Last Update : 22-August-2012,Wednesday

 

જગત સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા

 

સ્રોત્ર ઃ વર્લ્ડ ડેવલપમેન્ટ રીપોર્ટ ૨૦૧૨ ઃ જેન્ડર ઇકવોલીટી એન્ડ ડેવલપમેન્ટ (ધ વર્લ્ડ બેંક, વોશિંગ્ટન)
વર્લ્ડ બેંક દર વર્ષે એક વિષય (થીમ) લઇને જગતના દેશોને (અત્યારે યુનાઇટેડ નેશન્સના ૧૯૩ સભ્ય રાષ્ટ્રો છે) આવરી લઈને એક રીપોર્ટ બહાર પાડે છે ઃ તે આંકડાઓથી ભરપૂર હોય છે. ઇ.સ. ૨૦૧૨ નો રીપોર્ટ સ્ત્રી પુરુષ સમાનતા (જેન્ડર ઈકવિલીટી) અને વિકાસ પર છે. અહીં વિકાસનો અર્થ આર્થિક વિકાસ પૂરતો મર્યાદિત નથી.
આ રીપોર્ટે વિકાસની અર્મત્ય સેનની વ્યાખ્યાનો સ્વીકાર કર્યો છે. અર્મત્ય સેનને મતે વિકાસ એટલે વ્યકિતના તમામ સ્વાતંત્ર્યો (આર્થિક, રાજકીય, સામાજીક અને સાંસ્કૃતિક)નું વિસ્તરણ. તે અનુસાર સ્ત્રીના વિકાસ માટે તેને પુરુષો જેટલા જ વિકલ્પો મળવા જોઈએ ઃ રીપોર્ટ નોંધે છે કે હજી જગતમાં સ્ત્રીઓ સાથે જે ભેદભાવો ચાલુ છે છતાં સ્ત્રીઓ ની સ્થિતિમાં ઠીક ઠીક સુધારા જોવા મળે છે. જગતના વધુ ને વધુ દેશો મીલકતની માલીકીની તેમજ વારસા અને લગ્નની બાબતમાં સ્ત્રી અને પુરુષોને સરખા અધિકાર આપી રહ્યા છે. જગતના ૧૩૬ દેશોના બંધારણોમાં તમામ નાગરિકોના સરખા હક્કોની અને સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ વિનાના વ્યવહારની ગેરંટી આપવામાં આવી છે. પરંતુ વ્યવહારમાં તેનું અમલીકરણ કરવાની મુશ્કેલીઓ છે. એમાં દેશ દેશ વચ્ચે કરનાર સમાજ પરંપરાપ્રેમી છે જે ભેદભાવ ભરેલા દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં અને સહરાની નીચેના આફ્રિકન દેશોમાં બાળકને જન્મ આપતી વખતે માતાના મૃત્યુનું પ્રમાણ ઘણું ઉંચુ છે. હજી ઘણા દેશોમાં સ્ત્રીઓ વિધવા થાય કે તેમને છૂટાછેડા આપવામાં આવે તો મીલકત (ખેતર, ઘર વગેરે) ગુમાવી દે છે. કરોડો સ્ત્રીઓ કામ કરે છે પરંતુ તેઓ ઓછુ વેતન આપતા વ્યવસાયોના કામ કરે છે. સ્ત્રીઓને ઘરમાં હિંસાનો સામનો કરવો પડે છે. પ્રથમ તો એ નોંધીએ કે ઘણા ઘરડા લોકો એમ માને છે કે જગત ખાડે ગયું છે. તે વાત સાચી નથી. આખા જગતની કુલ આવક વધતી જાય છે. ૨૦૦૦-૨૦૦૧ના દાયકામાં જગતની કુલ આવકમાં ૧.૮ ટકના દરે વધી હતી. ત્રણ મહત્વની બાબતોમાં જગતની સ્ત્રીઓ એ આગેકૂચ કરી છે. (૧) પુરૃષો કરતાં સ્ત્રીઓનો આવરદા જગતના મોટા ભાગના પણ વધારે છે. સ્ત્રીઓ પુરૃષો કરતાં લાંબુ જીવે છે. (૨) સ્ત્રીઓના શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. જગતમાં પુષ્કળ સ્ત્રીઓ યુનિવર્સિટીનું અથવા ઉચ્ચ શિક્ષણ લે છે. (૩) સ્ત્રીઓનું, ઘરની બહાર કામ કરવાનું પ્રમાણ વધ્યું છે. હવેની સ્ત્રીઓ પહેલા જેવી મર્યાદાશીલ અને પતિશીલ રહી નથી અને બહાર ભણવા કે નોકરી કરવા જાય છે તેમ માનનારા ૧૯મી સદીમાં જીવે છે. ભારતનો હિન્દીબેલ્ટ આ માટે (કુ) ખ્યાતનામ છે.
(૧) સ્ત્રીઓ પુરૃષો કરતાં લાંબુ જીવે છે ઃ
થોડાક પછાત દેશોને બાદ કરતાં સમસ્ત જગતમાં સ્ત્રીઓનું સરાસરી આયુષ્ય પુરૃષો કરતાં વધારે છે. અમેરિકામાં પુરૃષનો સરાસરી આવરદા ૭૬ વર્ષ છે જયારે સ્ત્રીઓનો ૮૧ વર્ષ છે. કલ્યાણ રાજ્ય એવા બ્રીટનના અમેરિકાથી આ બાબતમાં સારી સ્થિતિ છે. બ્રીટનમાં પુરૃષોનું સરાસરી આયુષ્ય ૭૮ અને સ્ત્રીઓનું ૮૨ વર્ષ છે. ઇટાલીમાં તે અનુક્રમે ૭૯ વર્ષ અને ૮૪ વર્ષ છે. ભારતમાં તે અનુક્રમે ૬૩ વર્ષ અને (સ્ત્રીઓનું) ૬૬ વર્ષ છે. મોપાલીયા જેવા આર્થિક રીતે પછાત દેશમાં પણ તે અનુક્રમે ૪૯ વર્ષ અને ૫૨ વર્ષ છે. સમસ્ત જગતની વાત કરીએ તો પુરૃષોનું સરાસરી આયુષ્ય ૬૭ વર્ષ છે અને સ્ત્રીઓનું ૭૧ વર્ષ છે. પુરૃષો કરતાં સ્ત્રીઓનો સરાસરી આવરદા કેમ વધારે છે તે હજી કોયડો છે.
(૨) સ્ત્રી પુરૃષ શિક્ષણમાં સમાનતા
જગતની સ્ત્રીઓ એ શિક્ષણની બાબતમાં કમાલ કરી છે. જગતની યુનિવર્સિટીઓમાં પુરૃષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે. કદાચ આનું એક કારણ એ હોઇ શકે કે જગતની મોટાભાગની યુનિવર્સિટીઓ અને કોલેજો કે અન્ય ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જગતમાં ધનિક દેશોમાં છે જયાં સ્ત્રીઓ વધુ ઉચ્ચ શિક્ષણ લઇ રહી છે પરંતુ એક આશાસ્પદ વાત એ છે કે જગતમાં સ્ત્રીઓ અને પુરૃષો વચ્ચેના શિક્ષણની બાબતમાં તફાવત ધરી રહ્યો છે. જગતમાં યુનાઇટેડ નેશન્સમાં ૧૯૩ રાષ્ટ્રો તેના સભ્યો છે. તેમાં બે તૃતીયાંશ રાષ્ટ્રોમાં પ્રાથમિક શાળાઓના છોકરાઓ અને છોકરીઓની સંખ્યા લગભગ સરખી છે. જયારે એક તૃતીયાંશ રાષ્ટ્રોમાં તેમની સેકન્ડરી શાળાઓમાં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા વધારે છે. આફ્રિકાના પછાત ગણાતા દેશોમાં પણ છોકરીઓના ભણતરનું પ્રમાણ વધ્યું છે. અલબત્ત ભારતમાં પણ તે વધ્યું છે પરંતુ ભારત સહિત ઘણા રાષ્ટ્રોના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ડ્રોપ-આઉટનું પ્રમાણ ચિંતાજનક છે. ભારતનો દાખલો લઇએ તો ઇ.સ. ૧૯૯૧માં ઉચ્ચ શિક્ષણની વયની હોય તેના માત્ર ૪ ટકા સ્ત્રીઓ કોલેજમાં હતી. ઇ.સ. ૨૦૦૯માં તે વય જુથની ૧૧ ટકા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરે છે. પાકિસ્તાનમાં આ ટકાવારી માત્ર પાંચ છે. માત્ર પુરૃષો અને ઉચ્ચ શિક્ષણની વાત કરીએ તો પાકિસ્તાનમાં પ્રસ્તુત વયજુથના માત્ર ૬ ટકા ઉચ્ચ શિક્ષણમાં છે જયારે ભારતમાં ૧૬ ટકા પુરૃષો ઊચ્ચ શિક્ષણ લઇ રહ્યા છે. અમેરિકામાં પ્રસ્તુત વય જુથની ૧૦૧ ટકા પુરૃષો ઊચ્ચ શિક્ષણમાં છે - એટલે કે કેટલીક તે વયજુથની બહાર હોય તેવી મધ્યમવયની અને વૃધ્ધ સ્ત્રીઓ પણ યુનિવર્સિટીમાં જઇ રહી છે. લેખક જયારે અમેરિકામાં ભણતા અને ભણાવતા હતા ત્યારે તેમના વર્ગમાં ૪૦ વર્ષથી વધુ વયની સ્ત્રીઓ પણ તેમની સાથે કે તેમની નીચે અભ્યાસ કરતી હતી. અમેરિકામાં માત્ર Mass education જ નથી. ત્યાં Mass Higher education છે. બ્રીટનમાં Mass education ઘમા વર્ષોથી છે પરંતુ mass higher education હવે તેમ થઇ રહ્યું છે. દા.ત. ઇ.સ. ૧૯૯૧માં બ્રિટનમાં ઊચ્ચ શિક્ષણ ક્ષેત્રે તે વય જુથની માત્ર ૨૧ ટકા સ્ત્રીઓ હતી. ૨૦૦૯માં તે વધીને ૬૯ ટકા થઈ ગઈ છે. બ્રિટનનું ઉચ્ચ શિક્ષણનું elitist વલણ બદલાઈ ગયું છે. ફ્રાંસમાં ઊચ્ચ શિક્ષણમાં તે વયજુથની ૧૦૧ ટકા સ્ત્રીઓ ભણી રહી છે. હવે ઘણા અતિ રાષ્ટ્રવાદીઓને ખબર પડવી જોઈએ કે પશ્ચિમના દેશો ઘણી ખરી બાબતમાં ભારત કરતાં કેમ આગળ છે. ભારતની સ્ત્રીઓ જેમ હરખભેર રામકથા કે કૃષ્ણ કથામાં જાય છે તેમ પશ્ચિમની સ્ત્રીઓ યુનિવર્સિટીમાં જાય છે. પણ 'બાઈબલ કથા'માં જતી નથી. ભારતના કેટલાક બૌદ્ધિકો પણ રામ કે કૃષ્ણ લીલામૃત પીરસવામાં મશગુલ છે !! હવે તેમાં સ્ત્રીકથાકારો જોડાઈ હોવાથી અંધશ્રધ્ધા ક્ષેત્રમાં સ્ત્રી-પુરૃષ સમાનતા સ્થપાઈ રહી છે.
સ્ત્રીઓનો બહારના કામમાં ફાળો
જગતની ઘણી સ્ત્રીઓ હવે ઘરની બહાર જઇને કામ કરવા માંડી છે. જગતની સ્ત્રીઓ ઘરની બહાર કામ કરે તેને આ રીપોર્ટ લેબર ફોર્સ પાર્ટીસીપેશન કહે છે. ભારતમાં તો તે પહેલેથી જ વધારે હતી કારણ કે ભારતમાં કરોડો સ્ત્રીઓ ખેત મજૂર તરીકે કે તેને લગતા આનુષાંગિક કામો (બીડીના પત્તા વીણવા), ચાના પાંદડા ચૂંટવાનું ખળીયા કામ કરવાનું, પાકને વાવવાનું અને લણવાનું વગેરે) કરે છે. પણ ભારતમાં પણ ખેતર બહારના કામોના કામ કરનાર સ્ત્રીઓની સંખ્યા વધતી જાય છે. ઇ.સ. ૨૦૦૮માં કામ કરનારી સ્ત્રીઓની સંખ્યા ૪૦ ટકા હતી. પૂર્વ એશિયાના દેશોમાં તો સ્ત્રીઓ પહેલેથી વધુ કામગરી હતી. અહીં કામ કરનારી સ્ત્રીઓની ટકાવારી ૬૪ છે. આફ્રિકાના સહરાની નીચેના પ્રદેશોમાં તે ૬૧ ટકા છે કારણ કે પરંપરાગત રીતે જ ત્યાં સ્ત્રીઓ ખેતરોના કામ કરતી હતી. સ્ત્રીઓનું લેબર ફોર્સ અથવા સારા શબ્દોમાં કહીએ તો વર્ક ફોર્સ પાર્ટીસીપેશન કેમ વધી રહ્યું છે ? તેના નીચેના કારણો છે ઃ (૧) સ્ત્રીઓ ઓછા ને ઓછા બાળકોને જન્મ આપે છે તેમાં હવે નાના કુટુંબો ઊભા કરે છે. સ્ત્રીઓની ફળદ્રૂપતાનો દર ઘટયો છે. આથી તેમને બહાર જઇ કામ કરવાની વધારે સહુલિયત ઊભી થાય છે. અહીં નોંધીએ કે જગતની વસતી તો વધતી જાય છે પરંતુ વસતી વધારાનો (વૃધ્ધિ દર) દર ઘટતો જાય છે. જગતની વસતી કઇ સંખ્યાએ સ્થિર થશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ પશ્ચિમ જગતના શાણા દેશોએ પોતાની વસતી લગભગ સ્થિર કરી દીધી છે. (૨) આર્થિક વિકાસ એ વિનાશ છે એવું માનનારા પ્રખર જુનવાણીઓને જગતે જાકારો આપ્યો છે. વિકાસ જનકેન્દ્રી અને પ્રદૂષણ વિનાનો થાય તે જરૃરી છે પરંતુ વિકાસ એ વિનાશ નથી. જગતમાં જે વિકાસ થઇ રહ્યો છે તેને કારણે અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓ માટે નોકરીઓ માટે નવી તકો ઊભી થઈ રહી છે.
વિકાસમાં ઊંચો વૃદ્ધિ દર એટલે વધુ શાળાઓ, યુનિવર્સિટીઓ, રસ્તાઓ, હોસ્પિટલો, રહેઠાણો, ડોકટરો, નર્સો, તળાવો, જળ અને વીજળીની સવલતો તે સમજવાની જરૃર છે. વિકાસને વિનાશ માનનારા આધુનિક જીવનની તમામ સગવડો ભોગવીને તે અંગેના લેખો લખે છે. તેનાથી nypoeracy ઉભી થાય છે. ચીને ઝડપી વિકાસ સાધીને તેના નાગરિકોનો આવરદા ઘણો વધાર્યો છે અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કમાલ કરી છે. તે ભવિષ્યમાં પ્રદૂષણને પણ ગંભીરતાથી લેશે તેમ જણાય છે. ભારતમાં પ્રાથમિક શિક્ષણની નોંધણીમાં છોકરીઓની સંખ્યા ઘણી વધી છે પરંતુ પ્રાથમિક શાળામાં અને તે પછી માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ રેટનું પ્રમાણ ચિંતાજનક છે. તે ભારતમાં છોકરીઓની સાથેનો ભેદભાવ દર્શાવે છે.
ઉપરના ત્રણ ક્ષેત્રોમાં સ્ત્રીઓની પ્રગતિ આશાજનક છે. તેમ છતાં સ્ત્રીઓ જગતમાં વિકરાળ પ્રશ્નોનો સામનો કરી રહી છે. (૧) જગતના સમૃદ્ધ કે ગરીબ એમ તમામ રાષ્ટ્રોમાં સ્ત્રીઓની કમાણી પુરૃષો કરતાં ઓછી છે. નોકરીઓમાં સ્ત્રીઓને પુરૃષો જેટલી સમાનતક કે સમાન સત્તા મળતા નથી. (૨) આફ્રિકાના ઘણા દેશોમાં સ્ત્રીઓના શિક્ષણનું પ્રમાણ હજી ઘણું ઓછું છે. ભારત અને પાકિસ્તાનના નીચલા ગણાતા વર્ગોમાં પણ સ્ત્રીશિક્ષણનું પ્રમાણ ઓછું છે. ઉપરના વર્ગોમાં તે લગભગ સરખું છે. (૩) ઘરમાં સ્ત્રીઓ સાથે થતી હિંસા જગતમાં સર્વવ્યાપી છે. (૪) ચીન અને ભારતમાં અદ્રશ્ય થયેલી છોકરીઓની સંખ્યા (સ્ત્રીભૂ્રણ હત્યા) નો પ્રશ્ન હજી વિકરાળ છે. (૫) બાળજન્મ દરમિયાન મૃત્યુ પામતી સ્ત્રીઓની સંખ્યા જગતના ઘણા દેશોમાં બહુ જ ગંભીર છે. ભારતમાં દર લાખ બાળકોના જન્મ દીઠ ૨૩૦ માતાઓ મૃત્યુ પામે છે. જયારે શ્રીલંકામાં આ મૃત્યુ દર માત્ર ૩૯ છે અને યુ.કે. મા તે માત્ર ૧૨ છે અને અફઘાનીસ્તાનમાં તે ૧૪૦૦ જેટલો મોટો છે અને સોમાલીયામાં તે આંકડો ૧૨૦૦ છે. આ પ્રશ્ન વૈશ્વિક કક્ષાએ જ હલ થઇ શકે તેમ છે. અલબત્ત સ્થાનિક સમાજનો ટેકો તો જોઈએ જ.
ઉપાયો ઃ આ અહેવાલ ઘણા ઉપાયો સૂચવે છે જેની ચર્ચા અહીં શક્ય નથી પરંતુ નીચેનો મુખ્ય ઉપાય સૂચવે છે. સ્ત્રીઓના આરોગ્ય અને શિક્ષણમાં પુષ્કળ મૂડીરોકાણ કરો. આ ખર્ચને પઅહેવાલ મૂડી રોકાણ કહે છે.
કારણ કે શિક્ષણ અને આરોગ્યનું મૂડી રોકાણ સ્ત્રીને ફળદાયી નીવડવાનું છે. બજો ઉપાય તે સૂચવે છે કે જેમાં સ્ત્રીઓને પોતાના જીવનને લગતી બાબતોમાં સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. સમાજે કે કુટુંબે તેના વિઘ્નો નાખવા ના જોઈએ. સ્ત્રીઓનો સમાજ અને રાજકારણની બાબતમાં 'અવાજ' હોવો જોઈએ એટલે કે તેમની નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી જોઈએ.
આ બાબતમાં કોઇની દાદાગીરી કે માતાગીરી કે પતિગીરી કે પિતાગીરી ચલાવી લેવાય નહીં. ગુજરાતની દરેક સ્ત્રી ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓને આ અહેવાલનો અભ્યાસ કરવાની ભલામણ છે. તે અંગે સેમીનાર ગોઠવવાની જરૃર છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved