Last Update : 22-August-2012,Wednesday

 
વાયરલ કમળામાં જેઠીમધ સફળ ઔષધ સાબિત થશે

સ્વસ્થવૃત્ત

 

કેટલાક માણસોને આયુર્વેદના પડીકા અને કડવા તુરા ક્વાથની સુગ હોય છે. આથી નિર્દોષ અને રોગને કાયમ માટે મટાડનાર ચિકિત્સાથી વંચિત રહે છે. આયુર્વેદમાં કડવા ઔષઘોની જરૃર હોય ત્યાં જ કડવા વાપર્યા છે. મધુર અમ્લ, કટુ, તિક્ત, કષાય અને ખારો આ છ રસમાંથી એક બે કે તેથી વધારે રસયુક્ત દરેક પદાર્થ હોય છે. મીઠા ઔષધો પણ રામબાણ જેવી અસર કરે છે. આવા મીઠા ઔષધોમાં અગ્રસ્થાને આવે છે-જેઠીમધ. આ ઔષધને સંસ્કૃતમાં યષ્ટીમધુ, હિંદીમાં મુલેઠી, અંગ્રેજીમાં ગ્લીસીરાઈઝા (Glycyrrhiza) લેટિનમાં ગ્લીરીરાઈઝા ગેબ્રા કહે છે. જેઠીમધનો છોડ ત્રણ-ચાર ફુટનો થાય છે. આ છોડના મુળ ઔષધ તરીકે વપરાય છે. હિમાલય આસપાસના પ્રદેશોમાં જેઠીમધ થાય છે અને ખેતી પણ કરવામાં આવે છે. હિંદુસ્તાન બહાર પણ ઉત્તમ કક્ષાનું જેઠીમધ થાય છે. ચીન, ઈરાન, ઈરાક, બ્રહ્મદેશ, બલુચિસ્તાન, રશિયા, અફઘાનિસ્તાન વિગેરેમાં ઉત્તમ પ્રકારનું જેઠીમધ થાય છે. આછા પીળા રંગનું, અંગુઠા જેવું જાડુ છાલમાં રેખાઓવાળું હોય તેને ઉત્તમ પ્રકારનું માનવામાં આવે છે. બજારમાં મળતા તૈયાર ચૂર્ણમાં ભેળસેળ કરી શકે છે. અસલી જેઠીમધ સાકર કરતા ૪૦ ગણું વધારે મીઠું હોય છે.
૧૯૮૭માં એન્ટીવાયરલ ઔષધો મેળવવા સંશોધન કરવામાં આવ્યું. એમાં જેઠીમધ અગ્રસ્થાને આવ્યું છે. જેઠીમધમાં આવેલ તત્ત્વ ગ્લીસીરાઈઝીન કમળા (વાયરલ ઈન્ફેક્ટીવ હીપેટાઈટીસ)ના વાયરસ અટકાવે છે એટલું જ નહીં લીવરના કોષોની દિવાલ મજબુત કરી રોગને આગળ વધતો અટકાવે છે. રોગથી મુક્ત કરે છે. ધી ડોક્ટર્સ વિટામિન એન્ડ મિનરલ એન્સાઈક્લો પ્લીડીયામા જેઠીમધના ઔષધીય ચૂર્ણોની ખાસ નોંધ લીધી છે. ચીનમાં જેઠીમધ ખૂબજ પ્રશંસા પામેલ છે. આજે પણ ચીનમાં ડયુઓડીનલ અલ્સર, પેપ્ટીક અલ્સર, અલ્સરેટીવ કોલાઈટીસ, મોના અલ્સર, જાતીય નબળાઈ વિગેરે રોગો માટે વિશ્વાસથી વાપરે છે. એઈડ્સ, હર્પિસના વાયરસ સામે ટક્કર લેવા જેઠીમધનો ઉપયોગ કરવામાં આવે છે.
જેઠીમધની માત્રા ૬થી ૧૨ ગ્રામની છે. વધારે લેવાથી વમન થઈ જાય છે. જેઠીમધ વિશ્વનું જાણીતું માનીતું પ્રશંસા પામેલ ઔષધ છે. આપણે ત્યાં અતિ પ્રાચીન સમયથી સફળતાપૂર્વક વપરાતું આવ્યું છે.
ગળાના રોગો માટે વિશેષ વપરાતાં જેઠીમધમાં રહેલા અદ્ભૂત ગુણોનો પ્રચાર ઓછો છે. તાજેતરમાં અમેરિકામાં થયેલ સંશોધન મુજબ, જેઠીમધ કમળા (Infective Hepatitis) માટે અતિ ઉપયોગી ઔષધ છે. વાયરલ કમળામાં જેઠીમધ અને કાસનીનો હીમ સવાર સાંજ આરોગ્યવર્ધની બે વખત અને ફેટ ફ્રી પ્રવાહી આહાર (લીંબુ રસ, શેરડી, સાકર, ફ્રુટ જ્યુસ) ત્રણ અઠવાડીયા આપવાથી દર્દી ચાર અઠવાડિયામાં સારો થાય છે. ભવિષ્યમાં લીવરની તકલીફ થતી નથી. બીજો ખાસ ગુણ છે રસાયન જેઠીમધ ચૂર્ણ ૨ ગ્રામ, આમલકી રસાયન ચૂર્ણ ૨ ગ્રામ મેળવી, ગાયના ઘી સાથે સવાર સાંજ ૧ વર્ષ લેવાથી નપુસંકતા મટે છે. બળ અને સપ્તધાતુ વધે છે.
આયુર્વેદની દૃષ્ટિએ કિલબત્વં તકતિ, વાજીકર હોવાથી નપુસંકપણું હરે છે. મધુર, ગુરુ, સ્નિગ્ધ, શીતવીર્ય, જીવનીય, સંધાનનીય, બલ્ય, વાજીકર, વૃષ્ય, વર્ણ્ય, કંઠય, કેષ્ય, મૂત્ર લાવનાર, દાહ મટાડનાર છે. એસિડીટી, અલ્સર, કફ પિત્તના વિકારો, મોં ગળામાં ચાંદા કે સોજો અવાજ બેસી જવો વિગેરે રોગોમાં જેઠીમધથી ઘર બેઠા સારવાર થઈ શકે છે.
આધુનિક દૃષ્ટિએ જેઠીમધમાં રવાદાર મીઠો પદાર્થ હોય છે. જેને ગ્લીસરહાઝીન કહે છે. ચુનો અને પોટેશીયમ પણ હોય છે. સાકર ૫થી ૧૦ ટકા હોય છે. સ્ટાર્ચ, પ્રોટિન, રાળ, એસ્પેરેજીન વિગેરે હોય છે.
જેઠીમધ ખૂબ જ જાણીતું આયુર્વેદનું ઔષધ છે. લોકો અને પાનના ગલ્લાવાળા ચીલાચાલુ ઉપયોગ કરે છે. એમાં રહેલ અદ્ભૂત ગુણો યાદ રાખવા જોઈએ અને ભેળસેળ વિનાનું જેઠીમધ ચૂર્ણ ઘરમાં વસાવવું જોઈએ. જેઠીમધના અકસીર યોગો ઘણાં છે. એમાંથી અનુભૂત અહીં રજુ કરેલ છે.
૧. રસાયન માટે-ચૂર્ણ ૨થી ૪ ગ્રામ દૂધ સાથે નિયમિત લેવું.
૨. હૃદયરોગ-જેઠીમધ અર્જુન ૧ ભાગ, કડુ ૧/૨ ભાગ મેળવવું. આમાંથી ૧થી ૨ ગ્રામ સવાર સાંજ લેવું.
૩. ગર્ભનો વિકાસ બરોબર થતો હોય નહીં તો જેઠીમધ શીમળાનાં ફુલ દૂધમાં ઉકાળવા. ગાળીને પીવું.
૪. આધાશીશી માટે-જેઠીમધનાં ક્વાથમાં મધ ઉમેરી નષ્ય લેવું.
૫. પેશાબનું અટકવું-દૂધમાં જેઠીમધ અને દ્રાક્ષ નાંખી ઉકાળવું ગાળીને પીવું.
૬. ધાવણ વધારવા-જેઠીમધ ૨ ગ્રામ શતાવરી ૨ ગ્રામ અને જીરૃ ૧ ગ્રામ મેળવી સવાર સાંજ દૂધ સાથે લેવું.
૭. જાતીય નબળાઈ અને શીધ્રપતન માટે-જેઠીમધ ૬ ગ્રામ, અશ્વગંધા ૨ ગ્રામ, શંખપુષ્પી ૧ ગ્રામ સવારે રાત્ર દૂધ સાથે નિત્ય લેવું. તીખોતમતમતો ખોરાક બંધ કરવો.
૮. કફ સાથે રક્ત આવતું હોય તો ચિકિત્સકની સલાહ લેવી. તાત્કાલિક બે ગ્રામ જેઠીમધ અને ચંદન ચૂર્ણ ૧ ગ્રામ મેળવી આપવું. જરૃર પડે તો અર્ધો કલાક પછી બીજો ડોઝ આપવો.
૯. સતત આવતી સૂકી ઉધરસ માટે જેઠીમધ અને હળદરનો ઉકાળો મધ સાથે દિવસમાં બેથી ત્રણ વખત લેવો.
- શાંતિભાઈ અગ્રાવત

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved