Last Update : 22-August-2012,Wednesday

 

વર્તમાન સમયમાં પારકાંની જેમ પોતાનાં તીવ્ર લાગણી કેમ દર્શાવતાં નથી ?

ગુફતેગો - ડૉ ચંદ્રકાન્ત મહેતા

- જેની તરસ જેનાથી છિપાય તે તેને ‘સાગર’ જેવું લાગે છે અને તાત્કાલિક તરસ ન છિપાવનાર તેને ખાલી ગાગર જેવું લાગે છે !

 

વર્તમાન સમયમાં પારકાં લોકો જે તીવ્ર લાગણી દર્શાવે છે તેવી લાગણી પોતાનાં લોકો કેમ દર્શાવી શકતાં નથી ?
* પ્રશ્નકર્તા ઃ હારૂન ઓ. ખત્રી, વોરાવાડ, આરબાણી સેટેલાઈટ શેરી, જાખ ખંભાળીઆ- ૩૬૧૩૦૫
‘પારકાં’ અને ‘પોતાનાં’ વિશે ગંભીરપણે વિચાર કરીએ તો એમ અવશ્ય કહી શકાય કે મન જેને ‘પોતાનું’ ગણે તે પોતાનું અને ‘મન’ જેને ‘પારકું’ ગણે તે ‘પારકું’ માણસ સંબંધને પણ ગણતરીને ત્રાજવે તોળતો હોય છે. લોહીની સગાઈ કે કાનૂની રીતે વિધિને આશરે સર્જાએલી સગાઈ અને પ્રેમ, લાગણી કે નિકટતાને લીધે સર્જાએલો સંબંધ - એવો ભેદ માણસ પોતાને થએલા અનુભવોને આધારે પાડતો હોય છે. જેને આપણે ‘પોતાનાં’, ‘સગાં’ કે ‘સ્વજનો’ કહેતા હોઈએ છીએ, તેમની સાથે ‘અતિ’ ‘પરિચય’ કે ‘સહવાસ’ અથવા ‘સહજીવન’ને કારણે તેમના ગુણ કે દોષોનો પરિચય વારંવાર થતો હોય છે. જ્યારે પોતાનાં સગાંમાં કોઈ ગુણ કે ઉપકાર દેખાય ત્યાં લોકો ઘણીવાર એવી દલીલ કરતાં હોય છે ‘સગાં છે તો કામ કર્યું, મદદ કરી’ એમાં શી ધાડ મારી? એ કોઈ ઉપકાર નથી, પણ સગાં તરીકેનો આપણો હક કે અધિકાર છે! આવું ગણિત એ સાવ ખોટું છે! સગાઈમાં કે સ્વજનત્વમાં ‘સ્વાર્થ’, ‘ગણતરી’ કે નોંધ ન લેવાની વૃત્તિ પ્રવેશે ત્યારે માણસ સંબંધનું કે સગપણનું અવમૂલ્યન કરે છે. પોતીકાંના ગુણ જોવાને બદલે દોષ જોવા પ્રેરાય છે પરિણામે સગપણની શાન જળવાતી નથી અને વેર, વિખવાદ કે સ્વજનત્વના સંબંધોમાં તિરાડ ઉદ્‌ભવે છે. સગાંની ભૂલ કે રાઈના દાણા જેવા દુર્ગુણને પહાડ જેવો ચિતરવો કે માની લેવો એ માનસિક સંકીર્ણતા છે. સારા બનવું અને સારાપણું દેખાડવું એ મનુષ્ય તરીકેનું આપણું નૈતિક કર્તવ્ય છે. સામેની વ્યક્તિ પોતાનું કર્તવ્ય ચૂકે એટલે આપણે પણ આપણું કર્તવ્ય ચૂકી સંબંધ કે સગપણની ઉપેક્ષા કરવી, નંિદા કરવી, અપમાન કરવું એ સંબંધની ગરિમા નથી. સંબંધ બાંઘ્યો તો બાંધી જાણવો. એમ પણ બને કે પારકાં લાગણીની જેટલી તીવ્રતા દર્શાવે તેટલી તીવ્ર લાગણી નિકટનાં સગાં કે સ્વજનો ન દર્શાવતાં હોય એટલે આપણે પણ આપણી લાગણીની તીવ્રતા ઘટાડી ફૂંટાવા માંડવું એ ઉચિત નથી. ‘ટૂટે સ્વજન મનાઈએ, જો ટૂટે સો બાર’ - એ વાત યાદ રાખવી જે જોઈએ. સંબંધો તોડવા સહેલા છે, અઘરું તો છે સંબંધોને સહિષ્ણુતાપૂર્વક જાળવવા અને જીરવવા. વ્યાસજીએ મહાભારતના ‘વનપર્વ’માં પાંડવોના મોંઢે એક સુંદર વાત કહેવડાવી છે.
પરસ્પર વિરોધમાં અમે (પાંડવો) પાંચ છીએ, અને તેઓ (કૌરવો) સો છે, પરંતુ બીજાઓ સાથે સંઘર્ષ થતાં અમે એકસો પાંચ (સો કૌરવો + પાંચ પાંડવો) છીએ. સંબંધમાં આ સૂત્ર યાદ રાખવા જેવું છે. આવી ઉદારતા મનમાંથી કટુતા અને ફરી આદનો ભાવ દૂર કરશે.
તાત્ત્વિક દ્રષ્ટિએ વિચારીએ તો ‘સૌ સૌ ૠણાનુબંધે મળીઆં, કોઈ જનમનાં સુકૃત ફળીઆં’ - માણસનો સંબંધ આ કાળપ્રવાહમાં બંધાતો હોય છે અને ઘટનાઓને કારણે તેમાં પરિવર્તન પણ આવતું હોય છે. ‘આ મારું અને પારકું’ - એવી ગણતરીને મહત્ત્વ ન આપવું એ જ સલાહભર્યું છે.
‘પારકાં’ને પોતીકાં, નિકટનાં, એમના સંબંધમાં તીવ્ર લાગણીની અનુભૂતિ કરવામાં આપણી દ્રષ્ટિ જ કામ કરતી હોય છે. જેને આપણે સગાં નથી ગણતાં તેઓ આપણા પર ઉપકાર કરે છે, આપણને માન-સન્માન આપે છે, આપણા ઉપકારની નોંધ લે છે, એવો ખ્યાલ જ એવા સંબંધને વઘુ મહત્ત્વ આપવાનું અને સગાં કરતાં તેમને નિકટનાં માનવાની આપણી સમજણને પંપાળે છે. યોગવાસિષ્ઠમાં કહ્યું છે તેમ આ મારો ભાઈ છે. આ નહીં, આવી ગણતરી તુચ્છ બુદ્ધિની વ્યક્તિઓ જ કરે છે. ઉદાર ચારિત્ર્યશીલ વ્યક્તિઓ બુદ્ધિના આવા અજ્ઞાનથી પર હોય છે.
જેની તરસ જેનાથી છિપાય, તે તેને સાગર જેવું લાગે છે અને તાત્કાલિક તરસ ન છિપાવનાર ખાલી ગાગર જેવું લાગે છે. સંબંધમાં શ્રઘ્ધાનું સ્થાન મહત્વનું છે. ભરતને રસાલા સાથે આવતો જોઈને લક્ષ્મણ શંકાશીલ બની જાય છે અને જરૂર પડે ભરતને પદાર્થપાઠ ભણાવવા સુધીનો વિચાર કરવા પ્રેરાય છે. પણ રામ ભરતનું હૃદય પારખતા હતા. એમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘‘ભરત ન હોહી રાજમદ’’ ભરતને રાજ્ય પ્રાપ્તિનો મદ હોઈ શકે નહીં. શ્રઘ્ધા સંબંધને સંિચે છે અને શંકા સંબંધના મૂળને ઘા પહોંચાડી સંબંધને સૂકવી નાખે છે. કહેવા ખાતર આપણે કહીએ છીએ કે ‘આપણો તે આપણો અને પારકો તે પારકો’ - પણ હકીકતમાં ક્યારેક આપણો એટલે પોતાનો માણસ પણ પારકાથીયે બદતર વ્યવહાર કરતો હોય અને ‘પારકો’ પોતીકાં કરતાંય વફાદારીપૂર્ણ સંબંધની ઉષ્માની અનુભૂતિ કરાવતો હોય એવાં અનેક ઉદાહરણો સમાજમાં જોવા મળે છે. ‘વૃંદ સતસઈ’માં પારકાનો ઉપકાર દર્શાવતાં વર્ણવાયું છે કે ‘ભલે કોઈ પારકું હોય, પણ જેનાથી શરીર અને મનને સુખ-શાન્તિ મળતી હોય તો તે સ્વજન જ કહેવાય. જેમકે વનની આયુર્વેદિક ઔષધી આમ તો ‘પારકી’ એટલે કે બહારની કહેવાય, પણ તે રોગ કે પીડા દૂર કરતી હોય તો તે પોતીકા જેવી જ ગણાય.’
પારકો હોય કે પોતાનો, પણ બન્ને સંબંધના રક્ષક હોવા જોઈએ, ‘ભક્ષક’ નહીં. વાંકૂ પડે એટલે સંબંધને તોડી નાખવો અને સગા, સંબંધી કે મિત્રને વેરી માની લેવો એ સહિષ્ણુતાનો અભાવ અને અંતઃકરણની અપવિત્રતા છે. સગાંઓની નિકટતાને કારણે યોગ્ય મહત્વ કે મૂલ્યાંકનમાં આપણે ઊણાં ઉતરીએ છીએ. ‘ભાગવત’માં ગંગાનો દાખલો આપીને આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. અત્યંત નિકટ રહેવું એ માણસો માટે અનાદરનું નિમિત્ત બને છે. જેમકે ગંગા કિનારે રહેતાં લોકો ગંગાજળ છોડીને બીજી નદીનાં જળ પાસે પોતાની શુદ્ધિ માટે જાય છે.
‘જન્મજન્માંતર’નું તત્ત્વજ્ઞાન સ્વીકારીએ તો વેદવ્યાસની એ વાત વિચારણીય છે કે ‘આપણે આ સંસારમાં અનેક વાર જન્મ ધારણ કરીને હજારો માતા-પિતા અને સેંકડો પત્ની-પુત્રોના સુખની અનુભૂતિ કરી છે. પરંતુ વર્તમાનમાં (હવે) તેઓ કોનાં છે અને આપણે પણ કોના છીએ ?’
એટલે સાંસારિક જીવનમાં પારકો હોય કે પોતીકો, બન્નેમાં સંબંધની શાન સાચવવાની ઉત્કટ અભિલાષા હોવી આવશ્યક છે. કહેવાતો ‘સગો’ પણ નકામો અને કહેવાતો ‘સંબંધી’ પણ નકામો. લાગણીની સચ્ચાઈ, ઉષ્મા અને તીવ્રતા દર્શાવે તે ‘આપણો’, ભલે પછી તે ‘સગો’ હોય કે ‘સંબંધી.’ ‘લાયક સગા’ કે ‘લાયક સંબંધી’ બનવું એ પણ એક સાધના છે, એક તપ છે. પણ ‘તપ્યા’ અને ‘ખપ્યા’ મગર ‘રેડીમેઈડ’ લાભની અપેક્ષા રાખવી એ આજે કળિયુગની તાસીર છે. સગપણ કે સંબંધમાં સ્વાર્થ કે ગણતરીને જેટલા અંશે માણસ બાકાત રાખી શકે તેટલા અંશે સામેની વ્યક્તિની લાગણીની તીવ્રતાનો અધિકારી બની શકે!

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved