Last Update : 22-August-2012,Wednesday

 

ચોમાસામાં છત્રી કરાવે છબરડા

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

છત્રી ક્યાં છે? છત્રી ક્યાં છે? વરસાદને અનરાધાર વરસતો જોઈ મને છત્રી સાંભરી. છત્રીની ડ્યુટી પાર્ટટાઈમ હોય છે. કેટલીકવાર એ રોજમદાસ પર હોય છે. વરસાદ વરસતો હોય ત્યારે એની પાસે કામ લેવાનું. વરસાદ ના હોય ત્યારે તેને રજા. દહાડિયા મુજબ તે કામ લાગેય
મારી છત્રી પાર્ટટાઇમર છે. અષાઢથી ભાદરવા સુધી એનો ઉપયોગ કરવાનો, પછીએ આઠ-નવ મહિના છૂટી.
વરસાદ પડતો હતો, ઓફિસે જવાનો ટાઈમ થતો આવ્યો હતો. એટલે મેં બૂમ મારી. પત્ની હંમેશાં મારે માટે હાજરાહજાૂર હોય છે. પૂર્વજન્મના પુણ્યે એ પ્રાપ્ત થઈ છે. એવું મારા કેટલાય મિત્રો વારંવાર કહે છે.
પત્ની બધા કામ પડતાં મૂકી આવી ગઈ. ‘છત્રી ક્યાં છે? મારી છત્રી’ મેં જરાક આવેશમાં પૂછ્‌યું. મારા કોઈ પણ વસ્તુ મારે શોધવાની હોતી નથી. પત્નીએ જ એની મોનોપોલી લીધી છે.
પત્નીએ થોડોક વિચાર કરી છત્રી ક્યાં સંતાઈ ગઈ હતી તેને શોધી કાઢી. એને થોડી સફાઈ કરી, ‘લ્યો, આ છત્રી, પાછી એને સાચવીને લાવજો.’
મારી ભૂલી જવાની કાયમી ટેવ તે જાણતી હતી. ક્યારેક નહિ વારંવાર ઓફિસમાં, ક્યારેક કોઈ હોલમાં, ગમે ત્યાં છત્રી ભૂલી જ જવાતી હતી.
પત્નીની ટકોર આગળ ચૂપ રહેવામાં જ શાણપણ હતું.
મેં છત્રી જરાક ઉઘાડવા પ્રયત્ન કર્યો, ત્યાં છત્રી પર કલ્યાણભાઈ નામ વંચાયું. હું ચમક્યો! છત્રી પર તો કલ્યાણભાઈનું નામ છે. મારી છત્રી ક્યાં ગઈ? મેં આશ્ચર્યથી પૂછ્‌યું.
પત્નીએ જરા ગલ્લાતલ્લા કર્યા, ‘તમારી છત્રી તો તમારા ભાઈબંધ રવિશંકર લઈ ગયા છે. આઠ-દસ દિવસ પર વરસાદમાં એક સાંજે આપણે ત્યાં એ નહોતા આવ્યા? તમારી છત્રી તરત મોકલી આપીશનો વાયદો કરીને લઈ ગયા હતા. હજીએ વાયદો પૂરો થયો નથી. લોકોને કોઈ પણ વસ્તુ ઉછીની આપીએ તે પરત તેમની યાદશક્તિ જતી રહે છે. રવિશંકર પણ એમાંના છે.’
‘પણ કલ્યાણભાઈની છત્રી? એ... એ અહીં ક્યાંથી? મને યા બધી ઘટનાથી નવાઈ લાગતી હતી.’
‘કલ્યાણભાઈ પંદરેક દિવસ પર સાંજે આવ્યા હતા. પાછા જતી વખતે એમની છત્રી ભૂલી ગયા.’
‘આપણે એમને છત્રી પાછી મોકલી નથી?’
‘કોણ આપવા જાય? બસ ભાડું કેટલું થાય?’ પત્નીએ અર્થશાસ્ત્ર સંભાર્યું.
‘ના, પણ હું એમની છત્રી નહીં વાપરું. એ અનીતિ કહેવાય.’
પત્નીને નાની નાની બાબતોમાં નીતિ-અનીતિની છોછ નહોતી. જોકે મને ય નહોતી. પણ ક્યારેક હું નીતિવેડાનું ડહાપણ ડહોળતો હતો.
મેં તરત જ રવિશંકરને ફોન જોડ્યો, ‘હેલો રવિશંકર, તમે આઠ-દસ દિવસ પર મારી છત્રી લઈ ગયા હતા. એ છત્રીની આ વરસાદમાં ખાસ જરૂર પડે છે.’
‘તમારી છત્રી? હું લઈ ગયો છું?’ એમની યાદદાસ્ત સાવ ગઈ હતી.’
‘હા, તમે જ. તમે વરસાદમાં ભીંજાઈને આવ્યા હતા અને છત્રી તરત પાછી મોકલવાનો વાયદો કરીને લઈ ગયા હતા.’
‘હા, યાદ આવ્યું, પણ વીરુભાઈ, એક તકલીફ થઈ છે. તમારી છત્રી મારા સાલેરામ જનકરામ લઈ ગયા છે. હું એમને ત્યાંથી આજે જ મંગાવી લઈશ. સોરી, વિનુભાઈ! લોકો છત્રી, ચોપડી એવી બધી ચીજ વસ્તુ ઉછીની લઈ જાય છે, પણ પાછા વાળવાનું તેમને યાદ જ આવતું નથી.’
પત્ની આતુરતાથી અમારો ફોના લાપ સાંભળી રહી હતી. તેણે તરત જ પૂછ્‌યુ, ‘શું કહ્યું રવિશંકરે?’
મેં જરા દુણાઈને કહ્યું, ‘રવિશંકરે આપણી છત્રી એમના સાળા જનકરામને આપી છે.’
‘એમ આપણી છત્રી વગર પૂછ્‌યે કોઈને આપી દેવાતી હશે? આપણા લોકોને સેન્સ જ નથી. હવે રવિશંકરને એમના સાલેરામ જનકરાય છત્રી ક્યારે પહોંચાડશે? અને જનકરામના ઘરમાં છત્રી ઠેકાણે હશે? એમણે કોઈ એમના સગાસંબંધીને આપણી છત્રી વરસાદમાં ઉછીની આપીને ઓબ્લાઈજ નહિ કર્યો હોય?’
‘પણ હવે શું થાય? ધરમ કરતાં ધાડ પડે છે.’
‘હશે, હવે. તમે આજે તો કલ્યાણભાઈની છત્રી લઈ જાવ. વરસાદ અટકતો નથી. એક દિવસ એમની છત્રી વાપરો એમાં વાંધો નહિ. આપણે ક્યાં એમની છત્રી પચાવી પાડવી છે? કલ્યાણભાઈએ ખરા છે. એમણે એમની છત્રી યાદ રાખીને મંગાવી લેવી જોઈએ નહીં? લોકોની એવી યાદતો હોય છે. કંટાળો આવી જાય છે.’
મેં ના છૂટકે કલ્યાણભાઈની છત્રીનો આશરો લીધો. ઓફિસે પહોંચી ગયો. વિચાર તો આવી ગયો કે કોઈની ભુલાઈ ગયેલી ચીજવસ્તુનો ઉપયોગ કરવો ઉચિત ના ગણાય. સાંજ ઘેર પહોંચીને એમની છત્રી તરત મોકલી આપીશું. પણ રવિશંકર મારી છત્રી ક્યારે મને પાછી આપશે? વરસાદની મોસમ તો ચાલુ થઈ ગઈ છે.’
એવામાં પત્નીનો ફોન આવ્યો, ‘હેલો, તમે કલ્યાણભાઈની છત્રી લઈ ગયાને?’
‘હા, તે જ તો મને આગ્રહ કરીને એમની છત્રી લઈ જવા કહ્યું હતું.’
‘પણ હમણાં જ એમનો ફોન આવ્યો. એમણે કહ્યું કે એમની છત્રી આપણે ઘરે એ ભૂલી ગયા છે.’
‘હા, આપણે સાંજે જ મોકલી આપીશુ.’
‘પણ એ આપણે ત્યાં જાતે છત્રી લેવા આવી રહ્યા છે. શું કરીશું?’
મારા મગજમાં કલ્યાણભાઈની છત્રી ધુમચકરડી ફરવા લાગી

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved