Last Update : 22-August-2012,Wednesday

 

મંગળને કોણ નડે છે?

બોલ્યુંચાલ્યું માફ - ઉર્વીશ કોઠારી

 

અમેરિકાએ મોકલેલા ક્યુરિઓસિટી યાનને મંગળ ગ્રહ પર સહીસલામત પહોંચી જવામાં મંગળ કે બીજો કોઇ ગ્રહ નડ્યો નથી. ફળજ્યોતિષનો ધંધો કરતા ઘણા લોકોને શંકા છે કે મંગળ પર ૧ ટનનું યાન મોકલવું એ ફળજ્યોતિષને એટલે કે ભારતની સંસ્કૃતિને એટલે કે ભારતને બદનામ કરવાનું અમેરિકાનું કાવતરું છે.
કેવી રીતે?
વિચારોઃ આવડું મોટું યાન મંગળનું નંગ પહેર્યા વિના કે નડતર દૂર કરાવવાની પૂજા વિના સીધેસીઘું મંગળ પર ઉતરી પડે, તો એમાં મંગળનો મહિમા ઓછો ન થાય? (નોંધઃ વર્તમાન સમયમાં ‘મહિમા’નું અંગ્રેજી ‘ન્યૂસન્સ વેલ્યુ’ થાય છે)
મંગળસે પચાસોં લાખ કિલોમીટર દૂર, પૃથ્વી પરના ભારત દેશમાં બાબાબેબીઓ લગ્નલાયક થાય ત્યારે મંગળ ગબ્બરસંિઘ બનીને ઘણાં જાતકો અને તેમનાં માતાપિતાને ડરાવતોે હોય છે. કુંડળીમાં મંગળનું નડતર ધરાવનાર માટે હંિદીમાં ‘માંગલિક’ જેવો શબ્દ વપરાય છે. (કંકોત્રીમાં લખેલા ‘માંગલિક’ પ્રસંગો સાથે તેનો ગૂંચવાડો કરવો નહીં, એટલી સ્પષ્ટતા. ) ભૂતકાળમાં કંઇક કોડભરી કન્યાઓને તેમની કુંડળીમાં મંગળ હોવાને કારણે લગ્નના મામલે ખોડભરી ગણાઇ ચૂકી હતી અને હજુ પણ એ સિલસિલો સાવ અટક્યો નથી. (મંગળ હોવા છતાં કુંડળીઓ મળે ને લગ્ન થાય, ત્યાર પછીની દુર્ઘટનાઓ આ લેખનો વિષય ન હોવાથી, અહીં તેની ચર્ચા કરવામાં આવી નથી.) ફળજ્યોતિષમાં વિશ્વાસ ધરાવતા લોકો માને છે કે બન્નેમાંથી કોઇ એકની કુંડળીમાં મંગળ હોય તો તેમનું લગ્નજીવન અમંગળ નીવડે છે અથવા એક પાત્રના માથે ઘાત રહે છે. વ્યવહારુ લોકો તેમને ખાનગીમાં સમજાવવાની કોશિશ કરે છે કે લગ્ન કરવું ને માથે ઘાતની બીક રાખવી, એ રોંગસાઇડ વાહન ચલાવતી વખતે પોલીસની બીક રાખવા બરાબર છે. પોલીસથી બીવું હોય તો રોંગસાઇડ ચલાવવું નહીં ને રોંગસાઇડ હંકાર્યું જ હોય તો પોલીસની બીક મનમાંથી ખંખેરીને ‘પડશે તેવા દેવાશે’ની ટાઢક રાખવી. જ્યોતિષથી આગળ નીયતીમાં માનતા લોકો કહે છે કે પોલીસની પાવતી મેળવવાનું નસીબમાં લખ્યું જ હોય તો, રાઇટ સાઇડ ચલાવનારને પણ એ મળી જાય. એટલે માથે ઘાત હોવા માટે સામેના પાત્રની કુંડળીમાં મંગળ હોવો જરૂરી નથી.
ખગોળશાસ્ત્રીઓ મંગળને ‘રેડ પ્લેનેટ’ એટલે કે રાતો ગ્રહ કહે છે, પરંતુ દરેક મહાન શોધની જેમ આ શોધ અસલમાં ભારતની હતી. આપણા જ્યોતિષીઓ સદીઓથી કહેતા હતા કે આ ગ્રહનો પ્રભાવ ભલભલાને રાતા પાણીએ રોવડાવે એવો છે. આટલું ચોખ્ખું કહ્યા પછી પણ, પશ્ચિમના લોકો ન કહે ત્યાં સુધી કોઇ તેને ‘રાતો ગ્રહ’ ન કહે, તેમાં આપણે શું કરી શકીએ? અમેરિકા ખરેખર ભારતીય જ્યોતિષીઓના જ્ઞાનનો ઉપયોગ કરવા માગતું હોય તો હજુ મોડું થયું નથી. મંગળ પરના યાનનું સંચાલન કરવા માટે અમેરિકાને કરોડો ડોલરનો ઘુમાડો કરવો પડે છે, જ્યારે આપણા કેટલાક જ્યોતિષીઓ અહીં બેઠાં બેઠાં થોડા હજાર રૂપિયાના ખર્ચે ફક્ત યાનનું નહીં, આખેઆખા મંગળને કાબૂમાં રાખી શકે છે.
ભારતીય ફળજ્યોતિષના ધંધામાં હવે નવી પેઢી દાખલ થઇ ચૂકી છે, જે કમ્પ્યુટર પર કુંડળીઓ બનાવે અને મેળવે છે. તેમાંના ધંધાદારી લોકોનો ધંધો ‘ક્યુરિઓસિટી’ યાનના સફળ ઉતરાણ પછી વધે એવી પૂરી સંભાવના છે. મંગળનું નડતર દૂર કરાવવા ઇચ્છતા જાતકોને તે કહી શકે છે,‘એકલા મંગળનો પ્રોબ્લેમ હોત તો જુદી વાત હતી. હવે તો મંગળ પર ઉતરેલું પેલું યાન પણ તમને નડે છે.
એની જુદી વિધી કરાવવી પડશે.’ કેટલાક ઉત્સાહી અને આર્ષદૃષ્ટા જ્યોતિષીઓ મંગળ પર જીવસૃષ્ટિ હોવાની કલ્પનામાત્રથી આનંદમાં છે. ભવિષ્યમાં મંગળ પર સમાનવ યાત્રા શક્ય બને ત્યારે મંગળવાસીઓની કુંડળીમાંથી પૃથ્વીનું નડતર દૂર કરી આપવાનો ધંધો સારામાં સારો ચાલશે, એવી તેમની ધારણા છે.
કોઇ દાદાથી આખું ગામ બીતું હોય અને નાનકડું બચ્ચું એ દાદાને તેની શેરીમાં જઇને ચિત કરી દે, તો દાદાની આબરૂનું શું? કંઇક એવી જ લાગણી મંગળ પર યાન ઉતરવાથી ઘણા લોકોને થઇ છે. પરંતુ વધારે ચબરાક અને અવનવી કાવતરાકથાઓમાં રસ ધરાવનારા લોકો માને છે કે આ તો મંગળ માટેની ‘સદ્‌ભાવના કવાયત’ છે. નડતરરૂપ ગણાતો મંગળ ખરેખર સીધોસાદો - અને અમુક રીતે પૃથ્વી જેવો જ ગ્રહ છે, એવું સિદ્ધ કરવા માટે મંગળ ગ્રહના જીવોએ અમેરિકા સાથે ખાનગી કરાર કર્યા હતા. એ મુજબ અમેરિકા પોતાનું યાન મંગળ પર મોકલી આપે અને ત્યાંથી મંગળ ગ્રહના જીવો મંગળ વિશેની સારી સારી વાતો પૃથ્વીવાસીઓને મોકલતા રહે. તે વાંચીને પૃથ્વીવાસીઓને મંગળ વિશેની પાકી માહિતી સ્થળ પરથી જ મળતી હોવાનો સુખદ ભ્રમ થયા કરે.
‘આવું કરવામાં મંગળવાસીઓને શો ફાયદો?’ એવો સવાલ કોઇને થઇ શકે, પરંતુ ઇમેજ બિલ્ડંિગ અને પીઆર કવાયતો ઘણી વાર તત્કાળ અને ટૂંકા ગાળાના ફાયદા માટે નહીં, પણ દૂરનું ભવિષ્ય નજર સામે રાખીને થતી હોય છે. એટલે મંગળવાસીઓ પોતાની છબી સુધાર્યા પછી શું ઇચ્છે છે એ અત્યારથી કહી શકાય નહીં. શક્ય છે કે અમેરિકાને તેમણે ‘મંગળ પર ક્રુડ ઓઇલના અખૂટ ભંડાર છે’ ે અથવા ‘અમારે ત્યાં લોકશાહી સ્થાપવાની છે’ અથવા ‘અમારે ત્યાં તમને એક સૈન્યમથક સ્થાપવા દઇશું, જ્યાંથી તમે આખા સૂર્યમંડળ પર જમાદારી કરી શકશો’ એમ કહીને આકર્ષ્યું હોય. આમ કરવા પાછળનો તેમનો હેતુ અમેરિકા થકી માનવજાતની નબળાઇ-સબળાઇ જાણી લઇને, જતે દહાડે પૃથ્વી પર આક્રમણ કરવાનો અને કબજો જમાવી લેવાનો પણ હોઇ શકે.
લોભ, ઘાતકીપણું, સ્વાર્થ, કપટ અને બુદ્ધિ- આટલાં લક્ષણ પૃથ્વીવિજય માટે પૂરતાં છે, એવું મંગળવાસીઓ માણસજાતના ઇતિહાસમાંથી જાણી જાય, તો તેમને પૃથ્વીવાસીઓ સાથે (વિશ્વયુદ્ધ જેવું) ગ્રહયુદ્ધ લડવાની જરૂર પણ ન રહે. ધોળા લોકોએ જે રીતે રોગના જીવાણુ ધરાવતા કામળાની ભેટ આપીને અમેરિકાના આદિવાસીઓનો ખાતમો કર્યો, એવી રીતે મંગળવાસીઓ અડધી પૃથ્વી હથિયારોને બદલે ભેટસોગાદોથી જ જીતી શકે. પૃથ્વી પર આવીને તેમને એ સત્ય પણ સમજાય કે મોટા ભાગના દેશોમાં લોકો શાસકોથી ત્રાસેલા છે. તે એવા ગળે આવી ગયા છે કે તે પોતાના નેતાઓની સરખામણીમાં મંગળ ગ્રહના જીવોને મત આપવાનું વધારે પસંદ કરે.
એ જુદી વાત છે કે મંગળવાસીઓની લોકપ્રિયતા જોયા પછી પૃથ્વીના નેતાઓ તેમને એક યા બીજી રીતે પોતાના પક્ષમાં ખેંચવાનો અને હોદ્દાની લાલચો આપવાનો પૂરો પ્રયાસ કરી જુએ. વખત છે ને કોઇ મંગળવાસી રાષ્ટ્રપતિ ને બીજા થોડા મંગળવાસીઓ રાજ્યપાલ પણ બની જાય તો ખાસ કશો ફરક ન પડે.
ઊલટું, લોકો રાજી થાય કે (બંધારણના હાર્દને અનુસરવાની બાબતમાં) ઇટીની જેમ વર્તતા નેતાઓને બદલે અસલી ઇટી નહીં સારા?

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved