Last Update : 22-August-2012,Wednesday

 

મીસ યુ સુરેશ દલાલ...

ઓફબીટ - અંકિત ત્રિવેદી

લોકશિક્ષક મોરારીબાપુની જાપાનના હિરોશિમામાં રામકથાનો છઠ્ઠો દિવસ અને જન્માષ્ટમી છે. જન્માષ્ટમીની ઊજવણી પૂરી કરીને હિરોશિમા હોટલના ૨૧માં માળે રાતના ૧૧ઃ૩૦ થવા આવ્યા છે. મિત્ર અપૂર્વ આશરનો ફોન આવે છે કે કવિ સુરેશ દલાલ આપણી વચ્ચે નથી! થોડીક મિનિટો તો દૂરથી આવતો અવાજ જાણે કે શબ્દોમાં અસ્પષ્ટ લાગ્યો પછી આંખ સામે જીંદગીના એવા વર્ષો પસાર થઈ ગયા કે જે કોલેજના પહેલા વર્ષથી અત્યાર સુધી એમના સંપર્કમાં જીવાયા છે. એક સર્જક કેટલા બધા આયામની સાથે ભાષાને શ્વસી શકે છે અને લોકોને ભાષાના પ્રેમમાં પડવા મજબૂર કરી શકે છે એનું જીવંત ઉદાહરણ આંખો સામેથી અદ્રશ્ય થઈ ગયું છે આજે! ગુજરાતની ભાષાની ચંિતા કરવાનો ખરેખરનો સમય પાકી ગયો છે. એ હતા ત્યાં સુધી કાર્યક્રમો, મહેફિલો, પુસ્તકો, કોલમો દ્વારા સતત ગુજરાતી પ્રજાને જાગતી રાખવાનો પુરુષાર્થ કરતા! એ નથી ત્યારે ‘આજ’ પણ આજ જેવી નથી લાગતી!
સુરેશ દલાલની સર્જકતા જ્યાં સ્પર્શી છે અને જેને જેને સ્પર્શી છે એ બધાએ અંગત સ્વાર્થને બાજુ પર મૂકીને ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજાને કવિતા ઘેલી કરી છે. સફારી પહેરીને કવિતા વાંચવાનો એમના જેવો વૈભવ બીજા કવિઓએ અનુભવ્યો નથી! જોકે આવું હું એમને કહું ત્યારે એ મને સામે જવાબ આપતા કહે કે ‘‘વન હુ સફર્સ વૅર સફારી!’’ હા, એમણે ખૂબ તપાવી છે પોતાની જાતને! બીજાનું લેબલ માર્યા વગર એમના ઈર્ષાળુઓને એમના દુશ્મન બનવાની ખાનગીમાં તક આપતા! પુસ્તકોની દુનિયામાં ગુજરાતી પ્રકાશનોને વિશ્વના તખ્તા પર કાયાપલટ કરીને પ્રકાશિત કરનારી એમની ધગશ કાબિલેદાદ છે. છાપેલી કંિમત કરતા મોંધુ પુસ્તક પણ પ્રકાશિત કરીને એમણે ભાવકો સુધી સુઘડ રીતે પહોંચાડ્યું છે. સરસ્વતીને અછોવાના કરવામાં એમના કવિપણાને વચ્ચે નથી આવવા દીઘું! ચિક્કાર જીવ્યા છે અને જીવતા શિખવાડ્યું છે એમણે! નિવૃત્તિના પાછલા વર્ષોમાં ઈમેજ પબ્લિકેશન્સની સ્થાપના કરી. જેમનો પ્રત્યેક શ્વાસ રામાયણની ચોપાઈમાં ગળાડૂબ છે એવા પૂજ્ય મોરારી બાપુ પાસે ગોપીગીતની કથાનો પ્રારંભ કરાવ્યો. વિરોધોની વચ્ચે સાતત્ય કેળવવું અને સત્યને જાળવવું એ તેમની ખૂબી હતી! અંગત નુકસાનને સહન કરીને કવિતાને માટે જાત ઘસી નાખનારા ઓછા વ્યક્તિત્વો આપણી પાસે છે. ફોનમાં ઉતાવળે વાત કરનારા આ કવિ હંમેશા વક્તવ્ય ક્યારે પૂરુ થાય અને સ્ટેજની ખુરશી પર બેસી જવાય એની રાહ જોતાં!
છેલ્લા કેટલાંક મહિનાઓથી ઉંમરને કારણે થાકી ગયા હોય એવું અનુભવાતું હતું પરંતુ એમનું ચાલ્યા જવું - એમના વક્તવ્યની જેમ જ જલદી પૂરું થઈ ગયું હોય એવું લાગે છે! છેક છેલ્લા કલાકો સુધી એમણે કામ કર્યું છે. રોજ સવારે વાંચેલી કવિતા એ કોઈને કોઈની સાથે શૅર કરે. સારું વાંચે કે તરત એમનો ફોન આવે. પોતે કેટલા જ્ઞાની છે એની છાપ પાડવા માટે એમણે વિશ્વ-સાહિત્યનો અભ્યાસ નહોતો કર્યો! જીંદગી આખી સાહિત્યના શબ્દો પાછળ આપીને ગુજરાતી કવિતાને એમણે સમૃઘ્ધ કરી. વિશ્વ કવિતાના અનુવાદ કરીને ચૂપચાપ કવિતાની જમીનને ફળદ્રુપ કરી. ‘બૃહત્‌ ગુજરાતી કાવ્યસમૃઘ્ધિ’ પુસ્તકમાં છસો વર્ષની ગુજરાતી કવિતાનો વારસો સંપાદીત કર્યો છે. એ વેળાએ એમણે દેશ-વિદેશમાં સત્તરથી વધારે કાર્યક્રમો કરેલા! એ વખતે એમણે ત્રણ નવા કવિઓ મુકેશ જોશી, હિતેન આનંદપરા અને અંકિત ત્રિવેદીને સાથે લઈ જવાનું પસંદ કર્યું! બીજા કોઈપણ એવોર્ડની ખેવના રાખ્યા વગર અમે ત્રણેય કવિઓ એટલું બેધડક કહી શકીએ એમ છીએ કે સુરેશભાઈએ જાહેર જીવનની તટસ્થતા અને કવિતાની પ્રામાણિકતા કયા વગર સેન્સ ઓફ હ્યુમરથી શિખવાડી છે. જીંદગીના મહત્વના છસો વર્ષની ગુજરાતી કવિતાના મહત્વના પ્રોજેક્ટમાં કયા મોટા કવિને નવા કવિઓને સાથે રાખીને કાર્યક્રમો કરવાનો વિચાર આવે? સુરેશભાઈ જેવી ખેલદિલી અને દરીયાદિલી બહુ ઓછા કવિઓમાં અનુભવી છે.
આપણે ત્યાં એમ કહેવાયું છે કે વ્યક્તિને ઓળખવો હોય તો એની સાથે લાંબો પ્રવાસ કરવો! સુરેશભાઈની જેમ જેમ નજીક જવાનું બનતું એમ વધારે ને વધારે વિકાસ થતો ગયો છે. જુની ભાંગવાડીના નાટકના શોખિન સુરેશભાઈને રાતોની રાતો સાંભળ્યા છે. વિશ્વ કવિતાના રેફરન્સની સાથે ગુજરાતી કવિતાની પંક્તિઓ કવિતાના પુસ્તકના પાના નંબર સાથે યાદ હોય એવા એક જ કવિને મેં જોયા છે. એમની નજીક હમેશાં જીવવાનો ઉત્સવ ઉજવાતો હોય. ‘જલસો’ એમનો પ્રિય શબ્દ અને માત્ર જલસો જ કર્યો છે જીંદગીભર એમણે! જેનું નામ યાદ હોય, હૈયે કોતરાઈ ગયું હોય એને ક્યારેય ના ભુલે પણ જેનું નામ સ્ટેજ પરથી બોલવાનું હોય એમાં હંમેશા ગોટાળો ના વાળે એ વાતનું ટેન્શન મને અને ઉત્પલ ભાયાણીને ઈમેજના સુરેશભાઈની હાજરીના જ્યોતિન્દ્ર દવેવાળા પ્રોગ્રામ સુધી રહ્યું છે. એનો પણ એમણે તો જલસો જ કર્યો છે.
સંપાદનની ચિવટ, સર્જનની સૂઝબૂઝ, આયોજનની આત્મીયતા અને સંચાલનની શૈલી એમની નજર સામે આપણને શિખવાડ્યા વગર સમજાવીને સુરેશભાઈ નથી રહ્યાં! ભીમસેન જોશી નિર્વાણ પામ્યા ત્યારે વહેલી સવારે એમના કફ પરેડના હસ્સા મહલ ફ્‌લેટના તેરમે માળે એમની જોડે વાતો કરતો હતો. મને કહે ‘‘ભીમસેન જોશીથી આખું છાપું ઊભરાય છે. એક પછી એક કેટલા બધા મોટા માણસો ચાલ્યા જાય છે.’’ પછી એક વાક્ય ઊમેરીને કહ્યું, ‘‘એવું લાગ છે કે દરિયો મરી ગયો છે અને પરપોટા જીવે છે.’’ આ જ વાક્ય એમની ગેરહાજરીમાં કહેવું પડે છે ત્યારે મનમાં ઘુ્રજારી વછૂટે છે. જેણે માત્ર જલસો કર્યો છે. જીવનમાં હકાર ભર્યો છે. પરિસ્થિતિ, પડકાર અને પરિવર્તનનો સામનો કરવા શિખવાડ્યું છે એ જ વ્યક્તિએ શિખવાડેલું એના માટે જ ઉપયોગવું પડશે?
ચલતી કલમે સુરેશભાઈ વિશે લખું છું ત્યારે કાગળના આંસુ લુછીને અક્ષરને સાંત્વના આપતો હોઉં એવું લાગે છે! ક્રિકેટની રમતમાં ટીમ હારતી હોય અને કોઈ એક ખેલાડી ટીમને જીતાડવા માટે બેવડી સદી કરે, શાનદાર ઈનંિગ્સ રમે અને અચાનક જ આઉટ થઈ જાય ત્યારે આંચકો જરૂર લાગે કે હારતી ટીમને ઊગારવા માટે આ જ સક્ષમ માણસ હતો અને તે પણ આઉટ થઈ ગયો? આઉટ થયેલો ખેલાડી પેવેલિયનમાં પાછો ફરે ત્યારે સ્ટેડિયમના બધા જ ક્રિકેટ રસિયાઓ એને ઊભા થઈને તાલીઓથી નવાજે છે... સુરેશભાઈની વિદાયને ‘ઓફબીટ’ વાંચતા દરેક માણસ અંદરથી તાળી પાડીને વિદાય આપે તો સુરેશભાઈનું જીવવું સાર્થક ગણાશે! હસતા-હસાવતા-કવિતા સંભળાવતા આ માણસ માટે મૌન કેવી રીતે હોય? એમણે જ કહેલું છે કે પ્રત્યેક વિદાય વખતે આંસુને સ્મિતનું કફન ઓઢાડવું જ પડે છે... મીસ યુ સુરેશભાઈ... સુ.દ.
ઓન ધ બીટ્‌સ
લીલ લપાઈ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળિયે!
- સુરેશ દલાલ

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved