Last Update : 22-August-2012,Wednesday

 

લો, પહેરીલો બૈરાનાં કપડાં, ને થઈ જાવ મા બવચરાજીના થાનક ભેળા!- મંજી

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

 

‘મુખી બાપા! બા’રા આવો...’
તાબોટા પર તાબોટા! લહેંકા ભર્યો સ્ટ્રોંગ આવાજ! હાથ લાંબા કરી કરીને પડ્યા એકી સામટા અનેક તાબોટા! એક તો પટેલ ફળિયું. ફળિયાની સામેની હરોળમાં જે બંગલા જેવું મકાન છે તે છે મુખીનું! મનોર મુખીનું આ ગામમાં એક ચક્રી શાસન. કોઈ મુખીનો બોલ ન ઉથાપી શકે! ને જો ઉથાપે તો મુખીના માણસો એને ધોઈ નાખે. પણ આવા ગામ આખાને આંગળીના ટેરવે નચાવતા મુખીના બંગલાની બહાર મોટું જોણું થઈ ગયું!
ઘરની બહાર ખડા હતા દસ-બાર પવૈયા! કપડાં સ્ત્રીનાં પણ હાવભાવ ન મર્દ-ન સ્ત્રીના! માથાનો અંબોડો લેવાનો... ને કેટલાક તો પાછળ ચોટી પણ લબડાવે. તાબોટા પાડવાના ને ‘મારી બવચર મા તારા પર મહેર કરે...’એવું લહેંકા સાથે બોલવાનું. અચાનક જ પવૈયા ટોળી આ ગામમાં ઊતરી પડી હતી... ને સંધાય પર બવચરની માની મહેર થઈ ગઈ હતી! આગેવાન પવૈયો એટલે મંગલા દે... એણે જ બૂમ પાડીઃ ‘મારી મા તમારાં દુઃખણાં લે! મુખી, બવચર માનો હુકમ થઈ ગયો છે... બહાર આવો!’
તાળીઓ જ તાળીઓ
તાબોટા જ તાબોટા
ગામ લોકોનું ટોળું એ બધાની પાછળ જ હતું. ને ટોળામાં મોટા ભાગે હતા ટીખળી જુવાનિયા, ટાબરિયાં અને થોડીક સ્ત્રીઓ. પવૈયા ટોળું તાબોટા પાડતું પાડતું ગામ વચ્ચે થઈને આગળ વઘ્યું.
આમ તો આડેદહાડે પવૈયા ઘેર ઘેર જતાને ઘરના આંગણે ઊભા રહીને તાબોટા પાડતા.
‘પરબાંના પૈસા આલજે, ડોહી!’
‘બવચર માના નામે ધરમ કરજો.’
‘માડી તમારા છૈયાને હોં વરહનો કરે... પચાસ રૂપૈયા આલી દો!’
‘વઉને છૈયો આયો છે ને! બસો રૂપિયા આલો, મા!’ ને પાડે તાબોટો. આખા ગામમાં ફરે. તાબોટા પાડે. ને પૈસા ઉઘરાવે. કોઈના દીકરાનાં લગ્ન થયાં હોય, તો કોઈના ઘેર છોકરાનો જન્મ થયો હોય તો પવૈયા ત્યાં પહોંચી જાય! ગીત ગાય! વધામણાં કરે! તાળીઓ પાડે ને કહેઃ ‘છૈયો આયો છે કેલૈયા કુંવર જેવો. એ ભા જાડી નોટો આલજો!’ ઘર ધણી પાંચ-પચીસ આપે તો ન લે. આલો બહેં રૂપિયા! ને એલેજ ઉપર કાપડું તો ખરું જ. ‘ભા, તમારે કાપડું તો આલવું જ પડશે.’ ને પછી નજીક આવે. છોકરું પારણામાં સૂતું હોય. તેને હીંચકો નાખે. વાર-તહેવારે કે નાના મોટા પ્રસંગે પવૈયાઓનો લાગો તો ચૂકવવો જ પડે. કેટલાક પવૈયા તો દૂશમૂશ સ્ત્રી જેવા જ લાગે!
હાથમતી ગામ.
ને ગામના મુખી એટલે મનોર મુખી. ઊંચી ને પડછંદ કાયા. માથે ફાળિયું, ઝભ્ભોને ધોતિયું. હાથમાં કડિયાળી ડાંગ. આવા બડકમદાર મુખીને ત્યાં અચાનક પવૈયા ટોળું ઉતરી આવ્યું. બીજે ક્યાંય નહિ, કોઈના ઘેર પણ નહિ! સીધા મુખીના ઘરના આંગણે. બે-ચાર બૂમો પડી, અલબત્ત તાબોટાના તાલેઃ
‘મુખી બાપા, બહાર આવો.’
‘મુખી, બારા નીકળો.’
‘મુખી, ઘરમાં હું ભરાઈ ગ્યા છો, નીકળો બહાર!’
‘મુખી!’
‘એ ય મુખી!’
મનોર મુખી બહાર આવ્યા. સાથે એમનાં ઘરવાળાં ગલબી બાય બહાર આવ્યાં. મુખી બોલ્યાઃ ‘શું છે! શાનો ગોકારો કરો છો?’
‘લેવા આયા છૈયેં’
‘લો, પકડો પચાસની નોટ!’
‘ના મુખી બાપા, ના!’
‘તો?’
‘અમારે પૈસા નો જોઈએ! બવચર માનો હુકમ થઈ ગયો છે. ચ્યાં ગ્યો તમારો છૈયો? બહાર લાવો એને.’
મુખી કંઈ બોલે એ પહેલાં તો મુખીનો જવાનજોધ છોકરો રઘલો બહાર આવ્યો. પવૈયાઓને જોઈને હસવા લાગ્યો.
‘મુખી!’
‘શું છે?’
‘બસ, અમે તમારા રઘલાને લેવા આવ્યા છૈયે.’ ને પછી રઘલા સામે જોઈને તાબોટો પાડ્યોઃ ‘અલ્યા, રઘલા! આવીશ ને અમારી હાર્યે?’
‘ઓવ્વે!’
‘ના!’ ત્યાં જ મુખીનો જોરદાર અવાજ આવ્યોઃ ‘રઘલો તમારી હાર્યે નહીં આવે.’
‘એને આવવું જ પડશે.’
‘શા માટે?’
‘બવચર માની મહેર ઊતરી છે એના પર. બવચર માએ ઓર્ડર કર્યો છેઃ જાવ, મારા કૂકડા રઘલાને લઈ આવો!’
‘નહિ આવે.’
બગડ્યા મુખી.
‘ના... એ આવશે જ...’ બારણા રઘલાની વહુ મંજીનો વચ્ચેથી મીઠો મધ ઝરતો અવાજ આવ્યોઃ ‘જાવ, લઈ જાવ એમને. એ આવશે જ આમેય તે નકામા છે. ખાલી ખોળિયું પુરુષનું છે. પણ કાળજું...’
‘કાળજું?’
‘કાળજું સ્ત્રીનું છે. મારા માટે ય નકામા છે ને ઘર માટે પણ. એ મર્દ નથી... મર્દાનગી તો એમનામાં ગાયબ જ છે. ગાભાની ગાય જેવા છે એ... મારી તો જંિદગી બગાડી! જાવ તમારે હું રજા આપું છું. જાવ, ખુશીથી જાવ.’
મુખી ડઘાઈ ગયા.
એમના મુખમાંથી એક શબ્દ ન નીકળી શક્યો! ગલબી મા નીચું જોઈ ગયાં! ને એ જ ટાણે આગળ ઘસી આવેલા રઘલાએ તાબોટો પાડ્યો.
ને એ જ ટાણે મંજીએ બારણા વચ્ચે થી જ સાડી, કબજો અને ચણિયાનો રઘલા પર ઘા કર્યોઃ ‘લો, પહેરી લો ઝટ, ને થઈ જાવ બહુચરાજી ભેળા...’
રઘલાએ કપડાં ઝીલી લીધાં. પહેરણ કાઢીને કબજો પહેરી લીધો. ઓઠે જઈને ચણિયો અને સાડી પહેર્યો ને તાબોટા પાડતો બહાર આવ્યો. ‘બોલો, બવચર માત કી જે...’
‘માત કી જય!’
‘માતાની જય!’ મંગલા દેએ રઘલાનો હાથ પકડી લીધોઃ ‘હાલ્ય લ્યા માતાના કૂકડા હાલ્ય. હાલ્ય બવચર માના થાનકે વિધિ કરાવવા.’ને રઘલો નાચવા લાગ્યો. તાળીઓ પાડવા લાગ્યો. બવચર માની જય બોલાવવા લાગ્યો. મંગલાદે બોલ્યોઃ ‘મુખી, તમે જે આલ્યું છે એ તો કોઈ નો આલે!’ને સંધાય પવૈયા રઘલાને આગળ કરી ઝડપથી હાલતા થયા બહુચરાજીના મારગે. ને મુખી? ઊતરી ગયેલો ચહેરો... આંખો નીચી કરીને બોલ્યાઃ ‘ગલબી! આપણો દીકરો...’
‘દીકરો એના અસલ ઠેકાણે ઊપડી ગયો!’
ગામ લોકો હસ્યા. ફળિયું હસ્યું. વાતો વાયરો હસ્યો. ગામના રસ્તા હસ્યા. ઝાડ પર બેઠેલાં પંખી હસ્યાં. ન હસ્યાં માત્ર બે જણ. એક મુખી, જે લાચાર હતા, ને ગલબી મુખિયાણી, જેઓ જણતરની વેંઢાહેલી વેદના વ્યર્થ ગયાનો અફસોસ કરતાં હતાં!!

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved