Last Update : 22-August-2012,Wednesday

 

મહા.ના ગૃહ મંત્રી તથા પોલીસ કમિ.નાં રાજીનામાં માગ્યાં
આઝાદ મેદાનમાં બાંગ્લાદેશીઓએ હિંસા કરી હોવાનો રાજ ઠાકરેનો આક્ષેપ

ગિરગાંવથી આઝાદ મેદાન સુધી વિશાળ મોરચો કાઢી મનસેએ મુંબઇના પોલીસ કમિશનર અને ગૃહ પ્રધાન સામે શક્તિ પ્રદર્શન કર્યું

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૧
પોલીસ ઉપર હાથ ઉપાડનારો કોઇ પણ ધર્મનો હશે તેને ત્યાં જ પતાવી દેવાશે અને હું માત્ર મહારાષ્ટ્ર ધર્મ જ પાળું છું એમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ જણાવતાં એક કાંકરે અનેક પક્ષી માર્યા હતાં. મુંબઇ પોલીસના આદેશની ઐસીતૈસી કરીને ગિરગાંવથી આઝાદ મેદાન સુધી વિશાળ મોરચો કાઢી મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મુંબઇના પોલીસ કમિશનર અરુપ પટનાયક અને ગૃહ પ્રધાન આર.આર. પાટિલની હાંસી ઉડાડવા સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું.
૧૧ ઑગસ્ટે રઝા એકેડેમીએ આસામ અને મ્યાનમારમાં મુસલમાનો ઉપર અત્યાચાર થઇ રહ્યો છે એના વિરોધમાં મોરચો કાઢયો હતો જેમાં ફાટી નીકળેલી હિંસામાં ૭ મહિલા પોલીસ કોન્સ્ટેબલો સહિત ૪૫ પોલીસોને ઇજા થઇ હતી તથા પોલીસોના શસ્ત્રો ખૂંચવી લેવાના પ્રયાસો સાથે મહિલા પોલીસોની છેડતી થઇ હતી તેના વિરોધમાં મનસેએ વિશાળ મોરચો કાઢયો હતો. મોરચાને સંબોધતાં રાજ ઠાકરેએ આગવી સ્ટાઇલમાં પોતે મુસલમાન વિરોધી નથી અને હિંદુ કાર્ડ નહિ વાપરે પરંતુ દેશદ્રોહીઓને સાંખી નહિ લેવાય એમ જણાવ્યું હતું. મહારાષ્ટ્રની પોલીસ ઉપર હાથ ઉગામનારને તરત જ પાડી દેવાશે એમ જણાવતાં પોતે માત્ર મહારાષ્ટ્ર ધર્મમાં જ માને છે અને પોલીસ પ્રસાર માધ્યમ કે મરાઠી માણસ ઉપર સંકટ આવશે તથા મહારાષ્ટ્ર સામે આંખ કાઢનારાની આંખ ફોડી કઢાશે એમ ઉમેર્યું હતું.
હિંસાના વિરોધમાં મોરચો નહિ કાઢવા દેવાના પોલીસ કમિશનર અરુપ પટનાયકે અનેક પ્રયાસો કર્યા તેની ટીકા કરતાં રાજે પ્રશ્ન કર્યો હતો કે લોકશાહી માર્ગે વિરોધ પણ અમારે કરવાનો નહિ? અમારે શાંતિપૂર્વક વિરોધ વ્યક્ત કરવો છે તે માટે પરવાનગી નથી અને હિંસા ફેલાવવા રઝા એકેડેમીને પરવાનગી અપાય છે? પોલીસો ઉપર હાથ ઉપાડવાથી પોલીસોનો જુસ્સો તૂટી જશે તો સામાન્ય માણસો મુંબઇમાં સલામત રહેશે નહિ એમ જણાવતાં રાજે મહિલા પોલીસોની છેડતી કરનારા તેમ જ પોલીસોને મારનારા ગુનેગારોને પોલીસ કમિશનરે છોડી મૂકવા આપેલો આદેશ શરમથી મરી જવા જેવો છે અને તેઓએ તથા ગૃહ પ્રધાન આર.આર. પાટિલે તાત્કાલિક રાજીનામું આપવું જોઇએ એવી માગણી રાજે કરી હતી.
આઝાદ મેદાનમાં તોફાન મચાવનારાઓ બાંગ્લાદેશી મુસલમાનો હતા અને ભવિષ્યમાં તેમના લીધે મુંબઇમાં મોટી સમસ્યા ઉભી થશે એવા સંકેતો આપતા રાજ ઠાકરેએ તોફાન દરમિયાન મળી આવેલો બાંગ્લાદેશી પાસપોર્ટ દેખાડતાં માત્ર ભારતમાં આવવાનો પાસપોર્ટ હોવાનું જણાવ્યું હતું.
બાબરી મસ્જિદના પડઘા મુંબઇમાં પડયા અને હવે આસામની પ્રતિક્રિયા પણ પડી તેમ જ ઉત્તર પ્રદેશ બિહારમાં પણ તોફાનો શરૃ થયા છે એનો ઉલ્લેખ કરતાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં છડેચોક ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ તોડવામાં આવી ત્યારે માયાવતી, રામદાસ આઠવલે, ગવઇ અને પ્રકાશ આંબેડકર જેવા નેતાઓ ક્યાં હતાં? દલિત નેતાઓને માત્ર ઇન્દુ મિલની જમીન દેખાય છે અને તેના ઉપર શું બંગલા બાંધવા છે એવો પ્રશ્ન રાજે કર્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ આઝાદ મેદાન ખાતે પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામનારા યુવાનના કુટુંબીઓને દોઢ લાખ રૃપિયા આપ્યા ત્યારે જખમી પોલીસોને કેમ મદદ ન કરી એવો પ્રશ્ન રાજ ઠાકરેએ કર્યો હતો. અમર જ્યુસ સેન્ટર ખાતે રાત્રે જ્યુસ પીવા બેસનારાઓ ઉપર હોકીની સ્ટીકોથી હુમલો કરનારા પોલીસ કમિશનર અરુપ પટનાયક અને ડીસીપી ઢોબળે એ આઝાદ મેદાનના ગુનેગારો ઉપર કેમ હોકીની સ્ટીકો ન વરસાવી એવો પ્રશ્ન પણ ઠાકરેએ કર્યો હતો અને પોલીસ કમિશનરને મૂરખ ગણાવ્યા હતાં. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડના લોકો આવીને મુંબઇમાં હુમલા કરી જશે એવી ચેતવણી તેમણે આપી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved