Last Update : 23-August-2012,Thursday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૨૨ ઓગસ્ટથી મંગળવાર ૨૮ ઓગસ્ટ સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્યન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલ છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે. જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની માહિતી ઇન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે. ટેરટ કાર્ડ સાથે જયોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - સેવન ઓફ સ્વોર્ડસ પર્વતીય ટેકરીઓ પર ઊભા કરવામાં આવેલા તંબૂની ફરતે ગોઠવાયેલી સાત તલવારોનું ચિત્ર એકાંતમાં નોંધપાત્ર વિષયોની ચર્ચા વિચારણા કરવા સૂચવી જાય છે. સ્વપ્રયત્નો દ્વારા લેવાયેલા નિર્ણયોમાં વઘુ સારી સફળતા મળશે. એકાદ પ્રસંગ તમારા મન પર ઊંડી અસર કરી જશે. તા. ૨૨, ૨૩, ૨૮ શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ફાઈવ ઓફ સ્વોર્ડસ - હવામાં ફંગોળાયેલી પાંચ તલવારોનું ચિત્ર તમારી વર્તમાન સમસ્યાઓના ઉકેલ માટે ધીરજ રાખવા સૂચવી જાય છે. અન્યથા તમારી મુશ્કેલીઓમાં વધારો થઇ શકે. તમારા વ્યવસાયક્ષેત્રે લાભદાયક ફેરફારો થશે. ટુંકી મુસાફરી દ્વારા આનંદ ઉત્સાહમાં વધારો કરી શકશો. તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫ શુભ

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - પ્રિન્સ ઓફ ડીસ્ક ઘોડા પર સવાર થઇ પસાર થતા રાજકુમારનું ચિત્ર તમારા રોજંિદા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું તથા માન સન્માનમાં વધારો થઇ શકવાનું સૂચવી જાય છે. મહત્વની વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. તમારી પ્રામાણિકતા દર્શાવી શકવાની તક પ્રાપ્ત થઈ શકશે. તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - કવીન ઓફ કપ્સ તાજ પહેરી સુંદર વસ્ત્ર પરિધાન કરી ગંભીર મુદ્રામાં સંિહાસન પર બિરાજમાન રાણીનું ચિત્ર સ્ત્રી વ્યકિત સાથેના સંબંધો અને તમારી પત્ની સાથેના સંબંધોમાં મહત્વની બાબતો અંગે ગંભીર રીતે મહત્વનાં નિર્ણયો લઇ શકવાનું સૂચવી જાય છે. પત્ની, બહેન કે માતાનો સહકાર તમારા માટે લાભદાયક પૂરવાર થશે. તા. ૨૬, ૨૭, ૨૮ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ડેથ માનવ શરીરના હાડપંિજરવાળું ચિત્ર તમારા માટે એકાદ કસોટી ઉદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. આરોગ્ય અંગે સામાન્ય તકલીફ ઉદ્‌ભવી શકે. તમારા વર્તમાન જીવનમાં તથા દૈનિક કાર્યશૈલીમાં નવાં ફેરફારો ઉદ્‌ભવશે. ખર્ચાઓ વઘુ પ્રમાણમાં થશે. તા. ૨૨, ૨૩, ૨૮ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - પ્રિન્સેસ ઓફ સ્વોર્ડસ હાથમાં તલવાર સાથે ગુસ્સામાં ઊભેલી રાજકુમારીનું ચિત્ર કોઈ સ્ત્રી વ્યકિતના આવેશનો ભોગ ન બનો તે અંગે કાળજી રાખવા સૂચવી જાય છે. તમારા જીવનસાથી સાથે ન જેવી બાબતમાં મતભેદ સર્જાઈ શકે. તમારી સ્ત્રી મિત્ર સાથે વાદ વિવાદમાં ઊતરવું નુકશાનકારક સાબિત થશે. તા. ૨૪, ૨૫ શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - ધ એમ્પરર રાજાશાહી પોશાકમાં સજ્જ કલાત્મક સંિહાસન પર બિરાજમાન રાજાનું ચિત્ર રાજદ્વારી વ્યકિત સાથે મુલાકાત થવાનું અથવા ઉચ્ચ હોદ્દાઓ પર રહેલી વ્યકિત સાથે પરિચય થઈ શકવાનું સૂચવી જાય છે. તમારા માન સન્માનમાં વધારો થશે. વડિલ વ્યકિતઓનો સહકાર મેળવી શકાશે. તા. ૨૨, ૨૩, ૨૬, ૨૭, શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ટુ ઓફ સ્વોર્ડસ ઊંચા કિલ્લાના દરવાજાની બંને બાજુએ સળગતી બે મશાલોનું ચિત્ર તમારી વર્તમાન સમસ્યાઓના ઉકેલ માટે તૈયારી રાખવા સૂચવી જાય છે. ધીરજપૂર્વક લેવામાં આવેલ નિર્ણયો લાભદાયક બનશે. વઘુ પડતો આત્મવિશ્વાસ નુકશાનકર્તા ન નીવડે તે માટે કાળજી રાખવી. તા. ૨૪, ૨૫, ૨૮ શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - થ્રી ઓફ કપ્સ ત્રણ સુંદર પ્યાલીઓ હાથમાં દર્શાવાયેલી અને દૂર દેખાઈ રહેલી આતશબાજીનું ચિત્ર તમારા કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઊજવણી થઇ શકવાનું અથવા તમારે કોઈ શુભ પ્રસંગમાં હાજરી આપવાનું સૂચવી જાય છે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થયા તેવો પ્રસંગ બનશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૨, ૨૩, ૨૬, ૨૭ શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - સીક્સ ઓફ ડીસ્ક હાથમાં આવી રહેલા એક પછી એક છ સોનાના સિક્કાઓનું ચિત્ર તમારી આવકમાં વધારો થવાનું તથા આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારી નાણાંકીય મુશ્કેલીઓ દૂર થશે. તમારા માન સન્માનમાં વધારો થશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૮ શુભ.

 

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - સીક્સ ઓફ સ્વોર્ડસ પર્વતીય હારમાળા વચ્ચે પસાર થતી નદીમાં દૂર સરકી રહેલી હોડીનું ચિત્ર તમારા કાર્યોમાં સરળતા રહેવાનું તથા કોઈ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા હો તો તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. તમારા માટે ટુંકી મુસાફરીનો યોગ ઉદ્‌ભવશે. દૂર વસતા સ્વજનોને મળવાનું થશે. તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ હેરમીટ હાથમાં ફાનસ લઇ આછા પ્રકાશમાં ચાલી રહેલા વૃઘ્ધનું ચિત્ર તમારી વર્તમાન સમસ્યાઓના ઉકેલ માટે કુટુંબની વડિલ વ્યકિતઓ મદદરૂપ થવાનું સૂચવી જાય છે. હાલ જે હતાશામાંથી પસાર થઇ રહ્યા હો તેનો ટુંક સમયમાં ઉકેલ મેળવી શકશો. હાલ પૂરતું ધીરજ અને શાંતિ રાખવી દૈનિક કાર્યો કરવા હિતાવહ જણાવી શકાય. તા. ૨૬, ૨૭, ૨૮ શુભ.

- ઇન્દ્રમંત્રી

ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજ સંિઘનો ગ્રહોની દ્રષ્ટિએ વર્તમાન સમય

તાજેરમાં ડાબા ફેફસાનાં ટયુમર કેન્સર (સ્ટેજ નં. ૧) ની કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટ, બોસ્ટન- યુ.એસ.એ.માં સારવાર લઇ પરત સ્વદેશ આવેલા પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર તથા પંજાબી ફિલ્મોનો અભિનેતા યોગરાજ સંિઘનો પુત્ર યુવરાજ સંિઘનો ટવેન્ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જે ન્યૂઝીલેન્ડ સામેની બે ટવેન્ટી-૨૦ માટેની ટીમમાં પણ રમશે. ૨૦૦૭માં વર્લ્ડ ટવેન્ટી-૨૦માં ખૂબ જ સારો દેખાવ કરનાર અને ૨૦૧૧ ક્રિકેટ વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ બનનાર યુવરાજ સંિઘનો જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૮૧ના રોજ ચંદીગઢમાં થયેલો છે. જેની કુંભ લગ્નની જન્મકુંડળીમાં આઠમા સ્થાને મંગળ-શનિ સાથે રહેલા હોવાથી કેન્સર જેવી મૃત્યુતુલ્ય બિમારીમાં ગોચરના કન્યા રાશિના શનિ દરમ્યાન પસાર થવાનું આવ્યું અને હાલમાં દેહાધિપતિ શનિ પોતાની ઊચ્ચની રાશિમાં જન્મનાં ગુરુ સાથે તુલા રાશિમાં પસાર થઇ રહ્યો હોવાથી તેમજ જન્મનાં ગુરુની દેહ સ્થાન પર દ્રષ્ટિ હોવાથી ભયંકર બિમારી સામે રક્ષણ મળ્યું જે હાલમાં શનિ મઘ્ય ેશનિ અન્તર્દશામાં પસાર થઇ રહેલ છે. તેમજ ચતુર્થ સ્થાને આવેલા ગુરૂની કર્મસ્થાન પર દ્રષ્ટિ અને કર્મેશનો હાલમાં લગ્નેશ શનિ સાથેનો સંબંધ તેની કારકિર્દી માટે ફરી એકવાર તક આપનાર પૂરવાર થયેલ છે. જેણે ૪ નવેમ્બર સુધી સખત પુરુષાર્થ કરવાનો રહેશે તથા પોતાના પુરુષાર્થ દ્વારા ફરી એક વાર પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપી શકવામાં સફળતા પ્રાપ્ત કરી શકશે. છતાં પણ ડિસેમ્બર ૨૦૧૨ સુધી પોતાના આરોગ્યની કાળજી રાખવાની રહેશે તેમ તેના ગ્રહો સૂચવી જાય છે.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved