Last Update : 23-August-2012,Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૩-૮-૨૦૧૨ ગુરૃવાર
અધિક ભાદરવા સુદ છઠ્ઠ
રાષ્ટ્રીય ભાદરવો મહિનો શરૃ.
પારસી શહેનશાહ ખોરદાદ સાલ.

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૨ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૭ મિ. (સૂ) ૭ ક. ૦૯ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.
જન્મરાશિ ઃ- આજે રાત્રે ૩૦ ક. ૧૨ મિ. (ગુરૃવારની રાત્રિ અને શુક્રવારની વહેલી સવારના ૬ ક. ૧૨ મિ.) સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- સ્વાતિ બપોરના ૧ ક. ૧૪ મિ. સુધી પછી વિશાખા.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-કર્ક, ગુરૃૃ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- રાત્રે ૩૦ ક. ૧૨ મિ. સુધી તુલા પછી વૃશ્ચિક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સ, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ.ભા./૧
માસ-તિથિ-વાર ઃ- અધિક ભાદરવા સુદ છઠ્ઠને ગુરૃવાર.
- રાષ્ટ્રીય ભાદરવો મહિનો શરૃ.
- પારસી શહેનશાહી ખોરદાદ સાલ.
- વિંછુંડો રાત્રે ૩૦ ક. ૧૨ મિ.થી શરૃ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૬ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ માનસિક પરિતાપ, મસ્તકમાં દર્દપીડા, વર્ટીગોની અસર છતાં નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવું પડે. બહાર જવું પડે.

 

વૃષભ ઃ તમારા વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. તમારી મહેનત- દોડધામ- મુલાકાત સાર્થક થાય. કામ ઉકેલાય.

 

મિથુન ઃ શેરોની કામગીરીમાં, નોકરી-ધંધાના કામમાં, અન્ય કામમાં, કુટુંબ, પરિવારના કામમાં સાનુકૂળતા રહે. આનંદમાં રહો.

 

કર્ક ઃ તમારા જ સગા સંબંધી- મિત્રવર્ગ, ભાગીદારના કારણે અશાંતિ અનુભવો. વિચારોમાં ચિંતામાં અટવાયેલા રહો.

 

સિંહ ઃ ધર્મકાર્ય- શુભકાર્યમાં ખર્ચ થાય. સરકારી-ખાતાકીય કામમાં, નોકરી-ધંધામાં કામ ઉકેલાય. યશ-સફળતા મળે.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં, પત્ની સંતાન પરિવારના કામમાં વિવાદ-ચિંતા-વિવાદના કારણે શાંતિ જણાય નહીં.

 

તુલા ઃ વાણીની મીઠાસ, વ્યવહારની નમ્રતા નોકરી-ધંધામાં લાભ આપી જાય. પુત્રપૌત્રાદિકનું, મકાન, વાહનનું કામ થઇ શકે.

 

વૃશ્ચિક ઃ આકસ્મિક ચિંતા-ઉપાધિના કારણે બહાર કે બહારગામ જવાનું થાય. બી.પી., ડાયાબીટીસ, સીઝનલ બિમારીથી સંભાળવું પડે.

 

ધન ઃ શારિરીક- માનસિક સ્વસ્થતાના કારણે નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. પુત્રપૌત્રાદિકથી આનંદ, હળવાશ રહે.

 

મકર ઃ જાહેર સંસ્થાકીય કામકાજમાં, અંગત સંબંધોમાં આપને સાનુકૂળતા રહે. વધારાનો ખર્ચ થાય. નોકરી-ધંધામાં લાભ જણાય.

 

કુંભ ઃ હરિફવર્ગ, ખટપટ- ઈર્ષા કરનારના કારણે તમને મળતો લાભ-ફાયદો અટકે. તમારી મહેનત છતાં તમને તકલીફ, સંઘર્ષ રહે.

 

મીન ઃ વાણીની કર્કશતા, ઉશ્કેરાટ, ગુસ્સો, ઉતાવળ તમને તકલીફ આપે. પોતાની ગણત્રી, ધારણા પ્રમાણેનું કામ થાય નહીં.

 

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૧૨ ગુરૃવાર

 

આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષના પ્રારંભમાં શારિરીક- માનસિક- આર્થિક તકલીફ- ચિંતા- અસ્વસ્થતા અનુભવાય પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમે તન-મન-ધનથી સ્વસ્થતા પ્રાપ્ત કરતા જાવ. વિશેષમાં-

 

* નોકરી-ધંધાના કામકાજમાં વર્ષારંભે તમારી પીછેહઠ થાય. પોતાની ગણત્રી ધારણા કરતાં અવળું બને. શરીરથી, મનથી, પૈસાથી તકલીફમાં પીછેહઠ થતી જાય.

 

* વર્ષના મધ્યભાગથી ઉત્તરાર્ધમાં તમારી અગ્નિપરીક્ષાનો સમય પૂરો થતો જણાય. તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યોદય, પ્રગતિની શરૃઆત થાય.

 

* સ્ત્રી વર્ગને વર્ષ ચિંતા પછી રાહતનું રહે. પતિ-સંતાનની ચિંતા હળવી થાય.

 

* વિદ્યાર્થી વર્ગને આરોગ્યની કાળજી રાખવી પડે.

 

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુએ કોલેજ કન્યા લીલીને એક દિવસ પૂછ્યું, ''આજે સાંજે તું મારી સાથે બગીચામાં ફરવા અને પછી હોટલમાં જમવા આવીશ?''
''તારી શકલ તેં આયનામાં જોઈ છે?'' લીલી બોલી.
''હા જોઈ છે,'' લલ્લુએ જવાબ આપ્યો, ''એટલે જ તને કહું છું... બાકી નહીંતર કેટરીના કૈફને ન કહેત!''

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved