Last Update : 22-August-2012,Wednesday

 

ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં

 

લંડન,તા.૨૧
ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન પીટરસનની ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવાની આશા પર પાણી ફરી વળ્યું છે. બોર્ડ સાથેના ટકરાવ બાદ પડતા મુકાયેલા પીટરસનને ઈંગ્લેન્ડના પસંદગીકારોએ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ અને સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણી માટેની ટીમમાં સામેલ કર્યો નથી. ઈંગ્લેન્ડે ૨૦૧૦માં વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌપ્રથમ વખત કોઇ મેજર ચેમ્પિયનશીપ જીતવાની સિધ્ધિ મેળવી હતી, તેમાં પીટરસન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી પીટરસનની ગેરશિસ્તને કારણે ક્રિકેટ બોર્ડ નારાજ હતું અને તેના કારણે તેની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
પીટરસનની હકાલપટ્ટીની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડની ટીમના નેશનલ સિલેક્ટર જ્યોફ મીલરે કહ્યું કે, પીટરસનનું ઈંગ્લેન્ડની ટીમ સાથેના ભાવિ જોડાણ અંગે અમારે નિર્ણય લેવાનો છે અને જેના કારણે હાલની ટીમોમાં તેને સામેલ કરવામાં આવ્યો નથી. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ આવતા મહિનેથી શ્રીલંકામાં શરૃ થઇ રહ્યો છે. ઈંગ્લેન્ડને તેની સૌપ્રથમ મેચ ૨૧મી સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે રમવાની છે.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં બીજી ટેસ્ટ દરમિયાન પીટરસને તેના કેપ્ટન સ્ટ્રાઉસ અને કોચ ફ્લાવરની ટીકા કરતાં કેટલાક મેસેજ તેના સાઉથ આફ્રિકન મિત્રો સ્ટેન અને ડી'વિલિયર્સને મોકલ્યા હતા, જેના કારણે ઊગ્ર વિવાદ સર્જાયો હતો અને આખરે તેને ઈંગ્લેન્ડની ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો.ઈંગ્લેન્ડની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમ ઃ બ્રોડ (કેપ્ટન), બૈર્સ્ટોવ, બોપારા, બ્રેસ્નેન, બ્રિગ્સ, બટલર, ડર્નબચ, ફિન, હાલેસ, કૈસવેટર, લંબ, મોર્ગન, સમિત પટેલ, સ્વોન, રાઇટ.
સાઉથ આફ્રિકા સામેની વન ડે માટેની ટીમ ઃ કૂક (કેૈપ્ટન), એન્ડરસન, બૈર્સ્ટોવ, બેલ, બ્રેસ્નેન, બોપારા, ડર્નબચ, કૈસવેટર, સમિત પટેલ, ટ્રોટ, ફિન, સ્વોન, મોર્ગન, વોકેસ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved