Last Update : 22-August-2012,Wednesday

 

આવી... આવી... ફરી ‘પ્રમોશન’ની સિઝન!

પ્રાઈમ ટાઈમ

બાજી હાથમાંથી જતી લાગે ત્યારે વિના વિલંબે હુકમનો એક્કો ઉતરવો પડે. આ વહેવારે ‘સોની’ પણ ફરી એક વખત ‘કૌન બનેગા કરોડપતિ’ અને અમિતાભ બચ્ચનને ચેનલોની રેસમાં આગળ નીકળવા માટે લાવી રહ્યું છે. ‘સોની’ અને ‘સબ’ બન્ને પોતાની પોઝિશન ગુમાવી રહ્યા હોવાથી ‘કૌન બનેગા કરોડપતિ’ જેવો સદાકાળ સર્વશ્રેષ્ઠ સાબિત થયેલો શૉ અને એકમેવ તથા અનન્ય અમિતાભ બચ્ચનનો સહારો અનિવાર્ય બની ગયો છે.
‘કૌન બનેગા કરોડપતિ’ના પ્રોમોઝ મજાના હોય છે. તદ્દન સામાન્ય માણસ પણ સહજતાથી - રમતાં-રમતાં અડધો-પોણો કરોડ મેળવી શકે છે તે વાત કહેવાનો અંદાજ નિરાળો છે. કોઈપણ વ્યક્તિને એવું લાગી શકે કે અમિતાભ સાથે બેસવું અને જીતવું એ તદ્દન સરળ છે. અને આ અહેસાસ જ આ શૉની સફળતાનું રહસ્ય છે.
એ વાત અલગ છે કે સામાન્ય માણસોનો આ શૉમાં રસ ટકી રહે તે માટે સિઝન દરમિયાન ચર્ચામાં હોય તેવા સેલિબ્રીટીને પણ બોલાવવામાં આવે છે.
‘કૌન બનેગા કરોડપતિ’ની અલગ-અલગ સિઝનમાં હોટ સીટ પર બેઠેલા સેલિબ્રીટીઝની યાદી પણ ખાસ્સી ઈન્ટરેસ્ટીંગ છે. આ યાદી જોવાથી જે-તે જમાનામાં કોનો દબદબો હશે તે પણ જાણી શકાય છે. ૨૦૦૦-૨૦૦૧ની પહેલી સિઝનમાં આમીર ખાન દિવાળી સ્પેશ્યલ રમવા આવ્યો હતો અને પચાસ લાખ રૂપિયા જીતી ગયો હતો. તે સિઝનમાં રાની મુખર્જી પણ ખાસ મહેમાન હતી. આજે રાનીની ચર્ચા માત્ર તેના લગ્ન થયા કે નહીં - તે અંગે જ થાય છે. સોનાલી બેન્દ્રે પણ હોટ સીટ પર આવી હતી. તે સમયે કદાચ સોનાલી બેન્દ્રે ડેસ્ક ટૉપ ગર્લ તરીકે સૌથી લોકપ્રિય હતી.
શાહરૂખ, સંજય દત્ત અને અનિલ કપૂર પણ આ સિઝનમાં આવીને અડધો કરોડ જીતી ગયા હતા. સચિન તેંડુલકર અને માઘુરી દીક્ષીતે પણ સવાલ-જવાબની આ રમત અમિતાભ સાથે રમી હતી. તે સમયો લોકપ્રિયતાની ટોચ પર પહોંચેલી સિરીયલો ‘ક્યુંકી સાસ...’ અને ‘કહાની ઘર ઘર કી’ના અમર ઉપાઘ્યાય-સ્મૃતિ ઈરાની અને સાક્ષી તંવર પણ અમિતાભે સર્જેલા જાદુનો હિસ્સો બનવા પધાર્યા હતા.
સ્મૃતિ ઈરાની અને સાક્ષી તંવર તો ચાર સાડા ચાર વર્ષ પછી ૨૦૦૫માં શરૂ થયેલી નવી સિઝનમાં પણ સેલિબ્રીટી ગેસ્ટ તરીકે આવ્યા હતા. આ સિઝનમાં જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ એક જોડી થઈને આવ્યા હતા અને અડધો કરોડ જીત્યા હતા. આજે આ બન્ને અલગ થઈ ગયા છે. કાજોલ-અજય દેવગન આવ્યા હતા અને સૈફઅલી-પ્રિતી ઝીન્ટા પણ જોવા મળ્યા હતા. લારા દત્તા અને સાનિયા મિર્ઝા પણ આ જ સિઝનમાં ઓડીયન્સ પૉલ માંગતી નજરે ચડી હતી.
ત્રીજી સિઝનના સેલિબ્રીટી ગેસ્ટની યાદી જોશો એટલે સમજાઈ જશે કે આ સિઝનનો ‘હોસ્ટ’ બદલાઈ ગયો હતો. શાહરૂખની એન્ટ્રીના કારણે સેલિબ્રીટી ગેસ્ટના નામ પણ શાહરૂખ સ્પેશ્ય રહ્યા. જેમ કે અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ખાન, ફરહાન ખાન અને ઝોયા અખ્તર, કરન જોહર અને ફરાહ ખાન, પ્રિટી ઝીન્ટા અને રાની મુખર્જી, સંજય દત્ત અને બોમન ઈરાની, પ્રિયંકા ચોપ્રા અને કરીના કપૂર અને છેલ્લા એપિસોડમાં સલમાન ખાન અને કેટરીના કૈફ!
ચોથી સિઝનથી ‘કેબીસી’ પણ પ્રમોશનનો અડ્ડો બની ગયું હતું. એટલે ‘એક્શન રીપ્લે’ રીલિઝ થઈ ત્યારે અક્ષયકુમાર, વિપુલ શાહ, નેહા ઘૂપીયા, શેફાલી શાહ, રણવિજય સંિહ જેવા ગેસ્ટ હતા. તો ‘ગોલમાલ થ્રી’ વખતે અજય દેવગન, અર્શદ વારસી, શ્રેયસ તલપદે, રોહીત શેટ્ટી, કૃણાલ ખેમુ, તુસ્સાર કપૂર આવી પહોંચ્યા હતા. આ જ સિઝનમાં લિએન્ડર પેસ, એસ. શ્રીસંત, મનોજ કુમાર, સુશિલ કુમાર, જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનખા જેવા સ્પોટ્‌ર્સ સ્ટાર પણ ‘કેબીસી’ની રમત રમવા આવ્યા હતા.
સિઝન પાંચમાં કયા સ્ટાર્સ આવ્યા હતા તેની વાત કરવાના બદલે કઈ ફિલ્મના પ્રમોશન માટે સ્ટાર આવ્યા હતા તે જાણી લઈએ. આરક્ષણ, મૌસમ, મેરે બ્રધર કી દુલ્હ ન, રોકસ્ટાર, દેશી બોયઝ, રા.વન, ધ ડર્ટી પીક્ચર, લેડીઝ વર્સીસ રીકી બહેલ!
હવે નવી સિઝનમાં આવનારા સેલિબ્રીટી વિશે જાણવું હોય તો આવી રહેલી ફિલ્મોની યાદી જોઈ લો! નવી સદીનો નવો શબ્દ છે... પ્રમોશન! સૌને જોઈએ છે અને બહુ ઓછાને મળે છે!

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved