Last Update : 22-August-2012,Wednesday

 

બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે

- ભોજનમાં એક તૃતીયાંશ ભાગ જેટલો બ્રેકફાસ્ટ લેવો જોઇએ. બાફેલા મગ સાથે બે ખાખરા,એક પ્લેટ ઇડલી, પૌઆ કે ઉપમા પૂરતા છે.

 

સવારનો નાસ્તો શરીર અને હેલ્થ માટે બહુ લાભકારી હોય છે. પરંતુ આજની ફાસ્ટ લાઇફમાં કેટલાંક લોકો સવારે નાસ્તો કરવાનું પસંદ કરતા નથી. તો કેટલાંક લોકો બજારમાંથી તૈયાર મળતા નાસ્તાના પેકેટ ખરીદીને નાસ્તો કરવાનું પસંદ કરે છે. ઓફિસથી ઘેર આવવાનું રાત્રે મોડુ થઇ જાય એટલે સવારે જલ્દી ઉઠાય નહીં. વળી ઓફિસે પણ જલ્દી જવાની ઉતાવળ હોય એટલે જે કંઇ પણ નાસ્તામા મળ્યું તે થોડુ ઘણુ મોંમા નાખીને ઉતાવળે નીકળી જવાનું. આજ કાલ મોટા ભાગના ફેમીલીનો આ સીન બની ગયો છે. તો કેટલાંકને આવી રીતે નાસ્તો કરવાનો પણ સમય રહેતો નથી.
વનિતા પટેલ કહે છે કે, સવારનો નાસ્તો એટલે મેઇન મીલ ઓફ ઘ ડે કહેવાય. એટલે કે આખા દિવસનું એ મુખ્ય ખોરાક કહેવાય. વળી રાત્રે જમ્યા પછી સાતથી આઠ કલાક કંઇ ખાઘુ ના હોવાથી બ્રેકફાસ્ટ પણ જરૂરી છે. સવારે ઉઠ્યા પછી નાસ્તો કરવાથી તમારુ શરીર વઘુ એબ્સોર્સ કરે છે. વળી શરીરને જેટલો ખોરાક જોઇએ એ મુજબ ખોરાક આપવો પડે છે. કેટલાંક લોકો નાસ્તો નથી કરતા પણ સવારે એક ગ્લાસ દૂઘ જરૂર પીતા હોય છે. કેટલાંક લોકો માત્ર બ્રેડ બટર અને ટોસ્ટ જ લે છે. પણ સવારના નાસ્તામા એવો ખોરાક લો જેથી તમે હેલ્થી રહો.
સ્મીતા શાહ કહે છે કે, બ્રેકફાસ્ટમાં એવો ખોરાક લેવો જોઇએ કે જેમાં શાકભાજીનો ઉપયોગ થતો હોય. ઉપમા કે પૌઆ બનાવો તો તેમાં પણ વેજીટેબલ્સનું પ્રમાણ વઘુ રાખો. કોબી, બટાટા, ટામેટા વગેરેનો ઉપયોગ યોગ્ય રહેશે. ખાખરા સાથે બાફેલા મગ, ફણગાવીને બનાવેલા કઠોળ, ત્રણ ચાર જાતના અનાજને મિક્સ કરીને બનાવેલા થેપલા વગેરે લેવા હિતાવહ છે. બ્રેકફાસ્ટ કલરફુલ હોવો જોઇએ. જો એવો હશે તો આખા દિવસનો મૂડ પણ બની રહેશે. બ્રેકફાસ્ટ સારો હશે તો આખો દિવસ ભૂખ પણ નહી લાગે. બપોરના ભોજન કરતા સવારના નાસ્તાનું બહુ મહત્વ છે. કારણકે એનાથી તમે આખો દિવસ એનર્જી વાળો ફીલ કરશો અને એસેડિટી કે કબજીયાતની મુશ્કેલી પણ નહીં થાય.
જો કે, ક્યારેક બ્રેકફાસ્ટ ના લેવાથી શરીરને તેના ગેરફાયદા પણ થાય છે. તેનાથી એકાગ્રતા ઘટે છે, મગજ શાંત રહેતુ નથી, ગુસ્સો જલ્દી આવે, એસિડીટી થાય વગેરે જેવા પ્રોબલેમ થાય છે. કારણકે પેટમાં સતત એસિડ પેદા થતો હોય છે. પણ જ્યારે તમે ખોરાક લો ત્યારે એ પેટમાં ખોરાક સાથે ભળી જતો હોય છે. જો કે, લાંબા સમય સુઘી તમે ના ખાવ ત્યારે આ એસિડનું પ્રમાણ વઘી જાય છે અને ત્યારબાદ તમે ખાવ એટલે તે ઉપર આવે છે જેને એસિડીટી કહેવાય છે. જેનાથી ગેસ થાય, કબજીયાત થાય, વજન વઘવા લાગે, યાદશક્તિ ઓછી થાય, ઉસ્કેરાઇ જવાય અને મૂડ સ્વંિગ થાય છે. ઉપરાંત શરીરની સરેરાશ એક્ટીવીટી મંદ પડતી જાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved