Last Update : 22-August-2012,Wednesday

 
હમણાં જેની ૮૧મી વર્ષગાંઠ ગઈ એ મહાન અભિનેત્રી સ્વ. મીનાકુમારીની કેટલીક નહીં જાણીતી વાતો
- પ્રેમની એ ભૂખી હતી પણ કોઈએ એની ભૂખ ન ભાંગી
- એક ફિલ્મમાં મીનાકુમારીએ જાતે નવ ગાયનો ગાયેલા છે
- મીનાકુમારીએ પહેલી અને છેલ્લી ફિલ્મ આગા સાથે કરેલી
- ‘‘પરિણીતા’’નો એનો અભિનય જોઈને અશોકકુમાર ચકિત થઈ ગયા હતા એમ ‘‘શારદા’’ના અભિનયથી રાજકપુર અને ‘‘કાજલ’’ના અભિનયથી રાજકુમાર ચકિત થઈ ગયા હતા
- સ્ત્રીના દરેક ગુણોને એણે પોતાના અભિનયમાં ન્યાય આપેલો છે

હિન્દી સિનેજગતમાં દરેક ફિલ્મકલાકારને ઉપનામ કહો કે બિરૂદ કહો તે આપ્યા છે. શરૂઆત જૂના કલાકારોથી કરીએ તો દેવઆનંદ સદાબહાર અભિનેતા. રાજકપૂર = શોમેન, રાજેન્દ્રકુમાર = જ્યુબીલી કુમાર, દિલીપકુમાર = ટ્રેજડીકીંગ, રાજેશખન્ના = કાકા, અશોકકુમાર = દાદામુની, જીતેન્દ્ર = જમ્પીંગ જેક, રાજકુમાર = જાની, મનોજકુમાર = ભારતકુમાર, ધર્મેન્દ્ર = હીમેન, અમિતાભ બચ્ચન = એંગ્રી યંગમેન અથવા બીગ-બી, બોલીવુડકા શહેનશાહ... વગેરે આમિરખાન = પરફેકશનીસ્ટ, શાહરૂખખાન = બાદશાહ.
એવી જ રીતે નાયિકાઓને પણ નામ આપ્યા છે. મીનાકુમારી = ટ્રેજડી ક્વીન, હેમામાલિકીની = ડ્રીમગર્લ, રેખા = ગ્લેમરસ, જયા ભાદુરી = ગુડ્ડી, વગેરે વગેરે...
આ ઉપનામ આ નાયક-નાયિકાઓને એ લોકોના અભિનય માટે, એ લોકોએ ફિલ્મમાં ભજવેલા રોલ માટે અને એમનામાં જે પ્રતિભા છે એને ઘ્યાનમાં રાખીને આપ્યા છે.
આ ઉપરાંત મઘુબાલાનું મોહક સ્મિત, શર્મિલા ટાગોરની શર્મીલી આંખો, સ્મિતા પાટીલનો લાજવાબ અભિનય, માઘુરી દિક્ષિતની મોહક અદાઓ પણ બીજા કોઈનામાં ના જોવા મળે.
જેમકે, મીનાકુમારીને જે નામ આપવામાં આવ્યું છે ‘‘ટ્રેજડી ક્વીન’’ એ એણે ભજવેલા ફિલ્મોના રોલ માટે આપવામાં આવ્યું છે. પણ, વિધિની કરૂણતા કહો કે જે હોય તે... એ મીનાકુમારીને એના અંગત જીવનમાં પણ ‘‘ટ્રેજડી ક્વીન’’ થઈને જ જીવવું પડેલું.
એના અંગત જીવનમાં પણ એણે ઘણા ચઢાણ ઉતરાણ જોયેલા. લગ્નજીવનમાં પણ એણે સંતોષ નહોતો મળ્યો.
મીનાકુમારીનો જન્મ ૧ ઓગસ્ટ ૧૯૩૨ના થયો. પિતા અલી બક્ષ અને માતા પ્રભાદેવી (ઈકબાલ બેગમ). મીનાકુમારીને એક મોટી બહેન ખુરર્શીદ અને એક નાની બહેન માઘુરી હતી. એમની મમ્મી પ્રભાદેવી બંગાળી અને કવીન્દ્ર ટાગોરના કુટુંબના હતા. મીનાકુમારીના નાની પણ (મમ્મીના મમ્મી) એક અભિનેત્રી હતા. એમના નાનાજી પ્યારેલાલ શાકીર મેરઠી લખનૌના મોટા જાણીતા શાયર હતા. એમના દાદી ટાગોરના નાના ભાઈના પત્ની હતા. એમના પિતા અલી બક્ષ હાર્મોનિયમ વગાડતા હતા. નાની પાસેથી મીનાકુમારીને અભિનયનો વારસો મળ્યો. નાના પાસેથી કવિતાની ભેટ મળી અને પિતા પાસેથી સંગીતની ભેટ મળી. આ બધાનો સરસ સંગમ મીનાકુમારીમાં દેખાઈ આવે છે.
મીનાકુમારીના મમ્મી પ્રભાદેવીને સંતાનમાં બાબો થાય એવી ઈચ્છા હતી પણ થઈ બેબી. (મીનાકુમારી) એનું (બેબી)નું નામ એમણે ‘‘માહજબી’’ રાખ્યું. માહજબી એટલે ચંદ્રમા જેવી સુંદર.
૧૯૩૯ના પ્રકાશ પિકચર્સનું ‘‘લેધરફેસ’’ નામની ફિલ્મમાં પ્રથમવાર ૭ વરસની મીનાકુમારીએ કેમેરા, લાઈટ્‌સના દર્શન કર્યા અને એ જ એના કાયમના સંગી-સાથી થઈ ગયા. ૧૯૩૯ થી ૧૯૪૪-૪૫ સુધી મીનાકુમારીએ બાળકલાકાર બનીને ૧૧ ફિલ્મમાં કામ કર્યું. બાળકલાકારમાંથી નાયિકા સુધી પહોંચવામાં જ મીનાકુમારીનું બાળપણ, નાનપણ કરમાઈ ગયું. ‘‘માહજબી’’ તે ‘‘મીનાકુમારી’’ નામ પ્રકાશ પિકચર્સના વિજય ભટ્ટે જ આપ્યું. વિજય ભટ્ટે મીનાકુમારીને પોતાની ફિલ્મમાં બાળકલાકારમાં પ્રથમવાર લીધી અને એ જ વિજય ભટ્ટે ૧૯૫૨માં ‘‘બૈજૂ બાવરા’’માં મીનાકુમારીને નાયિકા બનાવી. (‘‘બૈજૂ બાવરા’’ એ વખતની સુપરહીટ ફિલ્મ હતી. એમાં મીનાકુમારીની સામે ભારતભૂષણ નાયક હતા.)
આમ તો ૧૯૪૬માં ‘‘બચ્ચોં કા ખેલ’’ નામની ફિલ્મ મીનાકુમારીની નાયિકા તરીકેની પ્રથમ ફિલ્મ ગણાય. એમાં મીનાકુમારીની સામે નાયક હતા આગા. એ આગા પછી કોમેડિયન તરીકે તે વખતની ઘણી ફિલ્મમાં દેખાતા હતા. આગાએ મીનાકુમારીની સામે મીનાકુમારીની પ્રથમ ફિલ્મમાં નાયક બનીને કામ કર્યું હતું એ જ આગાએ મીનાકુમારીની છેલ્લી ફિલ્મ ૧૯૭૨ની ‘‘ગોમતી કે કિનારે’’માં મીનાકુમારીના ભાઈની ભૂમિકા ભજવેલી. મીનાકુમારીએ એની ૩૩ વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ૯૧ ફિલ્મો કરી.
૧૯૪૭ના રણજિત મુવ્હીટોનના ‘‘પિયા કા ઘર’’ ફિલ્મમાં મીનાકુમારી નાયિકા પણ હતી અને ગાયિકા પણ! એ ફિલ્મમાં નાયક હતા કરણ દિવાન. સંગીતકાર બુલો સી રાની હતા. મીનાકુમારી પાસે ૯ ગાયનો ગવડાવ્યા હતા. ‘મિલી આજ પિયા સે આખિયાઁ.’ આઁખિયા તરસ રહી હૈ ઉન બિન, ‘એક બાર ફિર કહો’, ‘જરા આંખો કા નૂર સહી.’ ‘મેરી સપનોં કી દુનિયા બનાનેવાલે’, ‘દેશ પરાયે જાનેવાલે ભૂલ ન જાના પ્રિત નિભાના’, ‘ના કોઈ દિલાસા કૈ ના કોઈ તહાના’ અને કરણ દિવાન સાથે બે યુગલ ગીતો - ‘નૈન ડોર સે બાંધ લીયો ચિતચોર.’ અને ‘રાજા દીલ મેં બસે કો.’
૧૯૪૮ના રણજિત મુવ્હીટોનની ફિલ્મ ‘બિછડે બલમ.’માં પણ એણે સરસ ગાયેલું. એમાં નાયક હતા નિહાલ. સંગીતકાર હતા બુલો સી. રાની. ‘હાયે પિયા મુજે લલચાયે,’ ‘એક આગ લગી દીલ મેં જલ મતે કૈં અરમાન.’ ‘મેરા પિયા ના આયે તરસાયે રે.’ અને ‘આતા હૈ દિલ મેં પ્યાર ક્યોં ?’ એ.આર. ઓઝા સાથે ‘બોલ રે બોલ રે મેરે પ્યારે પપીકે બોલ રે!’ તથા ઓઝા અને એમ. ફારૂખી સાથે ‘હંસીનો કો દિલ મેં બસાના બૂરા... !’
એ વખતે ફિલ્મમાં અભિનય કરવા સાથે ગાયન ગાવાનું બહુ નવું હતું. આજકાલ તો દરેકને પોતાની ફિલ્મમાં ગાવું હોય છે અને ગાયકો ને ફિલ્મમાં અભિનય કરવો હોય છે. (સોનું નિગમ, હીમેશ રેશમિયા વગેરે) એવું નથી કે નાયક-નાયિકાએ ફિલ્મમાં ગાયન ના ગાવા જોઈએ. અમિતાભ બચ્ચને તો ઘણી બધી ફિલ્મમાં ગાયનો પણ ગાયા છે. સિલસિલામાં ‘નિલા આસમાં’, બાગબાં- ‘મૈં યહાં તુ કહા, અને કહાની ફિલ્મમાં તો બંગાળી ગાયન પણ ગાયું છે.’
સોનુ નિગમ એ પણ અભિનય આપવાનો પ્રયત્ન કર્યો ‘લવ ઈન ગોવા’માં. હીમેશ રેશમિયાએ પણ અભિનયમાં નસીબ અજમાવી જોયું પણ બન્ને નિષ્ફળ રહ્યા.
મીનાકુમારીએ ઘણી ફિલ્મોમાં સરસ અભિનય કરીને પોતાની એક અલગ છાપ બનાવી હતી. પણ એ અસલ (જીવંત) લાગતો અભિનય એટલે મીનાકુમારીના અંગત જીવનમાં ચાલતી ઉથલ-પાથલ હતી. માટે બધાએ મીનાકુમારીને ‘અભિનય સામ્રાજ્ઞી’નું બિરૂદ આપી દીઘું.
બૈજુબાવરા (૫૩), પરિણીતા (૫૪), સાહીબ, બીબી ઔર ગુલામ (૬૨), અને કાજલ (૬૫) આ દરેક ફિલ્મ માટે મીનાકુમારીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો.
‘પરિણીતા’ માટે અશોકકુમારની ઈચ્છા નલિની જયવંતને લેવાની હતી. (નલિની જયવંત એ વખતની જાણીતી નાયિકા હતી) જ્યારે બિમલ રોયે ‘પરિણીતા’ માટે મીનાકુમારીનું નામ લીઘું ત્યારે અશોકકુમારને થયું કે જાદુની ફિલ્મોમાં કામ કરવાવાળી ‘પરિણીતા’માં ‘‘લલીતા’’નું પાત્ર કેવી રીતે ભજવશે? પણ જ્યારે મીનાકુમારી અશોકકુમાર સામે પહેલીવાર કેમેરાની સામે આવી ત્યારે અશોકકુમારની બધી ભ્રમણા તૂટી ગઈ. એ આશ્ચર્યચકિત થઈ ગયા.
‘શારદા’ ફિલ્મમાં મીનાકુમારીના શાનદાર અભિનયને જોઈને રાજકપૂર પણ આમ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ‘કાજલ’ ફિલ્મમાં રાજકુમાર નવાઈ પામી ગયા હતા. આવી અનેક ફિલ્મો છે.
‘મૈં ભી લડકી હૂં’ (૬૪)ની કાળી, કાળા મોઢાવાળી કદરૂપી હીરોઈન, ‘ફૂલ ઔર પથ્થર’ (૬૬)ની વિધવા શાંતી, ‘ચંદન કા પલના’ (૬૭)ની એકલી અટૂલી, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ (૬૦)ની પ્રેમમાં નિષ્ફળ ગયેલી કરૂણા, ‘શારદા’ (૬૭)ની ત્રણ છોકરાના બાપ એવા બિજવર સાથે લગ્ન કરીને પોતાના પ્રેમીની મા બનવાવાળી ‘શારદા’, ‘દાયરા’ (૫૩)ની નિસહાય શીતલ, ‘ચિત્રલેખા’ (૬૪)ની સંન્યાસિની, જોગન, ‘મેરે અપને’ (૭૨)ની ૭૦ વર્ષની ડોસી નાનીમા, ‘આરતી’ (૬૨)ની આદર્શવાદી ડૉક્ટર આરતી, ‘બાદવાન’ (૫૪)ની એવી પતીવ્રતા પત્ની જેના પતિને પરસ્ત્રી સાથે સંબંધ હોય છે. આવી ઘણી બધી ફિલ્મો, ઘણી બધી ભૂમિકા, દરેક ફિલ્મમાં એનો અભિનય બધાથી દસ આંગળા ઉપર હોય. આ દરેક ફિલ્મ મીનાકુમારીના કારણે જ યાદ આવે. ‘પરિણીતા’નો વિચાર આવે ત્યારે ખ્યાતનામ બિમલ રોય યાદ ના આવે, ‘શારદા’નો રાજકપૂર નહીં, પણ મીનાકુમારી જ યાદ આવે. મીનાકુમારીની ફિલ્મો અને એનો અભિનય માટે તો એક આખો લેખ જ અલગ કરવો પડે. પણ એક વાત તો નક્કી જ છે કે મીનાકુમારીએ દરેક ભૂમિકાને એક આદર-સન્માન આપ્યું હતું. અભિનયને એક ઉંચાઈ, એક પદ આપ્યું હતું.
મીનાકુમારીએ કલાકારના અભિનયને હાવભાવને અને શારીરિક ભાષા (બોડી લેગ્વેજ)ને એક મહાનતા પ્રદાન કરી હતી. ત્યાગ, સહનશીલતા, નિષ્ઠા, પ્રેમ, શ્રદ્ધા, કરૂણતા આ બધા ગુણોને એણે એક સ્ત્રી તરીકે ન્યાય આપેલો.
એની વ્યક્તિગત જિન્દગી એટલે કાયમ પ્રેમ માટે તરસતી એક વેરવિખેર ધર્મશાળા, જેવી હતી. એ રાતોની રાતો જાગતી રહેતી. એણે ઊંઘ ન આવે એવી (ઈન્સોમોનિઆ) નામની બિમારી હતી. એ કારણે જ એ દારૂના રવાડે ચઢી ગઈ. દારૂના નશામાં વહી ગઈ. ‘મીનાકુમારી’નો ક્યારે પણ અંત નથી.
ગુણવંત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved