Last Update : 22-August-2012,Wednesday

 

ગોલી પાસે યુ-ટર્ન મરાવો

ખબરે પાકિસ્તાન
 

મારવો તો મીર, ઉક્ત પાક સૂત્ર જલેબી માફીક સીઘું છે. બલ્કે સિર્ફ આંટી એન્ડ ઈવન ધુંટીનું દ્યોતક (ઈન્ડિકેટર) છે. ચકલાં ચુંથવા પાક તહેજીબ (તબીયત) નથી. પાક ધોરણ (આદર્શ) બડી ઊંચી ચીજ છે. મીરને જ ટપકાવી નાખવાનું ધોરણ પાછું લધુત્તમ ધોરણે લેવામાં આવે છે. એકંદરે પાક ધોરણ મોહતાજ-એ-અમિતાભી નથી. બોલે તો ગાડી યા ગાલી જેટલી ઊંચાઈ ન હોય તો ગોલીથી ગાડું ગબડાવી શકાય છે. આખરે યુ-ટર્ન સગવડિયો મજહબ છે. મજાક થોડી છે ! લિહાજા તાત્કાલિન વઝીરે આઝમ યુસફ રઝા ગીલાણીએ મારેલા યુ-ટર્ન કો સિરિયસલી લીયા જાય યોર ઓનર, બોલે તો હસના મના હૈ, બાકી આપના હોદ્દાને ‘તાત્કાલિન’નું લેબલ શરૂઆતથી લાગી ગયું હતું. પાક વઝીરે આઝમના હોદ્દાને ગીલાણીએ ગાજરની પીપુડીની બુલંદી (હાઈટ) પ્રદાન કરી છે. બચ્ચે લોગ તાલિયાં બજાવતા પહેલાં જસ્ટ એટલું જાન લો કે સાદી ભાષામાં યુ-ટર્નને ‘થૂંકેલુ ચાટવું’ કહે છે. જોકે ગીલાણી રહ્યા પાક સુરમા. આપ સેમુ ચાચુના તલિયાં ચાટશે. કારણ કે અંગત મામલો છે. વળી વડીલને આદર આપવાનો સવાલ છે. પણ થૂંક ?! ના. અહીં મુદ્રણની મર્યાદા આડી આવે છે એટલે તમને તકલીફ આપવાની તસ્દી ઉઠાવવી પડી છે. તો સફર (અંગ્રેજીવાલી)ના સાથીઓ, અહીં લખાયેલા ‘ના’ને ૧૭૬૦ ગણો મોટો વાંચવા વિનંતી છે. શુક્રિયા !
બંદુકમાંથી છુટેલી ગોલી ભોલી છે. બોલે તો સીધી લેણની છે. એટલે વછૂટ્યા પછી સીધી નિશાના પર જાય છે. અલ્લાના ફઝલો કરમથી પાક ગોલી જરા હટકે છે. એટલે સહી નિશાના પર મુકામ કરવાની બજાય યુ-ટર્ન મારે છે. મતલબ કે બંદુકમાં વાપસ સેટ થાય છે! ટૂંકમાં પાક દાઢી કરતા ગીલાણીની તકનીક ચડિયાતી છે. બાવા આદમના જમાનાની ગોલી-મસ્જીદમાં ગયું છે જ કોણ ? કરતા ગીલાણી બ્રાન્ડ કારતૂસ જ્યાદા કાતિલ છે. વજહ? વેલ, યુ-ટર્નની કરામત! પાક સિયાસતમાં અભી બોલા અભી ફોક નઈ બાત નથી. પાક સરકારને ‘ચોરો કી બરાત’નો દરજ્જો એનાયત કર્યા પછી (ના)પાક દાઢી નામુક્કર જાય છે. બોલે તો ઈન્કારઅલી બનીને ‘બંદાએ સરકારની આવી તારીફ કરી જ નથી’ બોલીને જાન છોડાવે છે. બદનક્ષીના કેસની ઝંઝટમાં કોણ પડે? નતીજન પાક દાઢી આજની તારીખમાં ય ‘એક નનૈયાં સો દુઃ હણે’ જેવી જરી-પુરાની તકનીક ઈસ્તમાલ કરે છે. જબ કી ગીલાણી રહ્યા મારડન. ઉપરથી મોડરેટ. મતલબ કે એક તો કારેલું, ઉપરથી અમ્રિકાના લીમડે ચડ્યું ! ખુદા ખેર કરે.
અબ વક્ત હૈ યુસુફ રઝા ગીલાણીની અગલી-પીછલીથી વાકેફ થવાનો. આપની ‘તાત્કાલિનતા’થી તો તમે વાકેફ છો જ. હવે ગીલાણીની તવંગરતા બી જાન લો. આપ સામંતશાહી ખાનદાનના સફરજન છે! બોલે તો પાક પંજાબના સૌથી મોટા જમીનદારના વારસદાર. મુલ્કમાં પાકિસ્તાનીયત બનામ (વિરૂદ્ધ) પંજાબીયત કુસ્તી જંગના મુખ્ય પ્રયોજક તરીકે ગીલાણી ખાનદાનનું પ્રદાન ખાસ પ્રકાશમાં નથી આવ્યું. કઈ ખુશીમાં ? વેલ, ગુપ્ત દાનની બલિહારી! જનાબે આલીનો ડાબો હાથ શું કરે છે એની જમણાને બૂ તક નથી આવતી. ત્યાં આપની બન્ને બંગલોની ખુશ્બો (!) નાક તક પહોંચવાની લુંગી ક્યાં ફાડવી? ગીલાણી હજુ ગોબર મટીને બદબૂ નથી બન્યા (અફસોસ) એટલે બેધડક કહી શકાય કે આપ બેદાગ એવમ્‌ બેનાક છે. બાકી આદમી હોય યા ગીલાણી, મર્હૂમ થતાવેંત તારીફને પાત્ર બને છે. બોલે તો એના વિશે બુરું બોલવું પાક શિષ્ટાચાર વિરૂદ્ધ છે. ભ્રષ્ટાચારના ક્ષેત્રે ગીલાણીનું યોગદાન કટકી પુરતું જ મર્યાદિત રહ્યું છે. કારણ કે આપ ઓલરેડી દોલતમંદ છે. કાશ અક્કલમંદ પણ હોત! ગીલાણી સામે સિર્ફ રૂા. ૧૨૦૦ કરોડની ગોલમાલ કરવાનો ઈલ્જામ છે. અલબત્ત આર્થિક ન સહી, આપે નૈતિક એવમ્‌ પ્રાદેશિક ભ્રષ્ટાચારના વિકાસમાં બુનિયાદી યોગદાન આપ્યું છે. મુલ્કને બાપની જાગીર તરીકેની માન્યતા બક્ષીને ગીલાણીએ અપની હાતીમતાઈ ઉદારતા જ ઉજાગર કરી છે. આપ અમેરિકાના ગુલામ નથી. બલ્કે પાલતુ ચુહા છે. ગુલામ બી લાગ આવે ત્યારે જાત બતાવવામાંથી જતો નથી.
પાક વફાદારી ગુલામીનું રૂપાળુ નામ છે. આજે મુલ્કમાં ગીલાણીનાં નામે નમકહરામીની કસમ ખવામાં આવે છે!!! એક ખુદ્દાર ગુલામ હદમાં હદ અપને આકાના પાની યા ચીકનસુપમાં થૂંકવા સુધીની હરકત કરી શકે. પાલતુ કુત્તો જ્યાદા સે જ્યાદા દૂમ પટપટાવે. જબ કી ગીલાણીએ અમ્રિકાના ઈશારે ફોજને ગપ બસ (શટ અપ)નું ફરમાન કર્યું. એટલું જ નહીં, અપને આકાની શયતાની તાકાત પર મુસ્તાક ગીલાણીએ જન. તીસમાર ખાં પર ગોલી ચલાવી. લાહોલબુલાકુવન મેમો પ્રકરણના પગલે જનાબેઆલી પગલા (સ્છઘ) બન્યા હતા. આપના પર પાગલપનના દૌરો પડે છે યા શાનપટ્ટીનો ? યાની કી પાગલપન સ્થાયી ભાવ (અસલીયત) છે અને આપને અવારનવાર અક્કલમંદી (શાનપટ્ટી)ના દૌરા પડે છે એની પંચાતમાં પડવા જેવું નથી. સિર્ફ એટલું જાણવું કાફી છે કે ગીલાણીએ ટંગડી ઊંચી નથી રાખી. જબ કી ગોલી-એ-ગીલાણી પાસે યુ-ટર્ન મરાવવા બદલ જન. તીસમાર ખાંએ મૂછે તાવ દીધો છે. બોલે તો ટંગડી ઊંચી કરીને ફૌજી બેવકૂફીની નુમાઈશ કરી છે. કોઈ શક ?
બેશક, ગીલાણીએ નામુરાદ અમ્રિકા પર ભરોસો રાખવાની બેવકુફી કરી છે. એટલે શું આપની અમ્રિકા પરસ્તી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું ? અલ્લા અલ્લા કરો. ગીલાણીએ કંઈ કચ્ચી ગોલીયાં નથી ખાધી કે જન. તીસમાર ખાં પર ગોલી છોડે. જાહીર છે કે આપે મુલ્કની ડગુમગુ જંબુરીઅતના હિતમાં યુ-ટર્ન માર્યો છે. મુલ્કને ખાતર યુસુફ રઝા ગીલાણી થૂંકેલું ચાટી ગયા એવું પાક તવારીખમાં લખાશે. મગર આપે ફોજને એની ઔકાત ભૂલાવી દીધી હતી એની નોંધ નહીં લેવામાં આવે. પરવા ઈલ્લે. કારણ કે ગીલાણીએ અમરિકન સ્ક્રિપ્ટ (પટકથા) પ્રમાણે રોલ અદા કરીને પોતાની ઉપયોગીતા પુરવાર કરી છે. ફોજને અમ્રિકાની મઘ્યસ્થી સ્વીકારવાની ફરજ પાડીને આપે પોતાનો અલિફ (કક્કો) ખરો સાબિત કર્યો છે. ઉપરથી પોતે અકડુ છે એવી છાપ ખોટી પાડી છે. ગીલાણીની મેડનેસમાં મેથડ ન હોત તો ગોલીએ યુ-ટર્ન માર્યો ન હોત. સાર-પદ્ધતીસરનું પાગલપન બડે કામ કી તકનીક છે.
* * *
કરાંચીની તીન મંજલી ઈમારત ‘દિલશાદ’ની અગાસી પર અબ્દુલ સત્તારને પાંખો ફુટી. પત્યું. આપ ૪૦ ફૂટ નીચે સડક પર પટકાયા. બાવીસ સાલના અબ્દુલાને એટલી ચડી હતી કે ઉડવાનું મન થયું. રાતના દોઢેક વાગ્યાના સુમારે દિલશાદના ચોકીદારને ચોંકી ઉઠવાનો વક્ત આવ્યો. માંડ એક ઝોકું આવ્યું હતું ત્યાં ધમાકો સંભળાયો. - અને જોયું તો તીસરી મંઝીલ પર રહેતો અબ્દુલ સત્તાર ફુટબોલની માફક ત્રણેક ફુટ ઉછળ્યો. પુનઃ પટકાયો. અને ઉભો થઈને ભાગી ગયો!! મોહલ્લામાં હોહા મચી ગઈ. રાબેતા મુજબ પોલીસ ધસી આવી. ચોકીદારનું બયાન સુનીને સબ ઈન્સપેક્ટર યુનુસ પઠાણે એનું મોઢું સુઘ્યું. એટલે અબ્દુલાના અબ્બાએ ફોડ પાડ્યો કે કેમનું છે. તોડ કરવાનો આવો મોકો પોલીસ છોડે? અલ્લા અલ્લા કરો.
સવારના અબ્દુલો ઘરે વાપસ આવ્યો. સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં ! પોતે એક દોસ્તને ત્યાં સુઈ ગયો હતો એવી કેફીયત આપી. ચોકીદારે ચરસના નશામાં ભળતું જ જોયું હશે એવું કહ્યું, ખુદ પીએસઆઈને એની બાતમાં દમ લાગ્યો. ચોકીદારે ચરસનો દમ માર્યો હશે એટલે બીજે કે ત્રીજે માળેથી પડેલા કપડાના ટુકડાને અબ્દુલ સત્તાર માની લીધો. એક તો શરાબી તરીકે બદનામ. ઉપરથી ઘટનાસ્થળે એની ગૈરમોજુદગી. એક વત્તા એકનો સરવાળો અબ્દુલ સત્તાર પીધેલી હાલતમાં પટકાયો હોવાનું કહે છે. જબ કી અબ્દુલાની બિન ખરોચ બોડી આખો સરવાળો ખોટો ઠેરવે છે. યુનુસ પઠાણે જ્યાદા તહેકીકાત કરીને કરેલા કાગળિયા અનુસાર ‘દિલશાદ’ બિલ્ડીંગમાં ફલાણા દિવસે, ઢીંકણે ટાઈમે થયેલા બનાવમાં કશું તથ્ય ન હોવાનું બહાર આવ્યું છે. શહેરની મૌજુદા તંગદિલીની વજહથી શાયદ ‘વા વાયા ને નળીયું ખસ્સુ’ જેવું થયું લાગે છે. સડક પર ઉડીને આવેલા કપડાના ટુકડાને મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યો છે. ટૂંકમાં પુલીસે ચોકીદારનો બી તોડ કર્યો લાગે છે.
પાક ખયાલ
અગર તમે સ્થાપિત હિતો ખિલાફ અવાઝ ઉઠાવો છો તો સમજો તમને ખુદથી જ દુશ્મની છે.
નાપાક શેર
તું હી પરીંદા ઓર બુત
બના યા બિગાડ તેરા વજુદ
- શિરાઝ શીશાવાલા

 

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved