Last Update : 22-August-2012,Wednesday

 

‘પ્રેમમાં પડવું’અને ‘ઉભરવું’

વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ

- ‘રોમેન્ટીક લવ’ અને ‘લસ્ટી લવ’ બન્નેમાં પાયાનો તફાવત હોવા છતાં બન્નેયના છોડ એક સાથે ઉછરી શકે છે. કારણ કે પ્રેમ એક રમત છે. જેમાં કોઈને જીતવાની આદત પડી જાય છે તો કોઈને હારવાનું વ્યસન થઈ જાય છે

 

(ગતાંકથી આગળ)
મમ્મી-પપ્પાને સતત ઝઘડતાં જોઈ ભય અસલામતી અને અચોક્કસતાનો અનુભવ કરતી નિર્ઝરી મનોમન નક્કી કરે છે કે અક્ષયસરને મનની વાત કહી મનનો બધો ભાર હળવો કરી નાંખવો. ત્યાં એને મમ્મીના શબ્દો યાદ આવે છે. ‘બેટા કાચી ઉંમરમાં કોઈ સાથે પ્રેમમાં ન પડીશ... જીવનભર પસ્તાઈશ...’ પોતાને એટલે જ કોઈ બોયફ્રેન્ડ ન હતો. મનની વાત તે ક્યારેય કોઈને કહેતી નહીં.
તેને થયું અક્ષયસર તો મારાથી દસ વર્ષ મોટા છે. એમની હેપી મેરેજ લાઈફ છે એમને કહેવામાં કંઈ વાંધો નહીં, એ મારા વિશે કંઈ ખોટું નહીં વિચારે, એ તો મારા શુભેચ્છક અને માર્ગદર્શક છે.
બીજે દિવસે સવારે નિર્ઝરી અક્ષયસરને ફોન કરી મળવાનું નક્કી કરે છે. તેમના સ્ટુડિયો પર જાય છે. અને પોતાના મનની વાત કહે છે. અક્ષય બધી વાત શાંતિથી સાંભળે છે. અને એટલું જ કહે છે.
‘નિરુબેટા... હવેથી તું માત્ર એક મોડેલ અને હું માત્ર ફોટોગ્રાફર નથી, એથી વિશેષ સારા મિત્રો છીએ. તે મને વાત કરી એ સારું થયું. તારા મનનો ભાર હળવો થયો અને મને મારી પુત્રીના ભવિષ્યનો વિચાર આવ્યો. હું એની દશા તારા જેવી ક્યારેય નહીં થવા દઉં.’
‘શું વાત કરો છો સર? તમે અને મેડમ પણ મારા મમ્મી-પપ્પાની જેમજ જંિદગી જીવો છો?’
‘નિરુ... એ તારો વિષય નથી. તારી એ બઘું જાણવાની ઉંમર પણ નથી. સંબંધોનું મેનેજમેન્ટ હું સારી રીતે જાણું છું.’
‘કેમ?... તમે મને તમારી મિત્ર નથી માનતા? તમારે મન હું સાવ નાદાન બચ્ચી છું?’
‘ના નિરુ, પણ આજે સરસ મઝાનો દિવસ છે. આપણી નવી મિત્રતાની શરૂઆત છે. આવા શુભ દિવસે દુઃખના રોદણાં રડી આપણી આજ બગાડવાની જરૂર નથી. લેટ અસ એન્જોય,... લેટ અસ સેલીબ્રેટ... હાં... એક સારા સમાચાર કહેવાના તને રહી ગયા અવન્તી ટેક્ષટાઈલ્સ અને હરગોવંિદ કાનજી ઝવેરી, એચ. કે. ઝેડના મોડેલ તરીકે તું સિલેક્ટ થઈ ગઈ છે. કાલથી આપણે ડીઝાઈનર ડ્રેસ મટીરીયલ્સ અને ડીઝાઈનર ડાયમંડ સેટ્‌સના સિલેક્શનમાં જવાનું છે. હમણાં તો આઉટડોર શોટ્‌સ લેવાના છે. પણ મેં એક શરત કરી છે કે નિર્ઝરીનો તમારે ડીઝાઈનર ડ્રેસીસ અને ડીઝાઈનર ઓરનામેન્ટ સાથે સ્ટેઈજ શો કરવો પડશે તો જ એ તમારી ઓફર સ્વીકારશે.’
‘ઓહ માય ડીયર અક્ષયસર... આ બઘું તમારા કારણે જ છે. હું તમારી જીવનભર ૠણી રહીશ.’
‘આટલી બધી ફોર્મલ ન થા. હું તારા કોઈ ઉપકાર કરતો નથી. યુડીઝર્વ ઈટ... યુ આર વેરી સ્વીટ એન્ડ ક્યુટ બેબ...’
‘યુ આર... ફેન્ટાસ્ટીક અક્ષય...સ...ર’
અને નિર્ઝરી સ્વપનાઓમાં સરી પડી. એ રાત્રે એણે ઠગલો ડીઝાઈનર ડ્રેસીસ અને ડાયમંડ સેટસ પહેરી મોહક પોઝ આપ્યા... અલબત્ત સ્વપનામાંજ તેને લાગ્યું નસીબ જ્યારે દરવાજો ખટખટાવે છે ત્યારે બઘું જ બદલાઈ જાય છે. ‘ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ...’
બસ બીજે દિવસે એ ખુશખુશાલ થઈ સ્ટુડીયો પર ગઈ. અક્ષયે કહ્યું, ‘ધેટસ લાઈફ એ નાઈસ બેબી... બસ હવે તારા પોઝ લઈએ. મારે તારા સેંકડો શોટ્‌સ લઈ અવન્તી ટેક્ષટાઈલ્સ અને એચ. કે. ઝેડમાં આપવાના છે. તેમના ડીઝાઈનસ તારા ફોટા પરથી ડીઝાઈનર ડ્રેસીસ અને ઓરનામેન્ટસ બનાવશે...’
એ દિવસથી નિર્ઝરીના વિવિધ પોઝ લેવાનું અક્ષયે શરૂ કર્યું. ઈનડોર અને આઉટડોર લોકેશન્સ પર લો-નેક, લો વેઈસ્ટ, હોટ શોટસ... સ્લીવ લેસ ડ્રેસીસ અને ઈમીટેશન જ્વેલરીમાં નિર્ઝરી પોઝ લેવાના અક્ષયે શરૂ કર્યા, સ્માઈલ બેબ... નો લાઈક એ સ્વીટ બેબ... નો લાઈક એ હોટ બેબ... અરે એમ નહીં નિરુ લુક ઈન ટુ માય આઈઝ...ધેટસ લાઈક એ ક્યુટ બેબી... વગેરે કોમેન્ટસ અક્ષય આપતો રહ્યો નિર્ઝરીના ચહેરા... પર નિખાર આવતો ગયો. અક્ષયની આંખોમાં જોતાં જોતાં નિર્ઝરી સુધ-બુધ ગુમાવવા લાગી. બે-ત્રણ અઠવાડિયાં પછી નિર્ઝરીને એક ઊંડો નિસાસો નાખતાં અક્ષયે કહ્યું, ‘કાશ, તું દસ વર્ષ વહેલી જન્મી હોત...!!’
‘એટલે... ડુ યુ લાઈક મી...?’
‘અરે માત્ર લાઈકીંગની વાત જવા દે... હું તો રોજ રાત્રે તારી સાથે જ બેડ શેર કરું છું... સ્વપ્નામાં જ...’
‘તમે સાવ જુઠ્ઠા છો... તમારા બેડરૂમમાં તો મેડમની હાજરીમાં તમને મારી યાદ પણ નહીં આવતી હોય...’
‘આઈ ડોન્ટ શેર બેડ વીથ હર... જેસીના જન્મ પછી અમે અલગ અલગ રૂમમાં સૂઈએ છીએ.’
‘ડોન્ટ... ટેલ...મી સર... પણ આજે તો તમારી બધી જ વાત મને કહેવી જ પડશે.’
‘ના નીરુ... ના... મારા ભેદ, મારી પીડા... મારી અભિપ્સાઓની લાશ મારા દિલમાં જ રહેવા દે. વેદના સાથે જીવવાની મને આદત પડી ગઈ છે... આઈ ડોન્ટ શેર... મારા સ્વપ્નાંઓનો એ ભંગાર, અરમાનોની એ રાખ... મારી અમાનત છે...’
‘અંચુડીયા સર... મારી બધી જ વાત જાણી લીધી અને તમારી કોઈ જ વાત નહીં કહેવાની?’
‘હું દિલની વાત કહીશ તો તું સાંભળી નહીં શકે... તું મને ધિક્કરીશ... મારા વિચારો મારા અરમાનો મારી પાસે જ રહેવા દે...’
‘તો અક્ષય મને એટલું જ કહી દો કે હું તમારી કંઈજ નથી...’
‘હું ક્યારેય જૂઠું બોલતો નથી...’
‘તો સાચે સાચું કહો હું તમારી શું છું?...’
‘કહું... સાચે સાચ્ચું કહી દઉં?... તો સાંભળ હું ઈચ્છું કે મારી જેસીની હાલત તારા જેવી ન થાય...’
‘એટલે?’
‘મોમ-ડેડના ઝઘડા જોઈ એનું બાળમાનસ રોજ તુટતું જાય એના કરતાં એકવાર એને એની મોમથી અલગ કરી તારા હાથમાં સોંપી દઉં... તું એનો સાયકોલોજીકલી પરફેક્ટ ઉછેર કરી શકે એવો બીજો કોઈ ન કરી શકે...’
‘એટલે તમે કહેવા શું માંગો છો?’
‘સાચ્ચે... સાચ્ચું કહું છું... મારા અને કીકીના ડાયવોર્સ થવાના છે... બે મહિના પછી... બોલ છે કબુલ?... તું મારી સાથે રહીશ?’
‘તમારી સાથે કે જેસી સાથે?’
‘ના મારી સાથે... કીકી સાથે મેરેજ કરી મેં જે ભૂલ કરી છે એ મારે સુધારવી છે. જંિદગીની નવેસરથી શરૂઆત કરવી છે... ડ્રીમગર્લ સાથે...’
નિર્ઝરી ધબકારા ચુકી ગઈ... એને આ બઘું એક સ્વપનું લાગ્યું... તેને એટલું જ કહ્યું સર... તમે આ સમજી વિચારીને બોલો છો?... ડુ યુ મીન ઈટ?
‘હા... નિરુ... હા... આઈ મીન ઈટ... વીલ.. યુ મેરી.. મી?’
નિર્ઝરીની આંખો પહોળી થઈ ગઈ... હર્ષોલ્લાસમાં તે ભાન ગુમાવી બેઠી... અક્ષયની બાહોમાં તે સમાઈ ગઈ અને અક્ષયે ડીઝાઈનર ડ્રેસીસ માટે નિર્ઝરીના બધાં જ મેઝરમેન્ટ લઈ લીધાં.
બીજે દિવસે આઉટ ડોર લોકેશન્સ પર સૂટ કરવા માટે નિર્ઝરી અને અક્ષય હીલ-સ્ટેશન પર પહોંચી ગયા.
અક્ષયનો ‘લસ્ટી-લવ’ નિર્ઝરીના ‘રોમેન્ટિક લવ’ને બરાબર માણી લે એ પહેલાં અક્ષય પર કીકીનો મેસેજ આવે છે. ‘જેસી ડુપ્લેક્ષ ફલેટના બેડરૂમની સીડી પરથી પડી ગઈ છે... શી અન કોન્સીયસ... એને પીડીયાટ્રીક આઈ.સી.યુ.માં દાખલ કરી દીધી છે... જલ્દી આવી જા...’
અક્ષય અને નિર્ઝરી પાછા ફરે છે. નિર્ઝરી વિચારે છે... ‘જીવનમાં જ્યારે પણ એનો પ્યાલો પૂરો ભરાય છે ત્યારે એ હાથમાંથી છૂટીને ફૂટી જાય છે. બઘું જ સુખ જમીન પર ઢોળાઈ જાય છે... પણ હવે જેસીને કાંઈજ ન થવું જોઈએ...’
પાછા ફરી નિર્ઝરી જેસીને જોવા આઈ.સી.યુ.માં જવાની જીદ પકડે છે. અક્ષય તેને ખૂબ સમજાવે છે. પણ નિર્ઝરી એકની બે નથી થતી. આખરે અક્ષય કહે છે, ‘તારી હાજરી... કોર્ટમાં મારી વિરુદ્ધ જશે... મારા ચરિત્ર પર કાદવ ઉછળશે અને મને ડાયવોર્સ નહીં મળે...’ નિર્ઝરી પોતાના ઘેર પાછી ફરે છે. મમ્મી સામાન પેક કરતી હોય છે... નિર્ઝરીને કહે છે, ‘મેં એક ફલેટ ભાડે લઈ લીધો છે. કાલથી આપણે બન્ને એમાં રહેવા જઈશું...’
અક્ષયની કીલેબંધી છતાં નિર્ઝરી જેસીને દાખલ કરી હતી એ પીડીયાટ્રીક આઈ.સી.યુ.ની ભાળ મેળવી લે છે. આઈ.સી.યુ.ની વેઈટીંગ લાઉન્જમાં અક્ષય કીકીને નિર્ઝરીની ઈન્ટ્રોડક્શન આપતાં કહે છે... ‘કીકી મીટ નિર્ઝરી... એ એક રાઈઝીંગ મોડેલ છે.’
બન્નેય એકબીજા સામે વિચિત્ર નજરે જુએ છે. કીકી અક્ષયને મીઠો ઠપકો આપતાં કહે છે. ‘અક્ષુ... ટ્રીટ હર લાઈક જેસી નોટ એ બેબ’
કીકીની બોડી લેન્ગ્વેજ નિર્ઝરીને ઘણું બઘું કહી જાય છે. પી.આઈ.સી.યુ.માં જેસી પર એક નજર કરી તે મનોમન પ્રભુને પ્રાર્થના કરે છે... ‘મારો પ્રેમ સાચો હોય તો જેસી ને બચાવી લે જે...’
કીકી નિર્ઝરીને કહે છે... ‘બેટા... રોજ આવજે... મને તારી સાથે વાતો કરવી બહુ ગમશે.’
બે-ચાર મુલાકાતમાં નિર્ઝરી અને કીકી એકબીજાની ફ્રેન્ડસ બની જાય છે. ખૂબ વાતો થાય છે. કીકી નિર્ઝરીને વિશ્વાસમાં લઈ કહે છે... ‘હું અને અક્ષુ બાળપણથી એક-બીજાને ઓળખીએ છીએ... અમારા બન્નેયના પપ્પા ફેમિલી ફ્રેન્ડસ હતા. પપ્પાનો બહુ મોટો બિઝનેસ છે. પણ અક્ષુને ફોટોગ્રાફીમાં રસ છે... શા માટે એ હું જાણું છું... તું એની અગિયારમી મોડેલ છે... પણ હું શું કરું... આઈ કાન્ટ હેઈટ હીમ... કારણ હું એને પ્રેમ કરું છું... મારે એના માલિક નથી બનવું... એક દિવસ એને મારો પ્રેમ મારી વફાદારીમાં બાંધી લેશે... અક્ષુ... મારી આગળ જૂઠું બોલે એ મને પસંદ નથી... એટલે હું એને કંઈજ પૂછતી નથી... હી ઈઝ સ્ટીલ ઈન લસ્ટ વીથ મી... પણ મને કેમ સાચવવી એ એને બરાબર આવડે છે... એ બેડરૂમમાં આવે છે અને હું બઘું ભૂલી જાઉં છું... હું વર્તમાનમાં જીવવા માગું છું...’
નિર્ઝરી... હતાશ થઈ જાય છે... આત્મહત્યાના વિચારો કરે છે... પણ એ મનોસંઘર્ષ કરે છે... પ્રેમમાં પડી ભલે ગઈ પણ હવે ઉભરવું છે... ‘ૈં લ્લછફઈ ખછન્ન્ઈઘ ૈંશ ર્ન્ંફઈ ર્‌ં ઇૈંજીઈ...’ મમ્મીને કહે છે ચાલ મમ્મી, પપ્પા સાથે રહેવા જતા રહીએ... હું તમને બન્નેયને સુમેળ કરાવી આપીશ... મને વિશ્વાસ છે.
ન્યુરોગ્રાફ
તું કેવો છે એ હું જાણવા માંગતી નથી પણ હું તારી સાથે હોઉં ત્યારે જે થઈ જાઉં છું... એ હું જ જાણું છું... એટલે જ હું તને પ્રેમ કરું છું.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved