Last Update : 22-August-2012,Wednesday

 

સાચા ગુરુ

- ક્યારેક આપણે બહુ અહંકારમાં આવીને નક્કી કરી બેસીએ છીએ કે મને કોઈ ગુરુની જરૂર નથી. આ આપણો અહંકાર બોલે છે. એને વશમાં લેવો જોઈએ

 

ગુરુ કેવા હોવા જોઈએ, તે વિશે દરેક શિષ્યની પોતાની એક કલ્પના હોય છે. તમે મારી પાસે આવો ત્યારે, હું જેવો છું તેવો મને જોવાને તમે તૈયાર નથી હોતા. અને તમારી અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે તમે મનમાં ગાંઠ વાળી લો છો કે આ કોઈ સાચા ગુરુ નથી. ગુરુ પાસે પહોંચવાનો આ કાંઈ યોગ્ય માર્ગ નથી. જ્ઞાનની જ્વલંત ઇચ્છા અને સંકલ્પ લઈને તેમની પાસે જવું જોઈએ. પછી કોઈ મુશ્કેલી રહેતી નથી.
સાચા ગુરુને કેવી રીતે ખોળશો ? શાસ્ત્રોમાં કથન છે કે ઃ ‘શિષ્ય જ્યારે તૈયાર હોય છે ત્યારે ગુરુ તેની સમક્ષ પ્રગટ થાય છે.’ તમે તૈયાર ન હો, તો ગુરુ ત્યાં હોય તો પણ તમારું તેના તરફ ઘ્યાન ન જાય કે તેના તરફ અભિમુખતા ન આવે એમ બને. હીરો શું છે તેની તમને ખબર ન હોય, તો હીરો સામે પડ્યો હોય છતાં તમે તેને કાચનો ટુકડો માની તેના તરફ દુર્લક્ષ કરી પસાર થઈ જાઓ. વળી બે વચ્ચેનો ભેદ તમે ન જાણતા હો, તો તમે કાચના એક ટુકડાને હીરો માની જંિદગીભર તેનું જતન કરતા રહો તેમ પણ બને.
શોધના આ સમય દરમ્યાન જિજ્ઞાસુ વઘુ પડતો બૌદ્ધિક બની જાય અને સહજભાવની અવગણના કરે, અથવા એથી ઉલટું તે બહુ લાગણીમય બની જાય અને તર્કબુદ્ધિની અવગણના કરે, તેવુંયે બને. લાગણીમાં સરી જવું તે બુદ્ધિમાં સરી જવા જેટલું જ જોખમકારક છે. તે બંને અહંને પુષ્ટ કરે છે. જેઓ આંતર્‌શિસ્તમાં ન માનતા હોય તેમણે જ્ઞાનપ્રાપ્તિની આશા ન રાખવી. માત્ર તેમને જ્ઞાન જોઈએ છે એટલાથી જ કોઈ ગુરુ જ્ઞાન આપે નહિ કે આપી શકે નહિ.
પરંપરા પ્રમાણે શિષ્યોને શીખવવાનું જેમને સોંપાયું હોય તેવા સાચા આઘ્યાત્મિક શિક્ષક સારા શિષ્યો શોધી કાઢે છે. તે અમુક ચિહ્‌નો અને નિશાનીઓની શોધમાં હોય છે. કોણ તૈયાર છે તે તેમને જાણવું હોય છે. શિષ્ય કેટલો તૈયાર છે તે ગુરુ સહેલાઈથી જોઈ શકે છે. ગુરુને જો એમ લાગે કે શિષ્ય હજી તૈયાર નથી તો તે એને ધીરે ધીરે ઉચ્ચ અભ્યાસ માટે તૈયાર કરે છે. વાટ અને દિવેલ જ્યારે તૈયાર હોય ત્યારે ગુરુ આવીને દીવો સળગાવે છે. એ ગુરુનું કર્તવ્ય છે. પરિણામે દિવ્ય પ્રકાશ પ્રગટે છે.
કોણ આપણને માર્ગદર્શન આપશે એની આપણે ચંિતા ન કરવી જોઈએ. મહત્ત્વનો સવાલ એ છે કે હું માર્ગદર્શન પામવા માટે તૈયાર છું ? ઈસુના કેવળ બાર શિષ્યો હતા. તેમણ મદદ ઘણાને કરી, પણ ગુપ્ત જ્ઞાન તો માત્ર જે થોડાક તૈયાર હતા, તેમને જ આપ્યું. પર્વત પર તેમણે જે ઉપદેશ આપ્યો હતો તેને થોડાક જ લોકો સમજ્યા છે. જેઓએ માર્ગ પર પગ માંડ્યા નથી, તેઓ દા.ત. સમજતા નથી કે માણસે શા માટે નમ્ર અને અકંિચન બનવું જોઈએ.
ગુરુની શિક્ષણપદ્ધતિ વિવિધ પ્રકારની અને ક્યારેક ગૂઢ હોય છે. તે વાણી અને કર્મ દ્વારા શીખવે છે, પણ કેટલીક વાર તે કોઈ પણ શાબ્દિક વ્યવહાર વિના પણ જ્ઞાન આપતા હોય છે. મને ઘણી વાર લાગ્યું છે કે સૌથી મહત્ત્વના ઉપદેશનું મૂળ અંતઃપ્રજ્ઞામાં રહેલું હોય છે અને તે શાબ્દિક વ્યવહારની ગુંજાશથી પર હોય છે.
દુનિયામાં તમારું જે કાંઈ કર્તવ્ય હોય તે પ્રેમપૂર્વક બજાવવું જોઈએ. જ્ઞાનના પંથે એ જ બાબત તમને આગળ વધારવામાં મહત્ત્વનો ફાળો આપે છે. કોઈના માર્ગદર્શન અને સહાયની તમને જરૂર છે જ. અંદરના ગુરુને પ્રાપ્ત કરવાના સાધન તરીકે પણ તમને બહારના ગુરુની જરૂર હોય છે. ક્યારેક આપણે બહુ અહંકારમાં આવીને નક્કી કરી બેસીએ છીએ કે મને કોઈ ગુરુની જરૂર નથી. આ આપણો અહંકાર બોલે છે. એને વશમાં લેવો જોઈએ.
તમે સારા વિદ્યાર્થી હશો તો તમને કદી કોઈ ખરાબ ગુરુ નહિ મળે. પણ આથી ઊલટું પણ સાચું છે. તમે ખરાબ વિદ્યાર્થી હશો તો તમને કદી સારા ગુરુ નહિ મળે. એક સારા ગુરુ શા માટે એક ખરાબ શિષ્યની જવાબદારી ઉઠાવે ? કચરો તો કોઈ જ એકઠો કરતું નથી. તમે ગુરુની શોધમાં હો, તો પહેલાં તમારી ભીતર શોધ કરો, યોગી બનવું એટલે તમારી અહીં અને અત્યારે શી સ્થિતિ છે તે જાણવું, તમારી પોતાની જાત પર કામ કરવું. ગુરુ ન હોય તો તે વિશે ફરિયાદ કરતા નહિ. તમારી જાતને પૂછો કે એ માટે તમે લાયક છો ? એક ગુરુને આકર્ષવાની તમારામાં શક્તિ છે ?
એક વાર મેં મારા ગુરુ સમક્ષ ફરિયાદ કરી કે તમે મને શીખવતા નથી. તેમણે કહ્યું ઃ ‘ઠીક ચાલ, થોડો વખત હું તારો શિષ્ય બની જાઉં અને તું મારો ગુરુ બન. જે રીતે હું વર્ત્યો હોઉં તે જ રીતે તું વર્તજે.’
મેં કહ્યું ઃ ‘મહારાજ, શું કરવું તેની મને ખબર નથી.’
તેમણે કહ્યું ઃ ‘એની ચંિતા ન કર. તને ખબર પડશે.’ પછી તે આંખો મીંચીને મારી પાસે આવ્યા. તેમના હાથમાં ભિક્ષાપાત્ર હતું અને પાત્રમાં મોટું કાણું હતું. તેમણે કહ્યું ઃ ‘ગુરુદેવ, મને કંઈક આપો.’
મેં કહ્યું ઃ ‘તમારા પાત્રમાં તો કાણું છે. હું કેવી રીતે તમને કાંઈ પણ આપી શકું ?’
પછી તેમણે આંખો ઉઘાડી અને કહ્યું ઃ ‘તારા મગજમાંયે કાણું છે અને તને મારી પાસેથી કંઈક જોઈએ છે.’
તમારી શક્તિ વધારો. જાતની શુદ્ધિ કરો. અંદરનું મૃદુ સામર્થ્ય મેળવો. ઈશ્વર આવીને કહે ઃ ‘તું એક જીવંત મંદિર છે અને હું એમાં પ્રવેશ કરવા ઈચ્છું છું.’ એવી સ્થિતિ માટે તમારી જાતને તૈયાર કરો. અશુદ્ધિઓ દૂર કરો અને તમને જણાશે કે જે કોઈ પરમ સત્ય જાણવા ઈચ્છે છે, તે પોતે જ પરમ સત્યનો મૂલ સ્ત્રોત છે.
મેં જાણેલા બધા જ સંપ્રદાયોના અનેક સાઘુઓ અને ગુરુઓમાંથી બહુ થોડાને જ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું છે. એક વખત મારા ગુરુ સમક્ષ મેં આ વાત ઉપાડી હતી. મેં કહ્યું ઃ ‘મહારાજ, આટલા બધા લોકો સાઘુસંન્યાસી કહેવાય છે. દુનિયાના લોકો એથી છેતરાય છે, જે લોકો હજુ ગુરુ થવા માટે પાત્ર નથી, જેઓ પોતે જ હજુ શિષ્ય હોવા જોઈએ, એવા અઘૂરા લોકો આટલી મોટી સંખ્યામાં ગુરુ તરીકે કેમ છે ?’
તે હસ્યા. કહ્યું ઃ ‘તને ખબર છે, ફૂલબાગ ફરતી ઘણી વાર તેના રક્ષણ માટે વાડ હોય છે ? આવા લોકો આપણે માટે ભગવાને રચેલી વાડ સમાન છે. ભલેને તેઓ ડોળ કરે. એક દિવસ ખરેખર તે લોકો પણ પૂર્ણ જ્ઞાન પામશે. અત્યારે તો એ લોકો પોતાની જાતને છેતરી રહ્યા છે.’
તમારે ખરેખર સાચા અને જ્ઞાની ગુરુ જોઈતા હોય તો પહેલાં તમારી જાતને જ તૈયાર કરવી પડશે. પછી તમે વાડમાંથી પસાર થઈ શકશો.

-મકરંદ દવે

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved