Last Update : 22-August-2012,Wednesday

 

સંતાનનો નિષ્ફળતાની કેડી પરનો ડર કેવી રીતે દૂર કરશો?

વામાવિશ્વ- અનુરાધા દેરાસરી
- 'નિષ્ફળતા મળે ત્યારે નિરાશ થવાને બદલે તે જ રસ્તે આગળ વધી, ફરી સફળતાના ઓવારે પહોંચવું, તે જ સાચો રસ્તો છે' આ માતાનું ઘડતર જ યુવરાજ ને ફલેપ્સ પેદા કરી શકે

ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિ, શ્રીલંકામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપ માટેની ટીમની પસંદગી કરવા જઇ રહી છે. તેમાં આક્રમક બેટ્સમેન યુવરાજસિંઘના પુનરાગમનના જોરદાર પડઘમ સંભળાઇ રહ્યા છે. કેન્સરની બીમારી બાદ યુવરાજસિંઘ ભારત પરત આવી, યોગ્ય સારવાર લઇ ફીટ થઇ ગયા છે. અત્યારે બેંગ્લોરમાં એનસીએ ખાતે ટ્રેનીંગ લઇ પ્રેકટીસ કરી રહ્યા છે. એના ફીટનેસ સર્ટીફીકેટની જ રાહ જોવાઇ રહી છે. જબરજસ્ત સંજોગો સામેની લડત અને ફરી એજ ઉચ્ચ કારકિર્દી તરફની મંઝિલ તરફનું પ્રયાણ કમબેક ડબલજોશથી કરવા તે આતુર છે. જાણે હમણા જ બોલ આવશે ને પહેલી જ સીક્સ ફટકારશે. આ નિષ્ફળ સંજોગોમાંથી હેમખેમ પાર નીકળવાની પ્રેરણા અને હકારાત્મક અભિગમ ક્યાંથી મળ્યો?
એક હજારવાર કહી શકાય કે તેનું શ્રેય તેની માતાને જરૃરથી જાય છે. યુવરાજના જ શબ્દોમાં જોઇએ તો ઃ જ્યારે મને કેન્સરનું નિદાન થયું ત્યારે, મારી ક્રિકેટની કારકિર્દી ઉચ્ચત્તમ શિખરે હતી. સફળતાની આ સીડી પરથી એકદમ નીચે ઉતરવાનો વારો આવ્યો. પણ નાનપણથી મુશ્કેલ પરિસ્થિતિ કે નિષ્ફળતામાં નિરાશ નહિ થવાના અમારા ઘડતરે મને થોડા જ દિવસમાં ફરી લડવા માટે ઊભો કરી દીધો. તેની માતાનું એટલું જ કહેવું હતું કે ઃ મુશ્કેલ સંજોગોમાંથી રસ્તો કરી, બહાર નીકળવાનું છે અને ફરી સફળતાની સીડી ચડવાની છે. વચ્ચે આવતા નિરાશાના પથ્થરોને બાજુએ હઠાવતા જવાનું છે અને યુવરાજ અને તેની માતા બોસ્ટન ગયા. ત્યાં સારવાર લીધી અને રેસ્ટ હોસ્ટરથી આપણે બધા વાકેફ છીએ. નિરાશ થવાને બદલે જલ્દી સારા થઇને ફરી પાછા ફરવાની ઉત્કંઠા જ એને શ્રીલંકાની ટી-૨૦ કપમાં ક્રિકેટના ગ્રાઉન્ડ પર ઉતારશે.
બીજો સીનેરો ઃ બેહજારબારની રમાયેલી ઓલિમ્પિક્સમાં ૪ ગોલ્ડમેડલ અને બે સિલ્વર મેડલ મેળવનાર અમેરિકન તરવૈયો ફલેપ્સ, જે ઓલિમ્પિકમાં ઈતિહાસ બની ચૂક્યો છે, તેનો છે.
અમેરિકાના પોલીસ ખાતામાં નોકરી કરતા સામાન્ય મધ્યમવર્ગમાં ફલેપ્સનો જન્મ થયો. ફલેપ્સને નાનપણથી જ ડેફિસીટી-હાઈપર-એક્ટિવીટી-ડિસઓર્ડર (એડીએચડી)ની બીમારી હતી. આવા બાળકોનો ઉછેર જ એક સમસ્યા હોય છે. તેમાં ભણાવવાનો અને તેને કારકિર્દીના ઉચ્ચત્તમ શિખર સુધી પહોંચાડવાનું તો લોઢાના ચણા ચાવવા સમાન કામ માતા-પિતા માટે બની જાય છે પણ ફલેપ્સની માતાએ તે લોઢાના ચણા ચાવ્યા અને ફલેપ્સને સફળ બનાવ્યો.
તેણે એકલે હાથે ફલેપ્સને ઉછેરવાની જવાબદારી લીધી કારણ કે પિતાએ તો ફલેપ્સ નવ વર્ષનો હતો ત્યારે છૂટાછેડા લઈ લીધા હતા. ફલેપ્સને સ્કુલમાં મૂક્યો ત્યારે ત્યાંના શિક્ષકોએ જાહેર કર્યું કે, બીજા વિદ્યાર્થીઓ સાથે ફલેપ્સ કોર્સ વગેરેમાં સાથે નહિ રહી શકે માટે તે શાળા અને કુટુંબ માટે પણ મુસીબત છે. ફલેપ્સની માએ નિરાશ થયા વગર ફલેપ્સના નિરાશાનો ડરને ભગાડવાનું નક્કી કર્યું. તે હાર્યા નહિ, પરંતુ નિરાશાથી ઘેરાઈ ફલેપ્સ કોઈ પ્રવૃત્તિથી દૂર ના રહે તે તેમણે ધ્યાન રાખ્યું. ફલેપ્સની પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખી, તેમણે જોયું કે તેની એટીટયુડ સ્વીમીંગ તરફની છે, અને તેમણે બાઉમેમ જેવા કોચને રાખી આગળ વધવારવાનું નક્કી કર્યું. તે માટે ખોરાકથી માંડી માનસિક મનોબળ મજબૂત કરવાનું બધું જ તેમની માતા કરી ચૂક્યા અને આજે ફલેપ્સ ઓલેમ્પિક અને બીજી અનેક જગ્યાએ સ્વીમીંગનો ઇતિહાસ બની ચૂક્યો છે.
આજે ઉપરના તાજેતરના જ બનેલા દ્રષ્ટાંતો આપી, વાચક મહિલાઓને એ સમજાવવું છે કે, બાળકને કોઈ પણ સંજોગોમાં નિષ્ફળતા મળે, તો નિરાશ થવાને બદલે તેને સફળતાની પ્રથમ સીડી ગણી આગળ વધારવાની પ્રેરણા, શીખ અને કૌવત માતા જ આપી શકે. આ વસ્તુ માતા જ કરી શકે, જો તેમાં પિતાનો સહકાર સાંપડે તો જરૃર સોનામાં સુગંઘ ભળે.
આજનો આધુનિક સમય બદલાયો છે. સામાન્યતાને બદલે અસામાન્યતાનો માહોલ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. થોડા સમય પહેલા વાતાવરણ એ હતુંકે, સચીન તેંડુલકર તો એક જ હોય, આમીરખાન તો એક જ હોય, અલકા યાજ્ઞિાક તો એક જ હોય આજે એ સીનેરીઓ બદલાયો છે. બાળકમાં સહેજ ટેલન્ટ દેખાય કે, દસ સચીન બનવા બાળકો તૈયાર થાય છે અને માતા-પિતા તેમને આર્થિક સગવડથી માંડી બધા જ જરૃરી પરિબળો પૂરા પાડે છે. એટલે સચીન બનવા માટે અનેક બાળકો ર્સ્પધાત્મક લાઈનમાં ઊભા થઈ જાય છે અને આમ કટથ્રોટ કોમ્પીટીશનનો સમય આવીને ઊભો રહ્યો છે. આ ર્સ્પધાત્મક સમયમાં ઉત્તમ રીતે સફળ થવાનો બાળકો પર માનસિકતનાવ, સ્ટ્રેસ જોવા મળે છે. જો તેમાં સફળના થવાય તો કોઈ પણ ક્ષેત્રમાં નિરાશા સાંપડે છે અને બાળક તે કપરા સંજોગો અને નિષ્ફળતાને પચાવી આગળ વધી શકતાં નથી. આ સંજોગોમાં આગળ વધવાની જવાબદારી માતાની બને છે. યુવરાજ એ ઉચ્ચત્તમ કારકિર્દી પર હતો અને કપરા સંજોગો આવ્યા અને ફલેપ્સને ઝીરોમાંથી કારકિર્દી બનાવવાની હતી. આમ એકની ઝીરો તરફની ગતિ થઈ શકે તેમ હતી અને બીજાને ઝીરોમાંથી કારકિર્દી બનાવવાની હતી. આ બન્નેમાં નિષ્ફળતાના સો ટકા ચાન્સીસ હતા, પરંતુ બન્ને માતાઓએ નિરાશાનો પડછાયો પણ યુવરાજને ને ફલેપ્સ પર પડવા દીધા વગર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. આજના સંગીત વગેરે રીયાલીટી શો દસ-બાર બોર્ડની પરીક્ષા, રમતગમત કોઈ પણ ક્ષેત્રમાં બાળકને સફળતા ના મળે તો આપણે જોઈએ છે કે બાળક નિરાશ થઈ જાય છે. ત્યારે ઉપરના દૃષ્ટાંતોની ફોરમ્યુલા માતાઓ અપનાવવી જરૃરી બની જાય છે. આ માટે ખાસ તેનું ઘડતર જરૃરી છે.
પ્રથમ તો બાળકને સફળતાની યોગ્ય વ્યાખ્યા શીખવવી જરૃરી છે. સફળતા એટલે હંમેશા ઉત્તમ જ બનવું, અવ્વલ પોઝીશન પર રહેવું કે સારું પરફોમન્સ કરી બતાવવું એ પાતળી ભેદરેખાનો મર્મ સમજાવવો જરૃરી બને છે. આ ભેદરેખા માતા-પિતા નક્કી કરે તેના પર બાળકનો હકારાત્મક અને નકારાત્મક અભિગમનો આધાર રહે છે. અમે તે ફોરમ્યુલા શીખવવી જરૃરી બને છે.
‘They den‘t have to be the best,
they just have to try their best.'
આ અભિગમ નિષ્ફળતા આવે તો તેની સ્વીકૃતિ કરાવતા શીખવે છે. આ પ્રમાણેના ઘડતર થયેલા બાળકો નિષ્ફળતા આવશે તો તેની સ્વીકૃતિ કરતા શીખશે. માતાએ શીખવવું જરૃરી બનશે કે નિષ્ફળતા સાથે નકારાત્મક વિચારો જરૃર આવશે, પણ તેને દૂર કરવા પ્રયત્ન કરવો રહ્યોને તે નકારાત્મક બોગદાઓ અને કિલ્લામાંથી આગળ ચાલી હકારાત્મક અજવાળા તરફ જવાનું છે તે જ સાચો રસ્તો છે આ ઘડતરનું પ્રથમ સોપાન ગણાશે.
આ સાથે માતાએ બાળકને એ પણ શીખવાડવું જરૃરી બને છે કે, નિષ્ફળતા એ જીવનનો જરૃરી બાગ છે. તે આવે તો શરમ, સંકોચ અનુભવવાની કે નીચું જોવાની જરૃર નથી. એ જીવનની પરિસ્થિતિનો એક ભાગ છે, જેના કારણે તમારી ક્ષતિ હશે તો જણાશે. જેને સ્વીકારી ભવિષ્યમાં સારું પરફોમન્સ આપી શકાય તે સમજાવટ જરૃરી બને છે.
યુવરાજ જ્યારે બોસ્ટનમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે સતત પડખે ઉભેલી તેની માતાએ તેને તેની મેચોની વિડીયો જોવાનું સૂચન કર્યું હતું ને યુવરાજ તે વિડીયો ટાઈમ મળે ત્યારે અનુકૂળતાએ જોતા, જેમાંથી તેઓ પોતાનું પરફોમન્સ જોઈ વધારે સારું ભવિષ્યમાં કરી શકે આમ નકારાત્મક પરિસ્થિતિને રડવાને બદલે હકારાત્મક સંજોગોમાં પલ્ટાવવાનો અભિગમ ઘડતરનો એક ભાગ બને છે.
બાળક નિરાશાના ગર્તમાં સરી ના પડે અને પ્રવૃત્તિથી વિમુખ ના રહે. એંગ્સાઈટીનો ભોગ ના બને, ગુમસુમ ના રહે તે રીતે માતા તેનું ઘડતર કરે તો, બાળક નિષ્ફળ સંજોગોને પચાવી, સફળતાની કેડી પર આગળ વધી શકે છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved