Last Update : 22-August-2012,Wednesday

 

ખુલ્લા આસમાન તળે સૂવાનું મળે તો ??

- ચંિતકો ઉમેરે છે કે ફરી આસમાન તળે સૂવાનું સદ્‌ભાગ્ય મળે તો માનવજીવનનાં સ્ટ્રેસ, ટેન્શન, ડીપ્રેશન ઘટે. બીજું, રાત્રે સૂવા માટે ટ્રાન્ક્વીલાઇઝર લેવા ન પડે

જગત અને રોહિણી સાખ-પાડોશી. બાળપણથી સાથે ઉછરેલા. સંઘ્યા સમયે બન્ને પોત-પોતાની ટેરેસમાં બેઠા બેઠા સંઘ્યા રાણીની અણમોલ બ્યૂટી માણતા હોય. ચા પીવાતી રહે ચંદ્રના આગમન સુધી. તારા, નક્ષત્ર, ચંદ્ર સાથે બન્નેની નિકટ મૈત્રી હતી. ગરમીના દિવસોમાં તો સંઘ્યા કાળથી બન્ને અગાશીઓમાં પથારીઓ પથરાઇ ગઇ હોય! - કુટુંબોના પ્રત્યેક સભ્યો માટે. ડીનર કરી બન્ને કુટુંબના સભ્યો પોતપોતાની ટેરેસમાં સૂવા જાય ત્યારે પથારી એરકકન્ડીશન્ડ બની જતી. ઉપર ખુલ્લું આસમાન અને નીચે એરકંડીશન્ડ પથારી-સૂઇ રહેવા માટે પૂરતું ઑક્સીજન પૂરું પાડતા. એક જ ઊંઘે સવાર પડી જતી અને પક્ષીઓના મઘુર ગાન સાંભળવા મળતા જે દિનભરના કાર્યક્રમ અને પ્લાનીંગ ખૂશબો રેડતા.
જગત અને રોહિણીની ‘હનીમૂન’ની પ્રથમ રાત હતી એક ફાર્મ હાઉસમાં- ખુલ્લા આસમાન તળે. પણ પછી તો, પેલું ખૂલ્લું આસમાન, ટેરેસ, એરકંડીશન્ડ પથારી બઘું ક્યાં, ક્યારે, કેવી રીતે ખોવાઇ ગયું તેની બન્નેમાંથી એકેયને સરત ના રહી. બેંગલોરના વૈભવશાળી અપાર્ટમેન્ટમાં બઘું જ હતું. પણ ટેરેસ નહોતી. એરકંડીશન બેડરૂમમાં બંધ બારી-બારણામાં તેમને સૂવું પડતું. ટેરેસ, એરકંડીશન્ડ પથારી, ખૂલ્લું આસમાન, સંઘ્યાના રંગ-બેરંગી દ્રશ્યો, ચંદ્ર, તારા, નક્ષત્રોનું સાન્નિઘ્ય કલ્પનાનો એક વિષય બની ગયો. બન્ને પોતાના કુટુંબ સાથે નવા વાતાવરણમાં ખોવાઇ ગયા. સવાર સાથે દોડાદોડી, ઑફિસ, સાંજે થાક્યા-પાક્યા ઘરે આવવું, ડીનર કરી લેવું, પોતાના એરકન્ડીશન્ડ રૂમમાં બંધ બારણે સૂઇ જવું. કુદરતથી તેઓ વિમુખ થતા ચાલ્યા. ખૂલ્લું આસમાન તો માત્ર કવિતામાં રહી ગયું.
હા, જગત અને રોહિણી માટે એક યાદગાર પ્રસંગ જરૂર બન્યો. ખૂલ્લા આસમાન તળે સૂવાનો, શૂલપાણેશ્વરના પ્રાંગણમાં અને તે પછી બઘું જ રુટીન, એ જ આલીશાન અપાર્ટમેન્ટ, એરકન્ડીશનનું મંદીર પણ ‘‘ડૂબ’’માં ગયું- શમણાં રહ્યાં માત્ર!!
ચંિતકો સાચું કહે છે કે સંસારસાગરમાં રેતીમાં વહાણ ચલાવવાના છે અને ડગલે-પગલે વિષના પ્યાલા પીવા પડે છે. વઘુમાં તો પતિ અને પત્ની પ્રેમ કરતાં હોવા છતાં, વિધિન્યાયે, કાંઇને કાંઇ અવરોધો નડતા હોય છે. બહારના વાતાવરણમાં ‘પોલ્યુશન’ છે, હવા દૂષિત છે, નદીના જળ દૂષિત છે, ફૂડ પણ દૂષિત છે, માનવીનાં મન પણ પરિણામે દૂષિત બનવા લાગ્યા છે. જીવન ટ્રેજેડી બની ગયું છે. નફા-નુકસાનની દુનિયામાં માણસ યંત્ર બની ગયો છે. ખૂલ્લા આસમાન તળે સૂવું અલભ્ય બનતું ગયું છે. અને લાઇફમાં સ્ટ્રેસ અને ટેન્શન વઘ્યાં છે. માનવી ડીપ્રેસ્ડ બની ગયો છે.
જીવનના ચાહકો કહે છે કે ‘બૅક ટુ નૅચર’. ઘરઆંગણે લીલોતરી વાવો. વિદ્યુત શક્તિના ઉત્પાદન માટે પણ ‘‘ગ્રીન’’ જરૂરી છે. નહીં તો, વિદ્યુતના અભાવે જીવન જીવવાના દિવસો આવશે. એરકંડીશન બેડરૂમ પણ કલ્પનાનો વિષય બની શકશે. કુદરત તો રુઠી છે. વિદ્યુત ના રુઠે તે જોવાનું છે. હા, ધરતી મા પણ રુઠી છે એટલે ભૂકંપના પ્રસંગો વધતા ચાલ્યા છે. આ બધી વિપરીત પરિસ્થિતિઓમાં ફરી ખૂલ્લા આસમાન તળે સૂવાનું મળે તો ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ મળે.
ચંિતકો ઉમેરે છે કે ફરી આસમાન તળે સૂવાનું સદ્‌ભાગ્ય મળે તો માનવજીવનનાં સ્ટ્રેસ, ટેન્શન, ડીપ્રેશન ઘટે. બીજું, રાત્રે સૂવા માટે ટ્રાન્ક્વીલાઇઝર લેવા ન પડે. ત્રીજું, દિવસ દરમિયાન કામકાજ કરવા સ્ટીમ્યુલેશન જોઇએ છે તે ઘટે. ચા-કૉફીના પ્યાલા ઘટે. સિગરેટ- બીડીના ઘૂમાડા અટકે, અને હા, આલ્કોહૉલિક ડ્રીન્ક તરફ ઘસડાતા માનવ પ્રવાહને અટકાવી શકાય.
ખૂલ્લા આસમાન તળે સૂવા મળે તે એક કુદરતી ઘટના છે. ખૂલ્લા આસમાનને તાળા-ચાવીમાં પૂરી દેવું એ માનવ સર્જિત છે. અને પુરુષની ‘‘ત્રીજી ડહાપણની આંખ’’ ખૂલે, ડહાપણ આવે તો ‘ખૂલ્લું આસમાન’ તો માણસ માત્રને આવકારવા સજ્જ થઇ બેઠું છે!! જ્ઞાનચક્ષુ ત્યારે ખૂલ્લે, જ્યારે જીવનના લય અને રીધમ રૂપ ‘‘ઑમ’’ આત્મસાત્‌ બને!!
- હરેન્દ્ર રાવલ

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved