Last Update : 22-August-2012,Wednesday

 

અસંતુષ્ટ પરિણીતા પડોશણ પુષ્પધન્વા સમા દેખાવડા યુવાનની પાછળ પડી ગઈ છે..!!

અસમંજસ - જોબન પંડિત
- એની માગણીના જવાબમાં ‘જોઈશ’ એમ શા માટે બોલે છે? સ્પષ્ટપણે ઈન્કાર કેમ કરતો નથી?
- યાદ રાખ, માનવ, કે પ્રેમ પરાણે થતો નથી! આગ બંને બાજુએ લાગે ત્યારે જ ખેંચાણનો ભડકો થાય!
- માનવ, તું કયા જમાનામાં જીવે છે? નાડાછડીવાળું શ્રીફળ, કંકુવાળું પરણાયું કે પાણીના કુંડાળાથી તું વશીભૂત થઇ જઇશ, એ વાત જ મનમાંથી કાઢી નાખ.

પંડિતજી, છેલ્લા કેટલાક સમયથી હું ખૂબ મૂંઝાઇ ગયો છું. મારું નામ માનવ છે. ચોવીસ વર્ષની ઉંમર છે. હું એક ખાનગી કંપનીમાં નોકરી કરું છું. હું મારી પત્નીને બેહદ ચાહું છું. મારો પગાર પણ સારો છે, ને ઘરનું વાતાવરણ પણ પ્રસન્ન મઘુર છે.. પંડિતજી, તમને થશે કે આમ હોય તો પછી આમાં સમસ્યા ક્યા ંઆવી?
હું આપને એ જ વાત કરું છું. મારા ઘરની બાજુના જ મકાનમાં છેલ્લા આઠ માસથી એક કપલ રહેવા આવ્યું છે. પતિ સેલ્સમેન હોવાથી મોટાભાગે તો એને બહાર જ ફરવાનું હોય છે. એની પત્ની ઠીક ઠીક રૂપાળી કહી શકાય. હું તેના ઘર આગળના રસ્તા પર થઇને આવ-જા કરું છું... પણ મને એક દિવસે લાગ્યું કે તે પાડોશણ સ્ત્રી મારા તરફ તાકી તાકીને જોઇ રહે છે.. એકવાર મેં પાછળ નજર કરી તો તે મને એકટકે તાકતાં પકડાઇ ગઇ હતી. મારી નજર સાથે એની નજર મળતાં તે હસી પડી હતી. ‘હશે, મારે શું?’ એમ કહીને મેં આ બાબતને વધારે મહત્ત્વ આપ્યું નહોતું. પંડિતજી, એક વાત કહી દઉં કે હું મારી પત્નીને ખૂબ જ ચાહું છું. તેની સાથે હું સ્વપ્નમાં પણ બેવફા ન બની શકું! તેને પણ આ બાબતમાં મારા પર પૂરો ભરોસો છે. પંડિતજી, હું અત્યંત દેખાવડો ગૌરવર્ણ યુવાન છું.
પણ મારા મનમાં ક્યારેય પત્નીનો વિશ્વાસ ભંગ કરવાનો વિચાર પણ નથી આવ્યો.
પણ મારી પાડોશણ સ્ત્રી કે જેનું નામ સુચિત્રા છે, તેનો ઉપદ્રવ ધીરે ધીરે વધવા લાગ્યો છે. એક દિવસે મારી પત્ની બહાર ગઇ હતી ને રજા હોઇ હું ઘરમાં એકલો જ હતો ત્યારે સુચિત્રા હાથમાં વાડકી લઇને મારા ઘેર આવી હતી. મને જોઇને હસીને બોલી હતી ઃ ‘એકલા જ છો? જુઓ, હું દૂધ કે દાળ લેવા નથી આવી!’
‘તો?’
‘હું તો તમને જોવા આવી છું. માનવ, તમે શા માટે મારાથી દૂર રહ્યા કરો છો? મારામાં શું નથી? તમે કહો તે હું તમારા ચરણે ધરી દેવા તૈયાર છું.. પછી શા માટે મારાથી પીઠ ફેરવી લો છો?’ મેં કહ્યું ઃ ‘મેં આવું કદી વિચાર્યું નથી!’ તો તે કહે ઃ ‘હવે વિચારો.’ મેં કહ્યું ઃ ‘જોઈશ.’ ને પછી તો મારા ઘરમાં તેની આવન-જાવન વધી ગઇ છે... એકવાર તો તેણે રસ્તામાં જ કહ્યું ઃ ‘તમે ભલે દૂર ભાગો, પણ હું તમને પામીને જ રહીશ.’
એક સવારે તો હું બહાર નીકળ્યો ત્યારે મેં જોયું કે મારા ઘરની બહાર કોઇએ મેલું કામ કર્યું હતું. નાડાછડી બાંધેલું એક શ્રીફળ અને કંકુ વેરીને કોઇ પાણીથી કુંડાળું કર્યું હતું. હું સમજી ગયો કે જરૂર આ સુચિત્રાનું જ કારસ્તાન છે... પણ તેના આ મેલા કર્મથી હું મૂંઝાઇ ગયો છું. મારા પર એ વશીકરણ તો નહિ કરતી હોય? મારી પત્ની પર ઘાત તો નહિ કરે ને? મેલી વિદ્યાની મને બહુ બીક લાગે છે. એકવાર તો એ બોલી પણ ગઇ ઃ ‘જોઉં છું, ક્યાં સુધી દૂર ભાગતા ફરો છો?’
પંડિતજી, તેનાં નખરાં, ગંદું સ્મિત અને ચેનચાળા વધી ગયા છે. પંડિતજી, કોક રસ્તો બતાવો. એની મેલી વિદ્યાથી મને કે મારી પત્નીને કંઇ થશે તો નહિને? પંડિતજી, મેલી વિદ્યાનો હું ભોગ બનું, એ પહેલાં કોઇ રસ્તો મને બતાવો.
- માનવ
માનવ, તું ભણેલો-ગણેલો હોવા છતાં મેલી વિદ્યા અને ભૂતપ્રેતમાં માને છે? ઘરની બહાર પરણાયું કે કુંકુવાળું શ્રીફલ મૂકી કુંડાળું કરવાથી તારા પર અવળી અસર પડશે, એવી વાત તું શા માટે સ્વીકારે છે? પહેલી વાત તો એ કે મેલી વિદ્યાનાં આવાં બધાં કુંડાળાં તારા મનમાંથી કાંઢી નાખ..
હવે મારી વાત સાંભળી લે. તેની સાથે જો તારા ઘરમાં જ શરૂઆતમાં જે સંવાદ થયો ત્યારે જ તેં મોટામાં મોટી ભૂલ કરી હતી. તેણે તને ઓફર કરી ત્યારે તેં કહ્યું ઃ ‘જોઇશ’ બસ, ‘જોઇશ’ શબ્દએ જ આ બધી મોંકાણ ખડી કરી દીધી છે.
‘જોઇશ ‘એટલે?’ અડધી પડધી ઈચ્છા છે... ઈચ્છામાં થોડો વધારો થશે એટલે ‘હા’ પાડીશ. અથવા તમે આગળ વધો તો મને કંઇ વાંધો નથી. થોડી ઘણી મરજી તો છે મારા મનમાં! વાહ, માનવ, વાહ! આવું તું શા માટે બોલ્યો? કે પછી તારા મનના ઊંડાણમાં સુચિત્રા પ્રત્યેનું ખેંચાણ લપાઇને પડ્યું છે? પત્નીને વફાદાર રહેવાની વાતનું તું જે રટણ કરે છે, તે તારો માત્ર દંભ તો નથી ને? ખેર, જવા દે એ વાતને.
પહેલાં તો તું તારી પત્નીને પાડોશણની પજવણીની વાત કર. તેને રજેરજથી વાકેફ કર... તારી પત્ની સુચિત્રાને સાફ સમજાવી દેશે... છતાંય એની પજવણી ચાલુ રહે તો તેનો પતિ જ્યારે ઘેર આવે ત્યારે તું એને રસ્તામાં કે બહાર એકલો જ મળ.. તેના કાને વાત નાખ... વાત પતી જશે.
એક વાત નોંધી લે માનવ, કે પ્રેમ પરાણે થતો નથી.. આગ બંને બાજુએ લાગે ત્યારે જ ‘ખેંચાણ’નો ભડકો થતો હોય છે... તેને ચોખ્ખી વાત કરી દે ઃ ‘તમે શા માટે મારી પાછળ પડ્યાં છો? હું પરિણીત છું ને મારી પત્નીને સાચા દિલથી ચાહું છું. પ્લીઝ, હવે પછી આવા ચેનચાળા કે માગણી ન કરતાં.. નહિતર મારે તમારા પતિ સમક્ષ બધી જ વાત કરવી પડશે!’ આટલી વાતથી જ પતી જશે. પણ જો માનવ, હવે પછી તું ‘જોઇશ’ ‘વિચારીશ’ એવા શબ્દોવાળી ભાષામાં વાત ન કરીશ. ‘જોઇશ’નો અર્થ ‘અડધો પડધો સ્વીકાર’ એવો થાય. સ્પષ્ટ ભાષામાં વાત કરી દે ને શંકા, કંકુ અને શ્રીફળ સહિતનાં તમામ કુંડાળાંને મનમાંથી રૂખસદ દઇ દે. ઓલ ધ બેસ્ટ.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved