Last Update : 22-August-2012,Wednesday

 

ટ્રેન ટુ આસામ
આસામ સમસ્યાના મૂળમાં બેરોકટોક બાંગ્લાદેશી ધૂસણખોરી છે

વિવિધા - ભવેન કચ્છી

- બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ અને ચીન માટે ઉત્તર-પૂર્વના રાજ્યો ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ બનતા જાય છે !
- સ્વામી વિવેકાનંદે નોંઘ્યું છે કે, ‘કાશ્મીર પછી ભારતમાં જો સ્વર્ગીય અનુભૂતિ કરાવતું બીજું સ્થળ હોય તો તે આસામ છે.’

ખુશવંતસંિઘે ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે હિજરત દરમિયાન લોહિયાળ હંિસક દ્રશ્યો અને વેદના- સંવેદનાથી લેપાયેલી અરસપરસની સરહદોમાં પ્રવેશ આપતી રેલ મુસાફરીને કેન્દ્ર સ્થાને રાખીને ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ નામની બહુચર્ચિત નવલકથાનું ૧૯૫૮માં સર્જન કર્યું હતું.
આ વખતે આઝાદીના ૬૫ વર્ષની ઉજવણીના દિવસોમાં જ દેશના બેંગ્લોર, ચેન્નાઈ, મુંબઈ સહિત ગુજરાતમાંથી પણ રેલ્વે સ્ટેશને આસામ અને ઉત્તર-પૂર્વના રાજ્યોના નાગરિકો ભય, ફફડાટ અને અસુરક્ષિત ભાવિ સાથે કંપી રહેલાને જોઈને જૂના માણસોને ટ્રેન ટુ પાકિસ્તાનની આછેરી યાદ આવી ગઈ હતી. અલબત્ત ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ જેવી મારામારી- કાપાકાપી નહોતી સર્જાઈ પણ આઝાદ ભારતના હિતચંિતકોએ ‘ટ્રેન ટુ આસામ’ની બારીમાંથી દેશનું ભયજનક ભાવિ દર્શન તો જરૂર કરી લીઘું. શહેરીકરણ, પ્રાંતવાદ, અન્ય દેશોના નાગરિકોની ધૂસણખોરી, એકબીજાની રોજગારી પર તરાપ, શહેર કે રાજ્ય પરના તેમના મૂળ નાગરિકોનો હક દાવો જેવી સ્થિતિ આસામની જેમ આગળ જતા અન્ય રાજ્યોમાં પણ સર્જાઈ શકે તેમ છે. મુંબઈમાં ઉત્તરપ્રદેશ અને બિહારીઓની સામે સ્થાનિક પ્રજાની આંખોમાં નફરત અને વિકાસ પથ પરના રોડા હોય તેવા બીજ તો રોપાઈ જ ચૂક્યા છે.
આસામનો કેસ જરા જુદો છે ભારે ખતરનાક પણ. આમ રાજ્યનો પોતિકો કહી શકાય પણ તેના દુરોગામી પરિણામો દેશ આખાના આયામો બદલી શકે તેમ છે.
આસામ અને ઉત્તર- પૂર્વના પાંચેક લાખથી વઘુ નાગરિકો ભારતના શહેરોમાં અભ્યાસ, રોજીરોટી માટે સ્થાયી થયેલા છે. આસામનો ઇતિહાસ વિશેષ કરીને છેલ્લા ૪૦ વર્ષથી સ્થાનિક આસામી બોડો પ્રજા અને બાંગ્લાદેશી ધૂસણખોરો કે જેઓ વર્ષોત્તર રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેમ નજર હેઠળ મૂળ પ્રજા કરતા પણ બહુમતી ધારણ કરી ચૂક્યા છે તેઓ વચ્ચેની સામુહિક હંિસા, હત્યા, ગામનાગામ સાફ કરી દેવાની ઘટનાઓથી ખરડાયેલો છે.
આ ધૂસણખોરોને પણ બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન અને નેપાળી સરહદોથી નકલી ચલણી નાણાં, શસ્ત્રોની મદદ મળતી રહે છે. ૧૯૭૧ના ભારત- પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં આપણો ગૌરવભેર વિજય થયો હતો અને પાકિસ્તાનને તોડતા આપણે પૂર્વ પાકિસ્તાનનો બંગ્લાદેશ નામે ઉદય કરાવવામાં સફળ થયાહતા. પણ તે વખતે લાખો બાંગ્લાદેશીઓએ આસામ સહિત ઉત્તર-પૂર્વ રાજ્યોમાં હિજરત કરી હતી. વખત જતા તેઓ ભારતમાં સ્થાયી થઈ ગયા હતા. એટલું જ નહીં તેઓને કેન્દ્ર સરકારે (કોંગ્રેસ) રેશન કાર્ડ અને નાગરિક તરીકેની તમામ નોધણીઓમાં હરખભેર સ્થાન આપી દીઘું હતું. સ્વાભાવિક છે કે આ બધા બાંગ્લાદેશીઓ કોંગ્રેસને જ મત આપે. ૧૯૭૧ પછીના દાયકામાં પણ બાંગ્લાદેશી ધૂસણખોરી વઘુ વેગ પકડતી ગઈ આસામની વિધાનસભા કે અન્ય સ્થાનિક ચૂંટણીઓમાં બાંગ્લાદેશીઓ અને તેમને સ્વાભાવિકપણે ટેકો આપતી ત્યાંની મુસ્લિમ પ્રજા કોણ સત્તામાં આવે તે નક્કી કરી શકે તે હદે મોટા ભાગના જિલ્લાઓમાં સ્થિતિ પામતા આસામની મૂળ પ્રજા સફાળી જાગી ગઈ. જે ચૂંટણીમાં ધૂસણખોરો જ ધાર્યું પરિણામ લાવી શકે તે ચૂંટણી યોજી જ કેમ શકાય ? તેવા રોષ વચ્ચે આસામ ગણ પરિષદની સ્થાપના થઈ.
૧૯૮૧ની ચૂંટણીમાં આસામની આવા સંગઠનો અને બાંગ્લાદેશી ધૂસણખોરોના મતદાતાઓ સામસામે આવી જતાં પાંચેક કલાકના ગાળામાં જ ૫૦૦૦થી વઘુના મૃત્યુ થયા હતા આઝાદ ભારતની આ સૌથી નરાધમ હંિસા હોળી બનીરહી.
આ બાજુ બાંગ્લાદેશી ધુસણખોરોએ આતંકવાદી જૂથ હોય તેમ જ સશસ્ત્ર સંગઠનો બનાવી આસામ પર તેમનો પગદંડો જમાવવા માંડ્યો. તક મળતા આદિવાસીઓ, અંતરિયાળ ગામોને સાફ કરતા તેમની જમીનો પડાવી લે. કાશ્મીરમાં જેમ નિરાશ્રિતો થયા તેમ આસામની પ્રજાના પણ હાલ થવા માંડ્યા. ચૂંટણી યોજાય તો સ્થાનિક બોડો પ્રજાને મતદાન પણ ન કરવા દેવાય. સત્તાના કેન્દ્રમાં કે નિર્ણયોમાં બાંગ્લાદેશી ધૂસણખોરો કે જે નાગરિક બની ચૂક્યા છે તેમનું વર્ચસ્વ વધતું ગયું.
આવા તત્ત્વો સામે હંિસક રીતે લડવા યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા)નો જન્મ થયો. બીજા નાના મોટા જૂથો પણ ખરા તો બીજી તરફ આસામ ગણ પરિષદ, બોડો સંગઠન પણ પ્રબળ બન્યા.
જો કે છેલ્લા દસ વર્ષમાં તો ધૂસણખોરો અને કેન્દ્ર સરકારની નીતિએ માઝા મૂકી છે. માત્ર વોટ બેંકને મજબૂત બનાવવા આ હદે સરકાર દેશની સલામતીને છૂટો દોર આપતા સરહદના ખુલ્લા દ્વાર સામે આંખ આડા કાન કરી દે તે જોઇને કમકમાટી અનુભવાય. જો કે એન.ડી.એ. સરકાર વખતે અડવાણી ગૃહમંત્રી હતા ત્યારે તેઓએ પણ આ સમસ્યાની સદંતર ઉપેક્ષા કરી હતી.
આસામ જ નહિ સમગ્ર ઉત્તર-પૂર્વના રાજ્યો આમ પણ રોજીંદી ઘટમાળમાં આપણા મુખ્ય પ્રવાહથી અળગા રખાયા છે. ફરતે હિમાલય આવેલો છે. ચીન, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશો ઉત્તર પૂર્વના રાજ્યોને તેમની બાપિકી માલિકી હોય તેવા કેફમાં રાચી શકે તેમ હેરાફેરી થતી રહે છે. ભારતમાં જે જૂજ તેલ ક્ષેત્રો છે તે આસામમાં છે. ખનિજની પણ વિપુલ સંપત્તિ પ્રદેશ ધરાવે છે ચાના બગીચાઓ અડધા વિશ્વની જરૂરિયાત પૂરી કરી શકવા માટે સક્ષમ છે. અન્ય પ્રાણી સંપત્તિ અને કુદરતી નજારો તો એ હદે અદ્‌ભુત અને નયનરમ્ય છે કે સ્વામી વિવેકાનંદે લખ્યુ છે કે, ‘ભારતમાં કાશ્મીર પછી જો કોઈ આહ્‌લાદક સ્વર્ગીય અનુભૂતિ કરાવતું સ્થળ હોય તો તે આસામ છે.’
ઉત્તર-પૂર્વના રાજ્યોના પત્રકારો કોઈ રાજકીય આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં સાથે હોય ત્યારે તેઓ એક વેદના જરૂર વ્યક્ત કરે છે કે, ‘અમે ભારતના નાગરિક તરીકેનું ગૌરવ કે તેવો અહેસાસ અનુભવી જ ન શકીએ તે હદે ભારતના મુખ્ય પ્રવાહથી દૂર રખાયા છીએ. દરેક ઉત્તર કે દક્ષિણ ભારતીય યુવાન ભારતનો હિસ્સો બની શકે છે. દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ મુંબઈ કે અમદાવાદ, પૂનાને ભારત તરીકે યાદ કરાય છે. પણ જો કોલકાતા માનસપટ પરથી દૂર ધકેલાતું જતું હોય ત્યાં ગુવાહાટી, દિસપુર, ઇમ્ફાલ, ગંગટોક, અગરતલા જેવા ઉત્તર-પૂર્વની નોંધ શું કામ લેવાય ?’
અન્ય એક આવા સહપ્રવાસીએ વ્યથા સાથે જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય સમાચારો અને ન્યુઝ ચેનલોમાં ઉત્તર-પૂર્વના કે આસામના સમાચારોને કેમ સ્થાન નથી મળતું. કાં તો બ્રહ્મપુત્રમાં પૂરથી તબાહી થાય કે પછી ઉલ્ફા કોઈ હંિસાત્મક ઘટનાને જન્મ આપે તો આસામ ચમકે. ઉત્તર-પૂર્વમાં પણ તેની સંસ્કૃતિ, યુવા જંિદગી, મનોરંજન, રમતો, પ્રવાસન, મેટ્રો લાઇફ કે સમસ્યાઓ છે. આસામ ત્રણ કરોડની વસ્તી ધરાવતું રાજ્ય છે. પણ તેની ભારોભાર ઉપેક્ષા થઈ રહી છે. આસામની સમસ્યા માત્ર રાજ્યની જ છે તેમ માનવાની ભૂલનો ભોગ સમગ્ર ભારતે બનવું પડશે તેમ પણ મિત્રએ અમને ચેતવ્યા હતા.’’
ઉત્તર પૂર્વની સરહદે ચીન, સ્થાનિક નેતાઓ, પોલીસ, લશ્કરમાંથી ફોડી શકાય હોય તેમને વશ કરીને પગપેસારો જમાવતું જાય છે. નેપાળ, બાંગ્લાદેશની સરહદે ત્યાંનો પ્રજાના ધાડાઓ ધૂસણખોરી કરતા જ રહે છે. જાલી નોટ, ડ્રગ્સ, શસ્ત્રો પણ ધુસાડાય છે. આઘાતજનક બાબત એ છે કે ધૂસણખોરોને અમુક ધર્મી પ્રજા શરણું આપે છે તેમને મતાધિકાર મળે ત્યાં સુધીની પ્રક્રિયા પૂરી કરાવડાવે છે. આસામ અને તેની સંપત્તિ પર કબજો જમાવવો તે જ તેમનું લક્ષ્ય છે. હવે તો નોબત એવી આવીને ઉભી છે કે ૨૭ જિલ્લાઓમાંથી ૧૪માં તો તેઓને કોને ચૂંટવા તે નક્કી કરતી બહુમતી છે.
આસામમાં કોંગ્રેસની સરકારે જ મહત્તમ શાસન કર્યું હોઈ તેઓને જ આ સ્થિતિ માટે દોષિત ઠેરવી શકાય. બઘું જ તેઓની જાણમાં અને ઇરાદાપૂર્વક થઈ રહ્યું છે તેમ બોડો પ્રજા માને છે. હવે ચૂંટણી થકી જે પરિણામ આવે તે મૂળ આસામી પ્રજાની ઇચ્છાથી વિપરીત મનાતુ હોઈ આસામમાં ચૂંટણી બહિષ્કાર, હંિસા સહજ બાબત છે. બંડ અને વિગ્રહનો ચરૂ વર્ષોત્તર ઉકળતો જ રહ્યો છે બિનસાંપ્રદાયિકતાનો નકાબ પહેરેલ પ્રસારણ માઘ્યમો અને એનજીઓ, બૌદ્ધિકો આસામની હંિસા, સમસ્યાને ‘એથનિક’ એટલે કે જાતિ- વંશીય ઘર્ષણ તરીકે ઓળખાવે છે તો બીજી તરફ ભલે અમે સાંપ્રદાયિક કહેવાઈએ પણ દેશ કે ધર્મના હિતથી વિશેષ અમારે મન કોઈ નથી તેવી વિચારરસણી ધરાવનારાઓ સ્પષ્ટ નિડર કોમેન્ટ કરે છે કે, ‘આસામ અને કાશ્મીર સમસ્યા એક જેવી છે તે મુસ્લિમ- બિનમુસ્લિમ વચ્ચેની છે બાંગ્લાદેશ અને પાકિસ્તાન તેને વકરાવે છે. કેટલાક ભારત વિરોધી એવા ભારતના નાગરિકોનો તેઓને સાથ મળે તો જ આ સંભવી શકે. વાસ્તવમાં પણ તેવું જ છે.’
આસામમાં આમ તો છેલ્લા ૪૦ વર્ષથી હંિસા- અથડામણોની ઘટનાનો દોર જામેલો જ હોય છે. પણ છેલ્લા મહિનામાં જે બન્યું તે પછી આસામને રાષ્ટ્રીય સમસ્યા તરીકે સરકારને ફરજ પડશે. દેશની પ્રજાને પણ પ્રસારણ માઘ્યમો, સોશ્યલ નેટવર્કંિગ સાઇટ્‌સના આ જમાનામાં આસામ સમસ્યાના મૂળમાં જતા વાર નહી લાગે એક રીતે આ સારું પણ છે. નેતાઓ પર દબાણ વધશે, પ્રજામત કેળવાશે. તો બીજી તરફ ભારતમાં પ્રાંતવાદ ભડકી શકે છે કેમ કે બેરોજગારી, મંદીના માહોલમાં અમેરિકામાં ગોરી પ્રજાને અન્ય દેશો કે રંગના જનસમુદાય આંખના કણાની જેમ ખટકવા માંડ્યા છે તેમ ભારતના જે તે રાજ્યોને અન્ય રાજ્યોની પ્રજા સ્થાયી થાય તો તેમાં ભાગબટાઈ જેવું લાગવા માંડ્યું છે. આમાં આસામ તો સાવ જુદા જ પ્રકારનો કોયડો છે.
બેંગ્લોર, ચેન્નાઈ અને મુંબઈમાં એસએમએસ અને આસામની હંિસાના ક્લિપંિગ્સ ફરતા થયા હતા જેમાં એવી ધમકીના કે સાબદા રહેવાનો સૂર હતો કે ભારતમાં અન્ય શહેરોમાં વસતા આસામીઓને જાનથી મારી નાખવામાં આવશે. આસામમાં કાર્યરત વિરોધી જૂથો આ હુમલા કરાવશે.
બસ, તે પછી તો ભારે ભય અને આક્રંદ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન આસામ અને ઉત્તર-પૂર્વના રાજ્યો તરફ દોડતી કરવી પડી. જે ઘેર આસામી વિદ્યાર્થીઓ કે નોકરિયાતો ભાડે રહેતા હતા તેમના માલિકોએ સલાતીને ખાતર આ લોકોને શહેર છોડી જવા જણાવ્યું જે ના માન્યા તેઓને કાઢી મૂકાયા. માલિકોએ તેમના આવા નોકર કે કર્મચારીઓને શહેર છોડી દેવા તાકીદ કરી. કોઈ તેમના શહેરનો સ્થળે હંિસા જોવા નહતું ઇચ્છતું.
આસામના નાગિરકો પોતે પણ ડરી ગયા છે. ખાસ ફરજ પાડવાની જરૂર નહોતી પડી સત્તાવાળાઓએ ખાતરી આપી કે આ માત્ર બદઇરાદાપૂર્વકની અફવા જ છે છતાં કોઈને વિશ્વાસ નહોતો. આઝાદ ભારતનું તે રેલ્વે સ્ટેશને અને ટ્રેનના કોચ જોઈને આપણને એમ વિચાર આવે કે ક્યાંક આપણે કાળચક્રમાં જરા જુદા પ્રકારની રીટર્ન કે બેક જર્ની નથી કરી રહ્યા ને ?
આસામ, બિહાર કે યુ.પી.થી ફરી નાગરિકો સમય જતા તેઓને જ્યાં રોજી રોટી અને સલામતી જણાય છે ત્યાં લાચારીને વશ પરત તો આવશે જ. ભારતના ગૌરવભર્યા નાગરિક તરીકે નહી પણ પરદેશી તરીકે !
*
બૉક્સ....
આસામ વિશે આટલું જાણો
* આસામની વસ્તી ૩ કરોડ ૧૧ લાખ છે ૧ કરોડથી વઘુ મુસ્લિમો છે અને તેમાંથી ૫૦ ટકા બાંગ્લાદેસશી ધુસણખોરો છે.
* આસામ, અરુણાચલ, ભૂતાન, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરામ એટલે નોર્થ-ઇસ્ટ રાજ્યો કહેવાય
* આસામની વર્તમાન હંિસામાં ૭૦થી વઘુના મૃત્યુ થયા છે અને સાડા ચાર લાખ લોકો વિસ્થાપિતો થયા છે.
* ‘બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર્સ’ના ભૂતપૂર્વ સભ્ય પ્રદીપ બોડો અને તેના મિત્રો કોકરાઝાર જિલ્લામાં સમાધાનકારી મંત્રણા કરવા ગયા ત્યારે બાંગ્લાદેશી ધૂસણખોરોએ જે હવે ભારતીય નાગરિક બની ચૂક્યા છે તેમના સંગઠને દગો કરીને આ બધાની હત્યા કરી નાખતા આસામમાં હંિસા ફાટી નીકળી હતી. પ્રદીપ બોડો પ્રભાવશાળી નેતા હતા. બોડો પ્રજાએ આજુબાજુના ગામોને સળગાવી દીધા જેમાં બાંગ્લાદેશી ધુસણખોરો હોય. બાંગ્લાદેશીઓએ વળતો હુમલો કરતા આવી જ જાનહાનિ અને તોફાનો કર્યા.
* બાંગ્લાદેશીઓએ આસામના ૪૦ ટકા જંગલો પર કબ્જો જમાવી દીધો છે અહીંની બોડો પ્રજાના ગામો સળગાવીને સ્થળાંતર કરવા ફરજ પાડી છે.
* ઓલ ઇન્ડિયા આસામ સ્ટુડન્ટસ યુનિયન, બોડોલેન્ડ લિબરેશન ટાઇગર્સ, ઉલ્ફા જેવા જૂથો સંરક્ષણ અને હક્ક જાળવણી માટે સર્જાયા.
* બાંગ્લાદેશી અને સ્થાનિક મુસ્લિમો આસામ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ નામના પક્ષ થકી મજબૂત થતા જાય છે. બદરૂદ્દીન અજમલ ઘૂલટી તેઓના સાંસદ છે. બોડોલેન્ડ ઓટોનોમસ કાઉન્સિલમાં બોડોનું નહીં અમારું વર્ચસ્વ હોવું જોઈએ તેવી તેઓના માંગ છે. બાંગ્લાદેશના ધૂસણખોરોને ત્વરિત રેશનકાર્ડ આપીને મતદાર યાદીમાં સ્થાન આપી દેતી ચેનલો આસામમાં કાર્યરત છે. આજે ૨૭માંથી ૧૪ જિલ્લાઓમાં આ કારણે બાંગ્લાદેશી અને સ્થાનિક મુસ્લિમોની બહુમતી કે નિર્ણયાત્મક વજનની સ્થિતિ છે. વિધાન સભાની ૧૪૦માંથી ૪૨ સીટમાં બિન આસામી કે બિન બોડોનું વર્ચસ્વ છે.
* ૧૯૭૧માં બાંગ્લાદેશ આઝાદ બન્યું ત્યારે તેઓના તત્કાલીન રાષ્ટ્રપતિ મુઝીબુર રહેમાન પણ આસામને બાંગ્લાદેશમાં ભેળવી દેવા માગતા હતા.
* બાંગ્લાદેશને અડીને આવેલા આસામના જિલ્લાઓમાં છેલ્લા ૧૦ વર્ષમાં બોડો પ્રજાની વસ્તી સાત ટકા અને બીન બોડોની (ધુસણખોરોને આભારી) વસ્તી ૨૦ ટકા વધી છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved