Last Update : 22-August-2012,Wednesday

 
ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા

જેમણે કાઠિયાવાડ વિષે ક્યારેય સાંભળ્યુ ન હોય અથવા ત્યાંના કોઇ ઐતિહાસિક શહેરમાં આંટો ય માર્યો ન હોય એને અગાઉના આ કાઠીઓના રાજકાજની શું ખબર પડે! એટલે કોઇ વાચકો કુતૂહલથી પૃચ્છા કરે કે ‘‘ભાઇ, તમે કાઠિયાવાડની જ વાતો કેમ લખો છો?’ ત્યારે એક જ જવાબ આપવો પડે કે તમ કોઇ પણ લાયબ્રેરીમાં જઇને ઝવેરચંદ મેઘાણીના લખેલા સંખ્યાબંધ પુસ્તકોને એક વાર નજરમાં નાખી લેજો- પછી તમે જરૂર ‘‘વાયા વિરમગામ’’ એવા કાઠિયાવાડથી અવશ્ય પ્રભાવિત થશો જ. જુનાગઢ વિષે તો એના વાર્તાકારે ‘‘ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતુ કરે..’’ એવા વખાણ કરીને સલામુ મારી છે. એવા જુનાગઢમાં તો વાર્તાઓનો ઐતિહાસિક- શૂરવીરતા સાથેનો ભંડાર ભર્યો છે. આજે આપણે વઢવાણની વાત કરવાની છે કે જ્યાં ઐતિહાસિક નગરમાં સંખ્યાબંધ સ્મારકો એ સમયની યાદ અપાવે છે. દા.ત. ત્યાંનો હવામહેલ - પ્રજવત્સલ અને રૈયતના હૃદયમાં રાજ કરનારા વઢવાણના દાજી બાપુની ઇચ્છાએ આ મહેલમાં સુંવાળી શૈયા પર આળોટવાનું સ્વપ્ન જોયેલું. એ મહેલ અઘૂરો રહીને આજે જર્જરીત બનીને ઘૂળ ખાય છે. રાણકદેવી કે જે વઢવાણના ભોગાવા નદીના કાંઠે સતી થઇ એનો પણ ઇતિહાસ વર્ષોથી વઢવાણ સાથે સંકળાયેલો છે. અને બીજું આકર્ષણ કે તમે કૂવા તો ગામની અંદર ઘણા જોયા હશે - પણ વટેમાર્ગુઓ માટે બંધાતી વાવો તો દૂર જંગલમાં જ હોય. જ્યારે કલ્પના કરો કે એક વિશાળ વાવ કે જેનું નામ માધાવાવ છે એ વઢવાણ ગામની મઘ્યમાં જ છે. ઉપરાંત કોટની અંદર અને ભોગાવા નદી નજીક છે. પાટણના છેલ્લા રાજા કરણ વાઘેલાના કારભારી માધવ મંત્રીએ સ્થાપત્યનાં બેનમૂન અને સાત કોઠાવાળી આ વાવ ઇ.સ. ૧૨૯૨માં બંધાવેલી. ઇતિહાસ એવું કહે છે કે ‘‘બાર બાર વર્ષ નવાણ ગળાવ્યા - છતાં નવાણે નીર ન આવ્યાં’’ બાર વર્ષ સુધી આ વાવનું ખોદકામ ચાલ્યું તો પણ તળિયા કોરાધાકોર રહ્યા. જ્યારે ‘‘પાણી- પાણી’’ ઝંખતી પ્રજાની પીડા ટાળવા રાજાએ જ્યોતિષીને પૂછ્‌યું કે ‘‘શું કરીએ તો વાવમાં પાણી આવે?’’ જાણતલ જોશીડો બોલ્યો કે ‘‘અંદર દીકરો અને વહુ પધરાવો’’ લ્યો કરલો બાત!! વરઘોડિયાનો ભોગ અપાય તો વાવમાં પાણી આવે.’’ આવી વાતો શું આપણી માન્યામાં આવે? વાઘેલાની રાણી અને ઘોડો ખેલતો કુંવર અભેસંિહ એમ બંને જણાએ નક્કી કરી લીઘું કે ‘‘જો પ્રજાની પીડા ટળતી હોય અને વાવ પાણીથી ભરાઇ જતી હોય તો અમે હસતા મુખે બલિદાન આપવા તૈયાર છીએ.’’ વાઘેલી રાણીએ સોળ શણગાર સજીને એના પતિ સાથે વાવના જેમ જેમ પગથિયા પર પગ દેતા ગયા તેમ તેમ પગથિયે પગથિયે પાણીની છોળ ઉછળવા માંડી... આવું ૧૨૯૨નો ઇતિહાસ બોલે છે. આ કળિયુગમાં કોણ માને? છતાં હકીકત સત્ય સાબિત થઇ છે. દૂર દૂરના વિદેશી પ્રવાસીઓ ક્યારેક વઢવાણની આ માધાવાવ જોવા આવે છે. વાવની ભવ્યતા આજે ઝાંખી થઇને ગોબરી થઇ ગઇ છે. દશા એવી થઇ છે કે અંદર માણસોને બદલે વાંદરા જ દેખાય છે. ઉપરાંત પાણીમાં કચરો અને ગંદકી પારાવાર છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved