Last Update : 22-August-2012,Wednesday

 

માબાપ કોઈપણ યુગના હોય, સંતાનના ઘડતર અંગે હંમેશાં ચંિતિત રહ્યા છે

તારી અને મારી વાત -હંસલ ભચેચ

- સંતાન અવળે માર્ગે જવાની શક્યતાઓ સતત વધી રહી છે અને સાથે સાથે માબાપની ચંિતાઓ પણ!
- કમનસીબ બાબત એ છે કે તમારે તો જીવનના દરેક તબક્કે તમારા સંતાનને ઉત્તમ જ આપવું છે પણ સંતાનને ક્યાંક તો એ ઉત્તમ લાગતું નથી અને ક્યાંક તો એને એ લેવું નથી, પોતાનો ચીલો પોતે પાડવો છે!

આપણે ચર્ચા ઉખેળી હતી સંતાન અને માબાપના પ્રશ્નોની, ચાલો વાત આગળ ધપાવીએ.
માબાપ કોઈપણ યુગના હોય, સંતાનના ઘડતર અંગે હંમેશા ચંિતિત રહ્યા છે. પરંતુ, કમનસીબે માનવજાતની ઉત્ક્રાંતિ અને ટેકનોલોજીના વિકાસની સાથે સાથે આ ચંિતાઓ વધતી ચાલી છે. ટેકનોલોજી ખરાબ નથી પરંતુ તેની મદદથી પોતાનો વેપલો કરતાં ધંધાદારીઓ રોજબરોજ નવાં નવાં આકર્ષણો (ડીસ્ટ્રેક્શન્સ) શોધીને બધાને રવાડે ચઢાવે છે અને પોતાનો ધંધો કરે છે. સ્વાભાવિક રીતે જ કુતૂહલવશ સતત નવી નવી વસ્તુઓથી આકર્ષાતા રહેતાં અને અપરિપકવ એવાં કિશોરો (ટીનએજર્સ) ઉપર એની સૌથી વઘુ અસર થાય છે. એક સાવ નાનું ઉદાહરણ આપું. ‘બીગબોસ’ નામના રીયાલીટી શો (આમ તો મોટાભાગના કિસ્સાઓમાં ‘રીયાલીટી’ શબ્દનો ઉપયોગ પબ્લીકને ઉલ્લુ બનાવવા પુરતો જ હોય છે બાકી, એમાં કેટલું ‘રીઅલ’ હોય છે તે ભગવાન જાણે કે પછી તેનો પ્રોડ્યુસર!)માં પોતાની ટીઆરપી વધારવા એક પોર્નસ્ટારને ઘરમાં ધુસાડી. પરિણામ એ આવ્યું કે ‘બીગબોસ’ના પ્રેક્ષકો વઘ્યા તેના કરતાં અનેકગણા (ખાસ કરીને કિશોર અને યુવાવયના) ‘પોર્નોગ્રાફી’ના રવાડે ચઢી ગયા, ભારત અને પાકિસ્તાન બંનેમાં!!
ટૂંકમાં, સંતાન અવળે માર્ગે જવાની શક્યતાઓ સતત વધી રહી છે અને સાથે સાથે માબાપની ચંિતાઓ પણ. જે રીતે આ ધંધાદારીઓએ એમના માનસ ઉપર કબજો જમાવ્યો છે એ રીતે ચંિતા કરે કશું વળવાનું નથી. ‘અમે તમારી ઉંમરે ફલાણું કરતાં’તા-ઢીંકણું કરતાં’તા’ એવી વિસરાતી વાતોમાં આજના કોઈ યુવાનો કે કિશોરોને રસ નથી કારણ એ એ વાતોનો આજના ટેકનોલોજી ભરેલા યુગ સાથે કોઈ સંદર્ભ નથી. તમે ઘરમાં અને માબાપ સાથે વઘુ સમય ગાળતા’તા કારણ કે તમારી પાસે બહાર જવાની જગ્યાઓ કે વાહનો નહતા. આજે તેમની પાસે બંને છે! (ઘણાં એવી દલીલો કરે છે કે આજકાલ ક્લબો-પાર્ટીઓમાં રખડતા માબાપોને છોકરાઓ માટે ટાઈમ નથી, મારું માનવું જરા જુદું છે. ક્લબો-પાર્ટીઓ ઉપલબ્ધ હોય તેવો વર્ગ કે સંતાનો માટે સમય જ ના હોય તેવો વર્ગ કુલ સંખ્યાની સરખામણીએ લગભગ અવગણી શકાય તેટલો છે. બાકી મોટાભાગના માબાપોની પ્રાથમિકતામાં સંતાન ટોચ ઉપર હોય છે.) તમે વાર-તહેવારે બે-ત્રણ મહિને એકાદ ફિલ્મ ‘જોતા’તા અને આજે તેઓ દિવસમાં બે-ત્રણ ફિલ્મો જોઈ શકે છે ટીવી, લેપટોપ, ટેબ્લેટ કે મોબાઈલમાં! તમે પુસ્તકો વાંચતા’તા કારણ કે તમારી પાસે બીજા કોઈ વિકલ્પ જ નહતા, જ્યારે આજે તેમની પાસે અનેક વિકલ્પો છે. તમે ઘરની બહાર રમતો રમતા’તા પણ આજે તેમના ખોળામાં કે હાથમાં રમતો છે, તેમને રમવા માટે બહાર જવાની જરૂર નથી! આવી તો અસંખ્ય અસમાનતાઓ છે જેને કારણે તમે તમારી કિશોરાવસ્થાનો સંદર્ભ ટાંકીને તેમનું ઘડતર ના કરી શકો. ખરેખર તો તમે આ વાતો શરૂ કરોને ત્યારે એ સામે હોય, તમારી વાતમાં ડોકું ઘુણાવતા હોય તેમ છતાં’ય બહેરા હોય અને એમનું મન બોલતું હોય કે ‘મમ્મી પાછી ચાલુ થઈ ગઈ’, ‘ડેડી સક્સ’ (લાગ આવે તો ‘સ્ટેટસ’ પણ મૂકી જાય)!
ગમે કે ના ગમે, સ્વીકારો કે ના સ્વીકારો પણ આ વાસ્તવિકતા છે. તમારે તમારું ઉત્તમ આપવાનું છે પરંતુ વાતાવરણ એવું ગજબનું છે કે સરવાળે તમારે સંતાન જ્યાં સુધી પરિપકવ ના થાય ત્યાં સુધી ચંિતામાં તો રહેવાનું જ છે!! કમનસીબ બાબત એ છે કે તમારે તો જીવનના દરેક તબક્કે તમારા સંતાનને ઉત્તમ જ આપવું છે પણ સંતાનને ક્યાંક તો એ ઉત્તમ લાગતું નથી અને ક્યાંક તો એને એ લેવું નથી, પોતાનો ચીલો પોતે પાડવો છે! આ બધી હકીકતો પછી પણ તમારે એમનું ઘડતર કર્યા વગર છૂટકો નથી અને આજના કિશોરોની માનસિકતા અને લાક્ષણિકતાઓ સમજ્યા વગર એ શક્ય નથી. આ બાબતોને સમજીને એમની સાથે વ્યવહાર કરવામાં આવે તો કદાચ શક્ય છે કે વાતાવરણની અસરો તમે કંઈક અંશે કાબૂમાં રાખી શકો. અહીં ‘કંઈક અંશે’ શબ્દ એટલે વાપર્યો છે કે સંપૂર્ણ કાબૂમાં રાખવાનું સલાહભર્યું નથી કારણ કે સરવાળે તો તમારા સંતાનને એ જ વાતાવરણમાં જીવવાનું છે, એ જ વાતાવરણની અસર હેઠળની માનસિકતા ધરાવનાર લોકો જોડે કામ પાર પાડવાનું છે! દા.ત. મોબાઈલના દૂષણો રોકવા તમે એને મોબાઈલ જ ના અપાવો, તેનો મોબાઈલ લઈ લો કે તેને અવાર-નવાર ચેક કરો તો એ એનો ઉકેલ નથી કારણ કે નવા પ્રશ્નો સર્જાશે (છાનામાના મોબાઈલ રમતા, એક કરતાં વઘુ છુપા સીમકાર્ડ રાખતા, મોબાઈલના મેસેજ કે કોલ ડિટેલ્સની તાત્કાલિક સાફસૂફી કરતાં અનેક લોકો છે!) તમારે વ્યવહારુ (પ્રેક્ટીકલ) બનીને બસ એમને વ્યવહાર, વિવેક, સંયમ, સન્માન, મૂલ્યો અને સંસ્કાર આપવાના છે જેના થકી તે એમના માહોલમાં પણ ઘડાય, આગળ વધે અને અર્થપૂર્ણ જીવન જીવે. વ્યવહાર એટલા માટે કે તમારું સંતાન પ્રેક્ટીકલ બને (જે વ્યક્તિઓ પ્રેક્ટીકલ નથી હોતી એ કદાચ પોતાની રીતે તો સુખી જ હોય છે પણ તેમની સાથે જોડાયેલાઓના સુખના ભોગે!). વિવેક એટલા માટે કે એને સાચા-ખોટાનું ભાન રહે અને દરેક બાબતનો યોગ્ય નિર્ણય કરી શકે. સંયમ એટલા માટે કે ગમે તે પરિસ્થિતિમાં એ છકી ના જાય અને બેજવાબદારીપૂર્વક ના વર્તે. સન્માન એટલા માટે કે એ પોતાના સિવાય અન્યને પણ મહત્વના ગણી શકે. અન્ય પ્રત્યે પણ સહાનુભૂતિ દાખવી શકે અને કોઈપણ બાબતની કંિમત સમજી શકે મૂલ્યો એટલે માટે કે એ સમજી શકે પોતે કોણ છે, પોતાનું કુટુંબ-કુળ અને બેકગ્રાઉન્ડ શું છે, પોતાને જીવનમાં શું મેળવવાનું છે વગેરે. આ બઘું’ય ભેગું કરીને એક ‘પેકેજ’ આપો એટલે ‘સંસ્કાર’. હવે વિચારો કે આટલું’ય તમારા સંતાનને આપી શકોને તો બાકી બઘું તો આપમેળે એ મેળવી લેશે.
આજના કિશોરોની માનસિકતા અને લાક્ષણિકતાઓથી આપણી વાત આગળ ધપાવીશું. (ક્રમશઃ)
પૂર્ણવિરામ
સંતાન સાથે ઘર્ષણ થવું અસામાન્ય નથી; પરંતુ માબાપ એને પરિપક્વતાથી સંભાળી કે ઉકેલી ના શકે તે અસામાન્ય છે.

 
Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved