Last Update : 22-August-2012,Wednesday

 

ભીનીછમ મોસમના ઝરમરતા પગલે,
કોઇ ઓચિંતુ યાદ, આવે વરસાદમાં...

સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી

ઘટાટોપ ગોરંભાયેલા ઓગસ્ટના આકાશમાં વીજળી ચમકી રહી હતી. ઠંડા પવનના સૂસવાટા સાથે ઝરમર ઝરમર વરસી રહેલી મોસમી વરસાદની હેલીને ફ્‌લેટની બાલ્કનીની રેલંિગ પાસે ઊભા રહી, રસ્તાઓ છલકાવતી તમે જોઇ રહ્યા હતા મોસમ. હવે તો તમારા માથામાં પંચાવન જ કાળા વાળ બચ્યા છે, ને તમારી જંિદગીની પંચાવનસી પાનખર પસાર થઇ રહી છે મોસમ. પણ છતાંય મોસમી વર્ષાની ઝરમર ધારાને એકીટસે નિહાળી રહેલી તમારી પ્રૌઢ આંખો સામેથી એક માંચડો ખસી ગયો, ને પાંચ વર્ષની સફેદ ફ્રોક પહેરેલી ફૂલપરી જેવી એક રૂપાળી બાળકીને પડોશના ઘરમાંથી બુમ પાડીને બોલાવતો એક તોફાની હમઉમ્ર છોકરો મેહ એ આંખોના આકાશમાં અંજાઇ ગયો, ‘મોસમ! એય મોસમડી! ચાલ જલ્દી ન્હાવા વરસાદમાં, નહીં તો આ વરસાદ હમણાં બંધ થઇ જશે!...
....અમદાવાદની પોળનાએ એ પીળા પથ્થરીયા ચોકમાં, મોટી કાળી આંખો, ને ધુંઘરીયાળા વાળવાળા એ ગોરટીયા કિશોર મેહ સાથે રમતાં, ઝઘડતાં, નહાતાં, ભણતાં, બચપનના એ બહારદાર દિવસો સ્વપ્નસુગંધની જેમ સરી રહ્યાં હતાં, ને એક વરસાદે તમારા મમ્મીએ મેહને કહેલું, ‘‘હવે મોસમ તારી સાથે વરસાદમાં નહાવા નહીં આવે હોં મેહ! મોસમ હવે મોટી કહેવાય! તું બીજા છોકરાઓ સાથે નહા જા!’’
... એજ વર્ષે તમે તમારા મમ્મી-પપ્પા સાથે શહેર બહાર, નદી પાર નવા ચણાયેલા તમારા બંગલે રહેવા ચાલી ગયા હતા મોસમ, ને વચ્ચેથી વર્ષોની વર્ષાના વહાણ એમને એમ સરી ગયા હતાં. પણ તમારા કોલેજ - પ્રવેશના એ પ્રથમ દિવસે જ અચાનક...
... અચાનક જ તમારી સંકોચાતી ગભરાતી નજર કોલેજના નોટીસ બોર્ડ પાસે ઉભેલા એક કટ-મૂછવાળા ગોરટીયા ખુબસુરત યુવાન પર પડેલી મોસમ, ને તમારી ગૌર ચહેરા પરની શરબતી કાજલી આંખો આનંદથી છલકાઇ ગયેલી,
‘‘અરે મેહડા! તું આજ કોલેજમાં દાખલ થયો છે શું? આ કટ-મૂછમાં તો તું ઓળખાતો ય નથી. તું કેટલો મોટો થઇ ગયો છે હેં!’’ અને ઓળખાણ પડતાં મેહની નીલી આંખોમાં ય બચપનના સાથીને એકાએક મળી ગયાની આનંદ- વીજળી ચમકી ગયેલી.
‘‘અને તું ક્યાં નાની રહી છે મોસમડી? હું તો હજીય વરસાદમાં પોળના ચોકઠામાં ઊભો રહીને નહાઇ શકું છું. જ્યારે તું તો...’’ અને લજ્જાથી લાલધુમ થઇ આવેલા તમારા ગોરા ગોરા ગાલો પર ખીલી ગયેલા ખંજનોના ગુલાબે મેહની જીભને જકડી લીધેલી મોસમ.
એ વર્ષે મોસમની પહેલી પ્રણયી વર્ષામાં શહેરની સુંવાળી સડકો પર તમે અને મેહ સાથે ભીંજાયા મોસમ, અને એ જ રીતે ભીંજાતા ભીંજાતા એસ.વાય.બી.એ.નું મસ્તીભર્યું વર્ષ આવી ગયેલું.
.... અને તે દિવસે પણ ઓગસ્ટનું ઠંડુ આકાશ ઘટાટોપ વાદળોથી ગોરંભાયેલું હતું ને મોસમી વર્ષા ઝરમર ઝરમર વરસી રહી હતી, જ્યારે પ્રો. પરીખ ‘મેઘદૂત’ ભણાવી રહ્યા હતા. ક્લાસની ગ્લાસ વીન્ડોની પેલે પાર વરસી રહેલી મોસમી વર્ષાની હેલી સામે મીટ માંડી તમે તમારી નોટબુકના છેલ્લે પાને લખ્યું મોસમ, ‘‘કેવો સરસ લાગે છે આ મોસમનો મેહ નહીં?’’ ને નોટબુક મેહ તરફ ખસેડેલી. જવાબમાં મેહે એની નીચે લખ્યું,
‘‘હા! મોસમ વિનાનો મેહ તો ક-મોસમી જ કહેવાય. એ સારો ન લાગે મોસમ!’’ અને નોટબુક હાથમાં લેતાં મીઠું ખીજાઇને પાનાનો ડૂચો વાળી તમે મેહના ચહેરા પર ફેંકેલો મોસમ, જે એણે પ્યારથી ચુમીને ઉઠાવી લીધેલો.
બી.એ.ના છેલ્લા વર્ષમાં ભાવિના સોનેરી સપનાં જોઇ રહેલા સ્કોલર મેહએ ફર્સ્ટ-ક્લાસ લાવવા માટે કમર કસેલી, ને તમારી સાથેની મુલાકાતો ઓછી કરી નાંખેલી મોસમ. છેલ્લાં બે મહિના તો મેહને વાંચવામાં ડિસ્ટર્બ ન જ કરવો એમ નક્કી કરીને તમે પણ મેહને મળવાનું બંધ કરી દીધેલું, ને પરીક્ષાની તૈયારીઓમાં ખૂંપી ગયેલા મોસમ. પણ તમારા ઘરની મોસમ ત્યારે કંઇક જુદુ જ વરસી રહી હતી. તમારા પોલાદ - મિજાજ પપ્પાને મેહ સાથેના તમારા પ્રણય - સંબંધની ગંધ આવી ગયેલી, ને તમારા પર લોખંડી ચોકી પહેરો મૂકાઇ ગયેલો. વાત કંઇ આગળ વધે તે પહેલાં જ તમારા પપ્પાએ તાત્કાલિક તમારા લગ્નનું ચોકઠું ગોઠવી નાંખેલું, ને તમને કડક સ્વરે આદેશ આપેલો,
‘‘આ વર્ષે તારે બી.એ.ની પરીક્ષા નથી આપવાની મોસમ!’’
તમારા લગ્નને પંદર જ દિવસો બાકી રહ્યા હતાં, ને તમારા પપ્પાએ બંગલામાં કરેલી કિલ્લેબંધી વટાવીને બહાર નહીં જ નીકળી શકાય એની ખાત્રી થઇ જતાં તમે સીસકતે હૈયે મેહને પત્ર લખેલો મોસમ,
‘‘...તારી બી.એ.ની પરીક્ષા આજે શરૂ થઇ છે મેહ, પણ મારી એથી ય આકરી લગ્ન-પરીક્ષા પંદર દહાડા પછી છે. મને એમાંથી બચાવી લે મેહ..’’
અને તમારી વિશ્વાસુ નોકરાણી શાંતાને એ પત્ર ચુપકીદીથી ટપાલમાં નાંખી આવવા આપી તમે મેહનો બે-સબ્રીથી ઇંતેજાર કરતાં રહ્યા મોસમ. પણ મેહ ન આવ્યો ને તમારા લગ્નનો દિવસ આવી ગયો...
... પરંતુ આજે, રાબેતા મુજબની ઘરેલુ, વૈભવી બંબઇયા જંિદગીની પાંત્રીસ પાનખરો વટાવ્યા પછી પંચાવનમાં વર્ષે ય તમો મેહને ભૂલી શક્યા નથી મોસમ, ને આ ઓગસ્ટના મોસમી વરસાદે ફરી એકવાર, પાંચથી વીસ વર્ષની ઊંમરના ગાળાની, તમારા પંદર વર્ષની પળેપળને તમારી થકાનભરી આંખોમાં પમરાવી દીધી છે, અને એ પમરાટના અંતે પાંત્રીસ વર્ષથી પ્રશ્નાર્થ બનીને ઊભેલો એક ખામોશ સવાલ ફરી એકવાર તમારી પ્રૌઢ આંખોમાં ઊભરાઇ આવ્યો મોસમ કે, ‘‘ભાગી નીકળવાની તૈયારી સુદ્ધાં દર્શાવતા મારા પત્રના ઉત્તરમાં મેહ જેવા મર્દ આદમીએ નામર્દાઇભરી ખામોશી કેમ રાખી હશે?’’
‘‘લે ચાલ હવે અંદર આવ. બાલ્કનીનું બારણું બંધ કર! આ ઠંડા પવનભર્યા વરસાદની ઝાપટમાં વઘુ પલળીશ તો પાછી માંદી પડીશ.’’ તમારા બ્લડપ્રેશરી જાડા પતિનો શરદીથી સસડતો ચીડભર્યો નિરસ અવાજ પીઠ પાછળથી તમને સંભળાય છે મોસમ, ને સહેજ, ચમકી જઇ તમે ચુપચાપ અંદર આવી બાલ્કનીના દ્વારને બંધ કરી દો છો.
... બાલ્કનીના દ્વારને તમે ભલે બંધ કર્યું, પણ મેહના પ્યારની સુગંધથી મહેકતી તમારા મનની બાલ્કનીના દ્વારને કદીય બંધ ન કરતાં મોસમ!’’
...તે દિવસે બી.એ.ની પરીક્ષાના પહેલા જ પેપરમાં તમને ગેરહાજર જોઇ, અનેક શંકા-કુશંકાઓથી વંિટળાયેલો મેહ પહેલું પેપર આપીને સીધો તમારા બંગલે જ આવેલો મોસમ, જ્યારે તમે એને ‘પેલો’ પત્ર લખી રહ્યા હતાં. તમારા બંગલાથી સહેજ જ દુર રસ્તા પર તમારો નાનો ભાઇ અજય એને મળી ગયેલો, અને મેહની પૃચ્છાના જવાબમાં નાનકડા કિશોર અજયએ એને નિર્દોષ રમતિયાળ સ્વરે કહેલું,
‘‘દીદી પરીક્ષા નથી આપવાની. મુંબઇનો સારો છોકરો મળી જતાં પપ્પાએ દીદીના લગ્નનું એકાએક જ નક્કી કરી નાખ્યું છે, અને દીદી ય એટલી ઘેલી થઇ ગઇ છે કે, પંદર દહાડા પછી તો જેના ઘેર જવાનું નક્કી જ છે, એ જીજાજીને અત્યારે કાગળ લખી રહી છે! પાગલ જ ને? પણ તમે જાવ જવું હોય તો ઘેર. અત્યારે તો કદાચ એ કાગળ લખી ય રહી હશે!’’
અને એ સાંભળી મેહ ચુપચાપ પાછા પગે એની પોળના ‘ચોકઠા’માં પાછો ચાલી ગયેલો. અને હા મોસમ! તમે મેહને જે પત્ર લખીને શાંતાને પોસ્ટ કરવા આપેલો, એ તો એણે પોસ્ટ કર્યો જ નહોતો. થોડીક બક્ષિસની લાલચમાં એ પત્ર ટપાલપેટીના બદલે સીધા તમારા પપ્પાના હાથમાં પહોંચી ગયેલો. એટલે તો.. એટલે તો...
... એટલે તો આજ એકલ-એકાકી મેહ પણ બેંગ્લોરના એના ફ્‌લેટની બાલ્કનીમાં આવા જ ‘મૌસમી’ વરસાદના ઠંડા સૂસવતા ઝાપટાને નિહાળતો, પાઇપના ઘૂમાડાથી મનોમન તમારી આકૃતિ રચી નિઃશ્વાસી રહ્યો છે,
‘‘શું આવો કોઇ મોસમી વરસાદ બે-વફા મોસમને ક્યારેય મારું સ્મરણ કરાવતો હશે ખરો? અને મનનો ઉત્તર ‘ના’માં મળતાં, એ ધીરે રહીને શર્ટના ડાબા ખિસ્સામાં વર્ષોથી ગડી વાળીને પડેલા તમારી નોટબુકના કાગળ પર પ્યારથી હાથ ફેરવી લે છે જેમાં એણે લખ્યું છે,
‘... હા! મોસમ વિનાનો મેહ તો ક-મોસમી જ કહેવાય. એ સારો ન લાગે મોસમ!’
(શીર્ષક બીજઃ મિત્તલ રાજગોર)

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved