Last Update : 22-August-2012,Wednesday

 

સફળતામાં મિત્ર તથા ભાગીદારની પસંદગી પણ મોટો ભાગ ભજવે છે

- કહેવાતો મિત્ર પોતાના મિત્રની સફળતા જોઈ શકતો નથી માટે મોટે ભાગે તેનો અભિગમ મિત્રને નિરુત્સાહી કરવાનો હોય છે

મિત્ર-તમારું જીવન બનાવી શકે છે અને જીવન બગાડી પણ શકે છે. મિત્રો વિનાનું જીવન નિરસ બની જાય છે. જે વ્યક્તિ સાથે દિલ ખોલીને વાત કરી શકાય, જે પતિ-પત્ની અથવા કુટુંબીજન સાથે પણ ચર્ચી ના શકાતી વાત ચર્ચી શકાય અને એકબીજાના સ્પષ્ટતાથી અવગુણો સિવાય કહી શકાય અને ખોટું લગાડ્યા સિવાય સ્વીકારી શકાય, વિશ્વનિયતા હંમેશ માટે જળવાઈ રહેતી હોય તે સાચી મિત્રતા છે.
મિત્ર માટે અંગ્રેજી શબ્દ ખઇૈંઈશઘ છે. ફ્રેન્ડનો પહેલો અક્ષર ‘એફ’ છે. ધખધ ‘એફ’ એટલે ફેઈથફુલ. સાચો મિત્ર વિશ્વાસુ હોય છે. પોતાના મિત્રોના અવગુણો જાણતો હોવા છતાં, મિત્રોનું રહસ્ય જાણતો હોવા છતાં જાહેરમાં તેનુ ખાસ ઘ્યાન રાખતો હોય છે. કહેવાતો મિત્ર, સ્વાર્થ માટે બનેલો મિત્ર આ વિશ્વનિયતા જાળવી શકતો નથી અને પોતાના જ મિત્રના રહસ્યો બહાર પાડી પોતે ‘‘સારો છે’’ એવું સ્થાપિત કરવા પ્રયત્ન કરતો હોય છે. યુવાનીમાં બે મિત્રોને એક જ યુવતી સાથે અથવા બે યુવતીઓને એક જ યુવક સાથે પ્રેમ થઈ જાય છે ત્યારે મિત્રતાની ખરી વફાદારીની ચકાસણી થાય છે. આવા સમયે સાચો મિત્ર પોતાના બીજા મિત્રના અવગુણો બહાર પાડી પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને જીતવાનો પ્રયત્ન કરતા નથી. કહેવાતો મિત્ર પ્રેમ અને યુઘ્ધમાં બઘુંજ વ્યાજબી છે એમ કહી પોતાના જ મિત્રને દગો આપવાનો પ્રયત્ન કરે છે. બે મિત્રો જ્યારે ધંધામાં ભાગીદાર બને છે ત્યારે તેમની મિત્રતાની કસોટી થતી હોય છે. સાચા મિત્રો સાચા અર્થમાં ભાગીદાર બની વ્યવસાય ટકાવી રાખતા હોય છે. તેમના માટે પૈસા કરતા મિત્રતા વધારે અગત્યતા ધરાવે છે. ધઇધ ‘‘આર’’ એટલે રીયલ. સાચો મિત્ર ખરેખર મિત્ર હોય છે અને કહેવાતો મિત્ર હોતો નથી. ઘણી વખત વ્યવસાયને કારણે અપરિચિતો પરિચિત બનતાં જાય છે અને આવા સંબંધોને મિત્રતાનું નામ આપવામાં આવે છે પરંતુ આની પાછળ ‘‘હું તને સાચવું- તું મને સાચવ’’નું સમીકરણ વધારે કામ કરતું હોય છે. વ્યવસાયિક સંબંધોનો આવરદા વ્યવસાય પૂરતો હોય છે. દા.ત. પરચેઝ મેનેજર બીજી કંપનીમાં જતો રહે ત્યારે તે મેનેજર ઘણાંનો મિત્ર મટી જતો હોય છે.
ધૈંધ ‘‘આઈ’’ એટલે ઈન્ટરેસ્ટ. સાચો મિત્ર પોતાના મિત્રમાં રસ લેતો હોય છે. તેના વિકાસમાં, તેની મુશ્કેલીઓમાં, તેની ખુશીઓમાં સાચા દિલથી રસ દાખવી તેના જીવનનો સહભાગી બને છે. રસ લેવાના નામે મિત્રના જીવનમાં દખલગીરી કરતો નથી કે તેના અંગત જીવનમાં ખલેલ પહોંચાડતો નથી. રસ લેવાના નામે મિત્રના જીવનમાં દખલગીરી કરતાં મિત્ર ખરેખર મિત્ર નથી. પતિ-પત્નીના ઝઘડામાં નારદવેડા કરી તેઓના સંબંધો એટલા બગાડી નાંખે કે છૂટાછેડા લેવાનો સમય આવે તેવી વ્યક્તિને મિત્ર કેવી રીતે કહી શકાય ?
ધઈધ ‘‘ઈ’’ એનકરેજ ઃ ઉત્સાહિત કરે ઃ સાચો મિત્ર પોતાના મિત્રના દુઃખનો સહભાગી બની તેના દુઃખને દૂર કરવા સતત પ્રયત્ન કરતો હોય છે. મિત્ર મુશ્કેલીઓથી ગભરાઈ ગયો હોય ત્યારે તે તેની સાથે જઈ ઊભો રહેતો હોય છે અને તેના ડરને દૂર કરી ઉત્સાહિત કરવા સતત પ્રયત્ન કરતો હોય છે. ‘‘તારાથી આ કાર્ય સફળ થશે જ નહીં’’ એવા નકારાત્મક વાક્યો વાપરવાને બદલે ‘‘પ્રયત્નથી બઘું જ શક્ય છે. હું તારી સાથે છું આપણે જીતીશું- તું જરૂર સફળ થશે.’’ એવા હકારાત્મક વાક્યોનો પ્રયોગ કરી પોતાના મિત્રને સફળતા માટે પ્રેરણા આપતો રહે છે.
કહેવાતો મિત્ર પોતાના મિત્રની સફળતા જોઈ શકતો નથી માટે મોટે ભાગે તેનો અભિગમ મિત્રને નિસત્કારી કરવાનો હોય છે.
ધશધ ‘‘એન’’ નોબેલ- અર્થાત સાચો મિત્ર પોતાના મિત્રને ખોટે રસ્તે જવા દેતો નથી. તે પોતાના મિત્રનો પથદર્શક બની તેને જીવનમાં ઉચ્ચ મૂલ્યો તરફ પ્રેરે છે. પોતાનો મિત્ર ભૂલ કરતો હોય, કોઈને અન્યાય કરતો હોય તો તેને સ્પષ્ટ ભાષામાં તેની ભૂલ સમજાવી તેમ કરતાં રોકે છે. તે મિત્રનું ભલું ઈચ્છતો હોય છે અને પોતાની કોઈ ખરાબ ટેવ હોય તો તે મિત્રને તે ખરાબ ટેવ સ્વીકારવા પ્રેરતો નથી અને તેનાથી મિત્રને દૂર રાખવા સતત પ્રયત્ન કરતો હોય છે.
ધઘધ ‘‘ડી’’ ડ્યુટી- ફરજ ઃ સાચો મિત્ર પોતાની મિત્ર તરફની ફરજ સમજતો હોય છે. મિત્રના કપરા સમયમાં પોતાનો સમય અને આવકનો ભોગ આપી તે મિત્રની સાથે ઊભા રહી મદદરૂપ બનવાની પોતાની ફરજ બજાવતો હોય છે. જ્યારે મિત્ર બિમાર હોય તો સાચા દિલથી તેની ચાકરીમાં લાગી જતો હોય છે. મિત્ર આર્થિક તકલીફમાં હોય ત્યારે પોતાના મિત્રનું માનભંગ ના થાય તે રીતે મદદ કરતો રહેતો હોય છે. કહેવાતા મિત્રો આવા સમયે બહાના કાઢી પોતાના મિત્રને મદદ કરવાથી દૂર રહે છે.
મિત્રો, સારા મિત્રો હોવા તે મોટું નસીબ છે. સાચા મિત્રો મેળવવા પહેલાં જાતે સાચા મિત્ર બનવું પડતું હોય છે.
-રોહિત પટેલ

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved