Last Update : 22-August-2012,Wednesday

 

સૌંદર્ય ખિલવો સંપૂર્ણપણે હોમ મેઈડ પ્રોડક્ટ્‌સ દ્વારા

 

ઘણીવાર મોંઘવારીમાં બજેટમાં ભાત ભાતનાં કરકસરનાં નાનકડાં નુસખાઓ શાંતિથી શાણપણ સાથે વિચારીએ તો ફાયદાકારક બની રહેતા હોય છે. શરીરની તંદુરસ્તી, સુંદરતા માટે મોંઘાદાટ બ્રાન્ડેડ પ્રસાધનો બજેટમાં સેટ ન થાય અને કોક વાર શરીરની તાસીર પ્રમાણે અનુકૂળ ન આવે ત્યારે આપણી હોમ પ્રોડક્ટ્‌સ આપણને મદદકર્તા બની રહે છે.
ૠતુના ફેરફાર શરીરની સુંદરતાને જ્યારે હાનિ કરે, ખાસ કરીને ઉનાળો આકરો થાય ત્યારે સમર ફેસિયલ બ્લીચ કામમાં આવી શકે છે. સમર ફેશિયલ બ્લીચ બનાવવાની રીત જોઈએ તો સામગ્રીમાં ચાર ચમચી દૂધ, એક ચમચી મધ, બે ચમચી લીંબુનો રસ લો. કાચનાં બાઉલમાં લઈને બરાબર ભેળવી લો. આ મિશ્રણ તડકામાં દાઝેલી ત્વચા પર પંદર મિનીટ માટે લગાવો. ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ધોઈ નાખો. આ બ્લીચ ચીકણી ત્વચા માટે ખૂબજ ફાયદાકારક છે. હવે યોગર્ટ હની ક્લીન્ઝર બનાવવા અંગે જાણીએ. સામગ્રીમાં ચાર ચમચી દહીં, બે ચમચી મધ, ત્રણ ચમચી લીંબુનો રસ. આ તમામ સામગ્રી કાચના બાઉલમાં સરખી રીતે ભેળવી દો. ત્યારબાદ એમાં ચપટી કોર્ન સ્ટાર્ચ મેળવો. આનાથી પેસ્ટ જાડી બનશે. આ પેસ્ટને ચહેરા પર હળવા હાથે મસાજ સાથે લગાડો. સરસ રીતે આ પ્રક્રીયા પૂરા થયા બાદ થોડો સમય વીતે ઠંડા પાણી વડે ધોઈ નાખો. ઓટ મીલ એક્સોફોલિએશન સ્ક્રબ બનાવવાની રીતે પણ જાણવા જેવી છે. આમાં સામગ્રીમાં એક ચમચી જુવારનો લોટ, એક નાની ચમચી બેકીંગ સોડા, અડધો કપ પાણીની જરૂર પડશે. આ બધી સામગ્રી કાચના બાઉલમાં લઈ ભેળવી દો. પાણીનું પ્રમાણ જાડી પેસ્ટ બની શકે તે પ્રમાણે હોવું જરૂરી છે. આ સ્ક્રબથી ચહેરા પર અંદાજે બેથી ત્રણ મિનિટ સુધી મસાજ કરો અને પછી ધીમે ધીમે હલકા હાથે ઘસીને કાઢી નાખો. છેલ્લે ચહેરાને સામાન્ય પાણી વડે ધોઈ નાખો. તમામ પ્રકારની ચામડી માટે આ સ્ક્રબ કામમાં આવી શકે છે.
કર્ડ સ્ક્રબ બનાવવા માટે એક ચમચી ચણાનો લોટ, એક ચમચી લીંબુનો રસ, થોડોક ફુદીનો, ફેટેલું દહીં, છીણેલું ગાજર આ તમામ સામગ્રી કાચના બાઉલમાં મેળવીને જાડી પેસ્ટ બને તેવી રીતે પાણી મેળવીને આ મિશ્રણ તૈયાર કરો. ત્યાર બાદ ચહેરા પર ગોળાકાર ફેરવતા હલકા હાથે ઘસો. આનો નિયમીત ઉપયોગ ચામડીનાં રોમ છિદ્રોને ખુલવાની પ્રક્રિયામાં મદદકર્તા બનશે.
ગ્લોપેક બનાવવા માટે પાઈનેપલનો માવો, પપૈયાનો માવો, હળદર, જેઠીમધ પાઉડર - આ તમામ સામગ્રી કાચના બાઉલમાં સારી રીતે ભેળવો. જાડી પેસ્ટ બને તે માટે પ્રમાણસર પાણી ભેળવો. આ પેસ્ટ સાફ કરેલા ચહેરા પર એટલે કે જે ક્લીન્ઝર અને સ્ક્રબ કરેલો હોય અંદાજે ૨૦ મિનિટ સુધી આ પેસ્ટ લગાડો. અઠવાડિયામાં નિયમિત એકાદવાર આ પ્રયોગથી ચહેરા પર ગ્લો આવશે.
રેડ ડિઓડરન્ટ બનાવવા માટે મઘ્મય આકારનાં બે ડઝન ગાજરનો જ્યુસ, એક નાની ચમચી ગ્લીસરીનની જરૂર પડશે. ગાજરના જ્યુસને બે-ત્રણ વખત ગાળવો જરૂરી છે. ત્યાર બાદ તેમાં ગ્લીસરીન મેળવો. પછી તેને સ્પ્રે કરવાની બોટલમાં આ મિશ્રણને ભરી લો. તેને ફ્રીજમાં મૂકી દો. સ્નાન પછી બગલ, હાથ પર લગાવો. નિયમીત ઉપયોગથી પરસેવાની દુર્ગંધથી છૂટકારો મળી શકે.
આમ, ઘરે હાથવગા હોમ પ્રોડ્‌ક્ટસ સ્વીટ બ્યુટી ફૂલ બોડી બનાવી શકશે, કરકસર અને બચત સાથે.
- સવિતા તુષાર

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved