Last Update : 22-August-2012,Wednesday

 

આ વિશાળ વડ પર ટેટાને બદલે નાળિયેર શોભે !

ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઇ

 

પરમ જ્ઞાની અને એટલા જ ગર્વિષ્ટ આચાર્યશ્રી અહંકારકેસરી અતિ મિષ્ટ ભોજન લીધા બાદ વિશાળ ઉદ્યાનમાં ધૂમી રહ્યા હતા. રાજાએ પોતાના રાજ્યના આ પરમ વિદ્વાનને સુંદર ઉદ્યાન ધરાવતો વિશાળ આવાસ નિવાસને માટે ભેટ આપ્યો હતો. આચાર્યશ્રી બગીચામાં ટહેલવા નીકળ્યા અને આસપાસની નયનરમ્ય સૃષ્ટિને જોવા લાગ્યા.
એમણે જોયું તો બાગમાં સુગંધી પુષ્પો હતાં, નાનકડી મજાની વેલો પર મોટા મોટા તરબૂચ હતા. વિશાળ વૃક્ષ પર સફરજન અને કેરીઓ ઝૂમતી હતી અને ઊંચા તાડ પર નાળિયેર લટકતા હતા.
મહાજ્ઞાની આચાર્યશ્રી પ્રકૃતિની લીલા જોઇને પ્રસન્ન થઇ ગયા. ભારે ભોજન કર્યું હતું એથી થોડો વિશ્રામ લેવાની ઇચ્છાથી વડના ઘેધૂર વૃક્ષની નીચે રાખેલા સુખાસન પર બેઠા. ઉદ્યાનમાં મંદ મંદ શીતલ સમીર વહેતો હતો. ભારે ભોજનની ચાડી ખાતા ઘેને આચાર્યની આંખોનો કબજો લીધો અને એવામાં વડ ઉપરના ટેટાને જોઇને આચાર્યશ્રી વિચારવા લાગ્યા.
‘અરે ઈશ્વર ! તું સૃષ્ટિનો રચયિતા અને નિયંતા છે. જગત આખું તારી વ્યવસ્થા પ્રમાણે ચાલે છે, પરંતુ મારે એટલું કહેવું જોઈએ કે ક્યારેક તારામાં સીધીસાદી સમજનો સદંતર અભાવ જોવા મળે છે. તું પણ કમાલ છે ને ! પાતળા ઊંચા ઝાડ પર મોટા નાળિયેર ઉગાડયા, ઘટાદાર વૃક્ષ પર સફરજન, નારંગી અને ચીકુ જેવાં નાનાં નાનાં ફળ ઊગાડ્યાં. અરે ! સાવ પાતળી વેલ પર કેવડું મોટું તરબૂચ ઉગાડ્યું ! પણ અનૌચિત્યની હદ તો ત્યાં થઇ કે આટલા વિશાળ, ચોતરફ ફેલાયેલા, અનેક વડવાઈઓ ધરાવતા વડના વૃક્ષ પર સાવ નાનકડા ટેટા ઉગાડ્યા. કંઈક તો વૃક્ષ પ્રમાણે ફળના આકારનો વિચાર કરવો હતો ને !’
ઈશ્વરની રચના સામે આચાર્યશ્રી આક્રોશ વ્યકત કરતા હતા, ત્યાં જ એમના મસ્તક પર વડ પરથી ટેટો પડ્યો. એ એકાએક સફાળા ઊભા થઈ ગયા. એમને થયું કે માથા પર પડયું શું ? જોયું તો વડ પરથી નાનકડો ટેટો એમના માથા પર વાગ્યો હતો.
આચાર્યશ્રી વળી વિચારમાં પડી ગયા. જો વડ પર ટેટાને બદલે તરબૂચ કે નાળિયેર ભગવાને ઊગાડ્યા હોત તો મારું શું થાત ? એના પડવાથી મારું માથું ફાટી જાત. માટે સારું થયું કે આવા છાંયડો આપતા, વિશ્રામ કરવા યોગ્ય વૃક્ષ પર ભગવાને ટેટા ઉગડ્યા. હવે સમજાઈ ઈશ્વર તારી અનુપમ રચના.
આચાર્યશ્રીએ મનોમન વિચાર્યું કે ઈશ્વરની સૃષ્ટિરચના બાબતમાં ઉતાવળે કોઇ નિર્ણય બાંધવો નહીં. એની રચના પાછળ ચોક્કસ પ્રયોજન હોય છે. એ પ્રયોજનને સમજવાનો પ્રયાસ કરીએ તો જ જગતનિયંતાની લીલાનો પાર પામી શકીએ.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved