Last Update : 22-August-2012,Wednesday

 

અડવાણીથી માંડીને બેનીપ્રસાદ ઃ અભી બોલા, અભી ફોક

કેન્દ્રીય સ્ટીલ મંત્રી બેનીપ્રસાદ વર્માએ ભાંગરો વાટયો કે મોંઘવારીથી તેમને આનંદ થાય છે. હકીકતે ગાંધીજીના શબ્દોમાં, 'આકરા શબ્દોનો ઉપયોગ પણ હિંસા જ છે.' રાજકારણીઓ આવી હિંસા માટે જાણીતા છે

ભીમરાવ આંબેડકરની આગેવાની હેઠળ બનાવવામાં આવેલા ભારતીય બંધારણ પર હરખાઈ જનારા ઘણા હતા અને બિનસાંપ્રદાયિકતા, વાણી કે વિચાર સ્વાતંત્ર્ય જેવા મુદ્દાઓ પર પોરસ ખાઈને એનો સદ્ઉપયોગ દેશને ક્યાં લઈ જશે એમ વિચારનારાઓની સંખ્યા ઓછી નહોતી. જોકે એ આઝાદી પછીના અમુક વર્ષોમાં જ ઓસરતી જોવા મળી હતી.
હવે તો એવી હાલત થઈ ગઈ છે કે બંધારણની જોગવાઈઓમાંથી બંધારણ નામશેષ થઈ ગયું છે અને ફક્ત જોગવાઈ જ રહી છે. એમાં પણ વાણી કે વિચાર સ્વાતંત્ર્યને ફક્ત એક પુસ્તકિયા મુદ્દા તરીકે ગણનારાઓ એની હેઠળ જ ઓથ ખાઈને બેસનારાંઓ વધુ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ એના અઢળક ઉદાહરણો જોવા મળ્યા છે.
સોમવારે જ યુપીએ સરકારના કેન્દ્રીય સ્ટીલ મિનિસ્ટર બેની પ્રસાદ વર્માએ એક એવો ભાંગરો વાટયો છે કે જે માથામેળ વગરનો અને થોડા સમય માટે હો-હાને આમંત્રણ આપવા માટે એક ભડભડતો અંગારો ગણી શકાય.
મુરબ્બી વડીલ વર્મા સાહેબે જણાવ્યું કે શાકભાજી-ફળ કે પછી ખાવા-પીવાની અન્ય ચીજવસ્તુઓમાં વધેલા ભાવ તેમને ખુશ કરે છે, કારણ કે એને કારણે ખેડુતોને ફાયદો થાય છે અન ેતેમને વધુ કમાણી થાય છે. ખાવા-પીવાની ચીજવસ્તુઓમાં વધેલા ફુગાવાથી એકદમ અજાણ હોય એવી વ્યક્તિ જ આવા અનહદ હાંસીપાત્ર વાક્યોનું ઉચ્ચારણ કરી શકે. ખેડુતો તરફથી મળતા માલ કઈ રીતે અને કેટલો બજારમાં આવે છે અને કેટલો ગોદામોમાં ઘરજમાઈની જેમ ગોંધી રાખવામાં આવે છે એનાથી અજાણ આ વ્યક્તિએ કહી દીધું કે ખેડુતોને ફાયદો થાય છે, પણ ખરો ફાયદો તો આ માલ સંઘરી નાખનારા વેપારીઓને થાય છે એ હડાહડ સત્ય અને કરુણા છે. જોકે આ વિધાનને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનો ગુસ્સો આસમાને પહોંચી જવો એ બિલકુલ વાજબી છે. યુપીએ સરકાર ભ્રષ્ટાચાર બાદ જો કોઈ મુદ્દા માટે અવારનવાર અડફેટે આવતી હોય તો એ ભાવવધારો છે અને એના માટે આ પ્રકારનો બફાટ અપરિપક્વતાનું ઉદાહરણ નથી તો બીજું શું છે?
આ ઉપરાંત બીજેપી કે કોંગ્રેસ બેમાંથી કોઈએ ૨૦૧૪માં વડાપ્રધાનપદ માટેના ઉમેદવારની ઘોષણા નથી કરી અને ખુદ કેન્દ્રીય પ્રધાન હોવા છતાં તેમણે જાહેર કરી લીધું છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો આ જંગ હશે. એ તો હવે સ્વાભાવિક છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ પાસેથી આ બન્ને સ્ટેટમેન્ટ્સ માટે તેમને આળપંપાળની આશા તો નહીં જ હોય.
આ તો લોકલાગણી પર સીધો પ્રહાર હતો. જોકે સંસદમાં અંદરોઅંદર પણ આ પ્રકારની તીખી હૂંસાતૂંસી હવે અતિસામાન્ય વાત થઈ ગઈ છે. જેના ઉદાહરણ અત્યારે ચાલી રહેલા ચોમાસુ સત્રના શરૃઆતમાં જ જોવા મળ્યા છે. યુપીએના બીજા કાર્યકાળને સંસદમાં થયેલા નોટોના બંડલના કૌભાંડને કારણે 'નાજાયઝ' ઠરાવ્યા બાદ લાલકૃષ્ણ અડવાણી પર જે સોનિયા ગાંધી અને કોંગ્રેસનો કાળો કેર વરસ્યો હતો અને એક નહીં પણ બે વખત એ બાબતે ઊભા થઈ થઈને માફી માગી સફાઈ આપ્યા બાદ લાલકૃષ્ણ અડવાણીને 'આગોતરા જામીન' મળ્યા હતા. એ પછીના જ દિવસે રાજ્યસભામાં ગૃહપ્રધાન તરીકે પદ સંભાળ્યા પછી જ વગોવાયેલા સુશીલકુમાર શિંદેએ આસામમાં થયેલી હિંસા બાબતે જ્યારે રાજ્યસભામાં જયા બચ્ચને તેમની પાસેથી જવાબ માગ્યો હતો ત્યારે 'આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. કોઈ ફિલ્મની વાત નથી' એમ કહ્યું અને તેમના પર ગૃહમાં શાબ્દિક ફિટકારોનું આક્રમણ થયું હતું. મોટા ગજના અનુભવી નેતાઓ આ પ્રકારની ભૂલો કરે એ વર્ષો પછી પણ તેમના પર બૂમરેંગ થઈને આવી શકે છે.
જોકે રાજકીય પોલિટિક્સમાં પણ મોટું નામ ધરાવનારાં પણ એમાંથી કંઈ બાકાત નથી. ઉત્તર પ્રદેશમાં શાસકપક્ષ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવના નાના ભાઈ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવના કાકા શિવપાલ સિંહ યાદવનો કિસ્સો હજી તાજો જ છે. પોતાના કાર્યક્ષેત્રના અધિકારીઓ સાથેની મીટિંગમાં તેમણે કામ કરવા બદલ ભ્રષ્ટાચાર અને પૈસા ખાવાના મુદ્દે જે સુવિચારો કહ્યા હતા એ તેમના માનસનું હળાહળ પ્રતિબિંબ સ્વરૃપ હતું.
'કામ કરતા હો તો પૈસા ખાવ, પણ લૂંટફાટ ન કરો'. આ વાક્ય મિડિયાના કેમેરામાં કેદ થઈ ગયું હતું. આ પ્રકારના ઉદ્દેશ સાથેના તેમના એ પ્રવચને પાણીમાં સોડિયમ નાખવા જેવો ધડાકો કર્યો હતો. જોકે ત્યાર પછી પોતાના બચાવના અસંખ્ય પ્રયાસો તેમણે કર્યા છેઅને મિડિયાની નિતી પર સવાલો કર્યા છે પણ તેમના મોઢામાંથી નીકળેલા વાક્બાણે પહેલાંથી જ મોટું નુકસાન પહોંચાડી દીધું છે.
નરેન્દ્ર મોદીના ચૂંટણીકાળ દરમ્યાનના સ્ટેટમેન્ટ્સ પણ ઘણી વખત આઘાત-પ્રત્યાઘાતના મૂળિયાં બની રહેતા હોય છે. સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી માટે તેમના અભિપ્રાયો ઘણી વખત તેમના વિરુદ્ધના સાબિત થયા છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન ડો. મનમોહન સિંહ માટેના તેમના વક્તવ્યો પણ ઘણા તીખા હોય છે અને આલોચનાનો વિષય બને છે. જોકે તેમના જ પ્રતિદ્વંદી તરીકે ગણાતા રાહુલ ગાંધીએ તો એમાં ખૂબ જ ઓછા સમયમાં વધુ અનુભવ મેળવી લીધો છે. ૨૦૧૧ની ૧૩ જુલાઈએ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોંબધડાકા બાદ પછીના જ દિવસે શહેરની મુલાકાતે આવેલા કોંગ્રેસના જનરલ સેક્રેટરીના પદ પર બિરાજમાન રાહુલ ગાંધીએ આ ધડાકાના કારણો કે એને રોકવા માટેના વધુ સઘન પ્રયાસો પર બોલવા કરતા કહ્યું હતું કે 'દરેક આતંકવાદી હુમલા રોકી શકવા અશક્ય છે અને એને રોકવા માટે અત્યારે જે પણ પ્રયાસો ચાલી રહ્યા છે એ સરાહનીય છે.'
જોકે અમેરિકા અને બ્રિટન સાથે બીજા બધા મુદ્દે સરખામણી કરનારા આપણે આ બાબતે પણ જો વિચારીએ તો એમાં આ વાક્યો કેટલા ખોટા હતા એ ખબર પડે છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી વખતે રેલી દરમ્યાન હાજર જનતાને પૂછેલા 'ક્યાં સુધી તમે મહારાષ્ટ્ર કે ગુજરાત જઈને મજુરી કરશો?' કે પછી 'ક્યાં સુધી પંજાબ જઈને અનાજની બોરીઓ ઉઠાવશો?' જેવા પ્રશ્નોએ પોતે રચેલા શાબ્દિક વમળમાં તેમને જ ફસાવ્યા હતા. ઉત્તરપ્રદેશ વિધાનસભાના પરિણામો પ્રજાનો જવાબ હતો એમ ઘણા નિષ્ણાતો માને છે.
૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે બીજેપીના યુવા નેતા તરીકે એક પછી એક મોટી સિદ્ધિઓ સર કરનારા વરુણ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના સર્વેસર્વા અને એ સમયના રેલવેપ્રધાન લાલુપ્રસાદ યાદવના એક્શન-રીએક્શને ઘણું મોટું સ્વરૃપ ધારણ કર્યું હતું. વરુણ ગાંધીએ પોતાના ચુનાવક્ષેત્ર પિલીભીતમાં મુસ્લિમવિરોધી ભાષણો આપ્યા હતા અને પોતાના મુસ્લીમ હરીફને ઓસામા બિન લાદેન સાથે સરખાવી 'જે કોઈ મુસ્લિમ હિંદુનો વાળ પણ વાંકો કરવાની કોશિશ કરશે એના કાંડા હું કાપી નાખીશ' એ પ્રકારનું ભાષણ આપ્યું હતું. તેમના આ ભાષણથી ખૂબ જ ગુસ્સે થયેલા લાલુપ્રસાદ યાદવે કહ્યું હતું કે જો તેઓ દેશના ગૃહપ્રધાન હોત તો તેમણે વરુણ ગાંધીને રોલરની નીચે કચડી નાખવાનો હુકમ છોડયો હોત. જોકે બન્નેને પોત-પોતાના સ્ટેટમેન્ટ્સ માટે ચૂંટણીપંચની તીખી પ્રતિક્રિયાનો સામનો કરવો પડયો હતો.
સુષ્મા સ્વરાજ, મમતા બેનરજી, મુલાયમ સિંહ યાદવ, શીલા દીક્ષિત અને એવા અઢળક ઉદાહરણો ભૂતકાળમાં જોવા મળ્યા જ છે. કારણ કોઈ પણ હોય, પરંતુ રાજનેતાઓ જવાબદારીના વાહકસમા ગણાય અને તેમનો અમુક પ્રકારનો શબ્દ અને વિચાર પ્રયોગ તેમની છબીને જ કાળી શાહીના પીછાં મારવા બરાબર છે.
અહિંસા પરમોધર્મને જીવનનું મુખ્ય ધ્યેય ગણનારા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીએ ખુદ કહ્યું છે કે 'આકરા શબ્દોનો ઉપયોગ કરવો એ પણ એક પ્રકારની હિંસા જ ગણી શકાય'. આ મહાત્માની છબીને બેકગ્રાઉન્ડમાં રાખવા પૂરતા જ સિમીત ગણાતા આપણા આ મહાનુભાવોએ હવે એના પરથી આટલી શીખ તો અચૂક લેવી જોઈએ એમાં બેમત ન હોઈ શકે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved