫ ખુલી નીચામાં ૫૪૦૫.૬૫ થઇ ઉપરમાં ૫૪૫૪.૭૫ સધી જઇ અંતે ૫૪૩૭ હતો. નિફ્ટી ૫૪૦૦નો પુટ ૨૬થી ૨૭ની એવરેજમાં વધુ ૧૩ લાખ વેચાયા વચ્ચે ૫,૨૪,૨૮૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૪૨૨૯.૬૧ કરોડના ટર્નઓવરે ૨૬.૨૫ સામે ૩૧.૫૦ ખુલી ૩૪ થઇ નીચામાં ૨૧.૪૦ સુધી જઇ અંતે ૨૫.૭૦ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૪,૧૭,૬૭૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૪૦૧.૬૨ કરોડના ટર્નઓવરે ૬૬.૩૫ સામે ૫૦.૧૫ ખુલી નીચામાં ૫૦.૧૦ થઇ ઉપરમાં ૭૩.૬૫ સુધી જઇ અંતે ૬૦ હતો.
ભારતી એરટેલ મોર્ગન સ્ટેનલી દ્વારા ક્રેડિટ સૂઇસે ડાઉનગ્રેડ કરતા રૃા. ૨૪૮ના વર્ષના તળીયે ઃ બે આંકડામાં આવી જવાની અટકળો
ટેલીકોમ જાયન્ટ ભારતી એરટેલને ગઇકાલે મોર્ગન સ્ટેનલીએ ડાઉનગ્રેડ કરીને શેરનો ભાવ લક્ષ્યાંક રૃા. ૩૬૬થી ઘટાડી રૃા. ૨૮૦ કર્યા બાદ હવે ક્રેડિટ સૂઇસ દ્વારા પણ ભારતી એરટેલને આજે ડાઉનગ્રેડ કરાતા શેરમાં ફંડો-ઇન્વેસ્ટરોના મોટાપાયે હેમરીંગે રૃા. ૯.૯૫ તૂટીને રૃા. ૨૪૮.૭૦ વર્ષની નવી નીચી સપાટીએ આવી ગયો હતો. ભારતી એરટેલને ટેલીકોમ ક્ષેત્રે એક તરફ તીવ્ર હરિફાઇથી ટેરિફ યુદ્ધમાં માર્જીન દબાણ હેઠળ આવતું જાય ત્યારે કંપની નફાના માર્જીનના ભોગે કંપનીના ડાટામાં વધારો કંપની પર નેગેટીવ અસર કરશે એવા મોર્ગન સ્ટેનલીના અહેવાલની નેગેટીવ અસર બાદ આજે ક્રેડિટ સૂઇસ દ્વારા ડાઉન ગ્રેડ કરાતા અને બજારમાં કંપનીનો શેર બે આંકડામાં આવી જવાની ચર્ચાએ જોર પકડતા હેમરીંગ વધ્યું હતું. ભારતી એરટેલમાં બીએસઇમાં આજે ૧૫.૯૪ લાખ શેરોનું કામકાજ અને એનએસઇ કેશમાં ૧.૧૧ કરોડ શેરોનું કામકાજ થયું હતું.
ગોલ્ડમેન સૅશે યુ.એસ. એક્ઝિટનો રીપોર્ટ કાઢયો! વૈશ્વિક બજારોની નરમાઇ છતાં ભારતમાં ઇન્ડેક્ષને ટકાવી શેરોમાં સપ્લાય!
ગોલ્ડમેન સૅશ દ્વારા યુ.એસ.ના ઇક્વિટી બજારોમાંથી એક્ઝિટ કરવાના અહેવાલ વચ્ચે ગઇકાલે અમેરિકામાં અને યુરોપના બજારોમાં ધોવાણ સાથે એશીયાના બજારોમાં જાપાનની વેપાર ખાધમાં ધારણાથી વધુ વધારો થતાં નરમાઇ છતાં મુંબઇ શેરબજારમાં ઇન્ડેક્ષ-નિફ્ટી બેઝડ એકંદર સપોર્ટ બતાવીને સાઇડ માર્કેટમાં શેરોમાં સપ્લાય થઇ હોઇ અમુક વર્ગ ઓગસ્ટ વલણ બાદ ઇન્ડેક્ષ બેઝડ કરેક્શનનું ધ્યાન મૂકવા લાગ્યો હતો.
રિલાયન્સ પાવર તૂટીને રૃા. ૮૫ ઃ આરકોમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રા. પણ ઘટયા
રિલાયન્સ બન્ને ગુ્રપ શેરોમાં તેજી અટકીને નફારૃપી વેચવાલી સાથે સાવચેતીમાં હળવા થવાનું માનસ હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૭.૩૫ ઘટીને રૃા. ૮૦૭, રિલાયન્સ પાવર કેગના પાવર પ્રોજેક્ટોની ફાળવણીમાં અને કોલસાના માઇનીંગ કૌભાંડ રીપોર્ટ બાદ કંપનીની સ્પષ્ટતાએ ગઇકાલે ઉંચકાયા બાદ હવે સીબીઆઇ તપાસના અહેવાલો વચ્ચે શેર આજે રૃા. ૩.૪૫ તૂટીને રૃા. ૮૫.૫૦, રિલાયન્સ કેપિટલ રૃા. ૬.૫૫ ઘટીને રૃા. ૩૬૪.૭૦, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃા. ૨.૬૫ તૂટીને રૃા. ૫૪.૩૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૩.૩૫ ઘટીને રૃા. ૫૧૧.૩૫, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૭.૩૫ ઘટીને રૃા. ૮૦૭ રહ્યા હતાં.
એફઆઇઆઇ ફાર્મા શેરોમાં લેવાલ ઃ રેનબેક્સી રૃા. ૨૧ ઉછળી રૃા. ૫૩૫ ઃ ડૉ. રેડ્ડીઝ લેબ, ઓરોબિન્દો વધ્યા
એફઆઇઆઇ- લોકલ ઇન્વેસ્ટરોએ સુરક્ષીત રોકાણ વિકલ્પે ફરી ફાર્મા- હેલ્થકેર શેરોમાં વેલ્યુબાઇંગ કરતા બીએસઇ હેલ્થકૅર ઇન્ડેક્ષ ૨૭.૬૨ પોઇન્ટ વધીને ૭૩૬૩.૯૭ હતો. ડૉ. રેડ્ડીઝ લેબ. રૃા. ૧૭.૪૦ વધીને રૃા. ૧૬૭૬.૫૦, સિપ્લા રૃા. ૨.૧૦ વધીને રૃા. ૩૬૨, રેનબેક્સી લેબ. રૃા. ૨૧.૧૫ ઉછળીને રૃા. ૫૩૪.૫૦, ઓરોબિન્દો ફાર્મા રૃા. ૨.૬૫ વધીને રૃા. ૧૦૭.૪૦, સ્ટ્રાઇડ આર્કોલેબ. રૃા. ૧૪.૧૦ વધીને રૃા. ૮૩૯.૦૫, કેડિલા હેલ્થ રૃા. ૧૩.૧૦ વધીને રૃા. ૮૭૫, લુપીન રૃા. ૫.૪૫ વધીને રૃા. ૫૭૬.૯૫, પિરામલ હેલ્થ રૃા. ૪.૪૦ વધીને રૃા. ૫૦૮, વોખાર્ટ રૃા. ૬.૦૫ વધીને રૃા. ૧૨૬૯.૪૫, ઇપ્કા લેબ. રૃા. ૧.૩૫ વધીને રૃા. ૪૦૦.૩૫ રહ્યા હતા. અપોલો હોસ્પિટલ રૃા. ૬૨૮.૨૫ રહ્યો હતો. અલબત પ્લેથીકો ફાર્મા રૃા. ૫૩.૬૦ તૂટીને રૃા. ૨૧૪.૪૫ રહ્યો હતો.
રીયાલ્ટી ડેવલપરોને ભાવો ઘટાડવા ફરજ પાડવા બેંકરોને નાણા પ્રધાનની સૂચના ઃ રીયાલ્ટી શેરોમાં નરમાઇ
નાણા પ્રધાન પી. ચિદમ્બરમે ગત સપ્તાહમાં પીએસયુ બેંકરો સાથે શનિવારે મીટિંગમાં બેંકોને વ્યાજ દરોમાં ઘટાડો કરવા કરેલી અપીલ સાથે બેંકોને રીયાલ્ટી ડેવલપરોને કંપનીઓને નહીં વેચાયેલા તૈયાર ફ્લેટો-મકાનોના ભાવો ઘટાડવા ફરજ પાડવા-દબાણ લાવવા પણ જણાવ્યું હોવાના અહેવાલે રીયાલ્ટી શેરોમાં વેચવાલી નીકળી હતી. બીજી તરફ ચીનમાં રીયાલ્ટી ક્ષેત્રે જાપાનની જેમ ધબડકો થવાના અહેવાલની પણ નેગેટીવ અસર જોવાઇ હતી. એચડીઆઇએલ રૃા. ૩.૧૦ ઘટીને રૃા. ૭૯.૫૦, ડીબી રીયાલ્ટી રૃા. ૧.૮૦ ઘટીને રૃા. ૭૭, ઇન્ડિયાબુલ્સ રીયલ રૃા. ૫૦.૩૫, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃા. ૩૮.૭૫, યુનીટેક રૃા. ૨૦.૭૦ હતાં.
એફએન્ડઓમાંથી બહાર કરાતા એનસીસી, સેન્ટ્રલ બેંક, શિપિંગ કોર્પ, સાઉથ ઇન્ડિયન બેંક ઘટયા
એનએસઇ સ્ટોક એક્ષચેન્જ દ્વારા ડેરીવેટીવ્ઝ સેગ્મેન્ટમાંથી ચાર શેરો-સ્ક્રીપને દૂર કરવાનો નિર્ણય લેવાતા આ શ ેરોમાં વેચવાલી હતી. જેમાં એનસીસી, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧.૫૫ ઘટીને રૃા. ૬૭.૪૦, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા રૃા. ૨ ઘટીને રૃા. ૫૪.૨૦, સાઉથ ઇન્ડિયન બેંકનો સમાવેશ હતો.
યુરોપમાં ૨૫થી ૬૫ પોઇન્ટનું ધોવાણ ઃ જાપાનની વેપાર ખાધ વધતા એશયામાં નરમાઇ
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૨૫.૧૮ પોઇન્ટ ઘટીને ૯૧૩૧.૭૪, હોંગકોંગનો હેંગસેગ ૨૧૨.૩૧ પોઇન્ટ ઘટીને ૧૯૮૮૭.૭૮, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૧૦.૫૮ પોઇન્ટ ઘટીને ૨૧૦૭.૭૧, તાઇવાન વેઇટેજ ૧૦.૨૩ પોઇન્ટ ઘટીને ૭૪૯૬.૫૮ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં સાંજે ૨૫થી ૬૫ પોઇન્ટની નરમાઇ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved