Last Update : 22-August-2012,Wednesday

 

જોશ અને જોમ વિનાનું સંબોધન યુપીએ સરકારમાં સર્વસંમતિનો અભાવ

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

- ઑલિમ્પિકના વિજેતાઓ પ્રથમ કોને મળે તે અંગે રાજકારણ...

 

લાલકિલ્લા પરથી વડાપ્રધાન મનમોહનસંિહે કરેલું સંબોધન સાવ મોળું-મચ હતું. ભૂતપૂર્વ વડાપ્રધાનો પૈકી ચરણસંિહ જેવાઓએ પણ ભાષણમાં જુસ્સો બતાવ્યો હતો. રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ચરણસંિહે ગ્રામ મત વિસ્તારોને ઘ્યાનમાં રાખીને કૃષિ પર ભાર મૂક્યો હતો. તેમણે ઈઝરાયલની ગાય કેટલું દૂધ આપે છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ વડાપ્રધાન મનમોહનસંિહના સંબોધનમાં એવું કશું દેખાયું નહોતું. તેમણે ૯મી વાર લાલકિલ્લા પરથી સંબોધન કર્યું હતું પરંતુ તેમાં કોઇ જોશ કે જોમ નહોતા.
જુસ્સાથી ભરેલું બોલવું એ કદાચ તેમની સ્ટાઇલ ના હોય તે સમજી શકાય છે પરંતુ ભાષણમાંની વિગતો પર તો તેમણે ઘ્યાન આપવું જોઇતું હતું. જ્યારે આર્થિક મંદીની સ્થિતિ હોય ત્યારે પ્રજામાં વિશ્વાસ ઊભો થાય એવા મુદ્દાની રજૂઆતોની જરૂર હતી. પરંતુ નિરાશા મળી હતી.
તેનાથી વિરૂઘ્ધ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કરેલા પ્રથમ સંબોધનમાં કંઇક કરી બતાવવાની વાત હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ કરતાં વઘુ સારું પ્રણવ બોલી શકયા હતા. સરકાર જે રીતે નીતિઓ બાબતે લકવાગ્રસ્ત છે તે વડાપ્રધાનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે. તેમણે કહ્યું કે આર્થિક વિકાસ મંદ પડ્યા પાછળનું કારણ મારા માન્યા પ્રમાણે ઘણાં મુદ્દે રાજકીય સર્વાનુમતીનો અભાવ હતો.
આ વાત કમનસીબી ભરેલી છે. દેશની પ્રજા શું માને છે તે તેમને સમજવાની જરૂર હતી. નિખાલસપણે કહીએ તો તે નેતૃત્વ પૂરું પાડવામાં નિષ્ફળ ગયા છે અને તેમના બૉસને ‘ના’ પણ પાડી શકવાની ક્ષમતા રાખતા નથી.
આર્થિક નીતિઓ અંગે કોંગ્રેસ પક્ષ અને સાથી પક્ષોમાં સર્વસંમતિ છે કે નહીં તેનું ઘ્યાન રાખ્યા વગર વિરોધ પક્ષો સામે આંગળી ચીંધવામાં આવે છે. ખૂબ ઓછું બોલતા વડાપ્રધાનની કદાચ આ ટેવ લાગે છે.
રીટેલ ક્ષેત્રે એફડીઆઈના મુદ્દે વિચારીએ તો વિરોધ પક્ષોનું શું કહે છે તે બાજુએ રાખીને વાત કરીએ તો શું યુપીએના તમામ સાથી પક્ષો તે બાબતે સંમત છે ખરા? તો પછી વડાપ્રધાન કઇ સર્વસંમતિની વાત કરે છે? તે તો ઠીક છે પણ સીબીઆઇની તપાસોમાંથી મુક્ત થયેલા મુલાયમસંિહ યાદવ અને માયાવતી પણ વડાપ્રધાનના રીટેલ ક્ષેત્રે એફડીઆઇના મુદ્દે સાથ આપવા તૈયાર નથી.
વડાપ્રધાન આ વર્ષે ૬.૫ ટકા ગ્રોથની વાત કરે છે જ્યારે આર્થિક નિષ્ણાતો અને રેટીંગ એજન્સી પાંચ ટકાથી ઓછા ગ્રોથનો સંકેત આપે છે.
કમનસીબી તો એ વાતની છે કે સતત બે દિવસ દેશનો પોણો ભાગ વીજળી વિહોણી હતો અને વડાપ્રધાન આગામી કેટલાક દિવસોમાં એક લાખ ગામોને વીજળી આપવાની વાતો કરે છે.
રાજકારણમાં ફોટાનું પણ પોલીટીક્સ
બીજા કોઇની સિઘ્ધીમાં નાચવાનો ચાન્સ રાજકારણીઓ શોધી લેતા હોય છે. લંડન ઑલિમ્પિકસના વિજેતાઓ સાથે ફોટા પડાવવાની જાણે સ્પર્ધા ચાલતી હોય એમ દેખાઇ આવે છે. દરેક વીવીઆઈપી આ વિજેતાઓ સાથે ફોટો પડાવવા ઈચ્છે છે. આ છ વિજેતાઓને લઇને પ્રથમ કયા નેતાને ત્યાં જવું તે પ્રશ્ન ભારતના ઑલિમ્પિક એસોસીએશનને મૂંઝવતો હતો. પ્રથમ મુલાકાત ૧૦, જનપથ ખાતે હતી, તો બીજી સુરેશ કલમાડીની જગ્યાએ આવેલા વિજય કુમાર મલ્હોત્રાને ત્યાં જવાનું હતું પરંતુ એમ થાય તો એલ.કે. અડવાણીને ત્યાં પણ જવું પડે!! અંતે એવું નક્કી થયું કે સોનિયા ગાંધીને ત્યાં મળીને પછી અડવાણીને મળવાનું ગોઠવ્યું હતું. વડાપ્રધાન પાસે સમય નહોતો પરંતુ વચ્ચે લોકસભાના અઘ્યક્ષ મીરંા કુમારનું નામ કેવી રીતે આવ્યું તે પણ મોટો પ્રશ્ન છે. તે પોતાની ઓફીસનો ઉપયોગ અને સંસદના ટેલિવિઝનનો ઉપયોગ પોતાની ઈમેજ બનાવવા માટે કરે છે. તેમણે અન્ય વીવીઆઇપીઓને પણ આમંત્રણ મોકલ્યું હતું. ઑલિમ્પિકમાં છ મેડલ જીતેલાઓને લોકસભા ટીવી પર જોરદાર કવરેજ તેમનો આઇડિયા હતો.
દરમ્યાન ઘણીવાર એવું થાય છે કે વિજેતાઓને ઈનામ તો જાહેર કરી દેવાય છે પરંતુ ઈનામ લેવા તેમણે ધક્કા ખાવા પડે છે. ૧૯૮૩માં વર્લ્ડકપ વિજેતા ટીમને કેટલીક રાજ્ય સરકારોએ આપેલા રાજકીય પ્રોમીસ હજુ પળાયા નથી.
કર્ણાટકની કૌભાંડી ચાલ
આપણા રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે કઇ હદે જાય છે તેની આ વાત છે. પશ્ચિમ ઘાટને ‘વર્લ્ડ હેરીટેજ’ સાઇટ તરીકે જાહેર કરવાનું સૂચન ‘યુનેસ્કો’એ કર્યું હતું. આવું ગૌરવ મેળવવા દરેક દેશ ઝંખે છે કેમ કે તેના કારણે વિશ્વભરમાં તે સાઇટ નામના મેળવે છે. પરંતુ યુનેસ્કોની ઑફરને કર્ણાટકની સરકારે ફગાવી દેવા પાછળ કૌભાંડની વાસ આવે છે કેમ કે પશ્ચિમ ઘાટ એ રીયલ એસ્ટેટ ડેવલોપર્સ અને ખાણકામ કરનારા માટે મબલક કમાણી કરી લાવે છે. ભાજપના પ્રમુખ નીતીન ગડકરી શું કરે છે? તેમના પક્ષનું જે પણ કોઇ નિયંત્રણ કરતું હોય તેમણે આ મુદ્દે વિચારવું જોઇએ.
હમ સબ એક હૈ
સીબીઆઈ દર વર્ષે એવા લોકોની યાદી તૈયાર કરે છે કે જેમનાથી અધિકારીઓ અને પ્રધાનોએ દૂર રહેવું જોઇએ. આ યાદીમાં અનિચ્છનીય લોકોના નામ હોય છે. આ યાદી દેશભરના લોકોની હોય છે પરંતુ તેમાં સૌથી વઘુ નામ દિલ્હીના છે. શરૂઆતના સમય ગાળાથી દિલ્હી દલાલોનું શહેર બન્યું હતું, શું તે વાત સાચી નથી?! સીબીઆઈએ તૈયાર કરેલી આ યાદીમાં ૨૩ લોકોના નામ છે તે પૈકી ૧૪ દિલ્હીના છે, બીજા નંબરે મુંબઇના લોકો છે જ્યારે ત્રીજા અને ચોથા નંબરે અનુક્રમે કલકત્તા અને ચેન્નાઈ આવે છે.
તમે એમ ના વિચારશો કે આ યાદીના નામોથી ભારતના રાજકારણીઓ દૂર રહે છે કેમકે આ એ લોકો છે કે જે ભારતની પોલીટીકલ મશીનરીને ઓઈલ પૂરું પાડે છે. ખરેખર તો જે લોકો સીબીઆઈની નજર હેઠળ હોય છે તે રાજકારણીઓ અને અધિકારીઓની નજરમાં પણ હોય છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved