Last Update : 22-August-2012,Wednesday

 

મરચામાંથી નીકળતાં બીજ મરચાનો સૌથી તીખો ભાગ છે ?

સત્યની બીજી બાજુ- મૃગાંક શાહ

 

માન્યતા ઃ મરચામાંથી નીકળતાં બીજ સૌથી તીખાં હોય છે ?
હકીકત ઃ આપણે પીઝા ઉપર કે બીજા વ્યંજનો ઉપર મરચાનાં બીજ નાખીએ છીએ અને એની તીખાશની લિજ્જત માણીએ છીએ અને એવું માની લઈએ છીએ કે મરચાનો આ ભાગ જ સૌથી વઘુ તીખો છે. એટલે બીયા ખાઈ લીધા એટલે મરચું ખાઈ લીધા બરાબર છે એમ સમજીએ છીએ. કેટલીકવાર ટેલીવીઝનમાં પણ રસોઇના શોમાં રસોયાઓ પણ આવું કહે છે. પણ એ બીલકુલ સાચું નથી. હકિકત તો એ છે કે મરચાનાં બીયાં જે ભાગ સાથે જોડાયેલં છે એ મરચાનો જે મઘ્ય ભાગ છે એ મરચાનો સૌથી વઘુ તીખાશ ધરાવતો ભાગ છે. એ ભાગ કોઇપણ રંગ વગરનો અને ેગંધ વગરનો હોય છે, પણ સૌથી વઘુ તીખો હોય છે. મરચાંની તિખાશ માપવા માટે જે પદ્ધતિ વપરાય છે અને સ્કોવિલ સ્કેલ કહેવામાં આવે છે. એ એક વૈશ્વિક પદ્ધતિ છે. જેની શોધ અમેરિકાનાં ફાર્માસીસ્ટ વીલબાર કોવીએ ૧૯૧૨માં કરી હતી. અત્યાર સુધી દુનિયાનું સૌથી વઘુ તીખું મરચું આસામમાં મળતું ‘ભૂત ઝોલાઈકા’ નામનું હતું પણ હવે ઇંગ્લેન્ડમાં મળતું ડોસેર્ટ નાગા નામનું મરચું સૌથી વઘુ તીખું છે એવું શોધાયું છે.
માન્યતા ઃ બિલાડી જેટલી ઊંચાઈથી પડે એટલાં એનાં મત્યુની શકયતા વધે છે.
હકીકત ઃ માનવી માટે તો આ હકિકત છે એમાં કોઇ બે મત નથી. પણ બિલાડીની બાબતમાં આવું નથી. કુદરતે બિલાડીને આમાંથી બાકાત રાખી છે. જો બિલાડી સાત માળ કે એનાથી ઓછા માળની ઊંચાઈ પરથી પડે તો જ એને ગંભીર ઇજા થાય છે અથવા તો એ મરણ પામે છે. સાત માળની ઊંચાઈની ઉપરથી એ જો પડે તો એને કાંઈ નથી થતું અને પડયા પછી પાછી ઊભી થઇને ચાલવા માંડે છે ! એ જાણે કે પેરેશૂટ લઇને ઉતરતી હોય એવું એનું શરીર થઇ જાય છે. એ જાણે હવામાં સરકતી હોય એ રીતે નીચે ઊતરે છે. આની પાછળ ટર્મીનલ વેલોસીટી કામ કરે છે. ટર્મીનલ વેલોસીટી એ એક એવું બીંદુ છે જયાં તમારું શરીરનું વજન હવાનાં અવરોધ જેટલું જ થઇ જાય છે એટલે શરીર વઘુ ઝડપથી ગતી કરતું અટકી જાય છે. બિલાડીની ટર્મીનલ વેલેસીટી પ્રતિ કલાકે ૧૦૦ કિ.મી. છે. જયારે મનુષ્યની ૧૯૫ કી.મી. છે. એવાં કેટલાય દાખલાઓ નોંધાયા છે જેમાં ત્રીસ માળનાં મકાન પરથી પડેલી બિલાડીને ઉની આંચ પણ ના આવી હોય. એક દાખલો તો એવો નોંધાયો છે જેમાં છેંતાલીસમાં માળેથી પડેલી બિલાડીને પણ કશું નથી થયું ! છેને કુદરતની કમાલ !
માન્યતા ઃ દુનિયામાં સૌથી વધારે પક્ષીઓ ચકલીઓ છે.
હકીકત ઃ પક્ષીનું નામ પડે એટલ સૌ પ્રથમ દ્રશ્ય ચકલીનું જ ઊભું થઇ જાય છે. ચકલી પર ઘણાં ગીતો અને કવિતાઓ પણ લખાઇ છે. પણ દુનિયામાં સૌથી અધિક પ્રમાણમાં જે મળે છે એ પક્ષી છે ચીકન અથવા મરઘાં. દુનિયામાં લગભગ ૫૨૦૦ કરોડ મરઘાઓ છે, અર્થાત્‌ દરેક મનુષ્ય દીઠ ૯ મરઘા. મરઘા ખાવાનું સૌ પ્રથમ વાર રોમનો ઇંગ્લેન્ડમાં ગયા ત્યારે શરૂ થયું. એ પહેલાં કોઇ પક્ષીને ખાઇ શકાય એવો વિચાર માત્ર પણ કોઇને નહોતો આવ્યો.
ડ્રાયફ્રુટ ઃ આઇસલેન્ડ નામનાં દેશમાં રેસ્ટોરન્ટમાં જમ્યા પછી, વેઇટરને ટીપ આપવી એ અપમાનજક કૃત્ય ગણાય છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved