Last Update : 22-August-2012,Wednesday

 

કોલસાના કૌભાંડ મુદ્દે વિરોધ પક્ષોની ધમાલ
મનમોહનના રાજીનામાના સૂત્રોચ્ચાર સાથે સંસદ મોકૂફ

વડાપ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે ઃ ભાજપ ખુલાસો કરવા વડાપ્રધાન તૈયાર ઃ આજે યુપીએની બેઠકમાં એકતા દર્શાવાશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૧
કોલ બ્લોકની ફાળવણી અંગે કેગના અહેવાલનો મુદ્દો આજે સંસદમાં છવાયેલો રહ્યો હતો. સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે થયેલી ધમાલના કારણે સંસદની કામગીરી મોકુફ રાખવી પડી હતી. એનડીએ દ્વારા વડાપ્રધાન મનમોહન સિંહના રાજીનામાની માગણી કરાઇ હતી તો બીજી બાજુ સિંહે જણાવ્યું હતું કે ચર્ચાને મંજૂરી મળે તો તેઓ તમામ મુદ્દે સંતોષકારક જવાબ આપી શકે તેમ છે. દરમિયાન વડાપ્રધાનના રાજીનામાની માગણીનો આવતીકાલે યુપીએના તમામ સાથી પક્ષો એકજૂથ થઇને સામનો કરે તેવી શક્યતા છે.
સરકારે વડાપ્રધાન મનમોહન સિંહના રાજીનામાની વિપક્ષની માગણીને 'અસંગત' ગણાવીને નકારી કાઢી હતી. પરંતુ ભાજપે સિંહ રાજીનામુ ન આપે ત્યાં સુધી વિરોધ ચાલુ જ રાખવાનું નક્કી કર્યું છે. સરકારે દોષનો ટોપલો વિપક્ષ પર ઢોળતા જણાવ્યું હતું કે તમામ ફાળવણી બિનયુપીએ પક્ષોની સરકારની ભલામણોના આધારે જ કરાઇ હતી. ત્રણ લાખ કરોડના કૌભાંડોના મુદ્દે વિપક્ષે સંસદમાં ભારે ધમાલ મચાવી હતી. લોકસભાનું કામકાજ આજે વિપક્ષોએ ચાલવા દીધું નહોતું. પહેલા બપોર સુધી અને ત્યાર બાદ આખા દિવસ માટે ગૃહ મોકુફ રખાયું હતું.
રાજ્યસભા પણ ગૃહના નાયબ નેતા તરીકે કોંગ્રેસના પી જે કુરિયનની સર્વાનુમતે વરણી થયા બાદ કૌભાંડોના મુદ્દે ધમાલથી મોકુફ રખાઇ હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ ચર્ચા માટે તૈયાર છે અને તમામ મુદ્દે સંતોષકારક જવાબ આપી શકે તેમ છે.
વડાપ્રધાન મનમોહન સિંહના રાજીનામાની વિપક્ષોની માગણીને રદીયો આપતા કાયદા પ્રધાન સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે કોલ બ્લોકની ફાળવણી માટેની સ્ક્રીનિંગ કમિટીમાં રાજ્ય સરકારોની સહભાગીતા હતી. કોલ બ્લોકની ફાળવણીનો આધાર રાજ્ય સરકારોની ભલામણો જ હતી.
દરમિયાન કેગનો અહેવાલ જાહેર થયા બાદ આવતીકાલે પહેલીવાર યુપીએની સંકલન સમિતિની બેઠક યોજાશે. જેમાં વિપક્ષના આક્ષેપો સામે યુપીએના સાથી પક્ષો એકજૂથ થાય તેવી પૂરી શક્યતા છે. બીજી બાજુ યુપીએને બહારથી ટેકો આપી રહેલી સમાજવાદી પાર્ટીએ કોલ બ્લોક અંગે કેગના અહેવાલ સહિતના મુદ્દે વિગતવાર ચર્ચાની તરફેણ કરી હતી.

મમતા બેનરજી યુપીએની બેઠકમાં હાજરી આપશે
(પીટીઆઈ) કોલકાત્તા, તા. ૨૧
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અત્રેથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તાજેતરમાં રચાયેલી યુ.પી.એ. કોઓર્ડીનેશન કમીટીની આવતીકાલની બેઠકમાં ભાગ લેવા માટે તેઓ દિલ્હી ગયા છે. પત્રકારોએ તેમને પુછેલા સવાલ, તમે યુ.પી.એ.ના વડા સોનિયા ગાંધીને મળશો કે કેમ? તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અત્યારે હું કંઈ કહી શકુ નહીં. હાલ તો હું કોઓર્ડીનેશન કમિટીની બેઠકમાં ભાગ લેવા જઈ રહી છું.
તૃણમુલ કોંગ્રેસના ઓલ ઈન્ડીયાના જનરલ સેક્રેટરી મુકુલ રોયે અગાઉ માહિતી આપી હતી કે 'સંરક્ષણ' મંત્રી એ.કે. એન્ટની મમતા બેનર્જીને ૧૮ ઓગસ્ટે મંત્રાલય ખાતે મળ્યા ત્યારે તેમણે મમતા બેનર્જીને બેઠકમાં હાજર રહેવા વિનંતી કરી હતી. યુ.પી.એ. કોઓર્ડીનેશન કમીટીની રચના મહત્વની રાજકીય અને આર્થિક બાબતો અંગે ચર્ચા કરવા માટે કરવામાં આવી છે.
આ બેઠકમાં ભાગ લેવા નિકળેલા મમતાજીની મુલાકાત એટલા માટે મહત્વની ગણાય છે કે બંગાળમાં પૂર્વે શાસન ચલાવતી ડાબેરી સરકારે લીધેલી ૨.૩૦ લાખ કરોડની લોનના વ્યાજના હપ્તા ત્રણ વર્ષ સ્થગીત કરવાની તેમની માંગ ઉભેલી જ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved