Last Update : 22-August-2012,Wednesday

 

મેરી લાત ખાઓ, કેન્સર ભગાવ... અજીબોગરીબ કૌભાંડ

- અજિત પોપટ

- બ્રિટિશ પાર્લામેન્ટમાં જે બાબતે ખાસ્સો હોબાળો થયો એવા અને અંધશ્રદ્ધાને પોષતા એક ધર્મપ્રચારકના વિચિત્ર કહેવાય એવા કૌભાંડની રસપ્રદ વાત.

બે-ત્રણ હજાર માણસો બેસી શકે એેવા એક શમિયાણામંા હકડેઠઠ ભીડ જામી છે. કેટલાક લોકો ખાટલામાં સુતાં સુતાં આવ્યા છે તો કેટલાક લોકો વ્હીલચેર પર બેઠાં છે. ન તો ખાટલા પરના કે વ્હીલચેર પરના સ્ત્રી-પુરુષોના ચહેરા પર રોનક છે ન એમની સાથે આવેલાં સ્વજનોના ચહેરા પર સ્વસ્થતા છે. બધાને એક ચમત્કારી ચિકિત્સકનો ઇંતેજાર છે. એ ચિકિત્સકના પઠ્ઠાઓ શિસ્ત અને વ્યવસ્થા જાળવે છે. અચાનક એમ્બ્યુલન્સની સાઇરન જેવો ઘ્વનિ ગૂંજે છે. આગળ બે મોટરબાઇક સવાર છે અને એની પાછળ કુશાંદે મર્સિડિમાં એક મેદસ્વી આદમી બેઠો છે. એના ગળા પર, હાથ પર, ગરદન પર જાતજાતના ટેટુ છૂંદાવેલા છે. એ આવતાંની સાથે એના પઠ્ઠાઓ ભગવાન ઇસા મસીહનો જયજયકાર બોલાવે છે. કોઇ ઉત્સાહી વળી પેલા આદમીનો પણ જયજયકાર કરે છે. ઇસાઇ ધર્મના પ્રચાર (ઇવેન્જેલિસ્ટ ) એ આદમીએ આજકાલ બ્રિટનમાં હોબાળો મચાવ્યો છે. છેક બ્રિટિશ પાર્લામેન્ટમાં એના નામે હો હા થઇ છે અને લેબર પાર્ટીના નોર્થ ક્રોયડનના સાંસદ માલ્કોમ વિક્સે બ્રિટિશ ગૃહ પ્રધાન ટેરેસા મેને જોરદાર અપીલ કરી છે કે આ ધતંિગ બંધ કરાવો.
કોણ છે આ ઇવેન્જેલિસ્ટ અને શા માટે એના કામને માલ્કોમ વિક્સ ધતંિગ ગણાવે છે ? એ જાણવું રસપ્રદ છે. આ ઇવેન્જેલિસ્ટનું નામ છે ટોડ બેન્ટલે. એ પણ ડબલ્યૂડબલ્યૂએફના કુસ્તીબાજ જેવો પઠ્ઠો છે. એનો ભૂતકાળ ઘણો ખરડાયેલો છે. પંદર વરસની વયે એણે સાત વરસના એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવાનો પ્રયાસ કરેલો અને જેલમાં જવું પડ્યું હતું. એ પછી પણ એની સામે કેટલાક અપરાધો નોંધાયા હતા. આપણે ત્યાં જેમ કેશવાનંદ કે કૃપાળુ મહારાજ સામે અગાઉ બળાત્કારના કેસો થયા છે એમ ટોડ સામે પણ ઘણા પોલીસ કેસ થયા હતા અને એ જેલમાં જઇ આવ્યો હતો. પરંતુ ત્યારબાદ થોડો સમય એ અલોપ થઇ ગયો હતો. પાંચેક વરસ બાદ જાહેરમાં દેખાયો ત્યારે એ પોતાને પરમેશ્વરનો દૂત ગણાવતો થઇ ગયો હતો. અગાઉ કહ્યું એમ એના હાથ અને ગળા પર છૂંદણાં છૂંદાવેલાં હતાં. એેણે એવો દાવો કર્યો હતો કે મને ખુદ ભગવાન ઇસા મસીહે લોકોના દુઃખદર્દ દૂર કરવાની દિવ્ય શક્તિ આપી છે.
જો કે એની આ દિવ્ય શક્તિ આપણને ડરાવી દે એવી છે. એ ઠેકઠેકાણે કેન્સરની સારવારના કેમ્પ યોજે છે. આવા કેમ્પમાં એ કેન્સરના પેશન્ટને ભેટીને પૂરેપૂરી તાકાતથી પેશન્ટના પેટ તરફ લાત મારે છે. કેટલાક પેશન્ટ ત્યાંજ ઢળી પડે છે. જો કે અત્યાર સુધી કોઇએ આ ધતંિગ સામે અવાજ ઊઠાવ્યો નહોતો. ઊલટું કન્ટ્રી વિસ્તાર (ગ્રામવિસ્તાર)નાં ટેબ્લોઇડ અખબારોએ ટોડના કહેવાતા ચમત્કારોની ઢગલાબંધ વાતો છાપી હતી. જો કે એ લોકોને ટોડ તરફથી મોટી મોટી જાહેરખબરો મળતી હતી. એટલે બધા હૈસો હૈસો કરીને ચલાવતા હતા. કેટલાક કિસ્સા એવા પણ બન્યા હતા કે ટોડની લાત ખાનારા પેશન્ટના પેટ કે લીવરમાં ઇન્ટર્નલ હેમરેજ (રક્તસ્ત્રાવ) થવા માંડ્યો હોય. પરંતુ દસમાંથી આઠ જણ ચમત્કારના નામે મુગ્ધ હોય ત્યાં આવા હેમરેજવાળા પેશન્ટની પિપૂડી કોણ સાંભળે ? તમાશાને તેડું ન હોય. ધીમે ધીમે મેદની વધવા માંડી. આ આખીય વાતમાં સૌથી રસપ્રદ પાસું એ છે કે ખરેખર કેન્સરના કેટલા પેશન્ટ લાત ખાઇને સાજા-સારા થયા એનો કોઇ રેકોર્ડ નથી. એક સમયે ભારતને ગારુડી-મદારીનો દેશ કહેતા બ્રિટનમાં આવું પાખંડ મહિનાઓ સુધી ચાલતું રહે એ વાત ખરેખર વિસ્મય ઉપજાવે એવી નથી લાગતી ? આમ તો બાબા રામદેવ કે આશારામ બાપુ જેવાની આસપાસ પોલિટિશિયનો ગરબા લેતાં હોય છે. પરંતુ બ્રિટનની પાર્લામેન્ટમાં લેબર પાર્ટીના સાંસદ માલ્કોમ વિક્સે જે રીતે હો હા મચાવી છે એ જોતાં એમ લાગે છે કે એના કોઇ સંબંધીને પણ ટોડની તાકાતવાન લાત ખાવી પડી હશે અને એ પછી પણ પેલા સંબંધીને કશું સારું થયું નહીં હોય. અથવા એમ પણ હોય કે સ્વયં ભીડ જમાવવાની ફાવટ આવી ગઇ છએ એવા ટોડે પોલિટિશિયનોને ભાવ ન આપ્યો હોય એટલે માલ્કોમ વિક્સ જેવા નારાજ થયા હોય. જે હોય તે, પરંતુ એક વાત નક્કી કે બ્રિટનમાં પણ ભારતના જેવી અંધશ્રદ્ધાનું મોજું જોવા મળે ખરું. હકીકતમાં દારાસંિઘ જેવા પહેલવાનની લાત ખાઇને કેન્સર દૂર થવાને બદલે બકરું કાઢતાં ઊંટ પેસી જાય એવું બને ખરું.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved