Last Update : 22-August-2012,Wednesday

 

મોબાઈલમાં હેલિકોપ્ટર આપો!

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- જાગો ગ્રાહક જાગો... સૌ ભેગા મળી મોબાઈલમાં હેલિકોપ્ટર જ માગો!

 

મારી આ બહુ ગંભીર માગણી છે.
મેં મોબાઈલ કંપનીઓને કહ્યું છે કે તમારે હવે મોબાઈલમાં હેલિકોપ્ટર આપવું જોઈએ!
જો એ લોકો મોબાઈલમાં એફએમ રેડિયો આપી શકતા હોય, મ્યુઝિક પ્લેયર આપી શક્તા હોય, કેમેરો, મૂવી કેમેરો, રેકોર્ડર, કેલ્ક્યુલેટર એ બઘું આપી શકતા હોય તો હેલિકોપ્ટર કેમ ના આપી શકાય? હવે તો એ લોકો મોબાઈલમાં ફેસબુક આપે છે, ટિવટર આપે છે, થોથે થોથાં ભરાય એવડી મોટી દરેક ભાષાની ડિકશનેરી આપે છે, આખેઆખું ઈન્ટરનેટ આપે છે તો હેલિકોપ્ટર કેમ ના આપે?
મેં આ બાબતે દરેક કંપનીને એક કડક કાગળ લખ્યો છે. પણ એમાંથી એકેય કંપનીનો જવાબ આવ્યો નથી. જોકે મેં ઈ-મેઈલ કર્યો હોત તો કદાચ જવાબ આવત.
પણ વાંધો નહિ. હું એક એસએમએસ ઝુંબેશ ચલાવવાનો છું. હું બધાને મેસેજ મોકલીશ કે ‘મોબાઈલ સાથે હેલિકોપ્ટર મળવું જોઈએ એવા ૧૦ એસએમએસ તમે ફોરવર્ડ કરશો તો ભગવાન તમને હેલિકોપ્ટરનો એક પંખો આપશે (જેના વડે તમે ગરમીમાં હવા ખાઈ શકો છો.) પરંતુ જો ફોરવર્ડ નહિ કરો તો કંપનીવાળા તમારા બેલેન્સમાંથી ૨૦૦૦ એસએમએસના પૈસા કાપી લેશે!
તમને થતું હશે કે બિચારા કંપનીવાળા નાનકડા મોબાઈલ જોડે આવડું મોટું હેલિકોપ્ટર શી રીતે આપી શકે? પણ તમારું અમુક સ્કીમો પર ઘ્યાન જ નથી ગયું. દાખલા તરીકે એક કંપની તમારા મોબાઈલ જોડે એક નાનું ગલુડિયું આપે છે. તમે જ્યાં જાવ ત્યાં એ ગલુડિયું તમારી પાછળ પાછળ આવે છે. પણ તમે પાછળ વળીને જુઓ તો ખબર પડે ને! એ જ મોબાઈલ કંપનીના એક કાકા નાના નાના છોકરાઓને ઘેર બોલાવીને એપલ આપે છે. પણ આપણે એ કાકાનું ઘર શોધવાની મહેનત જ ના કરીએ તો કોઠું યે ના મળે ને? એ જ કાકા તમારી બર્થ-ડેના દિવસે પોતાની વર્કશોપમાં પડેલા ભંગારમાંથી એક મસ્ત વિમાન બનાવીને તમને ગીફટમાં આપે છે! હવે બોલો, એ કાકા ગીફટમાં વિમાન આપે છે તો હેલિકોપ્ટર આપવામાં શું ચૂંક આવતી હશે?
જોકે એ કાકા જોડે ફ્રીમાં કેરમ રમવા મળે તોય જવા જેવું નથી. કારણ કે એ ચિટીંગ કરે છે.
પણ મોબાઈલ કંપનીઓ તો મોટાં મોટાં ચિટીંગ કરે છે. એક કંપનીની એડમાં પેલી છોકરી કહે છે ‘નાગપુર, કાનપુર, કોલ્હાપુર, શોલાપુર સબ મિલતા હૈ... તો હું કહું છું કે હેલિકોપ્ટર ક્યું નહીં મિલતા?’
તમને હજી લાગતું હશે કે મોબાઈલ જોડે હેલિકોપ્ટરની માગણી બહુ વધારે પડતી કહેવાય. પણ બોસ, તમે જુઓ એ લોકો ૧૨૫ રૂપિયાનો એફએમ રેડિયો ૧૦૦ રૂપિયા વધારે લગાડીને આપે છે કે નહિ? સીડી પ્લેયર ૧૫૦૦ રૂપિયાનું આવે છે છતાં મોબાઈલમાં ૩૦૦૦ ગાયનો વાગે એવું મ્યુઝિક પ્લેયર આપે છે કે નહિ? અરે ૧૦૦ ગાયનોની ડીવીડી ૩૫ રૂપિયામાં મળે છતાં એક જ ગાયન ડાઉનલોડ કરવાના એ લોકો ૨૫ રૂપિયા ચીરીને લઈ જ લે છે ને! તમે ઈન્ટરનેટ કાફેમાં જાવ તો ૧૦ રૂપિયામાં ૧ કલાક મળે છે પણ મોબાઈલમાં એ લોકો આટલા એમબી ડાઉનલોડ અને આટલી મિનીટ યુઝરટાઈમ એવું અગડમબગડમ સમજાવીને ૧ કલાકના ૧૨૦ રૂપિયા લઈ જ લે છે ને? અને એવું પણ નથી કે મોબાઈલ કંપનીઓ હંમેશાં બઘું મોધું જ આપતી હોય. એક મોબાઈલ કંપનીવાળા આખે આખી બેટમેન ફિલ્મના બિલ્ડીંગોનો ભંગાર સાવ મફતના ભાવે ઉપરથી નીચે ફેંકવા બેઠા છે. (આ તો આપણે કબાડીનો ધંધો નથી કરતા એટલે, બાકી કરતા હોઈએ તો ચાંદી જ છે ને)
બીજી એક સ્કીમમાં તો આખેઆખું વાવાઝોડું તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જાય છે! હવે જો આપણને વાવાઝોડું મફતમાં આપી શકાતું હોય તો હેલિકોપ્ટર આપવામાં એમને વાંધો શું છે?
પણ આ કંપનીઓની દાનત જ ખોરી હોય છે. એક કંપનીવાળા તો બે માળવાળી આખી સીટીબસ ભાડે લઈને બધા યંગ લોકોને આખા શહેરમાં ફેરવે છે. તો હેલિકોપ્ટરમાં બેસાડીને બે ચાર આંટા કેમ ના મરાવી શકે?
તમને એમ થતું હશે કે આ મન્નુભાઈમાં કંઈ અક્કલ બક્કલ હોય એવું લાગતું નથી. ટીવીમાં જે એડ બતાડે એ બધી સાચી માની લેતા લાગે છે. પણ બોલો, અમુક ફોનોમાં તમે કાર ચલાવતા હો ત્યારે શહેરના નકશા આવે જ છે ને? ટીવીમાં ‘બતાડે’ છે ‘એવા’ જ આવે છે! વળી એમાં તો કોઈ છોકરી સામે છેડેથી રસ્તો પણ બતાડે છે. તો યાર, અમને એ નથી સમજાતું કે આપણને એ લોકો હેલિકોપ્ટરમાં કેમ ના બેસાડી શકે? (ભલે કોઈ છોકરીનો અવાજ આપણને એમ કીધા કરે કે સખણા બેસો. સામે જુઓ, નીચે કશું જોવા જેવું નથી, પેશાબ લાગી હોય તો શાંતિ રાખો. નીચે ઉતર્યા પછી બઘું કરવા મળશે વગેરે.)
વળી, હવે તો મોબાઈલ પણ મોટા ને મોટા થતા જાય છે. એક જમાનામાં મોબાઈલો એરિયલ થર્મોસ જેવા આવતા હતા. પછી ધીમે ધીમે નાના થઈને પત્તાની કેટ જેવડા થઈ ગયા. એ પછી એકદમ ઘસાઈ ગયેલા વોશંિગ સાબુની ગોટી જેવા પાતળા થઈ ગયેલા. પણ વળી પાછા મોટા થતાં થતાં હવે તો નાનાં છોકરાંઓની નિશાળની સ્લેટ જેવા થઈ ગયા છે.
આવા તોતંિગ મોબાઈલને એ લોકો ‘ટેબ્લેટ’ કહે છે (કારણ કે મૂળ વાત તો ‘ગોળી પીવડાવવાની’ જ છે ને!) પણ અમારું કહેવું એટલું જ છે જો તમે માચીસના ખોખા જેવડા મોબાઈલ જોડે આખેઆખો એફએમ રેડિયો આપી શકતા હતા તો આવડી મોટી ચોપડી જેવા મોબાઈલ જોડે ટ્રક જેવડું હેલિકોપ્ટર કેમ ના આપી શકો?
જોકે મને હવે કંટાળો આવે છે. લાગે છે કે જતે દહાડે આ લોકો તમને મોબાઈલ સાથે મંગળ ગ્રહની ફ્રી ટુર સાથે આખે આખી સ્પેસશીપ આપી દેશે, પણ હેલિકોપ્ટર તો નહિ જ આપે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 

 

 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved