Last Update : 22-August-2012,Wednesday

 

ત્રણ પ્રકારના સુક્ષ્મજીવોનો મંગળની ટ્રીપનો પ્રયોગ ઃ LIFE

ડિસ્કવરી- ડો. વિહારી છાયા
- પૃથ્વી પર મંગળથી આવેલા ઉલ્કા પિંડમાં પુરાઈને જીવન આવેલું છે ?
- સુનીતા વિલિયમ્સની બીજી અવકાશ યાત્રા પછી અવકાશ જીવનની કઠિનાઈઓ પ્રત્યે ફરી વિશેષ જાણકારી મળશે
- તે પહેલા અમેરિકાની સ્પેસશટલ એન્ડેવરની છેલ્લી યાત્રામાં ગયેલા સુક્ષ્મજીવોના 'અનુભવો'એ ઘણું શીખવ્યું છે
- રશિયાનું ગ્રન્ટ નામનું અન્વેષક યાન મંગળના ચંદ્ર ફોબોસ કેપસ્યૂલમાં માટી ભરીને ૨૦૧૪માં પરત આવશે
- મૂળ ભારતીય ગુજરાતી એવી સુનિતા વિલિયમ્સની અવકાશયાત્રાથી આપણે પણ રોમાંચ અનુભવીએ છીએ. પરંતુ કેટલાક સુક્ષ્મજીવો પણ અવકાશયાત્રાએ જવાના છે. તેમની યાત્રા વિશે પણ આપણે જાણવું જોઈએ

મૂળ ગુજરાતી ભારતીય સુનિતા વિલિયમ, રશિયન ફેડરલ સ્પેસ એજન્સી યૂરી માલેન શેનકો અને જાપાનની એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (જાકસા)ના અકિરિતો હોશિદે કઝાકિસ્તાનના રશિયન બાઈકોનુર કોસ્મોડ્રોપ ખાતેથી રશિયાના સોચુઝયાનમાં આંતરરાષ્ટ્રીય અવકાશી મથક કે જે પૃથ્વી ફરતે ૩૫૦ કિલોમીટર ઊંચાઈએ પરિભ્રમણ કરી રહેલ છે તેના પ્રતિ ઉડાન ભરી. નાસાની સુનિતા વિલિયમ તેની ફલાઈટ ઈજનેર છે. તેણે ૧૫મી જુલાઈ ૨૦૧૨ના રોજ ભારતીય સમય પ્રમાણે સવારે ૮ કલાક અને ૧૦ મિનિટે ઉડાન ભરી. ૪૬ વર્ષીય સુનિતાની આ બીજી અવકાશી ઉડાન છે. પહેલી ઉડાન વખતે તે આંતરરાષ્ટ્રીય અવકાશી મથકમાં છ મહિના રોકાયેલ. આ વખતે તે ચાર મહિના રોકનાર છે. તે દરમ્યાન તે અને તેની ટીમ ૨૪૦ પ્રયોગો કરનાર છે. તેમનું સોયુઝયાન આંતરરાષ્ટ્રીય અવકાશી મથક સાથે જોડાઈ ગયેલ છે અને ત્રણેય યાત્રીઓએ અવકાશી મથકમાં પ્રવેશ પણ કરી દીધો છે. તે મથકમાં રહેલા છ યાત્રીઓ જે વિવિધ કામગીરી બજાવવા માટે ત્યાં છે તેમણે આ નવા આગંતુકોનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે.
આપણે માનવયાત્રીઓ વિશે અત્રે ચર્ચા કરવાની નથી. આપણે એ જાણવું છે કે અવકાશમાંથી ઉલ્કાપિંડો રૃપે પૃથ્વી પર આવેલા ખડકોએ પૃથ્વી પર જીવનના બીજ રોપ્યા હતા? તે વિચારની કસોટી કરતા પહેલાં તો આપણે એ જાણવું છે કે મંગળના ગ્રહની રાઉન્ડ ટ્રીપ કરનારા સૂક્ષ્મ જીવો પોતાનું જીવન ટકાવી શકે?
પૃથ્વી પરનું જીવન મંગળ પર ઉદભવ્યું હોય તે શક્ય છે? છેલ્લાં બે દાયકામાં આ પ્રશ્ન વિજ્ઞાાન કથાના પાના પર નહીં રહેતાં તે છોડીને વિજ્ઞાાનની મુખ્ય ધારામાં પ્રવેશી ચૂક્યો છે. ગ્રહ વિજ્ઞાાનીઓને માલૂમ પડયું છે કે મંગળના ખડકો ત્યાંથી ઉછળીને પૃથ્વીના માર્ગે આગળ વધે છે હકીકત તો એ છે કે વિજ્ઞાાનીઓના અંદાજ પ્રમાણે દર વર્ષે આપણી પૃથ્વી પર મંગળનો એક ટન જેટલો પદાર્થ સંપાત થાય છે. તેની સવારીએ સુક્ષ્મજીવો આવી પણ ચઢ્યા હોય. પૃથ્વી તરફના પથ પર ગતિ કરીને ઉડાન ભરતા ખડકો નો ઘાત અત્યંત તોફાની અને ઉચ્ચ દબાણની ઘટના હતો પરંતુ પ્રયોગોએ બતાવ્યું છે કે આ રીતના પ્રચંડ ઘાત છતાં જીવોની અમુક જાતિ ટકી શકે છે. મંગળના ઉલ્કાપિંડો તેની સપાટીથી થોડા મિલિમીટર ઊંડે સુધી જ ગરમ થાય છે તેથી તેમાં વધારે ઉંડાઈએ રહેલા સૂક્ષ્મજીવો બળી જશે નહીં.
ઊડાનભર્યા પછી અને ઉતરાણ કર્યા સુધીમાં આંતરગ્રહીય અવકાશમાંથી પસાર થતી વખતે પોતાના ખડકરૃપી યાનમાં બચી રહેવાનું છે. ઉલ્કાપિંડોની કક્ષાના પૃથ્થકરણ બતાવે છે કે મોટાભાગના ઉલ્કાપિંડો મંગળથી પૃથ્વી સુધી પ્હોંચતા હજારો અથવા લાખો વર્ષો લે છે પરંતુ કેટલાક એકાદ વર્ષમાં અત્રે પ્હોંચી જાય છે. તેટલો સમય કોઈ સુક્ષ્મજીવ જીવી શકે? આ પ્રશ્નના ઉત્તરની ખોજ ટૂંકમાં શરૃ થવાની છે.
આ વર્ષે રશિયન ફેડરલ સ્પેસ એજન્સી ગ્રન્ટ નામનું અન્વેષક યાન મંગળના ચંદ્ર ફોબોસ પ્રતિ રવાના કરનાર છે. તે બાસ્કેટ બોલના માપની કેપસ્યૂલ લઈ જનાર છે તે ફોબોસની એક પાવડા જેટલી માટી ભરીને ૨૦૧૪માં પૃથ્વી પર પરત આવશે. આ કેપ્સ્યૂલમાં નાનું પાત્ર હોય છે. તે પ્લેનેટરી સોસાયટીએ વિકસાવેલી ધ લિવિંગ ઈન્ટરપ્લેનેટરી ફલાઈટ એકસ્પેરીમેન્ટ જેને ટૂંકમાં લાઈફ (એલઆઈએફઈ) કહે છે. તેમાં પૃથ્વી પરના સુક્ષ્મજીવો પેક કરેલા છે. ઈઝરાયેલના 'નેગેવ' રણમાંના સુક્ષ્મજીવોની મિશ્ર વસ્તી વાળી માટીનો નમૂનો તેના કેન્દ્રમાં છે તેની ફરતે ત્રીસ નાની નલિકાઓ છે જેમાં ૧૦ જાતિના જીવો છે. આ જાતિઓ પૃથ્વીની જૈવિકીના ત્રણ વિભાગોના પ્રતિનિધિ જેવી છે. તે ત્રણમાં (૧) બેકટેરિયા (૨) આદ્યજીવો (આર્કિઆ) (૩) સસીમ કેન્દ્રકી (જેના કોષમાં નાભિકેન્દ્ર હોય તેવા જીવો). અંગ્રેજીમાં તેને 'યુકેરિયોટ' કહે છે. મે ૨૦૧૧માં તે પૈકી પાંચ જાતિઓ અવકાશી શટલ એન્ડેવરની છેલ્લી ઉડાનમાં રીહર્સલ તરીકે ગઈ હતી.
વૈજ્ઞાાનિકોની ટીમે એવા સુક્ષ્મજીવો પસંદ કર્યા હતા જે કાંતો કહેવાતા મંગળના જીવોના પૃથ્વીના જીવોને મળતા આવે છે અથવા તો તેઓ આપણને બતાવશે કે અત્રેના અત્યંત સખત સુક્ષ્મજીવો કરતાં તે વધારે કેટલા સખત છે?
પ્રથમ બેકટેરિયાની વાત કરીએ. તેમાંનો એક બેકટેરિયા 'ડેઈનોકોકસ રેડિયો - ડુરાન્સ' છે. આ બેકટેરિયા એ માટે જાણીતું છે કે જ્યારે તેના પર રેડિયેશનની પ્રચંડ માત્રા પડે તો પણ તે ટકી જાય છે. આ બેકટેરિયાને અવકાશી શટલ એન્ડેવરના પ્રવાસમાં મોકલેલ અને તેના અભ્યાસ પરથી કહી શકાય કે તેના પિત્રાઈઓ મંગળના ચંદ્ર ફોબોસની સફર કરી પરત આવી શકશે. તેઓ બચી જશે. આનુવાંશિકતા (જીનેટીકલી)ની દ્રષ્ટિએ જુદા જુદા વ્યક્તિગત જીવોની ખડતલતા સરખાવીને આ સુક્ષ્મજીવો કેવી રીતે રેડીયેશન, નિર્જલન (શુષ્કના), વિષમ ઠંડી સહન કરી શકે તેના વિષે નવી આંતરદ્રષ્ટિ મળશે.
ઉપરોક્ત બેકટેરિયા ડી. રેડિયોડુરાન્સ તેના કોષનું રૃપ બદલ્યા વિના રેડિયેશન સહી લે છે. જ્યારે બીજા બેકટેરિયા પીછેહઠ કરી તેની સંરચના સખત કરે છે. તે સ્થિતિને 'અંતબીજાણુ' એટલે કે 'એન્ડોસ્પોર' કહે છે. વિજ્ઞાાનીઓના પ્રયોગોમાં તે પૈકી બેને સામેલ કર્યા હતા. એકનું નામ 'બેસિલસ સબ્ટિલ્સ' છે. તે અવકાશી ઉડાનના પ્રયોગની ઘણી કસોટીઓમાં પાર ઉતરેલ છે. ફોબોસ 'લાઈફ' પ્રયોગના એક વિજ્ઞાાની તો તે ૧૯૬૦ના દાયકાથી કક્ષામાં મોકલી રહેલ છે અને તેણે દર્શાવેલ છે કે તેના એન્ડોસ્પોર્સ અવકાશમાં છ-છ વર્ષ સુધી જીવી શકે. તેના પર માત્ર રજનું પાતળુ પડ ચઢાવેલ હોય છે જે તેને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણોથી બચાવે છે. આંતરગ્રહીય અવકાશમાં તો વિદ્યુતભારિત કણોના રેડિયેશનનું જોખમ હોય છે. તે રેડિયેશન શરીરમાં ઊંડે સુધી ઘૂસી શકે તેવી વિભેદન શક્તિ ધરાવે છે.
બીજા બેકટેરિયાનું નામ 'બી. સેફનિયસ' છે. તેની શોધ દશ વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૧માં નાસાની 'જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી'ની 'સ્પેસક્રાફ્ટ એસેમ્બ્લી ફેસિલિટી'માં થઈ હતી. ટેકનીશીયનો 'માર્સ ઓડીસી ઓર્બીટર' નામના મંગળ પ્રતિ જનારા યાનને રોગાણુરહિત કરી રહ્યા હતા. તે યાન મંગળના ગ્રહને પૃથ્વી પર સુક્ષ્મ જીવોથી દૂષિત ન કરે તે માટે આમ કરી રહ્યા હતા. જો તેમ ન કરવામાં આવે તો આ જીવાણુઓ ભવિષ્યની ખોજને ગૂંચવી નાખે અથવા તો તેથી વધારે ખરાબ એ બાબત છે કે જો ત્યાં સ્થાનિક સુક્ષ્મજીવો હોય તો તેને ખતમ કરી નાખે.
આદિ જીવો (આર્કિયા) બેકટેરિયાને મળતા આવે છે પરંતુ તેનું જીવ રસાયણ (બાયોકેમીસ્ટ્રી)નો મોટો ભાગ સસીમ કેન્દ્રકી (યૂકેરિયોટ) જેવો હોય છે. તેમના પોતાના પ્રભાવક્ષેત્રમાં તે જુથમાં હોય છે. અત્રે એન્ડેવર અવકાશી શટલના પ્રયોગમાં 'મીથેનોથર્મોબેસ્ટર વૂલ્ફીઈ' નામના આદિજીવ (અતિ પ્રાચીન)ને પસંદ કરવા પાછળનું કારણ એ ન હતું કે તેઓ આ ઘાત પછી પોતાની સ્થિતિ ફરી પ્રાપ્ત કરવાનો ગુણ ધરાવે છે એટલે કે પ્રતિસ્થિતિત્વનો ગુણ ધરાવે છે પરંતુ એટલા માટે પસંદ કર્યા કે તે મીથેન વાયુ ઉત્પન્ન કરે છે. મંગળનું વાતાવરણ આ વાયુના અંશો ધરાવે છે. કેટલાક વિજ્ઞાાનીઓએ તે સૂચવેલ છે તે મીથેન વાયુ ઉપરોક્ત બેકટેરિયાના સગા જેવા બેકટેરિયાના કારણે છે.
તે જ કારણસર વિજ્ઞાાનીઓએ તેમના પ્રયોગમાં 'હેલો આર્કુલા મારિસ્મોર્યુઈ' નામના આદિજીવોને સામેલ કરેલા તે 'મૃતસમુદ્ર'ના વતની છે. તેમને ચમક બહુ પ્રિય છે. મંગળના કોઈ જીવને પણ સંભવતઃ નમક પ્રિય હોવું જોઈએ. મંગળના ગ્રહ પર પાણી પોતાને થીજી જતું અટકાવવા લવણ (ક્ષાર)યુક્ત હોવું જોઈએ. મંગળથી આવેલ ઉલ્કાપિંડ 'નાખ્લા'એ એવો પુરાવો આપ્યો છે કે તે પ્રાચીન લવણ જલમાં ડૂબાડેલું હોવું જોઈએ.
ત્રીજા પ્રકારના આદિજીવ 'પાયરોકોકસ ફ્યુરિઓસસ'નો સમાવેશ પ્રયોગમાં કરવામાં આવેલો. જ્વાળામુખીથી ગરમ થયેલા મહાસાગરના કાંપમાં તે ખૂબ વૃદ્ધિ પામે છે. પરંતુ તે મંગળના ગ્રહ પરના જીવનનું મોડેલ નથી. પરંતુ પ્રાયોગિક અંકુશ તરીકે તેનો સમાવેશ કરેલ. જો આ જીવો મૃત્યુ પામે તો આપણે કહી શકીએ કે અવકાશી પર્યાવરણના તણાવના કારણે મૃત્યુ પામ્યા છે અથવા તો પૃથ્વીના વાતાવરણમાં પુનઃ પ્રવેશ (રીએન્ટ્રી) વખતની વાતાવરણની ગરમીને કારણે તે મૃત્યુ પામ્યા. જો 'પી. ફ્યુરોસિસ' માત્ર એક જ પ્રકારના આદિજીવો બચી જતા હોય તો કહી શકાય કે બીજાના મૃત્યુ માટે ગરમીને ગૂનેગાર ગણી શકીએ.
હવે સસીમ કેન્દ્રકી (યૂકેરિયોટ)ની વાત કરીએ. માનવીના કોષોની જેમ યૂકેરિયોટ એવા સુક્ષ્મજીવો છે જેના કોષને નાભિકેન્દ્ર હોય છે. વિજ્ઞાાનીઓને શંકા છે કે તેઓએ મંગળથી પૃથ્વીની મુસાફરી કદી કરી હોય પરંતુ વિજ્ઞાાનીઓએ તેમની આઘાત સામે ટકી રહેવાની ક્ષમતાનો (પ્રતિ સ્થિતિત્વનો) અભ્યાસ કરવા તેમનો પ્રયોગમાં સમાવેશ કરવામાં આવેલ. જે એક જાતિનો સમાવેશ કરવામાં આવેલ તે યીસ્ટ (ખમીર) 'સેકેરોમાયસીઝ સેરેવિસિઆઈ' હતી.
લઘુ પ્રાણીઓ અને છોડવા પણ ઉડાન ભરનાર છે. પ્રેમથી જેને 'જળ રીંછ' કહેવામાં આવે છે તે 'ટાર્ડિગ્રેડઝ' અપૃષ્ટવંશી છે, તે ૧.૫ મિલિમીટર લંબાઈ ધરાવે છે તેને નાના નહોરવાળા પગ હોય છે. તેઓ રેડિયેશનના અંતિમ તાપમાનના અને અવકાશના શૂન્યાવકાશ પ્રત્યે અત્યંત અવરોધક છે. છોડવાના પ્રતિનિધિત્વ ધરાવતા 'આર્બિડોપ્સિસ થાલિઆના'ના બીજ છે. બી. સબ્ટિલ્સ બેક્ટેરિયાની જેમ એ થાલિઆના 'જુના જોગી' અવકાસી સુક્ષ્મજીવ છે તેણે ચંદ્ર પ્રતિ ગયેલા એપોલોયાનમાં બે વખત મુસાફરી કરી છે. તે એપોલા કેપસ્યૂલમાં જઈ આવ્યા છે.
૨૦૧૪માં જ્યારે 'ગ્ર-ટ' કેપસ્યૂલ પૃથ્વી પર પરત આવશે ત્યારે રીકવરી ટીમ તેમાંથી બાયોમોડયૂલ ખેંસી લેશે અને વર્જીનિયાની બાયોલોજી લેબોરેટરીમાં મોકલી આપશે. તે પછી છેલ્લે આપણે જાણી શકીશું કે જીવ એક ગ્રહથી બીજા ગ્રહ પર કૂદકો મારીને જઈ શકે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved