Last Update : 22-August-2012,Wednesday

 

લોકવિચાર

 

 

લોકવારસાને જાળવો


આજે ગુજરાતના મોટા શહેરોમાં કોઇ મલ્ટીપ્લેક્ષમાં ગુજરાતી ફિલ્મ રજુ થાય ત્યારે તેને દશ-પંદર દર્શક ન મળે તે કેટલીક શરમજનક બાબત કહેવાય. એજ રીતે દૂરદર્શન પર ગુજરાતી ફિલ્મ માટેની શરતો પુરી પાડવા નિર્માતાઓ અસમર્થ છે તે પણ દુઃખદ છે. લોકડાયરાઓ સંતવાણીની જગ્યાએ રોક ડાન્સ પાર્ટીઓ કે અશ્વ્લીલ મહેફીલનું આયોજન કરાય છે. ગુજરાતી ભાષા ન ગમતી હોય તેનો ઉપયોગ કરતા આજનું યુવાન ધન શરમ અનુભવે છે. પરંપરાગત પહેરવેશને ત્યજી ટૂંકા વસ્ત્રો પહેરવાનું વળગણ થયું છે તે શોભનીય નથી.સંસ્કૃત ભાષા તેમજ હિન્દી ભાષાનું ચલણ ઘટી રહ્યું છે. વડીલોને આદર મળતો નથી. ગૌરક્ષા, પર્યાવરણ બાબતે તેમજ ગૌચર બાબતે આપણે મૌન બની રહ્યાં છીએ. તો મિત્રો જાગ્યા ત્યારથી સવાર યુક્તિને અનુસરીને આપણે આપણા અમુલ્ય લોકવારસાને જાળવવા બને એટલા પ્રયત્નો કરીએ એજ આપણા ભલામાં રહેશે.
(ડેર-પાટણ) - ધીરજ રબારી
--------------------------------
વાલીઓ ચેતે


આપણે ત્યાં બારમા ધોરણના પરિણામો સાથે જ ‘એજયુકેશન બજાર’માં ઉત્તેજના વ્યાપી જાય છે, ગરમાટો આવી જાય છે. પોતાના બાળકને ઇચ્છિત ક્ષેત્રમાં એડમીશન ન મળે તો વાલીઓ હારી ગયાની લાગણી અનુભવતા હતાશ થઇ જાય છે. અને તેનો ફાયદો ઉઠાવવા બજારમાં વર્ષોથી અનેક ઇન્સ્ટીટયુટો પગ જમાવી બેસી ગઇ છે અને નવી નવી આવતી પણ જાય છે. ફેશન ડિઝાઇનીંગ, બેન્કીંગ, આઇટી, કમ્પ્યુટર હાર્ડવેર- નેટવર્ક એજયુકેશન, કમ્પ્યુટર એકાઉન્ટન્ટ વગેરે જેવા ક્ષેત્રોમાં ખરેખર વાહીયાત કહેવાય તેવી ઇન્સ્ટીટયુટો વાલીઓની હતાશાનો ગેરલાભ લેવા મોટી - ખોટી જાહેરાતો કરતી જ રહે છે.
સમાજમાં કે સગાવહાલાઓમાં મારી દિકરી ફેશન ડિઝાનીંિગનું કરે છે કે મારો બાબો કમ્પ્યુટર શીખે છે એમ કહેવા થાય એટલા માટે જ ઘણા વાલીઓ આવી ઉંદરના પાંજરા જેવી ઇન્સ્ટીટયુટોમાં એડમીશન લેવા દોડે છે. અને પોતાના બાળક માટે કંઇક કર્યાનો ઠાલો સંતોષ મેળવી આડકતરી રીતે જવાબદારીમાંથી મુકત થવાનો પ્રયાસ કરે છે. આવા વાલીઓ માત્ર પોતાના પૈસા જ નથી બગાડતા પણ પોતાના બાળકોનો સમય અને તેનું ભવિષ્ય પણ બગાડે છે.
(અમદાવાદ) - હરનિશ કંસારા

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved