Last Update : 22-August-2012,Wednesday

 
દિલ્હીની વાત
 
કોલસા કૌભાંડનો કકળાટ
કોલસાની ખાણ ફાળવણીમાં થયેલા કૌભાંડ અંગે વિરોધ પક્ષોએ આજે સંસદ માથે લીધી હતી. કૅગના અહેવાલના પગલે વિરોધ પક્ષ વડાપ્રધાનનું રાજીનામું માગે છે જ્યારે સામા છેડે વડાપ્રધાન તમામ મુદ્દાઓના ખુલાસા સાથેની ચર્ચા કરવા તૈયાર છે. સરકારની કમનસીબી એ છે કે કૅગના અહેવાલ અનુસાર કૌભાંડ ૨૦૦૫થી ૨૦૦૯ દરમ્યાન થયું છે જ્યારે કોલસા મંત્રાલયનો પોર્ટફોલીયો વડાપ્રધાન પાસે હતો. હરાજી સિવાય થયેલી ફાળવણીના કારણે ૧.૮૬ લાખ કરોડનો ચૂનો લાગ્યો હતો એમ અહેવાલમાં જણાવ્યું હતું.
મુલાયમસિંહ પણ ચર્ચા ઈચ્છે છે..
ભાજપના હાથમાં કાળા કોલસાનું બનેલું પતાસું આવી ગયું છે. ભાજપ કહે છે કે માત્ર કોલસા કૌભાંડ નહીં પણ અન્યત્ર અનેક કૌભાંડોના કારણે સરકાર રાજીનામું આપે. ભાજપના નેતાઓ બાંયો ચઢાવીને બોલે છે. જ્યારે કોંગ્રેસ ડીફેન્સની સ્થિતિમાં છે. સરકારના સમર્થક એવા સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવે પણ સંસદમાં કૅગ રીપોર્ટ અંગે વિગતવાર ચર્ચા થવી જોઇએ. ભાજપ રાજીનામું માગે છે પરંતુ તેમના વિરોધનો ટેમ્પો કેટલો ટકે તે જોવાનું રહ્યું..
ખુદ વડાપ્રધાન ભ્રષ્ટાચારી?
યુપીએ કેન્દ્ર સરકાર કોલસા કૌભાંડના વિવાદમાં ફસાઇ છે. વિરોધ પક્ષોનો હાથ ઉપર છે અને પ્રજામાં તે અસર બતાવી રહ્યા છે. આ સંજોગોમાં આવતી કાલે સંસદમાં યુપીએ સરકારના સાથીપક્ષો એક થઇને વિરોધ પક્ષો સામે લડશે. બીજી તરફ ભાજપ આ મુદ્દાને આગળ ધરીને પ્રજામાં એવો મેસેજ આપવા માગે છે કે સરકારના પ્રધાનો જ નહીં ખુદ વડાપ્રધાન પણ ભ્રષ્ટાચારી છે.
ભારતને જ શા માટે ભોગવવાનું આવે છે?
આસામ હિંસાચાર અંગેની અફવાઓ માટે સરકારે પાકિસ્તાન તરફ આંગળી ચીંધી છે તે કદાચ સાચી હોઇ શકે છે પરંતુ પ્રજાના મનમાં એક પ્રશ્ન એ ઊભો થાય છે કે પાકિસ્તાનની કોઇપણ ચાલ આગળ ભારતે જ શા માટે ભોગવવાનું આવે છે?! સાયબર એટેકનો સામનો કરવામાં સરકાર નિષ્ફળ રહી છે તે દેખાઇ આવે છે. પાકિસ્તાનમાં સાયબર આર્મી નામનું ગુ્રપ ભારતની વેબસાઇટ હેક કરવામાં નિષ્ણાત છે. આ ગુ્રપે બીએસએનએલની સાઇટ પણ હેક કરી હતી. ૧૯૯૮થી પાકિસ્તાન ભારત સાથે સાયબર વૉરમાં ઉતર્યું છે. એક સમયે પાકિસ્તાનના હેકર્સે ભાભા એટોમીક રીસર્ચ સેન્ટરની વેબસાઇટ હેક કરવા પ્રયાસ કર્યો હતો. આર્મી ઈન કાશ્મીર, પાકિસ્તાન જી ફોર્સ, પાકિસ્તાન સાયબર આર્મી, પાકિસ્તાન હેકર્સ ક્લબ વગેરેએ ભારતની ૫૦૦ જેટલી વેબસાઇટ પર ત્રાટકવા ૪૦ જેટલા પ્રયાસ કર્યા હતા.
પાકિસ્તાનની હેકર્સ ટોળકી સામે ભારતના સત્તાવાળાઓએ હાય-હાય કરવા સિવાય બીજું કશું નથી કર્યું!!
આસામ હિંસાચાર સામે સરકાર
આસામ હિંસાચાર સરકારા ગળે ભરાયેલા ઠળીયા સમાન સાબિત થયો છે. સરકારે કેટલાંક પગલાં લીધા છે તે અનુસાર
* ૨૫૪ વેબસાઇટ-વેબપેજ બ્લોક કરી દેવાયા.
* બેંગ્લોરથી ૮ સ્પેશ્યલ ટ્રેન દોડાવાઇ હતી.
* જથ્થાબંધ SMS, MMS પર પ્રતિબંધ મૂકાયો.
* ૩૦ હજાર લોકોએ બેંગલોર, ૯૦૦૦ લોકોએ હૈદ્રાબાદ, ૮૦૦૦ લોકોએ ચેન્નાઇ છોડયું હતું.
સુદર્શનની નમાજ અને દોડધામ
દિલ્હીના અખબારોએ આજે આરએસએસના ભૂતપૂર્વ વડા કે.એસ. સુદર્શનની સ્ટોરી ખૂબ ચગાવી હતી. ભોપાલની ડેટ લાઇનની છપાયેલી આ સ્ટોરીમાં લખ્યું હતું કે ૮૧ વર્ષના કે.એસ. સુદર્શને ઈદ નિમિત્તે મસ્જીદમાં નમાજ પઢવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુદર્શનની આ ઈચ્છાએ સન્નાટો મચાવ્યો હતો. સુદર્શને તાજુલ મસ્જીદ નમાજ માટે જવું હતું. જોકે પોલીસ અધિકારીઓએ તેમને સમજાવ્યું હતું કે નમાજનો સમય પૂરો થઇ ગયો છે તેના બદલે તમે સ્થાનિક નેતાઓને મળીને ઈદમુબારક પાઠવી લો.
અહીં ઉલ્લેખનીય છે કે ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં સુદર્શન મૈસુર ખાતે છ કલાક સુધી ગુમ થઇ ગયા હતા. જોકે ત્યારે સત્તાવાળાઓ જે ટેન્સનમાં હતા તેના કરતાં અનેકગણું ટેન્સન નમાજના એપિસોડથી થયું હતું. આરએસએસની વિચારસણીના પાયા પર હથોડા સમાન આ ઘટનાને ગણાવાઇ છે.
ડીઝલ-ગેસ પર નિયંત્રણ નહીં
ડીઝલ, રાંધણ ગેસ (એલપીજી) અને કેરોસીનને નિયંત્રણ હેઠળ લાવવા સરકારનું કોઇ આયોજન નથી. પેટ્રોલિયમ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન આરપીએન સિંહે રાજ્યસભામાં આપેલા એક લેખિત જવાબમાં કહ્યું હતું કે સરકાર પાસે આ બાબતની કોઇ દરખાસ્ત નથી. તેમણે કહ્યું હતું કે પ્રજામાં પીડીએસ હેઠળ આપવામાં આવતા કેરોસીન પર સરકાર લીટરે ૮૨ પૈસા અને ૧૪.૨ કિલો વજનની રાંધણ ગેસના બાટલા પર રૃા. ૨૨.૫૮ પૈસાની સબસીડી આપે છે. એક અંદાજ અનુસાર ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ડીઝલ, રાંધણગેસ અને કેરોસીનમાં રોજના રૃા. ૪૫૦ કરોડની ખોટ ખાય છે.
Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved