Last Update : 22-August-2012,Wednesday

 

શરીરમાં સોજા આવવાના કારણો અને ઉપાયો

હેલ્થ ટીટબીટ્સ

 

શરીરમાં પાણી ભરાઈ જાય ત્યારે સોજા આવે. સવારે ઉઠો ત્યારે મોં પર સોજા આવે આંખો ઝીણી લાગે. પેટ પર પણ સોજા લાગે (પેટ ફૂલેલું લાગે), પગની પાની અને ઘુંટી ઉપર સોજા હોય. આ પરિસ્થિતિનાં ઘણાં કારણો હોય વારેવારે આવું થાય તો હૃદય, લીવર અને કિડની-ત્રણેના પ્રોબ્લેમ હોય પાણી ભરાઈ જવાનાં કારણો

 

૧. સાંધાનો સોજો (આર્થોઈટીસ)
તમારા હિપજોઈન્ટ (થાપાનો સાંધો), ઢીંચણનો સાંધો, ઘૂંટીનો સાંધો, ખભાનો સાંધો, અંગુઠાનો સાંધો, બરડાનો (વર્ટીબ્રલ) સાંધો આ બધામાં કસરત કે શ્રમ નહી કરવાને કારણે અથવા વધારે પડતી કરવાને કારણે સાંધાનો દુખાવો, સોજો અને તે સાંધાનું હલનચલન થાય નહીં આવા શરીરમાં ૧૦૦થી પણ વધારે સાંધા છે. સોજાના ત્રણ જુદા જુદા કારણો છે. ૧. ઓસ્ટીઓ આર્થાઇટીસ ૨. ટ્રમેટોઈડ આર્થાઇટીસ ૩. ગાઉટ આ ત્રણેના લક્ષણો જુદા જુદા હોઈ શકે પણ સામાન્ય લક્ષણોમાં સાંધાનો સતત દુખાવો તાવ, સાંધાનો સોજો, એ ભાગની ચામડી લાલ થઈ જાય.
સાંધાનું હલનચલન થઈ ના શકે અને વજન ઓછું થઈ જાય.

 

૨. કિડનીના પ્રોબ્લેમ્સ
કિડનીમાં રહેલી ફીલ્ટ્રેશન માટે જવાબદાર નળીઓ (ગ્લોમેટ્રલાઈ)ની તકલીફ હોય કે કોઈ કારણ કિડની ફેઈલ થઈ હોય ત્યારે આખા શરીર ઉપર સોજા આવે. પેટ ઉપર, ઘૂંટી અને પાની પર અને મોં પર પણ સોજા આવે. કિડનીનું મુખ્ય કામ શરીરમાંથી વેસ્ટ પ્રોડક્ટ, ક્ષાર, મીઠુ અને વધારાનું પાણી કાઢી નાખવાનું છે. આ કામ કિડનીના રોગોમાં સારી રીતે થઈ ના શકે માટે સોજા આવે.

 

૩. ફેફસાના જુનાં (ક્રોનિક) રોગો
ફેફસાના રોગોમાં ફેફસામાં પાણી ભરાય, પેટમાં પાણી ભરાય (એસાઈટીસ), ગળું, મોં, ઘૂંટી અને પગ ઉપર સોજા આવે. ક્રોનિક ઓબ્સ્ટૂક્ટીવ પલ્મોનરી ડીસીઝ (સી.ઓ.પી.ડી.) ધુમાડો અને ગેસ શ્વાસમાં ગયા, ફેફસામાં ઈજા થઈ હોય, એક્યુટ રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ સીન્ડ્રોમ (એ.આર.ડી.એસ.) ફેફસાનું કેન્સર હોય. મેસોથેલીઓમા વગેરેથી ફેફસામાં પેટમાં પાણી ભરાય. આજ વખતે ઘૂંટીમાં પગમાં, મોં અને ગરદન પર સોજા આવે.

 

૪. સીરોસીસ ઓફ લીવર
પગમાં અને પેટ ઉપર સોજા આવે કારણ શરીરમાં પ્રોટીન ઓછું થઈ જાય

 

૫. કન્જેસ્ટીવ હાર્ટફેલ્યોર
હૃદયના અને હૃદયના વાલ્વના પ્રોબ્લેમ હોય ત્યારે હૃદયમાં ગયેલું લોહી પાછું પડે (બેકઅપ) અને ફેફસા અને વેઈનમાં જાય અને કિડની પણ પાણીને રોકે.

 

૬. મીઠું
જો તમે ખોરાકમાં મીઠું વધારે લેતા હો ત્યારે પણ સોડીયમને કારણે બ્લડપ્રેશર વધે જેને લીધે શરીર ઉપર ખાસ કરીને પગમાં, ઘૂંટીમાં અને સાથળ અને પીંડી પર સોજો આવે.

 

૭. ગ્રેવીટી
બે કલાકથી વધારે પગ લટકતા રાખીને બેસવાની ટેવ હોય (પ્લેન, બસ, ટ્રેઈન)માં મુસાફરી કરતી વખતે સોજો આવે આ વધારે પડતો સોજો ગરમીની સીઝનમાં વધારે આવે.

 

૮. ગર્ભવતી સ્ત્રીઓ
ગર્ભાશયનું કદ ગર્ભને લીધે વધે આને કારણે નસો દબાય અને સોજો આવે. આ ઉપરાંત હોર્મોનનું બેલેન્સ ના રહે ત્યારે પણ સોજો આવે. આ સોજા પગ ઉપર અને ઘુંટી ઉપર વધારે આવે.

 

૯. દવાઓની આડ અસર
બી.પી.ની દવાઓમાં કેલ્શ્યમ એનલ બ્રોક્સથી એનેબોલીક સ્ટરોઈડઝથી સોજો આવે.

 

૧૦. લોહી પૂરતું પહોંચે નહીં (વીનસ ઈન્સ્ફીશ્યન્કસી)ને કારણે
વેઈનમાં વાલ્વ નબળા પડયા હોય અથવા વેઈન ખરાબ થઈ ગયા હોય ત્યારે લોહી વેઈનમાં રોકાય અને સોજા આવે.
સોજા આવે ત્યારે શું થાય?
વજન વધે, વ્યક્તિને સખત થાક લાગે, હલનચલનમાં તકલીફ પડે, ઈમ્યુનીટી ઓછી થઈ જાય.

 

સોજાની સારવાર કેવી રીતે થાય?

૧. જે કારણસર સોજા આવ્યા હોય તે પ્રમાણે સારવાર કરવી જોઈએ.

૨. ખોરાકમાં મીઠું અને પાણીનું પ્રમાણ ઓછું કરવું જોઈએ.

 

સોજા માટેની થોડી ખાસ માહિતી

૧. વધારે વખત બેસી રહેવાથી કે ઊભા રહેવાથી સોજા ના આવે.

૨. લીંબુ કે આમલીની ખટાશથી સોજા ના આવે. એની સાથે લીધેલા મીઠાને કારણે સોજા આવે.

૩. દારૃથી શરીરમાં પાણી ભરાય નહીં કે સોજા ના આવે પણ લીવરને કિડની ખરાબ થાય માટે સોજા આવે.

૪. જ્યારે કિડની, લીવર અને હાર્ટનો પ્રોબ્લેમ્સને કારણે સોજા આવે ત્યારે પ્રોટીન બંધ ના કરવું જોઈએ. હાઈવેલ્યુ બાયોલોજીકલ પ્રોટીન જેવા કે ઈંડા, સોયાબીન, દૂધ, ચોખા અને માછલી અપાય.

૫. તમારા ખોરાકમાં મીઠાને બદલે મેથી, કોથમીર, લીંબુ તજ વગેરે વાપરો તો સ્વાદ જળવાશે.

૬. તાજા ફળો અને લીલી શાકભાજી ખાવાથી તેમા રહેલા પાણીને કારણે સોજા નહીં આવે.

૭. સોજા માટે પેશાબવાટે વધારાનું પાણી નીકળી જાય માટે લીલી ચા, કોફી, ક્રેનબર જ્યુઇસ વગેરે આપવા જોઈએ. આ સિવાય ટમેટા, તડબૂચ, કાકડી, દૂધી, શાકભાજી, લીલી શીંગો, દ્રાક્ષ વગેરે પણ આપવાથી પેશાબ વધારે થશે.

૮. સફરજન રસમાં 'પોટાશ્યમ' હોય છે તેનાથી બી.પી. કાબુમાં આવશે.

૯. વિટામિન બી-૫, વિટામિન બી-૬ જે લાલચોળી, દૂધ, દહીં, ચીઝ અને તાજા ફળોથી પણ બાથરૃમ વધારે જવું પડશે.

- મુકુન્દ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved