Last Update : 22-August-2012,Wednesday

 

આખા ભારતમાં બે સ્થળે ચીની મંદિર છે

ઇધર-ઉધર - વિક્રમ વકીલ

 

વિદેશની જેમ હવે ભારતમાં પણ કૂતરા પાળનારાઓ એમના પેટ્‌સને જાતભાતના લાડ લડાવે છે. થોડા સમય પહેલાં દિલ્હીમાં પ્રિયમાવડા શર્માએ પોતાના લાડકા કૂતરા ઓરિયોની બીજી વર્ષગાંઠ એવી ધામઘૂમથી ઉજવી જે જાણ્યા પછી કરોડપતિના બાળકોને પણ ઇર્ષ્યા થાય. ઓરિયોની પાર્ટીમાં ૨૦ જેટલા કૂતરા-કૂતરીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્વિમંિગપૂલમાં કૂતરાઓએ આખો દિવસ મસ્તી કરી. કૂતરાઓને ખાવા માટે શ્રેષ્ઠ ડોગ બિસ્કિટસ, કેક્સ, ચિકન ટીક્કા... વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. શર્મા પાસે બીજો બે વર્ષનો કૂતરો પણ છે અને બંને કૂતરાઓની સંભાળ માટે પૂર્ણ સમયની કેરટેકરછે. કૂતરાઓ માટે ખાસ સ્વિમંિગપૂલ છે અને એમને નિયમિત બ્યૂટી પાર્લરમાં પણ મોકલવામાં આવે છે!
* * *
હૈદરાબાદના ચાર મિનાર વિસ્તારમાં આવેલી બજારો અને દૂકાનો રમઝાન મહિના દરમિયાન ચોવીસે કલાક ખૂલી રહે છે. રમઝાન મહિના દરમિયાન મધરાત્રી પછી આ વિસ્તારમાં ખરીદી અને ખાણીપીણી માટે એટલી ભીડ હોય છે જેટલી દિવસના સમયે પણ નથી હોતી !
* * *
ભારતમાં કોલકત્તા અને મુંબઇ બે જ શહેરમાં ચીની મંદિર છે. મુંબઇમાં મઝગાંવ ડોક નજીક કવોન-ટાઇ-કોન નામનું ચીની મંદિર છે. જેની જાણ બહુ ઓછાને હશે. કવોન ટાઇ-કોન શાંતિના દેવતા ગણાય છે. બે ભાઇઓના ફોટા સોનાની ફ્રેમમાં અહીં છે અને સાથે લાફંિગ બુઘ્ધ અને કેટલાક યોઘ્ધાઓની મૂર્તિઓ પણ છે. હિન્દુઓની જેમ ચીનાઓ પણ મંદિરમાં અગરબત્તી પેટાવી દેવને વિવિધ પ્રસાદ ચઢાવે છે.
* * *
કેરળના કૂન્નૂર તેમજ બીજા કેટલાક જિલ્લાઓમાં એક વિચિત્ર પ્રથા છે. જે રીતે સ્કૂલ - કોલેજોમાં નવા આવનાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનું રેગીંગ થાય છે તે રીતે અહીં લગ્ન કરનાર નવદંપતિનું રેગીંગ કે એમને ચિત્રવિચિત્ર રીતે હેરાન કરવાનું સામાન્ય થઇ ગયું છે. દંપતિના જ્યૂસમાં દારૂ ભેળવી દેવો, એમના સુવાના ખાટલા પર ખૂજલી થાય એવો પાઉડર છાંટવો, નવદંપતિને કચરાભરેલી ટ્રક પર ચલાવવું, એમના બેડરૂમની બારીનાં સ્ક્રૂ કાઢી નાંખવા,... વગેરે. કેટલાક રેગીંગ એવા હોય છે કે ગંભીર ઘટના બની જાય. હમણા અઝીયુર ગામમાં લગ્ન પછી વિધિપતાવી ઘરે ફરતા નવદંપતીની કાર અટકાવીને એમને ઘર સુધી ચાલતા જવાની ફરજ પાડવામાં આવી. તેઓ ચાલીને જઇ રહ્યા હતા ત્યારે એક પ્રેગનન્ટ સ્ત્રી આવી ચઢી અને કહેવા માંડી કે વરરાજાની એ પત્ની છે અને એને પ્રેગનન્ટ કરીને દુલ્હાએ તરછોડી દીધી છે. આ સંભાળીને દુલ્હન બેભાન થઇ ગઇ પછી ખબર પડી કે સ્ત્રીના વેશમાં એક પુરૂષે તકિયો પેટ સાથે બાંધીને આવી મજાક કરી હતી ! હવે કૂન્નૂર જિલ્લાના તમામ રાજકીય પક્ષોએ ભેગા થઇ નક્કી કર્યુ છે કે લગ્ન દરમ્યાન થતા આવા ક્રૂર રેગીંગને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી.
* * *
આપણે ત્યાં કેટલાક સત્તાધિશોને છૂપો કચવાટ રહેતો હોય છે કે ન્યાયતંત્ર એમના કામ-નિર્ણયમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરે છે. આવો જ કચવાટ કેટલાક ન્યાયાધિશોને પણ છે ત્યારે આજથી ૪૮ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશમાં બનેલો એક રસપ્રદ કિસ્સો જાણવા જેવો છે. કેશવસંિહ નામના પત્રકારે એ વખતે અખબારમાં એક લેખ લખ્યો હતો જેને કારણે ઉત્તર પ્રદેશ વિધાનસભાએ વિશેષાધિકારનો મામલો ગણીને કેશવસંિહની ધરપકડ કરી વિધાનસભામાં લાવવાનો આદેશ સરકારને આપ્યો. કેશવસંિહે બચાવમાં જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અપીલ કરી. હાઇકોર્ટે જામીન મંજુર કર્યા. વિધાનસભાએ હાઇકોર્ટના આ હુકમને અઘ્યક્ષનું અપમાન ગણીને જામીન મંજૂર કરનારા બન્ને ન્યાયાધીશોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. વિધાનસભાનો આ આદેશ વિરૂઘ્ધ રાજ્યના ૫૭ ન્યાયાધીશોએ સાથે મળીને, બન્ને ન્યાયાધીશો માટે વિધાનસભામાં હાજર ન થવું પડે તે માળી જામીન મેળવી લીધા. વિધાનસભાએ બધા ન્યાયાધીશોના વલણને અઘ્યક્ષના નિર્ણય વિરૂઘ્ધના ગણીને, તેમની ધરપકડ કરવાનું વિચાર્યું ! આ માટે વિધાનસભાની બેઠક બોલાવવામાં આવી. છેવટે રાષ્ટ્રપતિએ આખા મામલામાં હસ્તક્ષેપ કરવો પડયો !
* * *
દરેક લશ્કરમાં સિપાઇના ચહેરા પર કયારે અને કેવડા વાળ હોવા જોઇએ કે ન હોવા જોઇએ તેના નિયમો છે. અમુક દેશોના નૌકાદળમાં દાઢી રાખવાની છૂટ અપાય છે. ઇગ્લેન્ડના શાહી નૌકાદળમાં વિચિત્ર નિયમ છે. દાઢી રાખી શકાય પણ મૂછ નહીં. જો મૂછ-દાઢી રાખવી હોય તો કઢાવવા માટે ઉચ્ચ અધિકારીની મંજૂરી લેવી પડે છે. ઘણા ક્ષતિય વંશજો મૂછ મૂંડાવતા નથી અને શીખ લોકો દાઢી-મૂછ કઢાવવાનું ધાર્મિક રીતે વર્જ્ય ગણે છે. મોટાભાગના લશ્કરમાં મૂછ ઉગાડવાની છૂટ હોય છે, દાઢીની છૂટ નથી.
* * *
સેરિડોન, એસ્પ્રો કે એસ્પેરિન જેવી માથાના દુખાવાની કોઇપણ ટીકડીનો કુદરતી ઉપચારકો વિરોધ કરે છે, પરંતુ એસ્પેરીનની ટિકડી ન લેવી હોય તો ફેંકી દેવાને બદલે અગાશી કે બાગમાં ફૂલછોડ ઉગાડ્યાં હોય તેમાં તેનો ઉપયોગ થઇ શકે છે. ગુલાબનો છોડ બરાબર ઉછરતો ન હોય, છોડને કે પાનને જંતુ લાગતાં હોય કે ફૂલ બરાબર ખીલતાં ન હોય તો એસ્પેરીનની ટીકડીને કૂંડા કે જમીનમાં માટી સાથે ભેળવવાથી ગુલાબ ખૂબ સરસ ખીલે છે. એસ્પેરીનમાં આવેલી સેલી સાઇકલિક એસિડને કારણે આમ થાય છે.
* * *
જ્ઞાનતંતુઓને લગતા અનેક ભેદી રોગો છે જેમાંનો એક છે મલ્ટીપલ સ્કલેરોસિસ જેને તબીબો ટૂંકમાં એમએસ કહે છે. આ રોગ ઝટ મટતો નથી અને ગંભીર રૂપ ધારણ કરે તો દરદીને પાંગળા બનાવી દે છે તેનાથી દરદીના મગજ અને સમગ્ર મજ્જાતંત્રને માઠી અસર પહોંચે છે. દરેક વ્યક્તિના શરીરમાં જ્ઞાનતંતુઓની આસપાસ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ હોય છે, પણ એમએસના દરદીઓના શરીરના મગજ તથા કરોડરજ્જુમાં અનેક ઠેકાણે એ કવચન નુકસાન પામતું હોવાથી રોગને મલ્ટીપલ સ્કલેરોસિસ નામ અપાયું છે. એને કારણે શરીરના ચોક્કસ ભાગમાં બળતરા થાય છે, સ્નાયુઓના સંકલનમાં વરોધ ઉભો થાય છે. અને દરદી સતત ગભરાટની લાગણી અનુભવ્યા કરે છે.
* * *
અનેક લેખકો, સાહિત્યકારો અને કવિઓએ આત્મહત્યા કરી છે. સાને ગુરુજી, મલયાલમ ભાષાના પ્રસિઘ્ધ નવલકથાકાર નંદનાર, ધર્માનંદ કોસંબા, અર્નેસ્ટ હેમંિગ્વે, સિલ્વિયા પાથ, મિશિમા, યાસુનારી કાવાબાતા, સ્ટીફન ઝવાઇંગ, માયકોવસ્કી, જોન લેરીમન, સિઝર પેવટે, રેન્ડલ જોરેલ, યુસેનિન, મેરીના, તાઉદેસ, વોરાવસ્કી, પાબ્લો યાશવિલી વગેરેએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આમાંના કેટલાકે પાણીમાં ડૂબીને, ગળે ફાંસો ખાઇને, ઉપવાસ કરીને અને ઉંઘની ગોળીઓ લઇને આત્મહત્યા કરી છે. અર્નેસ્ટ હેમંિગ્વેએ પોતાના પર જ ગોળી છોડી હતી જ્યારે જાપાની સાહિત્યાકારોએ હરાકીરી કરી છે.
* * *
દાઉદ ઇબ્રાહીમ ગેંગના બે કટ્ટર દુશ્મનો અબુ સાલેમ અને અરૂણ ગવળીને મુંબઇથી ૭૦ કિ.મી. દૂર આવેલી તલાજો જેલમાં રાખવામાં આવ્યા છે. એક વણલખ્યો નિયમ એવો છે કે દાઉદ ઇબ્રાહીમ ગેંગના ગૂંડાઓને મુંબઇની મઘ્યમાં આવેલી આર્થર રોડ જેલમાં રાખવામાં આવે છે જ્યારે દાઉદની દુશ્મન ગેંગના ગૂંડાઓને તલોજા જેલમાં રાખવામાં આવે છે. તલોજા જેલમાં ગવળીના છ ગુંડાઓ અને સાલેમના બે ગુંડાઓ છે. જે એમની સેવામાં હાજર રહે છે. ગવળી મોટા ભાગના સમયે હશીશ ફૂંકે છે, જ્યારે સલેમ વિદેશથી મંગાવેલી માર્લબોરો સિગરેટ ફૂંક્યા કરે છે.
* * *
અમેરિકા, ઇંગ્લેડ જેવા દેશોમાં સરેરાશ એક લાખથી વઘુ અપંગો તાલીમબઘ્ધ કુતરાની મદદથી રોજંિદું જીવન ગુજારે છે. માણસ સાથે રહેવાની કુદરતી વૃત્તિ ધરાવતાં પશુ-પંખીઓમાં કૂતરો સૌથી વઘુ માણસ ટેવાયો છે. ‘કેનિન કેન કેર’ નામની સંસ્થા કૂતરાં ઉપરાંત માણસોને પણ તાલીમ આપે છે. અપંગો માટે કંઇ કરી છૂટવાની ભાવના હોય એમને વિશિષ્ટ પ્રકારના ડોગ ટ્રેનર તરીકે પણ તાલીમ આપવામાં આવે છે. ‘કેનિન કેન કેર’ સંસ્થા માને છે કે અપંગો ઉપરાંત એકલવાયા રહેતા સિનિયર સિટિઝન્સને પણ આસિસ્ટન્ટ ડોગ આપી શકાય અઠવાડિયાના સાતે દિવસ, ચોવીસે કલાક એ મદદ કરે છે. બદલામાં એને બે સમયનું ભોજન અને પ્રેમ આપવાનાં હોય છે.
* * *
ઇંગ્લેન્ડના ગ્લોસેસ્ટરશાયર શહેરમાં ત્યાંની સ્થાનિક સરકારે ચામાચીડિયાને મહત્વનું પક્ષી ગણ્યું છે. ચામાચીડિયું ઝાડ નીચે ટીંગાતું હોય કે અવાવરૂ ઘરમાં લટકતું હોય અને જો કોઇ નાગરિક તેને ઉડાડી મૂકે તો તેને દંડ થાય છે. ગ્લોસેસ્ટરશાયરની એક વૃઘ્ધાના જૂના ઘરમાં બે ચામાચીડિયાં લટકતાં હતાં અને તેણે છતને રિપેર કરાવાની હતી. સુધરાઇએ ચામાચીડિયાંને ડિસ્ટર્બ કરવાની પરવાનગી ન આપી. સુધરાઇએ કહ્યું, ‘અત્યારે ચામાચીડિયાંની સંવનની મોસમ ચાલે છે. તેમનાં સંવનનમાં ખલેલ પહોંચાડવાની નથી.’ મોસમ પૂરી થઇ અને સુધરાઇએ ચામાચીડિયાંને ઉડાડી મૂકવાની રજા આપી.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved