Last Update : 22-August-2012,Wednesday

 

પુસ્તકો, દર્પણ, બચપણ, આંગણ, પહેરણ, વળગણ...

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'


પુસ્તકો
પુસ્તક સઘળા દર્પણ જેવા,
અતૂટ સુંદર સગપણ જેવા.
ઝળહળ ઘર, આકાશ અડોઅડ,
પુસ્તક ઉંબર- આંગણ જેવા.
અક્ષર અક્ષર સોનેરી છે,
મનમાં રમતા બચપણ જેવા.
પરમ તેજના ઝળહળ રસ્તા,
રૂપકડી કોઈ ક્ષણ જેવા.
ફંગોળી દે દૂર આભમાં,
કોઈ ગેબની ગોફણ જેવા.
પળમાં યુગના યુગ પલટાવે,
કોઈ રાજવી પ્હેરણ જેવા.
ભીની આંખે હસી પડાતું,
કૈંક ગજબના ડહાપણ જેવા.
ખર્ચા કાપી ખૂબ ખરીદ્યા,
પુસ્તક મિસ્કીન વળગણ જેવા.
- રાજેશ વ્યાસ મિસ્કીન

 

દશરથ રાજાએ અરીસામાં જોયું, થોડા વાળ સફેદ દેખાયા અને તેમને લાગ્યું હતું કે હવે ઘડપણ આવી ગયું છે. જવાનો વખત થઇ ગયો છે. અચાનક ઘરની અંદર સાચવેલા પુસ્તકોવાળા રૂમમાં જવાનું થયું. હજું તો ઘણા પુસ્તકો વાંચ્યા વિનાના જ અકબંધ પડેલા જોયા. એ બધા પુસ્તકો ઉપર નજર નાખતા ખ્યાલ આવી ગયો કે આ જન્મે હું આ બધા પુસ્તકો વાંચી શકું એ હવે શક્ય જ નથી. ઘરના કેટકેટલા ખર્ચ ઉપર કાપ મૂકીને આ પુસ્તકો ખરીદ્યા છે? કેટલી સગવડો જતી કરીને, કેટલી અગવડો વેઠીને ક્યાં ક્યાંથી શોધીને આ પુસ્તકો વસાવ્યા છે. એકવાર તો આ પુસ્તકો ઉપર પણ ગુસ્સો આવ્યો હતો અને કહી દીઘું હતું કે લાકડાનાં પૈસા ખૂટે તો મને આ પુસ્તકોથી બાળજો. પુસ્તકો મને જીવથી વ્હાલાં છે.
હસીનોને મેં જોયા છે એવી ઉદાસીથી,
રસિક જે રીતથી જોયા કરે મોંઘી કિતાબોને.
- મરીઝ
મરીઝનો આ શેર મને ખૂબ ગમે છે. પુસ્તક અદભૂત હોય, પોતાના રસનું હોય, શ્રેષ્ઠ હોય પણ જો મોંધું હોય તો? એનો શ્રેષ્ઠ વાચક એ પુસ્તકને કેવી નજરથી જોતો હોય છે એ તમને ખ્યાલ છે? પુસ્તકના એકેએક પાના ઉપર પ્રત્યેક અક્ષર તેને માટે સોનેરી હોય છે. આખું પુસ્તક ગટગટાવી જાય એટલો એ તરસ્યો હોય છે. પરંતુ પુસ્તક એટલું મોંધું હોય કે એને ખરીદવાનું એનું ગજુ નથી હોતું. અને એ જ પુસ્તકોનો આખો સેટ કોઇ શ્રીમંત એકસામટા પૈસા ચૂકવીને ખરીદીને લઇ જાય. પોતાના ડ્રોઈંગરૂમમાં સજાવીને મૂકે, ખરીદાયા પછી કોઇએ એને રસ લઇને વાંચ્યું નથી હોતું. કોઇની પાસે એટલો ટાઈમ નથી હોતો કે એ ખોલીને જુએ. માત્ર પોસાય છે એટલે એણે ખરીદ્યા છે. ખરેખર તો એ પુસ્તકના અસલી મૂલ્યની એને ખબર નથી. પછી શોકેસમાં સજાવેલા એ પુસ્તકો મહેમાનોના પ્રદર્શન માટે બની જાય છે. નોકર ઓરડો સાફ કરતી વખતે ક્યારેક એની થોડીક ઘૂળ ઉડાડે છે. જે પુસ્તક પોતાને મળી જાય તો પોતે ન્યાલ થઇ જાય. પરંતુ પોતાની ગરીબી એ મોંઘા પુસ્તકોથી તેને દૂર રાખે છે. હવે એ પુસ્તકને એ રસિક, ચાહક કેવી ઉદાસીથી જોતો હોય છે?
મરીઝ કહે છે મેં એવી નીરસતાથી, ઉદાસીથી હસીનોને જોયા છે. આ શેરમાં પેલા મોંઘા પુસ્તકોને જોતો જે રસિક પુસ્તકપ્રેમી છે એ મને કાયમ હું જ લાગ્યો છું.
પુસ્તકો એટલે જ સર્વસ્વ. પુસ્તકો શું નથી? પ્રત્યેક પુસ્તક દર્પણ જેવું છે, આયના જેવું છે. જે તમને પોતાને દેખાડે છે. પુસ્તક એક એવું અતૂટ, સુંદર સગપણ છે જે આંખ હશે ત્યાં સુધી, શ્વાસ હશે ત્યાં સુધી જોડાયેલું રહેવાનું છે. કોઇ પણ ઘરમાં બે વસ્તુ બહુ મહત્વની છે. એક ઉંબરો અને બીજું આંગણ. ઉંબરો બહારને અને ઘરને બેઉને જોડતો હિસ્સો છે. ઉંબરે મૂકેલો દીવો ઘરને અને આંગણાને બંનેને અજવાળતો હોય છે. આંગણું હોય છે તો ઘરનો હિસ્સો જ. પરંતુ આખા આકાશ સાથે, સૂર્ય, ચંદ્ર, તારા સાથે, દુનિયા સાથે અને સકળ બ્રહ્માંડ સાથે આપણને જોડી આપે છે. પુસ્તક ઘરના ઉંબરા જેવા છે, આંગણા જેવા છે.
બાળપણ હંમેશાં સોનેરી જ લાગેલું છે. જીંદગીનો સુવર્ણકાળ એટલે જાણે બાળપણ. બાળપણ એટલે નિર્દોષતા અને વિસ્મયની દુનિયા. બાળપણ એટલે સરળતા અને શ્રઘ્ધાની દુનિયા. એટલે જ બાળકને રમાડતાં રમાડતાં હવામાં અઘ્ધર ઉછાળો છતાં એ ડરતું નથી. એને શ્રઘ્ધા હોય છે કે એને કોઇ તેડી લેવાનું છે. પુસ્તકોના એકેક અક્ષર સોનેરી હોય છે. કારણકે પુસ્તકો મનમાં સચવાયેલાં બાળપણ જેવા છે. એક નાનકડું પુસ્તક પણ નાનકડું નથી હોતું. નાનકડા પુસ્તકમાં પણ કરોડો સૂર્યના તેજ સમાયેલા હોય છે. રૂપકડાં પુસ્તકો પરમતેજના રસ્તાઓ હોય છે. ટચુકડા પુસ્તકો ક્ષણો જેવા લાગે. પરંતુ એમાં જન્મોજનમ સફળ થઇ જાય એવા રસ્તાઓ પડેલા હોય છે.
પુસ્તકો જીવનભર ક્યાં ક્યાંની યાત્રાઓ કરાવે છે? પ્રત્યેક પુસ્તક એક અનોખી યાત્રા છે. ઘરના હીંચકે બેસીને વાંચતા વાંચતા એ પુસ્તક દૂર દૂર આકાશમાં જાણે એક જ ઝટકે ફંગોળી દે છે. અને ત્યારે એ પુસ્તક છાપેલા કાગળનો સમૂહ નથી રહેતો. કોઈ અવકાશી પદાર્થ બની જાય છે. ગેબની ગોફણ બની જાય છે. પુસ્તકો આપણને એવા ને એવા નથી રહેવા દેતા. યુગોના યુગો પલટાવી નાખે છે. આપણું અંદરથી રૂપાંતરણ કરી નાખે છે. પુસ્તકોનું ડહાપણ ગજબનું છે. વાંચતા વાંચતા ઘણીવાર આંખ ભીની થઇ ગઇ છે. અને ભીની આંખે ઘણીવાર હસી પડાયું છે.
ઘરનાં ગ્રંથાલયમાં આજ સુધી ખરીદેલા બધા પુસ્તકો ઉપર નજર ફેરવું છું, અને યાદ આવે છે પહેલું પુસ્તક ખરીદ્યું હતું ત્રણ રૂપિયામાં એ દિવસ. આજની ભાષામાં કહું તો ત્રીસેક હજાર રૂપિયા જેટલું મોંધું લાગ્યું હતું. કેટકેટલા પુસ્તકો છે છતાં હજુ ખરીદ્યા જ કરૂં છું. કેટકેટલા ખર્ચાઓ ઉપર કાપ મૂકીને પુસ્તકો ખરીદતો રહ્યો છું? ઘણીવાર લાગે છે કે પુસ્તકો જન્મોજન્મનું વળગણ છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved